red love in Gujarati Short Stories by Krishna books and stories PDF | લલચાયલો પ્રેમ

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

લલચાયલો પ્રેમ

મીનુ, એક સાધારણ કુટુંબથી આવતી, પણ મહત્વકાંક્ષી, મહેનતુ, અને ધૈર્યવાન યુવતી. જય એક સધ્ધર પરિવારથી આવતો, થોડો બગડેલો, યુવક હતો. મીનુ જે સરકારી સ્કૂલે ગણિતની શિક્ષક હતી, આજ જય નું ટ્રાન્સફર એજ સ્કૂલનાં પ્રિન્સિપલ તરીકે થયો હતો. પ્રથમ દિવસનાં સ્ટાફ સાથેના ઔપચારીક ઓળખાણ અને વાર્તાલાપ પછી જય સ્કુલ રાઉન્ડ મારવા અને વિદ્યાર્થીઓ સાથે પોતાનો પરિચય આપવા જાય છે.

આ સ્કુલ ગુજરાતી માધ્યમની હતી. જ્યારે જય ઇંગ્લિશ માધ્યમની સ્કૂલથી સ્નાતક થયો હતો. એક વર્ષ ગવર્મેન્ટ સ્કૂલમાં ટ્રેનિંગ લીધા બાદ આ સ્કુલમાં નોકરી મળી હતી. જ્યારે મીનુ વર્ષોથી આ એકજ સ્કૂલમાં નોકરી કરતી હતી. પણ હવે એને આ એકજ વિષય અને એકજ નોકરી અને રોજ એકજ લોકોથી કંટાળો આવવા લાગ્યો હતો. જયને પ્રથમ વખત જોતા જ મીનુ એના તરફ આકર્ષાઈ હતી. જયની વાક્છટા, એની સ્ટાઈલ, એનામાંથી આવતી પરફ્યુમની મોહક સુગંધ મીનુનો ધ્યાન એની તરફ ખેંચતું હતું.

મીનુ અને જય વચ્ચે રોજ કોઈ ને કોઈ વિષય પર વાતચીત થતી રહે છે,ને મીનુ જય તરફ વધુ ધકેલાય છે, જેનો થોડો ઘણો અંદાજ જયને પણ આવી ગયો હોય છે. આબાજુ મીનુ જયના પૈસા એની સ્ટાઈલ અને એની પોજીશનથી અંજાઈ ગયો હોય છે. હવે એ પોતના વિદ્યાર્થીઓને પણ ગણિતના દાખલા શીખવતા જય નાં ઉદાહરણ આપે છે. જય સર જેવું બનવું હોય તો ગણિતમાં વધુ મહેનત કરો. ગણિત વધુ મજબુત બનાવો વગેરે વગેરે..... જ્યારે જય ને તો એ વાતની ખુશી હતી કે આ ગામડામાં એને સામેથી કોઈ યુવતીનો સાથ મળી રહે છે. મીનુ જય સાથે લગ્ન કરી મોટા શહેરમાં સ્થાઈ થવાના સપનાઓ જોઈને એને પોતાનુ સર્વસ્વ સોંપી દે છે. જયારે જય માટે મીનુ ફકત ને ફકત એની એકલતા દુર કરવાનું સાધન છે. હવે સ્કુલ પચી પણ બન્ને એકબીજાનો સહવાસ માણવા એક્સ્ટ્રા કામનું બહાનું કરીને કલાકોના કલાકો સાથે રહેવા લાગ્યા.

અચાનક એક દિવસ મીનુને અણસાર આવી કે પોતે મા બનવાની છે,આ વાતની જાણ એ જયને કરે છે. જય મીનુની વાત સાંભળીને પેલાતો થોડો ગભરાઈ જાય છે, પણ પછી સ્વસ્થ થતા એને એ બાળક પડાવી નાખવા એટલે કે ગર્ભપાત કરવા કહે છે. મીનુને જયની વાતથી ખુબ આઘાત લાગે છે, એ જયને લગ્ન કરી લેવા અને એના બાળકને નામ આપવા માટે દબાણ કરે છે. પણ જય પર એની કોઈ જ વાતની અસર થતી નથી. એટલે મીનુ જય વિરુદ્ધ પોલીસ કેમ્પ્લેંટ કરેછે. પોલીસ જ્યારે જયને પકડવા આવે છે ત્યારે જય પોલિસને એનો અને મીનુ નો એ વિડિયો બતાવે છે, જેમાં મીનુ પોતાની મરજીથી જ જય ને સમર્પણ કરતી હોય છે. એટલે જય વિરુદ્ધનું કેસ નબળો પડી જાય છે, અને હવે જય મીનુ સાથે બદલો લેવા એ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેછે. સાથે મીનુના નંબર પણ અપલોડ કરે છે. જેને લીધે મીનુની ખુબ બદનામી થાય છે, એને સ્કૂલ થી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ બદનામીની પીછો છોડાવવા મીનુ નદીમાં કુદીને આપઘાત કરવા જાય છે, પણ ત્યાં કોઈ ધારદાર પત્થર માથાપર વગે છે. નદીમાં કુદવાથી જીવ તો નથી જતો, પણ માથામાં વાગવાથી મીનુ પોતાનો માનસિક સંતુલન ગુમાવી બેસે છે. એનો બાળક પેટમાં જ મૃત્યુ પામે છે.

હવે એ ગાંડી પાગલ બની એકગામથી બીજે ગામ ભટકતી રહે છે. આમ એક ભણેલી ગણેલી ગણિતની શિક્ષકનું જીવન નુ ગણિત કાચું પડી ગયું. જય આબાદ રીતે બચી ગયો, ને મીનુ પોતાનાજ હાથે પોતે બરબાદ થઈ ગઈ.

જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