Hallucination : A thrill in Gujarati Horror Stories by Tejas Patel books and stories PDF | આભાસ : એક રોમાંચ

Featured Books
Categories
Share

આભાસ : એક રોમાંચ


ધ્યાની કોઈને એ સોફા વાળા ખુણામાં બોલાવી રહી હતી.તે કોઈને બોલાવી રહી હતી.તે બુમ પપાડી રહી હતી.કીથ.......કીથ............
ધ્યાનીનો અવાજ સાંભળી તેની મમ્મી રસોડામાંથી બહાર આવી પરંતુ ત્યાં કોઈ હતું નહિ.ધ્યાની હજી ચાર વર્ષની નાની બાળકી હતી.તેનો અવાજ સાંભળી તેની મમ્મીએ પૂછ્યું કે, શું થયું બેટા? તું કોને બોલાવે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે કીથને બોલાવું છું.તેની મમ્મીએ ફરીવાર આમતેમ જોયું પણ રૂમમાં કોઈ જ હતું નહિ.ધ્યાનીની મમ્મીએ બાળસહજ બાબત ગણી તે અંગે વધુ ધ્યાન તે દિવસે ન આપ્યું.
બીજા દિવસે સવારે ધ્યાની તેની અંગ્રેજી માધ્યમની નર્સરીમાંથી બપોરે ઘરે પરત ફરી ત્યારે તે સીધી સોફાના ખુણા વાળા ભાગ તરફ ગઈ અને ફરી બોલી કીથ સુઈ ગયો છે.તેની મમ્મીને એકની એક વાત ધ્યાનીના મોએથી સાંભળી વિચારમાં પડી ગઈ કે અહી કોઈ જ દેખાતું નથી અને આ છોકરી કોને બોલાવી રહી છે.આ કોઈ આભાસ છે કે હકીકત?
નાની છોકરી બાલ વર્તણુંક કરતી હશે તેમ સમજી ધ્યાનીની મમ્મી કઈ જ ના બોલી.પરંતુ બે દિવસમાં તો ધ્યાનીની મમ્મીએ જોયું કે ધ્યાની દરેક બાબતે કીથ જોડે વાત કરી રહી હતી.કીથ તે બ્રશ કર્યું? ............................ કીથ તું ન્હાયો?.............................. કીથ તું જમ્યો?
આમ દરેક બાબતે જાણે સાચે જ કોઈ ત્યાં હોય તે રીતે વાતચીત કરતી હતી.ધ્યાની કોઈ જોડે વાત કરતી વખતે પ્રશ્ન પૂછવો અને જવાબ માટે રાહ જોવી એ એટલી સ્પષ્ટ બાબત બતાવતી હતી કે ધ્યાની સાચે જ કોઈ જોડે વાર્તાલાપ કરી રહી છે.ધ્યાનીની મમ્મી હવે ખરેખર ટેન્શનમાં આવી ગઈ તેમને એ વાત પરેશાન કરી રહી હતી કે આ બાળ રમત છે કે કોઈ ભૂતપ્રેત છે.ધ્યાનીએ પોતાના મનના સંતોષ માટે સોફા વચ્ચે રહેલ જગ્યા આગળ હાથ ફેરવ્યો પણ કોઈ નહોતું!!!!!!!!!!!!!!!!!
રાત્રે પથારીમાં સુતા સુતા ધ્યાનીની મમ્મી વિચારમાં જ ખોવાયેલી રહી અને ધ્યાનીના પપ્પા સાથે વાત કરવી કે નહિ?પરંતુ તેને લાગ્યું કે આ માત્ર કદાચ ધ્યાનીની નિર્દોષ બાળરમત હશે એમ મોડા સુધી વિચારી તરેહ તરેહના વિચાર કરતી સુઈ ગઈ.


