Ek Chahat ek Junoon - 10 in Gujarati Love Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | એક ચાહત એક ઝનૂન - ભાગ 10

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

એક ચાહત એક ઝનૂન - ભાગ 10

રાશિએ વીસ મિનિટમાં આપણે મળીએ એવું કહ્યું એનો મતલબ એમ કે વીસ મિનિટમાં પ્રવેશને ત્યાં હાજર થવાનું જ હતું. આ રાશિ આચાર્ય હતી કે જેની દરેક વાત, વાત નહીં પરંતુ હુકમ હતો. પ્રવેશે ફટાફટ ચાદર ફગાવી અને બ્રશ કરી પોતાને અરીસામાં જોઈ સુસજ્જ કર્યો. નેવી બ્લુ નાઈટ ડ્રેસ અને શૂઝમાં ખૂબ વ્યવસ્થિત રીતે વાળ ઓળી હેન્ડસમ પ્રવેશ અરીસામાં જોઈ પોતાને જ ફ્લાઇંગ કિસ આપતો ત્યાંથી રવાના થયો. તેને માટે આ જોગિંગમાં મળવા આવવાનું ઇન્વિટેશન એટલે સફળતાને મળવા જવાનાં રસ્તા તરફનો એક કદમ હતો. જ્યારે રાશિ માટે આ એક પ્રવેશને ફસાવવાનું એક છટકું હતું. રાશિનો કૉલ મૂક્યાની બરાબર ઓગણીસમી મિનીટે પ્રવેશ રાશિએ કહેલું તે હ્યુમર ગાર્ડનમાં પહોંચી ગયો!
 
પ્રવેશે એક નજર દોડાવી રાશિને શોધવા ત્યાં તો રાશિ તેની સાથે-સાથે જ તેનો હાથ ખેંચતી દોડવા લાગી. રાશિ તેણે પહેરેલાં બ્રાન્ડેડ ટ્રેક અને બ્રાન્ડેડ ટીશર્ટનાં જોગિંગ શુઝમાં એકદમ પરફેક્ટ લાગી રહી હતી. વળી આ બધામાં તેનાં ખુલ્લા, સીધા વાળ લહેરાતા ત્યારે, સવારે કોઈ તાજી ખીલેલી મોગરાની કળી હસતી-વિલસતી હોય ત્યારે જેવી સુંદર લાગે તેવી લાગી રહી હતી.
 
પ્રવેશ જેવો કોઈ પણ યુવાન છોકરો અત્યારે આસાનીથી રાશિના પ્રેમમાં પડી જાય એમ હતો. સાથે દોડતાં-દોડતાં પ્રવેશે જ્યારે રાશિને ફરીથી અચાનક જોગિંગમાં પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું ત્યારે રાશિ એ ફરીથી એ જ ટીખળી અંદાજમાં જવાબ આપ્યો,"લે શું હું કોઈ સાથે ફ્રેન્ડશીપ ન કરી શકું? શું મારે કોઈ દિલ નથી? શું હું ફક્ત રાશિ આચાર્ય જ હોઈ શકું આચાર્ય પ્લાસ્ટોની માલિક! મારી કોઈ પોતાની ઓળખ રાશિ તરીકે ન હોઈ શકે જેને પ્રવેશ જેવા સારા મિત્રો હોય!" એમ કહીને આંખોમાં શક્ય હોય તેવા અને તેટલા લાગણીના ભાવો લાવીને રાશિએ પ્રવેશ તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો અને બોલી," પ્રવેશ કેન વી બી અ ગુડ ફ્રેન્ડ? એ વખતે પ્રવેશ ની હાલત એકદમ દિગ્મૂઢ જેવી હતી. કેમ કે તેણે રાશિ વિશે ઓફિસમાં બધાના મોઢે જે સાંભળ્યું હતું અને પહેલીવાર પોતે ઇન્ટરવ્યૂ દેવા ગયો ત્યારે જે પરિસ્થિતિ હતી તેવી રીતે રાશિ પોતાની સાથે ક્યારેય ન વર્તેલી અને વળી આજે અચાનક આમ મૈત્રી માટે લંબાવેલો હાથ! તો પ્રવેશ થોડી ક્ષણો માટે ખચકાયો ખબર નહીં કેમ પણ તેને અચાનક તૃષા નજર સામે તરવરી રહી હતી. જતી વખતે ઘણું કહેવા માંગતી તૃષાને પોતે સાંભળી ન શક્યાનો અફસોસ આજે અચાનક અત્યારે શા માટે ઘેરી વળ્યો એ વિચારીને પ્રવેશને પોતાને આશ્ચર્ય થઈ રહ્યું હતું!
 
