Weak signal in Gujarati Short Stories by SUNIL ANJARIA books and stories PDF | વીક સિગ્નલ

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

વીક સિગ્નલ

ચાલુ કામે મારો મોબાઈલ રણક્યો. મારું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. હું લેપટોપ સામે જોતો મારાં કામમાં એકદમ એકાગ્ર હતો તેમાંથી મેં બહારના રૂમમાં દોડી ત્યાં પડેલો મોબાઈલ ઉઠાવી 'હેલો' કહ્યું.

ફોન ઓફિસમાંથી હતો પણ ટીમ મેમ્બરનો. તેમાંના કોઈને કોઈક સમસ્યા હતી તેનું સોલ્યુશન જોઈતું હતું. મેં સોફા પર પગ લંબાવી વાત કરવા માંડી.

ઓચિંતો અવાજ કપાવા લાગ્યો. અવાજ બંધ થઈ જતાં હું પડદો અને સ્લાઇડીંગ ડોર ખસેડી બાલ્કનીમાં દોડ્યો. ફરી ફોન લગાવી વાત શરૂ કરી.

મારી વાત ચાલુ હતી ત્યાં મમ્મી તેમનો મોબાઈલ ઉઠાવી કોઈ સાથે વાત કરતાં બાલ્કનીમાં જ મારી પાછળ આવ્યાં અને બાલ્કનીના બીજા છેડે ઊભી મોટેથી વાત કરવા લાગ્યાં.

"હા, બોલો બોલો સંધ્યાબહેન. ઘણા વખતે ફોન કર્યો તે! હા. બસ, એ એમનાં કામે, હું મારાં. હા. પ્રણિત છે ને! જોબ કોમ્પ્યુટર કંપનીમાં છે. સારી છે. બાકી રાત્રે પણ અમેરિકાવાળાઓને સંભાળવાના, દિવસે કંપનીનું કામ. બોલો. હા. પગાર તો સારો મળે છે, તક પણ આગળ જતાં જોરદાર મળશે. તમે જોજો ને!"

મમ્મી ઉત્સાહમાં ફૂલ વોલ્યુમમાં મારાં વખાણ કરતાં હતાં તે સમજાયું. મેં મારો ફ્રી હાથ ઇશારાથી નીચે કરી ધીમે બોલવા કહ્યું.

"અરે વાહ! ઊભાં રહો, લખી લઉં અંદર જઈને. હા. વિગતો આપો. બાકી ઈશ્વરેચ્છા."

સમજ્યો. મારે માટે કોઈ છોકરી બતાવવામાં આવેલી. આવું હમણાંથી ચાલ્યા કરે છે.

મારો ફોન પૂરો થવા આવ્યો. હું છેલ્લી સૂચનાઓ આપતો હતો ત્યાં મારી નજર

બાજુની બાલ્કનીમાં પડી. કોઈ આંટી કપડાં સૂકવતાં લાગ્યાં. તેઓ દેખાવડાં હતાં. સામેથી આવતા સવારના તડકામાં તેમની ગોરી ત્વચા ચમકતી હતી.

તેમણે છેક ઉપર બાંધેલી દોરીઓની હાર નીચી કરી અને ખભેથી કપડાં લઈ એક પછી એક સૂકવવા લાગ્યાં.

બહુમાળી ફ્લેટ્સમાં આવી રીતે જ કપડાં સૂકવવાં પડે.

લે, તેમણે તો કોઈ યુવાન છોકરી પહેરે તેવાં વસ્ત્રો પણ સુકવ્યાં. તેમને ઘેર યુવાન દીકરી પણ હશે.

તેઓ નવાં રહેવા આવેલાં. આશરે બે વીક જેવા સમય પહેલાં. મારું ધ્યાન આજે પડ્યું.

આંટીએ મારી સામે જોઈ આછું સ્મિત આપ્યું. મેં સામું આપ્યું અને ઘરમાં ગયો, મારી લેપટોપ પર કામની દુનિયામાં ખોવાઈ ગયો.