રાતે વિચારો અને વિચારમાં જ રાત ગઈ હોય ધ્યાનીની મમ્મીને સવારે ઉઠવામાં મોડું થઇ ગયું. ધ્યાનીના પપ્પા પણ પોતાની દુકાન જવા તૈયાર થઈને ટીવી જોતા બેસી રહ્યા હતા. એ જ વખતે ધ્યાની ફરી વાર સોફા વાળા ખૂણા તરફ ગઈ અને બોલી કીથ પપ્પા દુકાન જાય છે. ટાટા કરી દે.પણ ધ્યાનીના પપ્પા તો ગુજરાતમાં સરકાર રહેશે કે જશે તેના સમાચાર ટીવી પર જોવામાં વ્યસ્ત હોય તેમનું નાની બાળકીના આ વર્તન તરફ ધ્યાન ગયું નહિ. પરંતુ ધ્યાનીની મમ્મીનું રસોઈ કરતાં કરતાં પણ કાન તે તરફ હોય ધ્યાન પડ્યું. હવે ધ્યાનીની મમ્મીએ વિચાર્યું કે ધ્યાનીના પપ્પા સાથે આની ચર્ચા કરે પરંતુ દુકાન જવાનો સમય હોય વિચાર્યું સાંજે વાત કરીશ.
બપોરે પરવારીને આડી પડેલી ધ્યાનીની મમ્મી ધ્યાની તેની નર્સરી શાળામાંથી ઘરે આવીં એટલે સોફા વાળા ભાગ તરફ ધ્યાનીને લઇ જઈ પૂછ્યું, બેટા કોણ છે અહી? ધ્યાનીએ જવાબ આપ્યો કીથ.એની મમ્મી ડર સાથે વધુ પૂછતી રહી. કોણ છે કીથ? એના મમ્મી પપ્પા ક્યાં છે? તે લોકો શું કરે છે અત્યારે? ધ્યાનીએ પણ બિન્દાસ જવાબ આપ્યા કીથ સ્કુલ ગયો છે. તેની મમ્મી મોબાઈલ જુવે છે અને પપ્પા દુકાન ગયા છે.હવે ધ્યાનીની મમ્મીને એમ જ લાગ્યું કે સાચે અહી કોઈ ભૂત પ્રેતનો વાસ છે. જે કદાચ માત્ર ધ્યાની જ જોઈ શકે છે અને તેઓ ધ્યાનીને જ જવાબ આપે છે.
ગભરાયેલી ધ્યાનીની મમ્મીએ તાત્કાલિક પડોશમાં રહેતા અનુભવી કવિતા માસીને આ વાત કરી. કવિતા માસીને પણ પહેલાં નવાઈ લાગી અને કવિતા માસીએ ઘરે આવી ધ્યાનીની આખી વાતચીત નિહાળી ત્યારે તેઓએ ધ્યાનીને કોઈ વળગાડ થયો છે તેમ નિદાન આપ્યું.
હવે ધ્યાનીના પપ્પા સાથે ચર્ચા કરવાની પણ ધ્યાનીની મમ્મીની હિમંત નહોતી. કારણ કે તે તેમનો સ્વભાવ જાણતી હતી કે તે આવા કશામાં માનતા નથી અને ઉપરથી પોતાને જ લડશે. એટલે અનુભવી કવિતા માસી સાથે ચર્ચા કરી ઘરમાં એક ફકીર બાબાને આની વિધિ માટે બોલાવવો તેમ નક્કી કર્યું. વિધિની વાત ધ્યાનીના પપ્પાથી છુપાવવી જરૂરી હતી.પરંતુ તેમાં ધ્યાનીને હાજર જ રાખવી પડે તેમ હોય ધ્યાની તેના પપ્પા આગળ પણ પછી આ વાત કદાચ બોલી જશે તો? તેવી તેને બીક લાગી.
આમ છતાં ફોન પર ફકીર બાબા સાથે ચર્ચા થયા મુજબ ચાર દિવસ બાદ અમાસ આવતી હોય તે દિવસે ધ્યાનીના ઘરમાં જ ધ્યાની પર વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું.







ધ્યાની ઉપર અમાસના દિવસે બપોરે ચાર વાગે વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ફકીર બાબાના કહેવા મુજબ ચાર શ્રીફળ,૧ કિલોગ્રામ ઘી, ગાયના ૨૧ છાણા,૭ લીંબુ વગરે મંગાવી એક કલાકની હવન વિધિ કરવાની હતી.
