RUH - The Adventure Boy.. - 1 in Gujarati Biography by Hemali Gohil Rashu books and stories PDF | RUH - The Adventure Boy.. - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

RUH - The Adventure Boy.. - 1

RUH - The Adventure Boy


પ્રસ્તાવના

મારા વ્હાલા વાચકમિત્રો, આપણા જીવનની અંદર આપણા વડીલોનો અગત્યનો ફાળો રહ્યો છે ને આપણે એમની પાસેથી ઘણું શીખતા આવ્યા છીએ, અને એ માટે આ નવલકથા “રૂહ – ધી એડવેંચર બોય” માં આપણા વડીલોની સફરથી શરૂ કરી આજના જીવનની નાની વાતોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.

ને એ માટે તૈયાર થઈ જાઓ એડવેંચર બોયની એડવેંચર સફરના ભાગીદાર બનવા માટે...!!



પ્રકરણ 1 અજાણ્યો લાગણીઓનો ખજાનો...!!


4 જૂન, 2021. હા, હજુ પણ યાદ છે મને આ દિવસ કે જે મારા જીવનમાં સૌથી વધારે લાગણીભીનો રહ્યો હતો.... મારૂ શિક્ષણ પૂર્ણ થયા પછી મારી પહેલી નોકરી એટલે કે શિક્ષક તરીકે શાળામાં પહેલો દિવસ ... બધા પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા. આખરે કોરોના મહામારીએ ભલભલાને ઘરે બેસાડી દીધા હતા.. બાળકો વિનાની શાળાઓ સૂની, ને ઓનલાઈન શિક્ષણની મગજમારી... ને હું બેઠી બેઠી બધાને જોયા કરું.... કારણ કે પહેલા દિવસના અજાણ્યાપણાના લીધે કોઈએ કંઈ જવાબદારી સોંપી જ નહોતી....આખરે એ દિવસે માત્ર મળ્યું મારૂ લૉકર અને લાગણીઓનો ખજાનો..!!

હા..ખજાનો...મારૂ પર્સ અને બુક્સ મૂકવા મે લૉકર ખોલ્યું...મેં એવું વિચાર્યું હતું કે વધારાનો કચરો ભર્યો હશે...!! પણ જેવુ મે એ લૉકર ખોલ્યું... આટલી ચોખ્ખાઈ મેં પહેલી વાર જોઈ હતી...એ લૉકરમાં માત્ર એક રજીસ્ટર, જૂના પેપર્સની ફાઈલ અને એક ડાયરી... બાકી બધુ તો ટેબલ પર રાખી દીધું, ને મારો સામાન પણ લૉકરમાં મૂકી દીધો....પણ ડાયરી પર લખેલું નામ મને અટકાવી શક્યું નહીં...અને એ ટાઇટલ હતું “RUH”.. ને આ ત્રણ અક્ષરનું અંગ્રેજી નામ વાંચીને હું ખુદને રોકી શકી નહીં...જાણતી હતી કોઈની ડાયરી પૂછ્યા વગર ના વંચાય...પણ એ ડાયરીનું ઉપરનું કવર જ એટલુ આકર્ષક હતું કે આખરે મેં એ રુહની ભીતર ડોકિયું કરવાનો નિર્ણય કરી લીધો હતો..

લીંબુ પીળા રંગનું એનું કવર હતું ને એના પર ગુલાબી અને ભૂરા રંગની સહેજ આછી આછી નાના નાના ફૂલોની ભાત હતી... ને એના પર આછા ગુલાબી રંગનું કાગળ ચોટાડેલું હતું, સાથે સાથે એના પર કાળા ઘાટા અક્ષરોથી છપાયેલાં “રૂહ” થી એની શોભા વધી રહી હતી.... મેં એ ડાયરીને એકસાથે બધા જ પાનાં ફેરવીને જોઈ....એ ડાયરીનું લખાણ દૂરથી જ સુંદર અને આકર્ષક દેખાતું હતું... હું લૉકર પાસેથી આવીને મારા ટેબલ પર એ ડાયરી લઈને બેઠી....અને મેં એ ડાયરી ખોલીને વાંચવાનું શરૂ કર્યું... એના પહેલા જ પાનાં પર લખ્યું હતું ... "To Dear Dairy” અને બાજુમાં જ નાનું મસ્ત મજાનું હાર્ટનું ચિહ્ન દોરેલું હતું... જાણે આ ડાયરી કોઈ ખાસ વ્યક્તિ માટે લખાઈ હોય...!! અને એ પેઈજના નીચેના જમણા ખૂણા પર લખ્યું હતું ....”ગગન પંડ્યા ‘RUH’”

મેં એ ડાયરીનું બીજું પેઈજ વાંચવા માટે ખોલ્યું ... અને બસ શરૂ થઈ ગઈ મારી આતુરતાની અધૂરપ..... સાથે સાથે આપણી એડવેંચર સફરની ભાગીદારી....


**********


લગભગ સોળમી અને સત્તરમી સદીની આ વાત છે... પંચમહાલ જીલ્લામાં આવેલું લુણાવાડા અને તેનો ખાનપુર તાલુકો (2014 પછી હાલ મહીસાગર જિલ્લો)... આ ખાનપુર તાલુકાનું ખાનપુર પોલીસ સ્ટેશન અને તેની આસપાસનો ડુંગરાળ વિસ્તાર એટલે બ્રાહ્મણ ફળિયું; આપણાં સમાજનો પૂજનીય વસવાટ... એ સમયમાં ગારાં-માટીથી લીપેલાં અને નળિયાંવાળા કાચા મકાનોમાં તેઓ વસવાટ કરતાં....

