One unique biodata - 2 - 25 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૫

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૫

નિત્યા અને જાનકી બેસીને વાત કરી રહ્યા હતા એટલામાં નિત્યાને દેવના બર્થડેના દિવસે જાનકીએ કહેલી અધૂરી વાત યાદ આવતા પૂછ્યું,"અચ્છા,તું મને પેલા દિવસે કંઈક વાત કરવાની હતી.શું વાત હતી?"

અચાનક નિત્યાનો આ સવાલ સાંભળી જાનકી થોડું ચોંકી ગઈ.એને સુજ્યું નહીં કે એને શું જવાબ આપવો.જાનકીએ વાતથી અજાણ બનવા માટે કહ્યું,"કંઈ વાત?"

"કાલ હું ઓફીસ આવી ત્યારે તે કહ્યું હતું ને કે મારે તમારી સાથે વાત કરવી છે એ"

જાનકીએ વિચારવાનું નાટક કર્યું પછી બોલી,"અમમ...મને કંઈ યાદ નથી આવતું"

"અરે કાલ તે કહ્યું હતું એટલામાં ભૂલી ગઈ?"

"લેટ ઇટ ગો મેમ,ઈમ્પોર્ટન્ટ નઈ હોય એટલે જ ભુલાઈ ગયું"

"અચ્છા...બરાબર"

જાનકી વિચારવા લાગી,"આઈ એમ સોરી મેમ,મેં તમને ખોટું કહ્યું પણ હજી મને એ બાબત પર પુરી જાણકારી નથી.એક શકના બેઝ પર હું તમારા અને સર વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડીંગ ક્રિએટ કરવા નથી માંગતી.કદાચ મેં જોયું એ મારું મિસકન્સેપ્શન પણ હોઈ શકે છે તો એ વાત આજ કરીને હું તમારી ડિનર ડેટ ખરાબ કરવા નહોતી માંગતી"

જાનકીને વિચારોમાં ડૂબેલી જોઈને નિત્યાએ પૂછ્યું,"શું વિચારવા લાગી તું?"

"નથિંગ,હું વિચારતી હતી કે સરને મીટિંગમાં વધુ સમય ગયો.એક્ચ્યુઅલી આજના ક્લાઈન્ટ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે"

"ઇટ્સ ઓકે,તારે કામ હોય તો કર.હું બેસું છું"

"ઓકે મેમ,એન્જોય યોર ડિનર"

"થેંક્યું"

નિત્યા વેઇટિંગ એરિયામાં બેસીને દેવની રાહ જોઈ રહી હતી.થોડી થોડી વારમાં વોચ જોતી હતી અને પાછી ફોનમાં વાંચવા લાગતી જતી.દેવ કોંફરન્સ રૂમમાંથી બહાર આવ્યો.નિત્યાની નજર દેવ પર પડી.નિત્યા દરેક વખતે દેવને જોઈને એના પર ફિદા થઈ જતી હતી.અને થાય પણ કેમ નહીં,એની પર્સનાલિટી જ કંઈક એવી હતી.દેવ એના બીજા ક્લાઈન્ટ અજય સાથે વાત કરતા કરતા વેઇટિંગ એરિયામાંથી એના કેબીન તરફ ગયો પણ વાત કરવામાં બીઝી હોવાથી એનું ધ્યાન નિત્યા તરફ ન ગયું.પણ નિત્યા તો એકીટશે દેવને જ જોતી રહી.દેવના ગયા પછી એને રીઅલાઈઝ થયું કે દેવે એને જોઈ જ નથી.છતાં પણ નિત્યા દેવના કેબિનમાં ના ગઈ.એને હજી પણ રાહ જોવાનું પસંદ કર્યું.એને વિચાર્યું કે દેવને કંઈક ઈમ્પોર્ટન્ટ કામ હશે એટલે જ મારા પર ધ્યાન નહીં ગયું હોય.

