The Author Bindu Follow Current Read ભરોસો By Bindu Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books सर्द हवाएं लेख-सर्द हवाएं*******"" यूं तो सर्दियों के मौसम में जब... इश्क दा मारा - 45 यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत... लल्लन जी की अद्भुत नौकरी गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ... चुप्पी - भाग - 2 क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद... छिनार बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ભરોસો (8) 1.3k 3.8k આજ સવારથી જ વિભીકા વિચારી રહી હતી કે આવા લુચા માણસોને શું ઈશ્વર સજા આપતો હશે ? અને મારા જેવા નિખાલસ માણસોની પ્રાર્થના સાંભળતો હશે ખરું વિભીકા એક શિક્ષિકા છે તેની શાળામાં તેના સહકર્મચારીઓ સાથે બીજા પણ ઘણા બહેનો છે વિભિકાનું વ્યક્તિત્વ એકદમ સરળ દયાળુ પરોપકારી સ્વભાવ અને હંમેશા બીજાને મદદ કરનારી વિભિકા કોલેજમાં હતી ત્યારે જ તેના લગ્ન થઈ ગયા તેના પતિ વિરમનો સ્વભાવ પણ ખૂબ જ સરસ તેની ઈચ્છા હતી કે વિભીકા તેનું સપના પૂર્ણ કરે માટે વિરમ જ વિભીકાને આગળ અભ્યાસની છૂટ આપી અને તેને ભણાવી ગણાવીને વિભીકાની મહેનત થકી તે એક શિક્ષક અભિયોગ્યતા કસોટી આપે છે અને તેમાં તે ઉત્તીર્ણ થાય છે અને એક શિક્ષક બને છે વિભીકા નું વ્યક્તિત્વ જ એવું કે શાળામાં જોબ મળી ત્યારથી તેને પોતાના કર્તવ્યને ઈશ્વરનો આશીર્વાદ માની બખૂબી નિભાવ્યું હંમેશા વિદ્યાર્થીઓની મદદ કરતી માતા-પિતા વગરના બાળકો પર તો અપાર સ્નેહ વરસાવતી અને કોઈ વિદ્યાર્થી તેને મળીને હશે નહીં તો એવી વાત કરે કે વિદ્યાર્થી ખડખડાટ હશે જેમ કે જાડા છોકરાઓને જોઈને કહે કે કેમ છે ગોલુ મોલુ શું ચાલે છે ગુલાબજાંબુ તો વળી બીજા બાળકોને વાત કરતા હોય અને વચ્ચે જ કૂદી પડે અને જવાબ આપે જેથી બાળકો ખળખડાટ હશે તો ક્યારેક ક્યારેક બે મિત્રો વાતો કરતા હોય ત્યારે વચ્ચે પોતાનો જવાબ આપી અને એમની વાતોમાં ખલેલ પહોંચાડીને પણ તેને હસાવે તો વળી વર્ગખંડમાં જાય ત્યારે કોઈ બાળક જો ઉદાસ હોય તો તેની ઉદાસીનું કારણ પૂછે તેને નિવારવા માટે પ્રયાસ કરે કોઈની સમસ્યા જાણ્યા પછી જ્યાં સુધી તેને ઉકેલે નહીં ત્યાં સુધી તેને ચેન જ ન પડે અને જો ઉકેલાઈ જાય પછી મનમાંથી એ વાત ભૂલી જ જાય પણ જે માણસો સારું કાર્ય કરતા હોય નિસ્વાર્થ ભાવે કાર્યકર્તા હોય તેવો તેના સહ કર્મચારીઓ માટે તેઓ આંખમાં કણાની જેમ ખૂંચતા હોય છે તેવું ખૂબ મોડેથી વિભીકાને ભાન થાય છે કે જ્ઞાન થાય છે કે તેના સહ કર્મચારીઓ તેના વર્ગમાં જઈને તે શું કરે છે કેવી રીતે ભણાવે છે કેવું ભણાવે છે ભણાવતા આવડે છે કે નહીં આવા તો કેટલાય પ્રશ્નો પૂછે અને બાળકોને એ પ્રશ્નો તો દરેક જણ પૂછે જ કે તમારા પ્રિય શિક્ષક કોણ છે ? કોણ ખૂબ જ સરસ ભણાવે છે ?