College campus - 54 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 54

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 54

" કૉલેજ કેમ્પસ "ભાગ-54
મનિષ ભાઈને પણ થયું કે આટલી બધી વખત રીંગ વાગી રહી છે મતલબ કોઈ કામનો ફોન હોઈ શકે છે. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને તેમણે રૂપેશ ભાઈની વાત સાંભળી તો તેમના તો હોંશકોશ જ ઉડી ગયા. તે પોતાની પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને પોતાની પત્ની ભાવનાબેનને મારે જરા એક ઈમરજન્સી કામ આવી ગયું છે તો બહાર જવું પડશે તેમ કહીને હોટલ જવા માટે નીકળી ગયા. ભાવના બેન બૂમો પાડતા રહ્યા કે, " ક્યાં જાવ છો તે તો કહીને જાવ.." પરંતુ પત્નીના પ્રશ્નનો જવાબ આપવાનો તેમની પાસે અત્યારે સમય નહોતો તે તો જેટલું બને તેટલું જલ્દીથી આકાશ પાસે પહોંચવા માંગતા હતા.

અને એકદમ ફાસ્ટ ગાડી ચલાવીને તે હોટલ ગ્રીનવેલીમાં પહોંચી ગયા. અને રૂપેશ ભાઈને સાથે લઈને આકાશના‌ રૂમ સુધી રીતસર જાણે દોડીને પહોંચી ગયા.

ખટ..ખટ..ખટ.. અચાનક આમ જોર જોરથી આકાશના રૂમનો દરવાજો બે વખત.. ચાર વખત.. પાંચ.. છ.. વખત..ખટ.. ખટ..ખટ... ખખડ્યો અને આકાશ ચમક્યો અને તેમાં પણ તેને એવો ભાસ થયો કે, આ તો પપ્પાનો અવાજ છે.. પછી થયું ના.. ના.. પપ્પા અહીંયા આટલી મોડી રાત્રે ક્યાંથી હોય ના ના આ તો મને એવો ભ્રમ થયો લાગે છે. પરંતુ ના ના આ ખટ..ખટ.. અવાજ તો સતત ચાલુ જ રહ્યો અને આકાશ સફાળો બેઠો થઈ ગયો હવે બારણું ખોલવાની તેને ફરજ પડી અને સ્વાભાવિકરીતે જ તેના પગ બારણાં ભણી જાણે એની જાતે જ દોડી રહ્યા હતા.. આકાશે બારણું ખોલ્યું અને..તેની આંખો સફાળી ખુલ્લી ની ખુલ્લી જ રહી ગઈ.. હજુ તો તે કંઈ સમજે કે વિચારે તે પહેલાં તો તેનાં ગાલ ઉપર જોરદાર બે ત્રણ થપ્પડ પડી ગઈ અને એક સેકન્ડ માત્રમાં જ તેનો બધોજ નશો સાવ ઉતરી ગયો અને ગભરાયેલા તેમજ દબાયેલા અવાજે તેનાથી બોલાઈ ગયું કે, " પ..પ.. પપ્પા તમે..! "
મનિષ ભાઈ: આ બધું શું કરી રહ્યો છે સાલા તું ? તને કંઈ ભાન બાન છે ? અને શેનો નશો કર્યો છે તે ?

આકાશની નશાથી ઘેરાયેલી આંખો શરમથી ઢળેલી હતી.

આકાશ કંઈજ બોલવા માટે કાબેલ નહોતો.

પરીના સદનસીબે પરી આબાદ રીતે બચી ગઈ હતી.

થોડો અવાજ થવાને કારણે પરી એક બે મિનિટ માટે ભાનમાં આવી અને ઘેનમાં ને ઘેનમાં બબડી રહી હતી કે, "આકાશ ચાલને ઘરે નાનીમા આપણી રાહ જોતાં હશે." અને પાછી ફરીથી તે બેભાન અવસ્થામાં જતી રહેતી હતી.