વચ્ચેવચ્ચે એ યુવાન સ્ત્રીનાં કપડાં આંખ સામે આવ્યાં. કેવી અને કેવડી હશે એ? જે હશે તે વાજતુંગાજતું સામે આવશે. મેં ફરી કામમાં જીવ પરોવ્યો.

રાત્રે પપ્પા આવ્યા અને સહુ સાથે જમવા બેઠાં ત્યારે મમ્મીએ વાત કરી કે તેમની સખી સંધ્યાએ મારે માટે કોઈ છોકરી બતાવી છે. ટુંકમાં બાયોડેટા કહ્યો એ ઠીક લાગ્યો. મેઈલ કે વિગતો આવે એટલે ફોટો જોઈએ. એવી તો એક બે વાત શરૂ થતાં જ પૂરી થઈ ગયેલી.

બીજું એક અઠવાડિયું ગયું. મારું ફોન કરવા કે ઉતાવળે લંચ લઈ બાલ્કનીમાં આવવું અને આંટીનું કપડાં સુકવતાં મારી સામે જોઈ સ્મિત આપવું રોજનું થયું. મેં મમ્મીને વાત કરી. કહે તે નીચે ઉતરે ત્યારે આ આંટી મળતાં નથી. પંદરમે માળ ઊભી સામેનાં ઘરમાં બૂમ પાડી નામ ન પૂછાય. મને આંટી કરતાં એ ઘરમાંની યુવતીમાં રસ હતો. જસ્ટ ફ્રેન્ડશીપ કરીએ. પહેલો સગો પાડોશી જ હોય ને!

તેઓની સામેના ફ્લેટને અડીને બાજુના ફ્લેટની બાલ્કની હતી. એમાં તો લીફ્ટમાં પણ ભેગાં થવાનું ન બને.

એક વાર હું અમારી નજીકના મોલમાં ગયેલો. બીલીંગ કાઉન્ટર પાસે મારી આગળ એક છોકરી ઊભી હતી. મને તેનો ડ્રેસ જોઈ સ્ટ્રાઇક થયું, આ તો પેલાં આંટી સુકવતાં તે!

તેના આજે ધોયેલા છુટા વાળમાંથી મસ્ત સુગંધ આવતી હતી. ખરું કહું, તેની પણ. તેનો વારો આવતાં તેણે પેમેન્ટ કરતાં સાઈડમાં મારી તરફ જોયું. તે આંખોથી હસી. સુંદર કાળી આંખો હતી. તે લગભગ મારાં નાકનાં ટેરવાં જેટલી ઊંચી હતી. મેં તેના પગ તરફ જોયું. એડીવાળાં ચંપલ નહોતાં. તે ઊંચી અને પાતળી હતી. પગ પણ ગુલાબી મઝાના હતા.

બહાર આવી મેં જોયું કે તે પોતાનું એક્ટિવા કાઢવા જતી હતી. તે વાહનોના ઢગલા વચ્ચે વિચિત્ર રીતે ફસાયેલું. તે બાજુની ત્રાંસી પાર્ક કરેલી બાઈક ખસેડવા ગઈ. મેં કાઈં બોલ્યા વગર બાઈક ખસેડી, તેનું એક્ટિવા પણ પાછળથી ઊંચકી સીધું કર્યું અને બહાર કાઢી આપ્યું. બે રો દૂર પડેલું મારું બાઈક એ જ રીતે કાઢવા હું ગયો. મેં પાછળ દૃષ્ટિ કરી. તે એક્ટિવા સ્ટાર્ટ કરી નીકળતી જ હતી. તેણે મારી તરફ ડોક નમાવી સ્મિત કર્યું. એ રીતે થેંક યુ કહ્યું એમ મેં માન્યું.

તે એક્ટિવા વિચિત્ર ટ્રાફિક વચ્ચેથી આડું તેડું કરી ભાગતી જતી હતી, મારા ટાવરની જ દિશામાં. મેં એની પાછળ બાઈક રાખી. એની જેમ નીકળવા જતાં એકાદ વાહન સાથે પગ અથડાતો બચ્યો, એકાદ સાથે અરીસો ઘસાયો.