પછી રાશિએ નખરાળા અંદાજમાં લંબાવેલો હાથ એમ જ રાખીને બીજા હાથે પોતાને અપલક તાકી રહેલા પ્રવેશની સામે આંખ સામે હાથ હલાવ્યો અને બોલી, "ઓ હાલો... શું થયું? ક્યાં ખોવાઈ ગયા મિસ્ટર પ્રવેશ? અને પ્રવેશ જાણે કોઈ તંદ્રામાંથી બહાર આવી ગયો હોય કે નીંદરમાંથી ઝબકીને જાગ્યો હોય તેવી રીતે પોતાનો હાથ રાશિના હાથમાં ફક્ત એ જ કારણથી અંબાવી દીધો કે આ મિલાવેલો હાથ તેનું સફળ ભવિષ્ય સાથે જોડાયેલું સપનું છે. એ સફળ ભવિષ્ય કે જેમાં તે ખુશીથી તૃષા સાથે પોતાની કાબેલિયત પર જીવતો હશે. કોઈની મહેરબાની પર નહીં કે ન તો કોઈથી સ્હેજ પણ ઉતરતો. તૃસાને તે એટલી ખૂબસૂરત જિંદગી આપશે કે જે જિંદગીની તૃષાએ કદી કલ્પના પણ નહીં કરી હોય.
 
એ દરમિયાન ફરીથી વિચારોમાં અને વિચારોમાં પ્રવેશનો હાથ રાશિનાં હાથમાં રહી ગયો. પ્રવેશને ક્યાં અંદાજ હતો કે તે જેને ઉજ્જવળ ભવિષ્ય આપવાની કલ્પનામાં ખોવાઈ ગયો છે તે થોડીવાર પછી વર્તમાનમાં પોતાનો હાથ બીજાના હાથમાં મેળવેલા ફોટા જોઈ મેં શું વિચારી બેસશે?
 
રાશિ પ્રવેશને ખૂબ જ નજાકતથી જોઈ રહી. પ્રવેશે હળવેથી પોતાનો હાથ રાશિના હાથમાંથી સરકાવી લીધો અને ત્યાર પછી બંને ચૂપચાપ દૂર સુધી ચાલતા રહ્યાં. એકદમ માફક સિઝનમાં ગુલાબી ઠંડીની વચ્ચે રાશિએ કાવો પીવાની ઈચ્છા જાહેર કરી તે બ્હાને તે વધુ ને વધુ પ્રવેશની નજીક આવવા ઇચ્છતી હતી. જ્યારે રાશિ એક પાળી પર બેઠી ત્યારે પ્રવેશને કાવાવાળા પાસેથી એક ટ્રે માં ગરમ ખ
કાવાની પ્યાલીઓ લઈને પોતાના તરફ આવતો જોયો.
 
પ્રવેશ કે જે હંમેશા હસતો જ રહેતો હોય તે આજે અચાનક થોડો ગંભીર અને થોડો વિચારોમાં મગ્ન થઈ ગયેલો જોઈને રાશિને મનોમન હસવું આવી રહ્યું હતું. તેને એમ હતું કે પ્રવેશ જાણે કે તૃષા અને રાશિમાંથી રાશિને પસંદ કરવા તરફ ઝૂકી રહ્યો છે જ્યારે હકીકત એ હતી કે પ્રવેશ રાશિના વર્તનના બદલાવથી થોડો વિચારે ચડી ગયો હતો હવાની લહેરથીઓથી ચારે તરફ ઉડતા રેશમી વાળને રાશિએ હાથમાં પહેરેલ ક્રંચી વાળમાં બાંધી ઉંચી પોનીટેલ લઈ લીધી. પ્રવેશ રાશિને નિરખી રહ્યો માત્ર તેની આંખોના ભાવને નિરખવા કે શું ચાલી રહ્યું છે આના મનમાં! કેમ કે આચાર્ય પ્લાસ્ટોની માલિક રાશિ આચાર્ય અચાનક આમ પોતાના જેવા સામાન્ય યુવકને મિત્ર બનાવી લે તે વાત પ્રવેશને ગળે ઉતરતી ન હતી. પછી રાશિએ ખાલી કરેલ કાવા ની પ્યાલી લઈને પ્રવેશ ચાલતો થયો. તેની ચાલનો આવ્યો ત્યારે હતો તે ઉત્સાહ જરા ધીમો પડેલો જોઈને રાશિ તેને પોતાના નજરીયાથી વિચારતી રહી જ્યારે કે પ્રવેશની નજરમાં માત્ર તેનું તૃષા સાથેનું ભવિષ્ય હતું, એ વાતથી બેખબર કે તેનો વર્તમાન કોઈના મોબાઇલ કેમેરામાં આસાનીથી કેદ થઈ રહ્યો હતો!
 
ક્રમશઃ....
જાગૃતિ, 'ઝંખના મીરાં'...