Kaliyugna Yodhaa - 13 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | કળિયુગના યોદ્ધા - 13

Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

કળિયુગના યોદ્ધા - 13

ફ્લેશબેક : પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે વોર્ડબોયનો પીછો કરીને એને દારૂ પીવડાવીને હર્ષદ મહેતાના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે પુછપરછ કરતા કોઈ અસ્પષ્ટ નામ બોલી બેહોશ થઈ જાય છે. અને થોડી જ ક્ષણોમાં રોકી બહાર જતા જાણે કઈ થયું ન હોય એમ ઉઠીને કોઈને ફોન કરે છે , જે બુકાનીધારી જ હોય છે. હવે આગળ ..


ભાગ ૧૩ શરૂ


ડાન્સબાર માંથી બહાર નીકળતી વખતે લગભગ રાતના બે વાગી ગયા હતા મુંબઈનું ટ્રાફિક થોડું શાંત થઈ ગયુ હતુ અને ધીમો ઠંડો પવન વાય રહ્યો હતો આથી રોકી પોતાના ખિસ્સા ફંફોડવા માંડ્યા જેથી એ સિગરેટની કાઢીને પી શકે .

રોકી સિગરેટનું પાકીટ ગોતી રહ્યો હતો ત્યાં તેના હાથમાં કંઈક આવ્યુ ખિસ્સા માંથી કાઢી શુ છે,? તે જોવા લાગ્યો . ત્યાં એક વોલેટ હતું જેમાં રહેલા ક્લિનિકના આઇ.ડી. કાર્ડ પર નામ વાંચ્યુ . હિરેન જાધવ વોર્ડબોય - સીટી હોસ્પિટલ . આ એજ વોલેટ હતુ જે રોકીએ વોર્ડબોય સાથે ભટકતા સમયે ખિસ્સા માંથી કાઢી લીધુ હતુ અને એમાં જ રહેલા એન્ટ્રી પાસની મદદથી રોકી બારમાં દાખલ થયો હતો .

આ વિચારીને રોકી મનમાં હસવા લાગ્યો અને એના હાથમાં રહેલુ વોર્ડબોયનું વોલેટ રસ્તા ઉપર ફેંકી બીજા ખિસ્સામાંથી સિગરેટ કાઢી સળગાવી ગુજરાતી ગીતો સાંભળતો આગળ વધવા લાગ્યો.

ચાલતો ચાલતો જ્યાં એને પોતાની બુલેટ પાર્ક કરી હતી ત્યાં જવા ઉપડ્યો . આવતીકાલે કોઈપણ રીતે તે મહારાજ પાસેથી ઊંઘની દવા વિશેની માહિતી મેળવવાની હતી. રોકીએ બુલેટ સ્ટાર્ટ કરી અને ગિયર પાડી આગળ વધી રહ્યો હતો ત્યાં અચાનક કૈક યાદ આવતા ફરી ગિયર ન્યુટ્રલ કર્યો અને ફોન બહાર કાઢી કુમારને ફોન કર્યો

" ટ્રીન ...ટ્રીન.....ટ્રીન.....ટ્રીન......" કુમારના ફોનની રિંગ વાગી રહી હતી . કુમારે ઘડિયાળમાં સમય જોયો અને પછી રોકીનું નામ વાંચતા તરત જ ફોન ઉપાડયો

" રોકી...આટલી રાત્રે ..? બધુ ઠીક તો છે ? " આ સાંભળી રોકીએ પોતાની કાંડા ઘડિયાળમાં જોયું " ધતીરીકી ...બે વાગી ગયા છે .....સોરી કુમાર સવારે ફોન કરુ "

" ના..ના બોલ , આટલી રાત્રે ફોન કર્યો છે તો કૈંક ઈમ્પોર્ટન્ટ જ હશે બોલ કામ હતુ છે ? "

" સર , પેલી ઊંઘની દવા જે હર્ષદ મહેતાના શરીર માંથી અને જ્યુસના ગ્લાસમાં મળી હતી તે દવાનો ઉપયોગ હર્ષદ મહેતાના ઘરમાં જ કોઈક કરે છે અને મજાની વાત ખબર છે ...? "

" શુ...? " કુમારે પૂછ્યુ

" એ ઊંઘની દવાને એ**ટીક એ***ડ નામના કેમિકલ સાથે ભેળવતા તે નશાનું કામ કરે છે .... એક એવો નશો કે જે માણસને કલ્પનાની દુનિયામાં લઇ જાય છે ....."