પીછો કરવા જઈએ તો આમ જ થાય. આપણને પોલીસ કે જાસૂસ જેવી ચેઇઝની ટેવ થોડી હોય?

તે અમારા ટાવરના ગેટમાં પ્રવેશી. પાછળ હું. મેં 'હેલો' કહ્યું પણ તે સીધી નીચે બેઝમેંટમાં પાર્ક કરવા ગઈ. હું તેની પાછળ ગયો. ત્યાં બર્મુડા અને ગંજી પહેરી મારો એક ફ્રેન્ડ બાઈક પર આડો સૂઈ સ્મોકિંગ કરતો હતો તેણે મોટેથી મને 'એય ભેજાં ફ્રાય' (મને અમુક લોકો ભેજું કહેતા એમાંથી દોસ્તોએ ભેજાં ફ્રાય નામ પાડેલું) કહી મોટેથી બૂમ પાડી. પેલીએ ચોંકીને અમારી તરફ જોયું. ઉપનામ સાંભળી જોરથી હસી પડી, થેલી સાથે હાથ પોતાના મોઢે રાખી. થેલી આમથી તેમ ઝૂલી રહી.

હું તેને નામ કે પેલા ફ્લેટમાં રહે છે તે પૂછવા જાઉં ત્યાં પેલા સ્મોકર ફ્રેન્ડે બોલાવ્યો એટલે ઊભો. એટલી વારમાં પેલી લિફ્ટમાં જતી રહી.

'આ તારા ફ્લેટમાં નવી આવી એ?' મેં એને પૂછ્યું.

એ કહે "માલ છે, નહીં! એની પાછળ મોટી લાઇન છે, તારો ગજ નહીં વાગે. હું પણ એની પાછળ છું."

અત્યારે મારે એની ઉપર ગુસ્સે થવાનો અર્થ નહોતો.

એ બાલ્કનીમાં ક્યારે આવતી હશે? મેં થોડા દિવસ મારા રૂમમાં બેસવાને બદલે પડદો ખોલી ડ્રોઈંગ રૂમમાં એ બાલ્કની તરફ ત્રાંસુ જોતાં કામ કરવાનું શરૂ કર્યું. એ સવારે સાડાનવ આસપાસ બાલ્કનીમાં દેખાતી, ઓફિસ જવા તૈયાર થઈને. એને ખબર પાડવી પડશે કે ઉસકે ત્રાંસ વાલી ખીડકીમેં એક સૂરજ કા ટુકડા રહતા હૈ.


એક રવિવારે સવારે હું અમારા ટાવરનાં ક્લબ હાઉસમાં બેડમિન્ટન રમવા જતો હતો. બાજુના ફલેટમાંથી એક કાર પાર્કિંગમાંથી ઉપર આવી. એક અંકલ ત્યાં ઊભા હતા. વેલ ડ્રેસ્ડ. લીફ્ટમાંથી સરસ સાડીમાં ઓપતી તે આવી. મારો શ્વાસ થંભી ગયો. જાણે આરસની પૂતળી!

કારનું ડોર ખોલી તેણે સ્ટીયરિંગ સંભાળ્યું. મેં ઉતાવળે, લગભગ દોડીને કાર નજીક જઈ "હેલો, ગુડ મોર્નિંગ. તમે પંદરમે માળ પેલા ખૂણાના ફ્લેટમાં રહો છો?" પૂછ્યું. તેણે સ્મિત સાથે ડોક હલાવી. અંકલ તેની બાજુમાં બેસી ગયા. તે કાર ચલાવતી આગળ જતી રહી. મારી નજર પડી. કારમાં પાછળ આંટી પણ હતાં. બધાં સવારસવારમાં બનીઠનીને ક્યાં જતાં હશે? પેલી માટે છોકરો જોવા એમ લાગ્યું.

તો સમય ગુમાવવો પોષાશે નહીં. મેં મને કહ્યું.

એ લાગતી હતી તો મારી આસપાસની ઉંમરની જ. સાંજે પાછી ક્યારે આવતી હશે?

મારો જીવ એનામાં ભમવા લાગ્યો.

