Krishna... one love - 1 in Gujarati Anything by Jaimini Brahmbhatt books and stories PDF | કૃષ્ણ.... એક પ્રેમ - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

કૃષ્ણ.... એક પ્રેમ - 1




કૃષ્ણ કોણ છે.?

તમારા માટે કૃષ્ણ કોણ.?
-ભગવાન થઇ ને માનવ બની જીવેલા ઈશ્વર.!
કે
-માનવ જે પોતાના પ્રયત્ન થકી બનેલા ઈશ્વર.!


કૃષ્ણ ની એમના જેવી જ અલગ અલગ પરિભાષા છે. કોઈ કહેશો કે કૃષ્ણ ભગવાન છે., કોઈ કહેશે કૃષ્ણ શ્રેષ્ઠ માર્ગદર્શક છે, કોઈ કહે કે કૃષ્ણ ત્રિકાળદરશી છે., કોઈના માટે ગુરુ છે, તો કોઈના માટે મિત્ર.!!

મારાં માટે કૃષ્ણ એટલે પ્રેમ......!!અખૂટ, અનુપમ પ્રેમ.!!!એ પછી સુદામા ને એમનો મૈત્રી પ્રેમ હોય કે પછી રાધા જોડે નો યુગલ પ્રેમ હોય, એ દ્રૌપદી ના સખા તરીકે નો વિશાલ પ્રેમ હોય કે, અર્જુન ના સારથી થઇ ગીતા ના જ્ઞાન ને આપનારો પ્રેમ હોય.!!કલ્યાવન ને પીઠ બતાઈ ભાગી જય રણછોડ થવાનો પ્રેમ હોય કે પછી ગંધારી ના દૂખી હૈયાનો શ્રાપ પર હસતા મોયે સ્વીકાર કરવાનો પ્રેમ હોય.!

શિવ પાસે થી તમને સમાધિ મળે, શિવત્વ મળે..!!બુદ્ધ પાસેથી તમને જ્ઞાન મળે, પરશુરામ પાસેથી તમને આદર્શ અને યુદ્ધવિદ્યા મળે, વામન પાસે થી તમને નિખાલસ પરંતુ જ્ઞાની બાળક મળે, રામ પાસે થી મર્યાદા અને મૌન મળે.!! પરંતુ કૃષ્ણ પાસેથી પ્રેમ કૃષ્ણ સાથે ને,કૃષ્ણ ને ફક્ત પ્રેમ જ થાય ને પ્રેમ જ કહેવાય.!!


એની સાથે તો છે ને મુક્ત મને લડી લેવાય, રિસાઈ જવાય, મસ્તી કરાય, વાતો કરાય.!!