કાઉન્ટર ઉપર રૂપેશ ભાઈની બાજુમાં બેઠેલી ખૂબજ સુંદર રીસેપ્શનીસ્ટ મીસ મેરી પણ મનિષ ભાઈની બાજુમાં હાજર થઈ ગઈ હતી જેને મનિષભાઈએ પરીને ભાનમાં લાવવા માટે કહ્યું. જે પરીની નજીક ગઈ અને પરીના ગાલ ઉપર પ્રેમથી ટપલીઓ મારી તેને ભાનમાં લાવવાની કોશિશ કરતી રહી.

પરી બરાબર ભાનમાં આવી શકી નહીં પરંતુ હોંશિયાર અને કાબેલ મીસ મેરીએ તેના બંને હાથ પોતાના ખભા ઉપર ટેકવીને તેને સંભાળીને તે તેને મનિષ ભાઈની કારમાં પાછળની સીટમાં સુવડાવીને આવી.

મનિષ ભાઈએ આકાશની ગાડી ત્યાં જ રહેવા દીધી અને રૂપેશભાઈને તેમણે કહ્યું કે, આકાશની ગાડી સવારે હું મંગાવી લઈશ અને આકાશને પણ પોતાની ગાડીમાં જ લઈ લીધો અને આકાશને આવા ખતરનાક કૃત્યથી બચાવવા અને પોતાને સમયસર જાણ કરવા માટે રૂપેશભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકી. રસ્તામાંથી જ તેમણે ભાવનાબેનને ફોન કર્યો અને તમામ હકીકત જણાવી તેમજ બહાર આવીને પરીને સંભાળીને લઈ જવા માટે કહ્યું ત્યારબાદ તેમણે પરીના નાનીમાને પણ ફોન કર્યો અને પરી આજે તેમના ઘરે જ રોકાઈ ગઈ છે અને સવારે પોતે જાતે આવીને પરીને તમારા ઘરે મૂકી જઈશ તેમ પણ જણાવ્યું.

નાનીમા પરીની ખૂબજ ચિંતા કરતાં હતાં અને અત્યારે જ પરીને પોતાના ઘરે મૂકી જવા માટે ફોર્સ કરી રહ્યા હતા પરંતુ મનિષભાઈએ નાનીમાને સમજાવ્યા કે ઘણું મોડું થઈ ગયું છે અને પરી તેમના ઘરે ઘસઘસાટ સૂઈ ગઈ છે અને સેઈફ છે તો તેની ચિંતા તમે કરશો નહિ અને પોતે જાતે આવીને જ સવારે તેને મૂકી જશે તેમ સમજાવ્યું ત્યારે જઈને નાનીમા શાંત પડ્યા અને માન્યા અને મનિષભાઈને થોડી હાંશ અનુભવી.

ભાવનાબેન પોતાના બેડરૂમમાંથી બહાર આવીને મનિષભાઈ તેમજ આકાશની રાહ જોતાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠા હતાં. મનિષભાઈ આવ્યા કે તરત જ તે બહાર કમ્પાઉન્ડમાં દોડી ગયા અને પરીને તેમજ આકાશને આ રીતે નશામાં જોઈને જ ગભરાઈ ગયા.

મનિષભાઈએ તેમને પરીને સાચવીને અંદર પોતાના બેડરૂમમાં લઈ જવા કહ્યું અને પછી પોતે આકાશને લઈને ઘરમાં પ્રવેશ્યા.

મનિષભાઈ આજે ખૂબજ દુઃખી હતા...

સવારે મનિષભાઈ આકાશ સામે શું રીએક્ટ કરે છે ? પરી સવારે ભાનમાં આવશે ત્યારે શું થશે ? નાનીમાને પરી સાથે જે કંઈપણ બન્યું તેની જાણ થશે કે નહીં થાય ? તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/12/22