કાળા પહેરવેશમાં ગળામાં રુદ્રાક્ષની મોટી માળા પહેરી ફકીરબાબા અમાસના દિવસે નક્કી થયેલ સમયે ધ્યાનીના ઘરે આવી ગયા.કવિતા માસી પણ હાજર હતા.ધ્યાની ફકીરબાબાનો પહેરવેશ જોઇને ખુબ જ ડરી ગઈ.ફકીરબાબાએ વિધિની શરૂઆત કરી અને જ્યાં આગળ સોફા વાળો ખૂણાનો ભાગ હતો તે તરફ જગ્યા કરાવી પુર્વ દિશા તરફ મો કરી ધ્યાનીને તેની સામે બેસાડી.
ફકીરબાબાએ વિધિ પહેલાં જણાવ્યું કે અહી કાળી શક્તિનું અસ્તિત્વ છે જે ધ્યાનીનું મગજ તેના વશમાં લઇ તેને પોતાની દુનિયામાં બોલાવી રહી છે જેના લીધે ધ્યાની આ પ્રકારની વાતો કરી રહી છે.આ વિધિ ઉપરાંત આવતી અમાસ સુધી બીજી વિધિ તેના પર કરવી પડશે.કાળી શક્તિ ખુબ જ શક્તિશાળી હોય તૈયારીમાં પરિણામ મળશે નહિ પરંતુ ધીમે ધીમે અસર ઓછી થશે તેમ ધ્યાની સંપૂર્ણ સુરક્ષિત થઇ જશે તેમ કહી સમગ્ર વિધિના ૫૦૦૦ રૂપિયા થશે તેમ જણાવ્યું.
હવનકુંડમાં ચાર છાણા ગોઠવી તેના પર ૭ લીંબુ મૂકી તે પ્રગટાવી વિધિની શરૂઆત કરી.એક તપેલીમાં ૧ કિલોગ્રામ ઘી લઇ ઓમ હ્રીં કલીમશ્રી ભક્ષયમ ફટ સ્વાહા એમ મંત્ર બોલતા એક એક ચમચી ઘીની આહુતિ આપવાનું ચાલુ કર્યું.ધીમે ધીમે બાકીના છાણા હવનકુંડમાં મુકી લગભગ ૨ કલાક સુધી આહુતિ આપી.ધ્યાની આ બધાના કારણે ખુબ જ અકળાઈ ગઈ હતી અને જોર જોરથી રડી રહી હતી.જેના કારણે બધા એમ સમજી રહ્યા હતા કે કાળી શક્તિ નીકળી રહી છે તેનામાંથી એટલે તે રડી રહી છે.વિધિ પુરી થઇ ત્યાં સુધીમાં તો ધ્યાની ઉઘી ગઈ હતી.
વિધિ પતિ એટલે કવિતા માસી બોલ્યા આ ફકીરબાબા કાળી શક્તિ નાશ કરવા માટેના જાદુગર છે.આજ સુધી તેમણે હાથમાં લીધેલ કામ નિષ્ફળ નથી ગયું.વિધિ પતિ એટલે ફકીર બાબાએ ૨૫૦૦ રૂપિયા ધ્યાનીની મમ્મી પાસે માંગી લીધા અને ઘર છોડી દીધું.સામાન્ય રીતે ઉઘ્યા પછી બે થી ત્રણ કલાકમાં ઉઠી જતી ધ્યાની રાતના દસ વાગ્યા ત્યાં સુધી ઉઠી ન હતી. ધ્યાનીની મમ્મીના ખુબ પ્રયત્ન છતાં તે ઉઠી રહી ન હતી.
ધ્યાનીના પપ્પા જયારે ઘરે આવ્યા ત્યારે દીવાલ પર કાળા ધુમાડા થયેલા જોયા એટલે તેમણે આ વિષે પુછ્યું પણ ધ્યાનીની મમ્મીએ વાત ટાળી દીધી.આ આ બાજુ ધ્યાનીના પપ્પા ધ્યાની થાકના લીધે વહેલી સુઈ ગઈ હશે તેમ સમજી વધુ કઈ પૂછ્યું નહિ પણ તેમના મનમાં કઈક તો શંકા ગઈ.