મારે માટે સંધ્યાઆંટીએ બતાવેલી છોકરીનો ફોટો જોયો. સારી લાગતી હતી. મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે વાત આગળ ચલાવવી.

બીજે દિવસે સવારે તે બાલ્કનીમાં દેખાઈ નહીં. હું એમ જ બહાર ઊભો. નીચેથી તે હાથમાં લોટી લઈ મંદિરે જતી હોય એમ લાગ્યું. મેં જલ્દીથી ફ્લોટર્સ પહેર્યાં અને લીફ્ટમાં ઉતરી મંદિરની દિશામાં ગયો. તે શિવજીનાં મંદિરમાં ગઈ અને આંખ બંધ કરી ભક્તિભાવ પૂર્વક લોટો ચડાવ્યો. શિવજી પર તલ ચડાવ્યા. હું ઊભો રહ્યો. તે બહાર આવી. તેણે મારી આંખમાં આંખ મેળવી. મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું.

તેણે મારી સામે જોઈ સ્મિત આપ્યું. પોઝિટિવ સિગ્નલ. સાલું ઘરમાં સિગ્નલની તકલીફ હંમેશાં રહે છે ને બહાર ફૂલ સિગ્નલ મળે છે!

તે બાજુમાંથી પસાર થઈ. તે સારી એવી ઊંચી હતી. એની મમ્મી કરતાં પણ ખૂબ ગોરી. સાવ સાદાઈમાં તે અતિ સુંદર લાગતી હતી. મને સહેજ ઘસાઈને ગઈ. મારું રોમેરોમ કંપી ઉઠ્યું. હજુ શિવજી સામે જોડેલા મારા બે હાથે જ હું તેની તરફ ફર્યો.

"તમે બ્લોક 17 માં પંદરમે માળ રહો છો?" મેં જોડેલા હાથે જ તેની તરફ ફરતાં પૂછ્યું.

તે હસી. હકારમાં સુંદર પાતળી ડોક નમાવી.

"હું પ્રણિત. તમારી ત્રાંસમાં જ ફ્લેટ નં. 16152 માં રહું છું. ગ્લેડ ટુ મીટ." મેં કહ્યું.

તેણે કહ્યું "ઓળખું છું. ભેજાં ફ્રાય કહે છે એ જ ને!"

અરે રે! કચરો થઈ ગયો.

"એ તો હું કેરિયરમાં ખૂબ બ્રાઈટ છું એટલે આ બે ત્રણ ટાવરના મારી એજના લોકોએ નામ પાડ્યું છે. 'ભેજું છે તું તો' એમ કહેતા એમાંથી."

તેણે 'સરસ' એટલું જ કહ્યું અને બહાર જઈ ચંપલ પહેરી ચાલવા લાગી. હું મારાં ફ્લોટર્સની પટ્ટી બાંધું ત્યાં તે આગળ નીકળી ગયેલી. હું આવેલી તક મુકું? મેં ચાલવાની સ્પીડ વધારી અને તેની સાથે થઈ ગયો.

"તમારું નામ શું?" મેં પૂછ્યું. તેણે "પ્રીતિ" એટલું જ કહ્યું. અમે લગભગ ચૂપચાપ ચાલતાં ઘેર આવ્યાં. મેં રસ્તે તે ક્યારથી અહીં આવી તે પૂછ્યું. બીજું પૂછ્યું પણ તે શરમાતી હોય તેમ લાગ્યું. તેણે એકાક્ષરી જવાબો આપ્યા..

સંધ્યાઆંટી વાળી છોકરી સાથે ગ્રહ ન મળ્યા. વાત અટકી ગઈ. એમાં એક દિવસ બીજાં કોઈ સગાંનો ફોન મમ્મીને આવ્યો. મમ્મીને પણ રૂમમાં સિગ્નલ મળતાં ન હોઈ બહાર બાલ્કનીમાં ઊભી વળી ફૂલ વોલ્યુમમાં વાત કરવા લાગ્યાં.

