JALEBI in Gujarati Cooking Recipe by Vijay Ramesh Bhai Vaghani books and stories PDF | મીઠાઈ વાળા ની દુકાન જેવી ક્રિસ્પી જલેબી

Featured Books
  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

  • સફર

    * [| *વિચારોનું વૃંદાવન* |] *                               ...

Categories
Share

મીઠાઈ વાળા ની દુકાન જેવી ક્રિસ્પી જલેબી

      ભારતમાં જ્યારે પણ મીઠાઈની વાત આવે ત્યારે મનમાં ગરમાગરમ જલેબીનું નામ પહેલા આવે છે. આવે પણ કેમ નહીં, જલેબીનો સ્વાદ હોય છે અદ્ભુત જ. જલેબી જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તે સ્વાદિષ્ટ નથી લાગતી. .

જો તમે પણ વિચારી રહ્યા છો કે ઘરે જલેબી કેવી રીતે બનાવવી. તો ચાલો આજે અમે તમને કેટલીક સરળ ટીપ્સ સાથે મિનિટોમાં ક્રિસ્પી જલેબી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. 

જલેબી બનાવવા માટે સામગ્રી :

1.મૈંદા 1 કપ,

2.સોજી 1/2 કપ,

3.દહીં 1 1/2 કપ,

4.ખાવાનો સોડા 1/4 ચમચી,

5.જરૂર મુજબ પાણી,

6.તેલ અથવા ઘી જરૂર મુજબ,

7.કેસર દોરા 8 -10,

8.ઈલાયચી પાવડર 1/2 ચમચી,

9.કાણું પાડેલું જાડું કપડું અથવા જલેબી કોન 1 

10.ખાંડ 1-1/2  કપ,

     બેટર કેવી રીતે તૈયાર કરવું :-

      જલેબી બનાવવા માટે સૌથી મહત્વનું સ્ટેપ છે બેટર તૈયાર કરવું. તેથી જ્યારે પણ તમે તેનું બેટર તૈયાર કરો ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે તે બેટર વધારે પાતળું ના થઇ જાય. નહીં તો વધુ પાતળું બેટર, જલેબી બનાવતી વખતે કડાઈમાં ફેલાઈ જાય છે અને જલેબી બરાબર રંધાતી નથી.

  જો તમે સોજીની જલેબી બનાવો છો તો તમારે સોજી અને દહીં મિક્સ કરીને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ઢાંકીને રાખવું. ઢાંકીને રાખવાથી સોજીમાં દહીં સારી રીતે ભળી જાય છે અને જલેબી એકદમ ક્રિસ્પી બને છે. જો તમને લાગે કે સોજીને કારણે બેટર જાડું થઈ ગયું છે તો તેમાં થોડું દહીં ઉમેરો.

    સ્વાદિષ્ટ જલેબી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સોજી અને મૈંદાને સારી રીતે મિક્સ કરી તેમાં દહીં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં જરૂર મુજબ પાણી અથવા દહીં ઉમેરીને બેટર તૈયાર કરો.ખાવાનો સોડા નાખીને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. જો તમે મૈદાની જલેબી બનાવતા હોય તો પણ તેમાં થોડો સોજી જરૂર ઉમેરો.

જલેબી બનાવવાની રીત : 

        સૌ પ્રથમ મૈંદા, સોજી અને દહીંને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવીને, પેસ્ટને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. 15 મિનિટ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે જલેબીના બેટરને કપડા અથવા કોનમાં ભરીને જલેબીનો આકાર આપીને કડાઈમાં રેડો.કઢાઈમાંથી એક પછી એક જલેબી કાઢીને ચાસણીમાં નાખીને ગરમ ગરમ સર્વ કરો.

* ગેસની આંચ ધીમી કરો અને જલેબીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.ગેસની બીજી બાજુએ પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી તૈયાર કરો અને તેમાં થોડો ઈલાયચી પાવડર પણ ઉમેરો. જલેબી સોનેરી થાય એટલે તેને કઢાઈમાંથી કાઢીને સીધી ગરમ ચાસણીમાં 1 થી 2 મિનિટ માટે મૂકીને બહાર કાઢીને પ્લેટમાં કાઢી લો.

* જલેબીને તળતી વખતે ગેસની આંચ માધ્યમ પર જ રાખો. સોજી ઉમેરવાથી જલેબી ક્રિસ્પી બને છે. જલેબી બનાવવા માટે કોન થોડો પાતળો હોવો જોઈએ કારણ કે જાડા આકારના કોનમાંથી બનાવેલી જલેબી રાંધવામાં કાચી રહે છે અને ક્રિસ્પી બનતી નથી.

   નુસખા :તરત જ બેટર તૈયાર કરીને ક્યારેય જલેબી ન બનાવો. બેટરને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી દહીં મિક્સ કરીને ઢાંકીને રાખવું. જલેબીની ચાસણી માત્ર 1 તારની હોવી જોઈએ, વધુ જાડી ન હોવી જોઈએ. તેથી ચાસણીને લાંબા સમય સુધી ના રાંધશો.

જલેબીને ચાસણીમાં લાંબા સમય સુધી ડુબાડીને ના રાખો. તેને લગભગ 2 મિનિટ માટે ચાસણીમાં ડુબાડીને કાઢી લો. ખાંડની ચાસણીમાં લાંબા સમય સુધી ડુબાડી રાખવાથી તે સોફ્ટ થઈ જાય છે અને ક્રિસ્પી બનતી નથી.

તમે પણ આ ટિપ્સ સાથે મિનિટોમાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ જલેબી ઘરે બનાવી શકો છો અને તહેવારના આનંદને બમણો કરી શકો છો.