રાતે અગિયાર વાગ્યે ધ્યાનીને ફરી ઉઠાડી જોઈ પણ ધ્યાની ઉઠી રહી ન હતી જેથી ધ્યાનીની મમ્મીના મનમાં ફાળ પડી.તે આ સમયે કોઈને કશું પૂછી શકે તેમ ન હતી.
સવારે નિયમિત સમયે ધ્યાની ઉઠી ગઈ એટલે ધ્યાનીની મમ્મીને હાશ થઇ.એ દિવસે નર્સરીમાંથી ધ્યાની પરત આવી એટલે ધ્યાનીનું વર્તન હવે કેવું છે તે જાણવા ધ્યાનીની મમ્મીએ ઇરાદાપૂર્વક ધ્યાનીને સોફાવાળા ખૂણાના ભાગ તરફ લઇ જઈ પૂછ્યું કે બેટા,” કીથ શું કરે છે? ધ્યાનીએ થોડી વાર સુધી કઈ જવાબ ન આપ્યો એટલે ફરી વાર પૂછ્યું પણ ધ્યાનીએ કોઈ જ જવાબ ન આપ્યો.ધ્યાનીની મમ્મી ખુબ જ ખુશ થઇ ગઈ અને વિચારવા માંડી કે ફકીરબાબાની વિધિ રંગ લાવી છે.વિધિની અસર ધ્યાની પર થઇ છે એટલે ધ્યાની હવે કીથ વિશે કોઈ જ જવાબ નથી આપતી.કાળી શક્તિ હવે તેના ઘરમાંથી વિદાય લઇ લીધી છે એમ સમજી મનોમન ખુબ જ ખુશ થઇ આ સમાચાર કવિતા માસીને હરખમાં ને હરખમાં આપવા દોડી.
કવિતા માસી બોલ્યા અમને તો પહેલાં જ ખબર હતી કે તમારા ઘરમાં કાળી શક્તિ છે જ.ફકીરબાબા સાથે ફોન પર વાત થઇ ત્યારે જ તેમણે મને કહી દીધું હતું.ફકીરબાબાની વિધિ ક્યારેય નિષ્ફળ ના જાય.કવિતા માસીનો આભાર માની ધ્યાનીની મમ્મી ઘરે આવી.એ દિવસે ધ્યાનીએ એકદમ સામાન્ય વર્તન કર્યું હતું.
બે દિવસ બાદ બપોરે નર્સરીથી ધ્યાની આવી સાંજે ઘરમાં રમતી હતી અને અચાનક તેની મમ્મીના કાને અવાજ પડ્યો.પ્લીથ..... પ્લીથ.......... તું અહી બેસી જા.આપડે કીથ પર વિધિ કરવાની છે.હું લીંબુ અને છાણાં લઇ ને આવું છુ.આ સાભળીને તો ધ્યાનીની મમ્મીના હોશ જ ઉડી ગયા કે આ શું બોલી રહી છે આ છોકરી.
ધ્યાનીને કશું પૂછવાની જગ્યાએ તે શું કરે છે તે જાણવા રાહ જોઈ ઉભી રહી.ધ્યાની તેની ઉપર જે રીતે ફકીરબાબાએ વિધિ કરી હતી તે જ રીતે તેને પુનરાવર્તિત કરી રહી હતી.અને બોલી રહી હતી પ્લીથ, જો આ કીથમાં કાળી શક્તિ છે એટલે તને હેરાન કરે છે.જો હું આ વિધિ કરીશ એટલે તે ભાગી જશે........
ધ્યાનીની મમ્મી હવે બિલકુલ અવાચક થઇ ગઈ અને દોડતી કવિતા માસીના ઘરે જઈ ફકીરબાબાને કોલ કર્યો.





બાબતે કીથ જોડે વાત કરી રહી હતી.