" ઓ ભેણ** , આખી ઘટના છે શુ ? કાંઈ સમજમા જ નથી આવતુ , કદાચ ઘરનો કોઈ માણસ ... "

" હા કુમાર ,કદાચ ઘરનો જ કોઈ માણસ કદાચ આ દવાનો ઉપયોગ નશા માટે કરતો હોવો જોઇયે " રોકીએ કહ્યું

" બીજી કોઈ માહિતી ? " કુમારે પુછ્યુ

" ના , કાલે હુ હર્ષદ મહેતાના ઘરે કામ કરતા મહારાજને મળવા જવાનો છુ , કૈક માહિતી મળે તો જણાવુ છુ " રોકીએ કહ્યુ

" ઓકે , તો કાલે સવારે હુ વસંતવિલામાં જઈને તપાસ કરાવુ છુ . તારા અનુમાન મુજબ હવે એ વાત પાક્કી છે કે હર્ષદ મહેતાના ઘરનો જ કોઈ માણસ છે જે અનિન્દ્રનો શિકાર છે અથવા પોતાના નશા માટે આ દવાનો ઉપયોગ કરે છે "

" હા એવું જ કંઇક હોવુ જોઈએ . ઠીક છે સાહેબ , ગુડ નાઈટ " રોકીએ કહ્યુ

" ગુડ નાઈટ રોકી , એન્ડ ગુડ જોબ ડન , પ્રાઉડ ઓફ યુ "

" થેન્ક યુ સર " ફોન મુકાઈ ચૂકયો હતો . રોકી બંધ થયેલા બુલેટને ફરી કિક મારી આગળ વધવા લાગે છે .


●●●●●●●●●●○●●●●●●●●●●●●●●●●○●●●


ગઈકાલે રોકીએ બનાવેલ યોજના પ્રમાણે આજે રોકી ઘરના મહારાજ ને મળવાનો હતો અને કુમાર વસંતવિલાસમાં જઈને પેલી ઊંઘની દવાની તપાસ કરવાનો હતો .

વહેલી સવારથી રોકી જ માથે ટોપી અને કાળા ચશ્મા પહેરી હર્ષદ મહેતાના મકાનની બહાર ચક્કર લગાવી રહ્યો હતો . લગભગ સવારના નવ વાગ્યાની આસપાસ ઘરના મહારાજ હાથમાં થેલી લઈને બહાર નીકળ્યા. સફેદ ધોતી ઉપર સફેદ ઝબ્બો પહેર્યો હતો અને માથા પર એવીજ સફેદ ટોપી હતી . દેખાવમાં એકદમ સીધા સાદા ગુજરાતી બ્રાહ્મણ દેખાતા હતા . રોકીએ ફોન કાઢયો ઘરની બહાર નીકળેલ વ્યક્તિ મહારાજ જ છે તે વાત તપાસીને રોકી તેમની પાછળ ચાલતો ચાલતો પીછો કરી રહ્યો હતો .

સામેથી કુમારની જીપ આવી જેને પહેલા મહારાજ અને પછી એની પાછળ ચાલી રહેલા રોકીને જોયો આંખોથી જ અભિવાદન કરી વસંતવિલાસ તરફ આગળ વધ્યો અને રોકી પોતાના કામે વળગ્યો .

મહારાજ થોડીવારમાં એક માર્કેટમાં પહોંચ્યા અને ભાવતાલ કરીને શાકભાજી ખરીદવા લાગ્યા એમની પાસે જઈ રોકીએ પોતાના ખિસ્સા તપાસી એક કાર્ડ કાઢ્યું અને શાકભાજી લઈને પાછા જઇ રહેલા મહારાજ પાસે જઈને કહ્યું

" ઇન્સ્પેક્ટર રાજેશ સિન્હા મુંબઈ પોલીસ તમારી સાથે તમારા શેઠની હત્યા વિશે થોડા પ્રશ્નો પૂછવા હતા " બિચારા મહારાજ પોલીસનું નામ સાંભળીને જ ગભરાઈ ગયા .