"હા. મારો સન પ્રણિત. બર્થ ડેટ 7.8.98. ના, મંગળ નથી. હાઇટ 5ફૂટ 7ઇંચ, એકવડીયો. એમ તો દેખાવડો. હા. તે તમારી દીકરીની બર્થ ડેટ? શું ભણી છે? તે મારો સન તો એમ. ટેક. છે. ઠીક, જોઈએ. બાકી એજ્યુકેશન તો ઓલમોસ્ટ ઇકવલ જોઈએ ને! એ.. જે શ્રી કૃષ્ણ ".

મમ્મીએ ફોન રાખ્યો. ઠીક. આ વાતનું જે શ્રી કૃષ્ણ થઈ ગયું.

પેલાં આંટી કપડાં સુકવતાં પોઝ લઈ કાન સરવા કરી અમારી બાલ્કની તરફ જોઈ રહ્યાં.

મારું વર્ક ફ્રોમ હોમનું કામ મોડે સુધી ચાલતું રહ્યું.


એક દિવસ રાત્રે લગભગ નવ વાગે હું નીચે ટહેલવા નીકળ્યો. તે એક્ટિવા પર આવી. મારી બાજુનો ટાવર હતો છતાં હું તેનાં પાર્કિગમાં ચાલતો ગયો. પેલો સ્મોકર ફ્રેન્ડ અને બીજા બે પાર્કિગમાં બાઇકો પર બેસી તે આવી તે તરફ ઘુરીઘુરીને જોતા હતા. તેણે ચૂપચાપ પોતાનું એક્ટિવા પાર્ક કર્યું અને લિફ્ટ તરફ જવા લાગી. એક 'ફ્રેન્ડ' (મારી ઉંમરના એટલે ફ્રેન્ડ કહેવું પડે. થોડો વાતચીતનો સંબંધ) લિફ્ટ તરફ ઝડપથી ગયો. બીજા બેએ વિચિત્ર હાસ્ય કર્યું. કોઈએ નાનાં બાળકને પૂચકારીએ એવો બુચકારો કર્યો. તેણીએ પાછળ રોષથી જોયું અને કમરે હાથ મૂકી ચૂપચાપ થોડી સેકંડ ઊભી. પછી ઝડપથી લિફ્ટમાં દાખલ થઈ. પેલા બે પાછળ દોડી લિફ્ટમાં ઘૂસ્યા.

મને ગુસ્સો આવ્યો. હું લગભગ દોડતો લિફ્ટ સુધી પહોંચ્યો. લિફ્ટ બંધ થાય તે પહેલાં મેં ડોર સ્ટોપનું બટન લગભગ ડાઇવ મારીને દબાવ્યું. ડોર ખૂલતાં જ હું અંદર ઘૂસ્યો. પેલો 'ફ્રેન્ડ' પ્રીતિની ખૂબ નજીક ઊભો હતો. બીજો સાવ સામે. તેણે મારી સામે ઘુરકિયું કર્યું. હું ધરાર તેણી અને તે 'ફ્રેન્ડ' વચ્ચે ઊભો. દસમે માળ લિફ્ટ ઊભી અને બીજાં કોઈ પતિ પત્ની ચડ્યાં. પેલા બે પણ પંદરમે માળ ઉતરી તેની પાછળ જવા લાગ્યા. હું તેણીની સાથે થઈ ગયો. તેણે બેલ મારી. અંકલે ડોર ખોલ્યું. તે અંદર ગઈ અને મને પણ આવવા કહ્યું. મને તેણે બિગ થેંક્યુ કહ્યું. અંકલ મારી સામે જોઈ રહ્યા. મેં ટુંકમાં વાત કરી. અંકલ કહે હું સિક્યોરિટીમાં વાત કરી દઈશ. તેઓ રાતના તેની રાહ જોઈ ડીનર લેવા બેસતાં હતાં. મને આગ્રહથી નાસ્તો આપ્યો. મેં મારો ટુંક પરિચય આપ્યો અને તેણીનું ફરી બિગ બિગ થેંક્સ ઝીલી હું ઘેર આવ્યો.