ફકીરબાબાએ કીધું મારી વિધિ સામે કાળી શક્તિ હવે મરણીયા બની છે અને તે આ ઘરમાં રહેવા માટે બમણા જોરથી પ્રયત્ન કરી રહી છે પરંતુ તે પોતાની સાથે અન્ય શક્તિઓને લાવી આ ઘર પર અને ધ્યાની પર કબજો કરવા મથે છે એટલે આમ થાય છે.આના માટે અલગ વિધિ કરવી પડશે તો જ ધ્યાની આના કબ્જા માંથી છૂટી શકશે. એટલે હજી કુલ બે વિધિ કરવી પડશે.
આગળના ૫૦૦૦/-માંથી ૨૫૦૦/- વાળી એક તથા અન્ય ૫૦૦૦/- વાળી એમ કુલ ૧૦૦૦૦/- ની વિધિ કરીશું તો જ આનો નિકાલ થશે એમ કીધું. ફકીરબાબાની વાત સાંભળી ધ્યાનીની મમ્મીને આશ્ચર્ય થયું .પરંતુ આ વિધિથી ૧૦૦% નિકાલ થઇ જશે ને તેમ પુછતાં ફકીરબાબાએ કીધું કે ૧૦૦% થઇ જ જશે.જો ના થાય તો પૈસા પરત.પરંતુ આ વખતની વિધિ તમારા ઘરે નહિ પરંતુ મારે સ્મશાન બેસીને રાતે કરવી પડશે અને એ કાળી શક્તિને અહી ખેચી લાવવી પડશે.તમે ખાલી વિધિ માટેના રૂપિયા આપી દો.
ધ્યાનીની મમ્મી વિચારમાં પડી કે આટલી મોટી રકમ કઈ રીતે આપી દેવી અને આપ્યા પછી પણ કામ ના થયું તો? છતાં પણ ફકીરબાબાની વાતોથી તે ખુબ જ ડરી ગઈ અને ફટાફટ રૂપિયા આપવા તૈયાર થઇ ગઈ.
રૂપિયા આપ્યા પછી અઠવાડિયું પસાર થઇ ગયું પરંતુ ધ્યાનીના વર્તનમાં કોઈ જ ફર્ક આવ્યો નહોતો.એટલે હવે ધ્યાનીની મમ્મીને છેતરાયાની લાગણી અનુભવાવા માંડી.તેને કવિતામાસી પાસે ફકીરબાબાને ફોન કરી હકીકત કહી અને જણાવ્યું કે તમારી વિધિથી કોઈ જ ફર્ક પડ્યો નથી.અને ધ્યાની એવી જ વાતો હજી પણ કરે છે.ફકીરબાબાએ ફરી વાર જણાવ્યું.કાળી શક્તિ ખુબ જ શક્તિશાળી હોય તમારે અહી ધ્યાની સાથે કાલભૈરવ મંદિરમાં મારી જોડે વિધિ કરવી પડશે અને તેના ૨૦,૦૦૦/- થશે.ધ્યાનીની મમ્મીની હાલત હાર્યો જુગારી બમણું રમે તેવી થઇ ગઈ હતી.જો આ વિધિ ના કરાવે તો આગળના ૧૦,૦૦૦ જાય અને કરાવે તો કુલ ૩૦,૦૦૦ /- જાય અને એટલા રૂપિયા તો હવે તેની પાસે હતા પણ નહિ.
આગળની વિધિ માટે ધ્યાનીના પપ્પા પાસે જ રૂપિયા માંગવા પડે તેમ હતું અને તેમને સાચી વાત કહેવાય તેમ હતું નહિ કારણ કે તે આ બધામાં તે માનતા નહોતા.પણ હવે ગમે તે રીતે આ વિધિ કરાવવા તે તત્પર બની હતી.ધ્યાનીના પપ્પાને પોતાને કપડા લેવા માટે થોડા રૂપિયાની જરૂર છે તેમ કહી થોડા રૂપિયા લીધા અને બાકીના કવિતામાસી જોડેથી ઉધાર લીધા અને ફકીરબાબા પાસે વિધિ માટે નીકળી.