" હા ...બો...બો.....બોલો ....બોલોને સાહેબ ..."

" ગભરાવવાની જરૂર નથી .... તમે જે કાંઈ પણ જાણતા હોય એ કહો બસ ...."

" હા ..હા પૂછો....પુછોને સાહેબ...."

" અમ... એક કામ કરીએ , સામે કેફે દેખાય એમા જઈને ચા પીએ અને શાંતિથી વાતો કરીએ "

●●●●●●●●●●●●●●●●○●●●○●●●●●●○●●●●

એક તરફ રોકી મહારાજને રસ્તાની સામેની બાજુએ આવેલા એક ભવ્ય કોફીશોપ પર લઈ ગયો અને બીજી તરફ કુમાર વસંતવિલાસનો તોતીંગ દરવાજો પાર કરી આગળ વધ્યો .

સાદા વસ્ત્રોમાં સજ્જ કુમાર પણ કોઈ રોમન શિલ્પની જેમ શોભતો હતો . પહોળા ખભા , કસાયેલ શરીર મજબૂત બાહુ અને શિસ્તબંધ ઔડાયેલા વાળ અને શર્ટ ઇન માં કૈક અલગ જ લાગતો હતો .

મુખ્ય દરવાજા બહાર ઊભેલા બે કોન્સ્ટેબલ કુમારને જોઈને તરત ઊભા થઈ ગયા અને સેલ્યુટ મારી. સામે કુમારે મોઢુ હલાવીને અભિવાદન કર્યું . પછી કુમાર દરવાજાથી અંદર પ્રવેશ્યો સવારનો સમય હોવાથી ડાઇનિંગ ટેબલ પર આખો પરિવાર ગોઠવાયો હતો અને સવારનો ચા નાસ્તો થઈ રહ્યો હતો આવા સમયે કુમાર ઘરમાં પ્રવેશ્યો .

" ઓહ લાગે છે ખોટા સમય ઉપર આવી ગયો છુ " કુમારે કહ્યું

" અરે ના ના એકદમ યોગ્ય સમયે આવ્યા છો , આવો સવારનો નાસ્તો કરવા " માયુરે કહ્યુ

" અરે ના ના હમણાં જ નાસ્તો કરીને આવ્યો , થોડી માહિતી મળી હતી . આ બાજુથી નીકળતો હતો તો લાગ્યું કે તમને મળતો જાવ તમે નાસ્તો કરી લો પછી આપણે વાત કરીએ "

" ઠીક છે .... કાકા , સાહેબને ચા આપો " અને મહારાજ સાથે કામ કરતા કાકા કુમારને ચા આપી ગયા .

ડાઇનિંગ ટેબલ પર આંટા મારતી કાળી કીડીએ લાલ કીડીને કહ્યું " જોયુ પાવર વસ્તુ શુ છે ...? "

" મતલબ ....? ખબર ન પડી " લાલ કીડીએ કહ્યુ

" મયુરે ઇન્સ્પેક્ટર કુમારને એમની જાતિ કે વર્ણ પૂછ્યા વગર પોતાની સાથે નાસ્તો કરવાનું આમંત્રણ આપ્યું , પોતે પીવે છે એજ કપ-રકબીમાં ચા આપી . જ્યારે એમના ઘરને સ્વચ્છ રાખતા કચરપોતા કરતા નોકરને માટે ચા-પાણી-નાસ્તા ના વાસણો પણ અલગ રાખે છે ..." કાળી કીડીએ કહ્યું

" વાત તો સાચી છે તારી . પૈસા-પાવર-રુતબાનું મહત્વ તો છે જ આ જગતમાં " કાળી કીડીએ કહ્યું

" હા એટલે તો કવ છુ કે અસમાનતા આસમાનને આંબી રહી છે , આનો એકજ ઉપાય છે વિનાશ અને સૃષ્ટિનુ નવનિર્માણ ..." કાળી કીડી બોલી રહી હતી ત્યાં વચ્ચે જ લાલ કીડી બોલી