હા, નીચે ઉતરતાં પેલાઓ સાથે એવો ઝગડો થયો કે સિક્યોરિટી ગાર્ડે અમને છોડાવવા પડ્યા.

બીજે કે ત્રીજે દિવસે આંટી બાલ્કનીમાં કપડાં સુકવતાં વચ્ચેથી ફોન લઈ મોટે મોટેથી વાત કરતાં આવ્યાં. " હા. નામ પ્રીતિ છે. બર્થ ડેટ 5.7.99 છે. તે કુમાર શું કરે છે? એમ? વાહ! તો મોકલો ફોટો અને બાયોડેટા." તેઓને મેં સાંભળ્યાં. મનોમન નામ અને બર્થ ડેટ યાદ રાખી લીધાં.

તેની સાથે હજી કોઈ ખાસ ફ્રેન્ડશીપ નહોતી થઈ પણ તે મારે માટે અજાણી પણ નહોતી. તેના આવવાના સમયે મારે કોઈ ઓનલાઇન મીટીંગ ચાલતી હોય તો પણ હું થોડી વાર સ્ટોપ કરી તેના પાર્કિંગ પાસે ઊભતો. એકાદ વાર પેલા છોકરાઓ સાથે ફરી બોલાચાલી થઈ પણ ગઈ. મેં મેઈન ગેટ પરના સિક્યોરિટીમાં વાત કરી.

તે હવે મને હેલો કહેતી, મારી સાથે લિફ્ટમા આવતી પણ માંડ બે ચાર વાક્યો બોલતી.


એક સોમવારે હું કામે ચડવાની તૈયારીમાં હતો. બાલ્કનીમાં ઉભો હતો. ઉપરથી તેને લોટી લઈ શિવ મંદિર જતી જોઈ. હું ફટાફટ પાછળ ગયો.

તે પૂજા કરી બહાર નીકળી. તરત શિવજીને ઉતાવળા નમસ્કાર કરી હું પાછળ ગયો.

"પતિ મેળવવા માટે સોળ સોમવાર કરો છો ને!" મેં પૂછી લીધું.

"કેમ, તમારે શું કામ છે?" તેણે કહ્યું.

"હા કે ના? તમારે માટે વર ગોતો છો ને! મેં જ્યોતિષીઓની સલાહ મુજબ આવી પૂજા કરતી કન્યાઓ જોઈ છે. જુઓ, તમારું નામ પ્રીતિ. તમારી બર્થ ડેટ 5.7.99 છે, મારી 7.8.98 છે. તમે MBA ભણ્યાં છો, હું એમ.ટેક.

થેંક્સ ટુ વીક સિગ્નલ.

મમ્મીઓએ બાલ્કનીમાં આવીને મોટેથી વાત કરવી પડે છે તેથી મને બધી ખબર છે.

તો જુઓ, આ ત્રીજા જ સોમવારે તમારી ભક્તિ ફળશે. મને તમે ગમો છો, આપણા બેય માટે સાથીની શોધ તો ચાલે જ છે. જુઓ, આ ટાવરના બીજાઓ તમારી પાછળ લાઇન લગાવે છે પણ એમની મુરાદ તમે જોઈ. મને જોયો. બોલો, શું કરવું છે?"

તે ફાટી આંખે મારી સામે જોઈ રહી. તેણે અત્યંત ધીમેથી, નીચું જોઈ હા કહી. મારું હાર્ટ બહાર ઉછળી એની સાથે અથડાશે એમ લાગ્યું.


પછી શું? એને તો સાસરું ને પિયર એક બાલ્કની જ દૂર. એક લિફ્ટમાં ઉતરી બીજી લિફ્ટમાં ચડવું.

આમેય એ ઓછાબોલી છે અને ધીમે બોલે છે. બાલ્કનીમાં ઊભી વાત કરીએ તો અંકલ, આંટીને સંભળાય નહીં.

હા. અમે તેડેલો બાબો ઝૂકીને એનાં નાના નાનીને સ્ટ્રોંગ સિગ્નલ આપે છે. મોબાઈલ સિગ્નલ ભલે વીક મળે.

***

સુનીલ અંજારીયા