POWER OF YOUR SUBCONSCIOUS MIND in Gujarati Human Science by Tanu Kadri books and stories PDF | પાવર ઓફ યોર સબકોન્શીયસ માઇન્ડ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

પાવર ઓફ યોર સબકોન્શીયસ માઇન્ડ

જે પણ વસ્તુઓની તમે ઇચ્છા કરો છો, જો પ્રાર્થનાના સમયે વિશ્વાસ કરો કે, તે તમને મળી રહી છે, તો તે તમને મળી જશે. આને ફરીથી વાંચો અને કાળના ફરક પર ધ્યાન આપો. ‘વિશ્વાસ’ અને

‘મળી રહી છે’  – વર્તમાન કાળમાં છે, પરંતુ ‘મળી જશે’ – ભવિષ્ય કાળમાં છે.

પ્રેરિત લેખક આપણને વ્યાકરણના આ નાનકડા અંતરથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત બતાવી રહ્યાં છે, પરંતુ આપણે આ હકીકતને સત્ય માની લઈએ છીએ અને સ્વીકાર કરી લઈએ છીએ કે, આપણી ઇચ્છા વર્તમાનમાં જ પૂરી થઈ ચુકી છે, તો આ ભવિષ્યમાં અવશ્ય પૂરી થશે. આ ટેકનિકની સફળતા એ વિશ્વાસમાં સમાયેલ છે કે, વિચાર કે તસ્વીર મનમાં વાસ્તવિકતાનું રૂપ લઈ ચુકી છે. મસ્તિષ્કના ક્ષેત્રમાં કોઈ વસ્તુને સાકારકરવા માટે એને ખરેખર ઉપસ્થિત માનવી પડશે.

આ રહસ્ય  શબ્દ વિચારની રચનાત્મક શક્તિના પ્રયોગ દ્વારા અવચેતન પર પોતાની મનગમતી વસ્તુની છાપ છોડવાની સંક્ષિપ્ત અને વિશિષ્ટ રીત સૂચવે છે. તમારા વિચાર, યોજના કે ઉદ્દેશ્ય પોતાના સ્તર પર એટલા જ વાસ્તવિક છે, જેટલાં કે તમારો હાથ અથવા હૃદય. બાઇબલની આ ટેકનિકનું પાલન કરવા પર તમે પોતાના મનમાંથી પરિસ્થિતિઓ, સ્થિતિઓ કે કોઈપણ એવી વસ્તુ વિશે વિચાર બિલ્કુલ ખતમ કરી દો છો, જેનાથી નકારાત્મક પરિણામ મળતું હોય. તમે પોતાના મનમાં એક બીજ વાવી રહ્યાં છો, જેને તમે જેમનું તેમ છોડી દો, તો એ હંમેશાં બાહ્ય ફળમાં અંકુરિત થશે.

ઈસા મસીહ જે મહત્ત્વપૂર્ણ પાયા પર ભાર આપતા હતા, તે હતો વિશ્વાસ. તમે બાઇબલમાં આ વાત વારંવાર વાંચો છો, તમારા વિશ્વાસ અનુસાર તમને આપવામાં આવશે. જો તમે જમીનમાં નિશ્ચિત પ્રકારના બીજ વાવો છો, તો તમે વિશ્વાસ રાખો કે, તમને એ જ વસ્તુનું ફળ મળશે, જેનું બીજ તમે વાવ્યું છે. આ બીજની રીત છે. વિકાસ તથા કૃષિના નિયમોના આધાર પર તમે જાણો છો કે, તમને બીજનું એ જ ફળ મળશે.