દેવે અજયને પૂછ્યું,"આર યૂ ડ્રીંકિંગ સમથિંગ લાઈક કોફી ઓર ટી ઓર જ્યુસ ઓર સમથિંગ એલ્સ"

"નો નો,આઈ વુડ લાઈક ટૂ ગો.આઈ એમ ઓલરેડી લેટ.માય ગર્લફ્રેંડ ઇસ વેઇટિંગ ફોર મી ઇન ડિનર"અજયે કહ્યું.

અજયની વાત સાંભળી અચાનક દેવને નિત્યા સાથે પ્લાન કરેલ ડિનરની યાદ આવી ગઈ એટલે એ રીએક્ટ કરતા બોલ્યો,"ઓહહ નો"

"વોટ હેપ્પન?"દેવને અચાનક આમ પેનિક કરતો જોતા કહ્યું.

"યાર,આઈ હેડ ઓલ્સો મેડ ડિનર પ્લાન વિથ માય વાઈફ.શી વુડ ઓલ્સો બી વેઇટિંગ ફોર મી.આઈ જસ્ટ ફોરગેટ ઇટ.થેંક્યું યાદ કરાવવા માટે"

દેવે નિત્યાને કોલ કર્યો.નિત્યાએ ફોન ઉપાડ્યો.

"હેલો"નિત્યા બોલી.

"હેલો નિત્યા,આઈ એમ સો સોરી.મારા મગજમાંથી જ નીકળી ગયું હતું કે આજે આપણે ડિનર માટે જવાનું છે.એક્ચ્યુઅલી આજે મારે ઈમ્પોર્ટન્ટ......"દેવ આગળ બોલવા જ જતો હતો ત્યાં નિત્યા વચ્ચે બોલી,"ઈમ્પોર્ટન્ટ મીટિંગ હતી એમ જ ને?,આઈ નો"

"તને આ બધું કેવી રીતે ખબર?"

"હું ક્યારની ઓફિસમાં જ વેઇટિંગ એરિયામાં બેસી છું.મેં તમને જોયા હતા પણ તમે ડિસ્કસનમાં બીઝી હતા એટલે મેં તમને ડીસ્ટર્બ ના કર્યા"

"ઓહહ,આઈ એમ રિઅલી વેરી સોરી"

"કામ ડાઉન દેવ,ઇટ્સ ઓકે"

"ઓકે કમ ઇન માય કેબીન"

"ઇટ્સ ઓકે,તમે તમારું કામ પતાવી લો"

"નો નો પ્લીઝ કમ ઇન માય કેબીન"

"ઓકે ઓકે,આઈ વિલ કમ"

નિત્યા દેવના કેબિનમાં ગઈ.નિત્યાના એન્ટર થતા જ દેવ પોતાની ચેરમાંથી ઉભો થયો અને અજય જે ચેર પર બેસ્યો હતો એની બાજુની ચેર નિત્યાના બેસવા માટે ખસેડી.નિત્યા અજયની બાજુમાં બેસી અને દેવ પોતાની ચેર પર બેસ્યો.દેવે અજયને નિત્યા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવતા કહ્યું,"ધીસ ઇસ માય વાઈફ નિત્યા"

"હાઈ નિત્યા"અજયે નિત્યા સામે હેન્ડસેક કરવા માટે હાથ લંબાવતા કહ્યું.

નિત્યાએ દેવ સામે જોતા હેન્ડસેક કર્યું.

દેવે નિત્યાને અજયનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"ધીસ ઇસ અજય.અજય આપણી બધી જ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે સ્પેશિયલ કોટ્રીબ્યુશન આપીને આપણી સાથે બિઝનેસમાં જોડાવા માંગે છે"

"ઓહહ નાઇસ"નિત્યા રીએક્ટ કરતા બોલી.

"ઓકે ધેન,ડિલ ડન?"

"યસ યસ,ઑફકોર્સ"

"ઓકે,આઈ એમ ગોઈંગ.વી વિલ મીટ સુન"

"સ્યોર"

"બાય બોથ ઓફ યૂ,એન્જોય યોર ડિનર"અજયે જતા જતા કહ્યું.