મારાં પપ્પા પાસેથી વાત જાણેલી અમારે ત્યાં ગામ માં ને એક ઘરડા માજી રહેતા તેમની પાસે એક નાનકડો કાન્હો હતો.!!માજી ને એ બહુ જ વ્હાલો હતો.!!સવારે તેને પ્રેમથી ઉઠાડે, લાડ કરીને ને નવડાવે સરસ મજાના વાઘા પહેરાવી તૈયાર કરે બપોરે થાળ જમાડે પાછો થપકી આપી સુવડાવે ક્યારેક હસીને બોલાવે તો ક્યારેક પ્રેમ થી ઠપકારે.!!જ્યાં જાય ત્યાં સાથે જ લઇ જાય ને કોઈ પૂછે તો કહે, "અરે હજુ તો નાનો છે મારાં લાલાને અત્યારે એકલો ક્યાં મેકવો.!!"😄સમય જતા માજી ની ઉંમર વધુ ઢળતી ગઈ હવે કામ કાજ થતું નહીં એટલે એમના દીકરા સાથે રહેવા જતા રહ્યા.!વહુ બધું જ કરતી બસ એને માજી નો લાલો એટલે કે કાન્હો ના ગમે.!!એક દિવસ માજી ની તબિયત ખરાબ થઇ ગઈ એમને બધું એળે રાખી પથારી માં પડ્યા પડ્યા જ કીધું,"બહુ જરા લાલાને ઉઠાડી ને નવરાવી દે.!"વહુ બહુ જ ગુસ્સે થઇ છતાં ઘણી ની બીકે લાલો પકડી ને પલાળી દીધો કે લાલો એના હાથ માંથી લપસી નીચે પડી ગયો.!!માજી પથારી માંથી ઉભા થઇ ગયા તાકાત ન હોવા છતાં જેમ માં પોતાના બાળક માટે દોડે તેમ દોડી લાલાને ખોળે લઇ પમ્પાળવા લાગ્યા,"અરે વહુ આ હું કર્યું મારાં લાલાને વગાડ્યું, હાય હાય..!મારાં લાલાને કેટલું વાગ્યું.??"બોલતા લાલાને કેટલીક ચૂમીયો લઇ એને ખોળે લઇ બેસી ગયા.!વહુ થી સહન ન થતા ઘરવાળાને ફોન કરી દીધો કે માજી નો છોકરો આવ્યો તે કઈ બોલે તે પહેલા જ માજી એ કહી દીધું,"હાશ તું આઈ ગયો હેડ હેડ મારાં લાલાને ડૉક્ટર પાસે લઇ જવું છે જો તારી વહુ એ લાલાને પાડી દીધો એને વાગ્યું છે.!!"છોકરો અવાક બની જોવાલાગ્યો,"બા તું આ શું કેસે.? આતો કાન્હા જી છે એ પણ એમની મૂર્તિ એને થોડું લાગે ચલ છોડીને ખાવા બેસ.!"દીકરા યે માં ને મન બદલવા ઘણું કર્યું પર માજી તો જીદ લઇ ને બેઠા બે દિવસ કઈ ખાધું પીધું નહીં.!!આખરે દીકરા થી માં ની વેદના ન જોવાતા એક ડૉક્ટર ને સમજાવી પતાઈ લઇ આવ્યો.!!ડૉક્ટર આવ્યો કે માજી એ લાલાને ખાટલે સુવડાવી દીધો,"લો ડૉક્ટર મારાં લાલને ચેક કરો દવા દયો.!!"ડૉક્ટર એ માજી ને સમજવાની કોશિશ કરી, "જુઓ માજી આ માત્ર એક મૂર્તિ છે એ પણ પિતળ ની એને કઈ લાગે નહિ.!"માજી સમજવાને બદલે અવળા ફાટ્યા તે ડૉક્ટર સાથે ઝગડી પડ્યા,"લે, હાય હાય આ તો કઈ ડૉક્ટર સે જ નહીં આને કઈ નહીં આવડતુ તું જા બીજો ડૉક્ટર લય.!!"ડૉક્ટર એ ના મા માથું ધુણાવીને કાન મા સ્ટેથોસકોપ ભરાવી ચેક કરવાનું જ નક્કી કર્યું.!!જેવું એને કાન્હા ની છાતી પર લગાવ્યું કે,"ધક... ધક... ધક... ધક...!"ધબકારા સંભળાય ઉઠ્યા.!!ડૉક્ટર અવાક રહી ગયા.!!વિશ્વાસ ન આવતા ફરી મૂક્યું ફરી અવાજ સંભળાયો,"ધક... ધક..!!"થોડી વારે ડૉક્ટર ભીની આંખો એ માજી ને જોય બોલી ઉઠ્યો,"અરે માજી તમારો લાલો નહીં હું બીમાર હતો આજ સુધી બસ આજ ઠીક થઇ ગયો.!"માજી રાજી રાજી થઇ ઉઠ્યા. કે છોકરો ડૉક્ટર ની સામું જોઈ,"આશુ કહો છો તમે.!"ડૉક્ટર થોડું હસી ને,"એ જ કહું છું જે સત્ય છે.!"ત્યાં જ બહુ મોઢું મારોડી બોલી,"બધા ય ગાંડા ભેળા ત્યાં છે.!"ડૉક્ટર હસી ને બોલ્યો,"ઠીક કહ્યું ભાભી આજ કાલ આવા સાચા ગાંડા મળે છે જ ક્યાં.? સાચું કહું ને તો આ માજી નહીં આપણે બધા ગાંડા છીએ જે આ માજી ના ભાવ ને ના સમજી શક્યા અરે જે કૃષ્ણ મિત્ર ત્રેતા યુગ માં પ્રેમ અને સારથી બની આવી શકે. એ આ કળિયુગ માં ખરા ભાવ થી લાલો થઇ કેમ ના આવી શકે......!!"

જયારે પપ્પા એ મને આ વાત કહી તી ત્યારે મારાં માટે એક રમૂજ હતી પર સમય જતા સમજાયું કે ના ખરો પ્રેમ હતો એ માજી નો કે જેના કારણે કૃષ્ણ એમનો દીકરો થવા પણ તૈયાર થયા ખરો ભાવ હશે એ ડૉક્ટર નો જેને કૃષ્ણ એ પોતાના હૃદય ના ધબકારા સાંભળવા દીધા.!તમારા માટે આ વાત નો કયો દ્રષ્ટિકોણ છે.?? મને જણાવજો જરૂર.!!!બાકી આગળ વાત કરશું કૃષ્ણ વિશે 😄

ત્યાં સુધી....... જય શ્રી કૃષ્ણ 🙏🙏રાધે રાધે. 🙏🙏