The Author वात्सल्य Follow Current Read મારો પ્રથમ પ્રેમપત્ર.... By वात्सल्य Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... અધુરો પ્રેમ જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન... વહુના આંસુ સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે, ત્યાં જ છાંયા બહેન જોરથી ચ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share મારો પ્રથમ પ્રેમપત્ર.... (3) 922 2.5k 1 પ્રિય... ઝીલ....મને love later લખતાં નથી આવડતુ પરંતુ વરસો પછી ટ્રાય કરી રહ્યો છું.જો કોઇ વાક્ય રચનામાં કે જોડણીમાં ભૂલ થાય તો સુધારી સમજી વાચન કરજે.મને તારા જેવા શબ્દો લખતાં નહીં આવડતા કેમકે હું તો ગામડાનો સાદો સીધો ગમાર માણસ છું.શહેરની છોકરાઓ જેમ અલગ અલગ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસતાં ખાતાં, પ્રવાસ કરતાં હું નથી શીખ્યો.પાણી પીવાનું મારી સુરતની સહધ્યાયી બહેનોએ શીખવ્યું.એક જ હાથે જમવાનું મારી પાડોશી બહેનોએ શીખવ્યું.કપડાં ધોઈ ઊંધા સૂકવવાનું મારા છાત્રાલાયના સંચાલકે શીખવ્યું.ખેતરનું કામ વંશપરંપરાથી શીખ્યું.ગરબે ઘૂમવાનું ગામની ફળીયાની છોકરીઓએ શીખવ્યું.ગાવાનું વગાડવાનું ગામમાં રમાતી ભવાઈના તાત્કાકલીન કલાકારોએ શીખવ્યું.ડ્રાઇવિંગ જાતે શીખ્યો પરંતુ આત્મવિશ્વાસ પુસ્તકાલ્યો પુસ્તક વાચનથી શીખ્યો.તરવાની ટ્રેનિંગ મારા મોટાભાઈએ આપી.જગતને પ્રેમ કરવાનું મને ઘર મંદિરમાંથી મળ્યું.ભણવા જવા ખિસ્સામાં રૂપિયા નહોતા તો ગામની એક છોકરીએ મારે માટે સખત મજૂરી કરી મને ફી ભરવાની મદદ કરી.કપડાં કે અન્ય હાથ ખર્ચી મજૂરી કરી થોડું ઘણું કમાઈ લેતો.અભ્યાસમાં કપડાં ચોપડાં હોસ્ટેલ ફી એક બે દાનેશ્વરી સંતોએ મદદ કરી.દુઃખ અને કસોટીમાં રડતો છાનો રાખવામાં ઘણાં દિલના નજીક દિલદારોએ ફરજ નિભાવી.મોટાભાઈએ મને સતત પાંચ વરસ મારા કોલેજ સમયની છાત્રાલયની ફી આપી.હું કાવ્યો લખું,નાટક લખું કે અન્ય પ્રવૃત્તિ કરું તો મારા અંગત મિત્રોનો ખુબ મોટો ફાળો છે.લખવાનુ ઘણું છે,પરંતુ ટૂંકમાં કહું ઘણાં મિત્રો સગા સબંધીઓએ મને ઘણું ઘણું આપ્યું છે.કેટ કેટલું લખું?મને દિલ દિમાગથી તન મન ધનથી મદદ સાથે પ્યાર કરતી હોય એવી એક છોકરી છે.જેનો સાક્ષાત્કાર હજુ સુધી નથી થયો છતાં ખુબ પ્રેમ કરે છે.બિન્દાસ પ્રેમ કરે છે.