"બાય,થેંક્યું એન્ડ યૂ ઓલ્સો એન્જોય યોર ડિનર વિથ યોર પાર્ટનર"

"થેંક્યું"કહીને અજય ડિનર માટે નીકળી ગયો.

"આઈ એમ સોરી.મારા માઇન્ડમાંથી જ નીકળી ગયું"

"ઇટ્સ ઓલ રાઈટ દેવ,નો પ્રોબ્લેમ.જઈશું હવે?"નિત્યા એનું પર્સ લઈને ઉભી થતા બોલી.

"વેઇટ"

"શું થયું?"

"હું આવા કપડાં પહેરીને ડિનર પર આવીશ?"

"હા તો?"

"ના"

"કેમ?,આમાં શું ખરાબી છે?"

"મારે ચેન્જ કરવા છે યાર"

"ઓકે બાપા,કરી લો"નિત્યાએ દેવ સામે હાથ જોડતા કહ્યું અને પછી એકદમ ધીમા અવાજે બોલી,"સાવ નાના છોકરાની જેમ જીદ કરે છે"

"શું બોલી?"દેવે પૂછ્યું.

"કઈ નઈ,તમે જલ્દી કરો નહિ તો હોટેલ બંધ થઈ જશે"

"ગાંડી આ ઇન્ડિયા નથી કેનેડા છે.અહીંયા ટ્વેન્ટી ફોર હવર ખુલ્લી જ હોય"

"ઓહહ એવું,મને તો ખબર જ નહોતી"

"શું ખબર રાખે છે તું"

"બધું જ"

"બકા ના ખુલ્લી હોય તો ડીપી નામ સાંભળતા જ આપણા માટે સ્પેશિયલ ખુલ્લી રાખે"

"બસ હવે વધુ થઈ રહ્યું છે હો,છાનામાના તૈયાર થઈ જાવ"

"ઓકે મેડમ,તારે ચેન્જ નથી કરવા?"

"કેમ,તમને લાગે છે કે મારે ચેન્જ કરવું જોઈએ"

"તારી મરજી.તું કમ્ફર્ટેબલ હોય તો કોઈ જ જરૂર નથી"

"યૂ આર ઓકે વિથ ઇટ ના?"

"યા યા,આઈ એમ ઓકે.તારા પર આ કપડાં જ વધારે શૂટ થાય છે"

"તમારો કહેવાનો મતલબ એ છે કે હું વેસ્ટર્ન કપડામાં નથી સારી લાગતી?"

"ના મારી માં,હું બસ એમ કહું છું કે તું આમાં વધુ સારી લાગે છે"

"ઓકે તમે છોડો આ બધું,જલ્દી જાવ"

દેવ એના કેબિનની અંદરના રૂમમાં ગયો,કપડાં ચેન્જ કર્યા અને બહાર આવ્યો.દેવે ઇશારાથી નિત્યાને પૂછ્યું,"કેવું લાગે છે?"

નિત્યાએ વોચ બતાવીને દેવના પ્રશ્નને ઇગ્નોર કરતાં જઈશું હવે એમ પૂછ્યું.દેવે કેબિનના દરવાજા તરફ ઈશારો કરતા નીકળવાનું કહ્યું.બંને ડિનર માટે હોટેલમાં પહોંચ્યા.દેવ અને નિત્યા જે હોટેલમાં ગયા હતા એ કેનેડાની ટોપ ટેન લક્ઝુરિયસ હોટલમાંની એક હતી.દેવ પહેલા પણ ઘણી વખત અહીંયા આવી ચુક્યો હતો પણ નિત્યા પહેલી વાર આવી હતી.નિત્યાને આ ઓવર ફેસિલિટી,લક્ઝુરિયસ કમ્ફર્ટઝોનની આદત નહોતી.એને થોડું ઓડ લાગી રહ્યું હતું પણ દેવની એક્સાઈટમેન્ટ જોઈને એ કશું બોલી નહીં.એક વેઈટર અને સાથે હોટેલના મેનેજર મેમ આવ્યા અને હોટેલની મેન્યુ બુક આપીને બોલ્યા,"હાવ આર યૂ સર એન્ડ મેમ"

"આઈ એમ ઓલ રાઈટ"દેવે જવાબ આપ્યો.