બાઇબલમાં વિશ્વાસ અર્થાત્ વિચારવાની એક રીત છે, માનસિક દૃષ્ટિકોણ છે, આંતરિક નિશ્ચય છે. જે વિચારને તમે ચેતન મનમાં પૂરી રીતે સ્વીકાર કરી લો છો, તે તમારા અવચેતન મનમાં સાકાર અને પ્રગટ થશે. વિશ્વાસ એક રીતથી એને સત્ય માનવાનું છે, જેને તમારી તર્ક શક્તિ તથા ઇન્દ્રિયો અસ્વીકાર કરે છે. આ પોતાના નાના, તાર્કિક, વિશ્લેષણાત્મક, ચેતન મનની વાત સાંભળવાથી ઇન્કાર કરવાનું છે. આ તો પોતાના અવચેતન મનની આંતરિક શક્તિ પર પૂરા વિશ્વાસનો દૃષ્ટિકોણ રાખવાનો છે.

અહીંયા બાઇબલની ઉપચાર ટેકનિકનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે - ઈસા મસીહ જ્યારે ઘરમાં આવ્યા, તો એમની પાસે બે અંધ માણસ આવ્યા. ઈસા મસીહે એમને પૂછ્યું, તમને વિશ્વાસ છે કે, હું આ કરવામાં સક્ષમ છું? એમણે કહ્યું, હા પ્રભુ! પછી એમણે એ બે અંધની આંખોને સ્પર્શીને કહ્યું, તમારા વિશ્વાસ અનુરૂપ તમને મળે, અને એમની આંખો ખુલી ગઈ અને ઈસા મસીહે એમને  સૂચના આપી કે, આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. તમારા વિશ્વાસના અનુરૂપ તમને મળે, આમ કહીને ઈસા મસીહ બંને અંધ વ્યક્તિઓના અવચેતન મનથી સહયોગ માગી રહ્યા હતા. એમનો વિશ્વાસ એમની સૌથી મોટી આશા હતી.  મનો આનારિક વિશ્વાસ હતો કે કોઈ ચમત્કાર થશે એમની પ્રાથ્નાનો ઉત્તર મળશે અને એવુજ થયું. આ ઉપચારની સનાતન ટેકનીક છે જેનો પ્રયોગ વિશ્વના બધા ઉપચારક સમૂહ કરે છે. ભલે તે કોઇપણ ધાર્મિક પંથનો હોય.

આ વાતની કોઈને ખબર નાં  પડવી જોઈએ એમ કહીને ઈસા મસીહ ઠીક થયેલ રોગીઓને પ્રેરિત કરી રહ્યા હતા કે તેઓ પોતાના ઉપચારક વિષે કોઈને ના બતાવે કેમ કે રોગી મનુષ્યોને બતાવે છે તો અવિશ્વાસ કરનારા મનુષ્ય શંકા કરે અને અપમાનજનક આલોચના કરીને એમને સતાવતા. એનાથી એ લાભ ઓછા થઇ શકતા જે ઈસા મસીહનાં હાથથી એમને મળ્યા હતા. કેમ કે એનાથી એમના અવચેતન મનમાં ભય શંકા અને તણાવનાં વિચાર ભરાઈ જતા. અધિકાર અને શક્તિ સાથે એમને ગંદી આત્માઓને આદેશ આપ્યો અને તે બહાર આવી ગઈ.

જ્યારે રોગી ઈસા મસીહની પાસે ઠીક થવા આવ્યો તો એમનો ઉપચાર એમનો વિશ્વાસ અને ઈસા મસીહની અવચેતન મનની ઉપચારક શક્તની સમજથી થઇ ગયો. ઈસા મસીહ જે પણ આદેશ આપતા અંદરથી એને સત્ય માન્યો. તેઓ અને મદદ માંગી રહેલ મનુષ્ય એક જ શાશ્વત કલ્પનાવાદી મસ્તિષ્કમાં હતા. ઈસા મસીહના જ્ઞાન અને ઉપચારક શક્તિનાં વિશ્વાસે રોગીઓનાં અવચેતન નકારાત્મક વિનાશક રૂપને બદલી નાખ્યું. આંતરિક માંસ બદલાવનાં પરિણામ સ્વરૂપ ઉપચાર આપમેળે થઇ ગયો.