દરેક યુવાનના હૈયામાં પ્યાર ઉછળે તેવો ઉછળું છું.કેમકે એ છોકરી મને અનહદ પ્રેમ કરે છે.મતલબી સંબંધો સિવાય પણ રાતોની રાતો સતત મને તેના વિચારોથી પ્રભાવિત કરતી રહે છે.કોઈ જ કુચેસ્ટા વગર તે મને લવ કરે છે.કોઇ પણ માગણી વગર પ્રેમ કરે છે.કોઇ પણ લાલચમાં આવ્યા વગર મને પ્રેમ કરે છે.મારા ખરડાયેલા ભૂતકાળને જાણ્યા વગર પ્રેમ કરે છે.મારા અશોભનીય વર્તન છતાં સહેતાં સહેતાં હસીને મારો સ્વીકાર કરે છે.છતાં કોઇ વિરોધ વગર પ્રેમ કરે છે.ખુબ નાની છે,છતાં મોટા લોકોથી પણ ભારે શીખમણ આપે છે.તે પણ કોઇ આડંબર વગર.તેને કોઇ રૂપિયાની માગણી નથી.Birthday wishing માટે કોઇ જ ફરિયાદ નથી.કોઇ તેની સખી સહેલી કે કોઇ પુરુષ જોડે લફરું નથી.ખુબ જ હોશિયાર, ડાહી,દેખાવડી,નાજુક-નમણી, ભક્તિવાન,ભગવાન પ્રત્યે આસ્થાવાન અને આધુનિક જમાના સાથે તાલમેલ કરી સાદું ભોજન અને ઉચ્ચ વિચારવંત,પુસ્તક પ્રેમી,ખોટા ખર્ચથી દૂર અને ઠાઠમાંઠથી દૂર રહી કોલેજમાં પ્રથમ રેન્કમાં પાસ થનારી,મીત ભાષી,મૃદુ હાસ્ય,અને ગાયકીમાં તેમજ busness માં પણ નજર રાખનારી,ગ્રામ્ય જીવનથી સંકળાયેલી,સબંધોને સમજનારી,ખોટા લોકોની સામે ઝઝૂમનારી,સાહિત્ય અને કાવ્યો લખનારી,સંગીત પ્રિય,પ્રભાતે ઉઠી યોગ સાધના કરનારી,પોતાના અભ્યાસનું રીડિંગ કરી ભાઈને તેના ધાંધામાં મદદ કરનારી,રસોઈમાં મમ્મીને મદદ કરનારી,કોલેજમાં સ્કૂટી નહીં પણ હાલે સાઇકલ પર અપડાઉન કરનારી,અભ્યાગતનું આદર કરનાર આ નારીત્વની મૂર્તિ મારી સાથે હોય પછી મારે ભગવાનને thank you very very much જ કેવાનું મન થાય.મને ઈંગ્લીશ ના આવડે તો સતત સ્પેલિંગ સમજાવે કે આમ લખાય.મારી ભૂલ હોવા છતાં ભૂલની નજર નહીં પણ શિક્ષકની ભૂમિકામાં આવી મીઠો ઠપકો પણ આપે.જીવનમાં ઘણી છોકરીઓ જોઈ આ તો અલગ માટીની અને તે પણ એક મોટા શહેરમાં રહી ને તેને શહેરીકરણને નજીક નહીં આવવા દીધું.તેનો પરિવાર નોકરિયાત છતાં મને એક રૂપિયાનો ખર્ચ ન કરાવવા જીદ કરનાર,રીસાઈ જાય અને ધાર્યું પોતાનું જ કરાવે તેવી આ દોસ્તી મારા જેવાને માટે નસીબ છે.હું મોટો છું,છતાં તે નાનપ નથી અનુભવતી.મને એના સમોવડો ગણી મને ભરપૂર આનંદ,મજાક અને પ્યાર આપનારી અને પ્યાર લૂંટનારી મારી પ્રિયતમ મૂર્તિને ક્યા નામથી પોકારવી?ખુબ મનોમંથન બાદ થયું કે તેના ઘરનાંએ જે નામ આપ્યું છે તે યથાયોગ્ય જ છે.!!આઇ લવ યુ..ઝીલ !! Download Our App