"ફાઇન"નિત્યાએ સ્માઈલ સાથે કહ્યું.

"વોટ વિલ યૂ ટેક સર?"

"યૂ નો વેરી વેલ માય ચોઇસ"

"યા સર"હોટેલ મેનેજરે દેવને કહ્યું અને પછી પાછળ ઉભેલ વેઈટરને કહ્યું,"વન વેજિટેરિયન મેક્સિકન પાસ્તા,હોમમેડ ગ્નોચી,ફ્રેન્ચ પેપર સ્ટીક,સ્ટફ ચોકલેટ પેનકેક એન્ડ પ્લેન બટ બ્લાસ્ટ આઈસ્ક્રીમ"આટલું કહીને મેનેજર મેમએ નિત્યા તરફ જોયું અને પૂછ્યું,"એન્ડ ફોર યૂ મેમ?"

"આઈ વિલ ગીવ માય ઓર્ડર લેટર"

"ઓકે,નો પ્રોબ્લેમ મેમ"

"નો નો,આઈ ગીવ ઓર્ડર ફોર હર"

"યસ સર"

"મે આઈ?"દેવે નિત્યાને પૂછ્યું.

"યસ,વાય નોટ"

"બ્રિન્ગ ઓલ ટાઈપ ઓફ સાઉથ ઇન્ડિયન ફૂડ ફોર માય વાઈફ"દેવે સાઉથ ઇન્ડિયન ફૂડ ઓર્ડર કરતા કહ્યું.

"પણ દેવ....."નિત્યા કંઈક બોલવા જતી હતી પણ દેવે ઇશારાથી ચૂપ રહેવાનું કીધું અને મેનેજરને ઓર્ડર લઈ આવવા કહ્યું.

"દેવ આટલું બધું કોણ મંગાવે?"

"હું"

"હું બધું નઈ ખાઈ શકું,વેસ્ટ થઈ જશે"

"કરીને ટિપિકલ પત્નીઓવાળી વાત"

"હા તો....પત્ની છું તો કરું જ ને"નિત્યા ઉતાવળમાં બોલી ગઈ પણ પછી દેવ સામે જોયું અને બંને થોડા ઓકવર્ડ થઈ ગયા.

દેવ વાતાવરણને હળવું કરવા માટે બોલ્યો,"હું છું ને હું ખાઈ લઈશ"

"અરે પણ તમે તો તમારો જ ઓર્ડર એટલો મોટો આપ્યો છે તો મારું શું ખાવાના"

"બધી જ સ્ત્રીઓ એકસરખી ઘડી છે ભગવાને"

"હજી કહું છું કે મારો ઓર્ડર કેન્સલ કરો,હું તમે જે મંગાવ્યું છે એમાંથી ખાઈ લઈશ"

"મેં જે મંગાવ્યું એ તને નહીં ભાવે"

"ભાવે છે મને"

"તે ક્યારે ટેસ્ટ કર્યું એ બધું?"

"ઓફીસ ક્લિક્સ સાથે કોઈ વાર જઈએ ત્યારે ટેસ્ટ કર્યું હતું"

"ઓહહ,અચ્છા"

"અચ્છા દેવ,ઓર્ડર આવે ત્યાં સુધી હું વોશરૂમ જઈને આવું"

"ઓકે,ધીસ સાઈડ"દેવે વોશરૂમમાં તરફ ઈશારો કરતા કહ્યું.

"થેંક્યું"

નિત્યા વોશરૂમમાંથી આવી અને દેવના ખભે હાથ મુક્યો અને બોલી,"દેવ....."

દેવ ધ્યાનથી ફોનમાં કઈક જોઈ રહ્યો હતો તેથી દેવ થોડો ભડક્યો,"ડરી ગયો યાર હું તો"

"દેવ પેલો તમારો ક્લાઈન્ટ છે ને અજય?"નિત્યાએ બીજા ટેબલ બાજુ ઈશારો કરતા કહ્યું.