અને કોના તાસમાં તમને ખૂબ જ મજા આવે છે? અને બાળકોના મોં પર તો એક જ નામ હોય અને એ છે તેના વહાલા વિભીકા મેમ હંમેશા બાળકોની કાળજી રાખનાર વિભિકા ક્યારે બાળકોના હૃદયમાં બિરાજમાન થઈ ગઈ તેની તેને તો ખબર શુધ્ધા ન રહી પણ હા અન્ય લોકોના કાવા દાવા એ સમજવા લાગી હતી વળી આ બધા તો 15- 16 વર્ષથી નોકરી કરતા છતાં પણ તેને જે માન સન્માન મળવું જોઈએ તે ન મળ્યું અને વિભિકાને ખૂબ જ આદર સત્કાર મળ્યા તેનાથી વિભીકા બધા માટે થઈને એક માથાનો દુખાવો બની ગઈ વિભિકા ખૂબ જ થોડા સમયમાં તેણે આ સ્થાન મેળવી લીધું એ બીજા કર્મચારીઓના મનમાં સોય ભોંકાય તેમ ભોંકાવા માંડી .. વિભીકા કંઈ પ્રવૃત્તિ કરે તો એ જાણ થાય એટલે પેલા જ એ બધા પોતાના વર્ગખંડમાં તેને અજમાવીલે પણ વિભીકા તો હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે જ ચાલે તેણે વિચાર્યું કે સારું ને બીજા બાળકોને પણ એનો ચાન્સ મળશે અને મજા આવશે પણ ઘણી વખત તો એની પ્રવૃત્તિઓની કોપી કરી લોકો ઉપરી અધિકારી પાસેથી તેની શાબાશી મેળવી લે ત્યારે બાળકોએ વિભીકાને કહ્યું બેન તમે કેમ કંઈ કહેતા નથી તે લોકોને કહો ને કે આ તો મેં કર્યું છે આ મારો વિચાર છે પણ વિભીકા એક સુંદર વાક્ય બાળકોને કહે અને બાળકો ચૂપ થઈ જાય તે કહે કે જુઓ લોકો મારી કોપી કરે છે તો ખૂબ સારી વાત છે બીજા બાળકોને પણ પ્રવૃત્તિઓનો લાભ મળશે ને વાત રહી મારા માન સન્માનની તો એ તો હું પછી કહીશ પણ એ મારા જેવું વિચારી તો નહીં શકે ને અને જો એમનામાં એ વિચાર પ્રજવલિત થાય તો તો ખૂબ જ સારું પણ મારુ માન સન્માન જો બાળકો તમે વાત કરો તો મારું માન સન્માન માટે મારો દ્વારકાધીશ છે ને હું તેના ઉપર જ છોડી દઈશ મને મારા દ્વારકાધીશ પર પૂરો ભરોસો છે કે લોકો ગમે તેટલા કાવા દાવા કરશે ગમે તેટલું મારું ખરાબ વિચારશે છતાં પણ મારો દ્વારકાધીશ મારું કંઈ જ બગાડવા નહીં દે હા તે મારી પરીક્ષાઓ લેશે મને અગ્નિમાં તપાવશે પણ તે મને ખૂબ જ મજબૂત બનાવશે અને હંમેશા યાદ રાખવું બાળકો કે આપણું કરેલું કર્મ ક્યારે અફળ નથી જતું. માટે હંમેશા સત્કર્મ કરવું અને નિરંતર કર્મ કરતા રહેવું ફળની આશા ન રાખવી બસ એક જ વાત યાદ રાખવી કે તમારા જે કોઈ ઈશ્વર હોય અલ્લાહ છે તેના ઉપર તમારે અતૂટ વિશ્વાસ રાખવો અને મારો ભરોસો તો મારો દ્વારકાધીશ... જય દ્વારકાધીશ 🙏🏻 Download Our App