આત્મારામ હરિરામ પંડ્યાથી થયેલા ત્રણ દિકરાઓ.... ને એમાંના એક દિકરા એટલે મગનલાલ પંડ્યા... મગનલાલને ત્રણ દિકરા અને ત્રણ દીકરીઓ... જેમના નામ અનુક્રમે કિરીટભાઈ, ઉષાબેન, મનોરમાબેન, નિર્મળાબેન, નરેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈ... કમનસીબે મગનભાઈના ભાઈઓની પેઢી આગળ વધી નહીં, તો તેમની પેઢીની વાત કરીએ તો તેમનું પાંચમું સંતાન એટલે તેમના દિકરા નરેન્દ્રભાઈનું પણ સાતમા ધોરણમાં જ અકાળે અવસાન થયું...

મગનભાઈના ઘરમાં ખૂબ જ અફડા તફડીનો માહોલ હતો...તેના મોટા દિકરાનો વરઘોડો માંડવે જવા માટે તૈયાર હતો... મગનભાઈએ પોતાના પહેલા દીકરાનો વરઘોડો ખૂબ ઠાઠ-માઠથી ખેડા જિલ્લાના સાલૈયા ગામના આંગણે ઉતાર્યો હતો...અને સામે શંકરલાલ પંડ્યાની ગુણિયલ અને સંસ્કારી ફૂલ જેવી દીકરી એટલે કમળાબેન અને તેનું લાડકવાયું નામ એટલે “કમુ”... કે જેમને શંકરભાઈએ ખૂબ જ લાડથી ઉછેર્યા હતા...

પ્રભુતામાં પગલાં પાડી રહેલું આ નવદંપતિ એકબીજાને જોવા આતુર હતું... એ સમયે માતા પિતાની પસંદગીને પ્રાધાન્ય આપી આ યુગલ નવા જીવનની શરૂઆત કરે છે... લગ્ન ખૂબ ધૂમધામથી પૂર્ણ થાય છે ... વરઘોડો કન્યા સાથે પરત ફરે છે... શંકરભાઈને ત્યાં દીકરીના જવાથી ઘાતક શાંતિ છવાઈ ગઈ છે.. આ દિવસ એટલે 14 ફેબ્રુઆરી 1907... એ સમયે વેલેન્ટાઈન જેવુ કશું હતું નહીં પણ અનાયાસે આ પ્રેમાળ દિવસે નવયુગલે પોતાના નવા જીવનની શરૂઆત કરી.. પણ આ પ્રેમાળ દિવસ એમના જીવનનો ભાગ બનશે કે કેમ એ પ્રશ્ન હતો....


**********


કિરીટભાઈ અને એમની પત્ની કમળાબેનના સફળ લગ્ન જીવનનું એક વર્ષ વીતી ચૂક્યું હતું એમના ઘરે પારણું બંધાવાનું હતું.... આ દુનિયામાં આવનાર એ કુમળો જીવ પણ નવ મહિના પસાર કરી માતા સાથે રમવા આતુર હતું...1908ની આ વાત છે... કમળાબેનને પ્રસૂતિની પીડા થવા લાગે છે... સાસુમાતા અને કિરીટભાઈ બંને કમળાબેનને લુણાવાડા પુજા હૉસ્પિટલમાં દાખલ કરે છે.... કિરીટભાઈ પત્નીને માતાના વિશ્વાસે મૂકી એમના સસરા શંકરભાઈ અને સાળાને સમાચાર આપવા જાય છે... એ સમયે વાહન વ્યવહાર કે મોબાઈલફોનની સુવિધા નહોતી....પત્ર પણ સમયસર પહોંચતા નહીં.... આખરે કિરીટભાઈ ચાલીને પોતાની સફર નક્કી કરે છે...

આ બાજુ કમળાબેન એક કુમળા અને જોતાં જ હૃદયમાં વસી જાય એવાં દીકરાને જન્મ આપે છે.... સાસુ વહૂનો હરખ સમાતો નથી... કમળાબેન કિરીટભાઈની રાહ જુએ છે... પણ કહેવાય ને ‘નસીબ અવળા હોય તો ભોંયમાંથી પણ ભાલા વાગે’ જન્મની 15-20 મિનિટ પછી બાળક જોર જોરથી રડવા લાગે છે.. ઘણા પ્રયત્ન છતાં શાંત થતું નથી.... આખરે તેનો શ્વાસ ધીમો પડવા લાગે છે... ડૉક્ટર બાળકની તપાસ કરવા લાગે છે...


**********


To be continue....

hemali gohil “RUH”

@rashu

#world_of_word_2703


શું બાળકને કઈ થયું હશે ? જો હા તો બાળકને શું થયું હશે ? શું લેખિકા પોતાને મળેલી આ અજાણી ડાયરી પૂર્ણ કરી શકશે ? કે પછી આ પારિવારિક કથા માત્ર ડાયરી બનીને જ રહી જશે ? જુઓ આવતા અંકે....