ધ્યાનીના પપ્પાને ધ્યાની કરતા તો તેની મમ્મીનું વર્તન ઘણા દિવસથી વિચિત્ર લાગતું હતું એટલે રૂપિયા આપતી વખતે કોઈ જ સવાલ ના કર્યાં પરંતુ ધ્યાનીની મમ્મી પર વોચ શરુ કરી દિધી.
હવે અગાઉથી નક્કી થયા મુજબ વિધિ માટે ધ્યાનીની મમ્મી ધ્યાનીને લઈને રીક્ષામાં ગામ બહાર આવેલ કાલભૈરવ મંદિર પહોચી.પાછળ પાછળ ધ્યાનીના પપ્પા પણ કારમાં તેમનો પીછો કરતાં પહોચ્યા.મંદિરમાં પ્રવેશતા જ ગેટ આગળ ફકીરબાબા રાહ જોઇને ઉભા હતા.ધ્યાની ફકીરબાબાને જોઇને ખુબ જ રડવા માંડી.ધ્યાનીના પપ્પાને કઈ સમજાતું ન હતું છતાં તેમને સંતાઈને શું થાય ચ છે તે જોવા માંડ્યા.ફકીરબાબા કાલ ભૈરવ મંદિરમાં ખોપરીઓથી વર્તુળ બનાવી તેમાં સાત લીંબુ મુકી ચલમ મોમાં મૂકી મંત્ર બોલવા માંડ્યા અને વચ્ચે વચ્ચે ખુબ જ ઉગ્ર થઇ ધ્યાની બાજુ ભયાનક અવાજ કાઢવા માંડ્યો.
આ બધું જોઈ ધ્યાનીના પપ્પા સીધા મંદિરમાં દોડી ગયા અને પહેલા તો ફકીરબાબાને બે ચાર ચોટાડી દિધી અને શું તમાશો છે આ બધું એમ પૂછ્યું.હવે કવિતા માસી અને ધ્યાનીની મમ્મી ખુબ જ ગભરાઈ ગયા હતા.ધ્યાનીની મમ્મી જોડે હવે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે રડતા રડતા બધી સાચી વાત કહી.એટલે ફરી બીજી બે ફકીરબાબાને આપી અને કહ્યું મારામાં ભુત ભરાયું છે જે તને મારવા થનગની રહ્યું છે તારામાં જે શક્તિ હોય તેનાથી ભુત કાઢી આપ.ફકીરબાબા હવે ગભરાય ગયા અને પગે પડતાં બોલ્યા.ભુલ થઇ ગઈ મારી હવે કોઈ દિવસ આ રીતે કોઈને નહિ છેતરું.
ધ્યાનીના પપ્પાને પહેલા તો ફકીરબાબાને પોલીસના હવાલે કરવાનો વિચાર આવ્યો પણ ફકીરબાબાએ રૂપિયા પાછા આપી દેતા મારસપાટા આપવા સિવાય વધુ કઈ જ ના કર્યું.
ધ્યાનીના પપ્પાએ ધ્યાનીને પ્રેમથી ખોળામાં ઉચકી અને એને ખુબ જ વ્હાલ કર્યું.અને એ શા માટે આવું કરે છે તે જાણવા તેને મનોચિકિત્સક ડૉ.શાહ પાસે લઇ ગયા.
ડો.શાહે ધ્યાની સાથે ખુબ જ વાતો કરી સમય વિતાવી તેની પાસે ઘણી બધી પ્રવૃત્તિ કરાવી અને અંતે એ નિષ્કર્ષ પર આવ્યા કે ધ્યાનીને ઘરમાં તેના માં-બાપ મોબાઈલમાં જ રચ્યાપચ્યા રહેવાના કારણે અને આજુ બાજુ કોઈ નાનું બાળક સાથે રમવા માટે નહિ હોવાના કારણે ધ્યાનીએ પોતાની એક આભાસી દુનિયા બનાવી હતી.અને વાસ્તવમાં ત્યાં કોઈ કીથ અને પ્લીથ જેવા પાત્ર હતા જ નહિ.