" આગળ પણ કહ્યુ અને આજે પણ કહુ છુ , વિનાશને હજૂ હજારો વર્ષોની વાર છે . ફેલાઈ રહેલી આ ગંદકીને સાફ કરીને ફરી આ ભૂમિને અખંડ આર્યાવર્ત બનાવનાર યોધ્ધો મને મળી ગયો છે અને હુ એ કરી બતાવીશ "

" હા.. હ...હા.... પેલો કુમારનો બચ્ચો...? હર્ષદ મહેતાને તો બચાવી ન શક્યો આ સંસાર શુ બચાવી શકવાનો ? અને આગળ થનાર રક્તપાતથી પણ કુમારનો બચ્ચો કોઈને બચાવી નહિ શકે "

અહીં કાળી કીડી નકારાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે અને લાલ હકારાત્મકતા નું પ્રતિનિધિત્વ કરે છે .

લાલ અને કાળી કીડીની વાત પતી એટલી વારમાં મયુર નાસ્તો કરીને સોફા પર આવી ગયો હતો .મયુરે વાતની શરૂઆત કરી

" બોલો ઇન્સ્પેક્ટર , પિતાજીના કાતિલ વિશે શું માહિતી મળી છે ?

" આઈ એમ સોરી કે થોડી થોડી વારે તમારી પાસે આવું પડે છે અને ફરી એ ઘટના તાજી કરવી પડે છે પરંતુ આજે એક વાત જણાવવા આવ્યો છુ "

" હા હા બોલોને

" તો સાંભળો હર્ષદ મહેતાનું , સોરી અગેઇન બટ હર્ષદ મહેતાનું માથુ ધડથી અલગ કર્યા પહેલાં જ એમનુ મૃત્યુ થયુ હતુ અને એમના મૃત્યુનું સાચુ કારણ ગૂંગળામણ હતી.

એમના એસી સાથે કોઈ છેડછાડ કરીને કોઈ ઝેરી વાયુ એમના કમરામાં દાખલ કરાયો હતો . આ ઝેરી વાયુ એમના શ્વાસોશ્વાસમાં જતા ગૂંગણામણના લીધે તેઓ મૃત્યુ પામ્યા .

ઊંઘમાં ગૂંગળામણ થતા તેમની ઊંઘ ઉડી જવી જોઈતી હતી . પરંતુ એવુ ન થયુ કારણ કે જાણીજોઈને કોઈએ એમને ઊંઘની દવા આપી દીધી હતી . આના લીધે ઊંઘમાં જ ગૂંગળામણ થતા નિંદ્રાઅવસ્થામાં જ તેઓ મૃત્યુ પામ્યા અને પોતાને જ ખબર ન રહી ! હવે વાત એ છે કે શું ઘરમાં કોઈ આ દવાનો ઉપયોગ કરી રહ્યું છે કે કેમ "

આ વાત સાંભળી મયુર બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો , જાણે ઊંઘની દવાનું નામ સાંભળીને જ એમનુ હાડ થીજી ગયુ . આ એજ દવા હતી જેનો ફોટો કોઈ અજાણ્યા માણસે મયુરના ફોનમાં મોકલ્યો હતો અને બ્લેકમેલ કરી રહ્યો હતો . કુમારના પ્રશ્નનો શુ જવાબ દેવો ? મયુર તે વિચારી રહ્યો હતો

" હ...." હજી કઈ બોલવા જતો હતો ત્યાં એના ફોનની ઘંટડી વાગી " ટ્રીન....ટ્રીન......ટ્રીન...ટ્રીન......"

" સોરી ઓફિસરે ....આઈ હેડ ટુ ટેક ધીસ કોલ " ફોનની સ્ક્રિન પર નંબર જોઈને કહ્યું

"યસ ઓફ કોર્સ " કુમારે કહ્યું

" હા.... હા... હા... હા...... કેમ છો .... જુનિયર મહેતા .... ફોન યોગ્ય સમયે જ કર્યો છે ને ....? હા... હા... હા... હા...." એજ લુચ્ચુ હાસ્ય હતુ જેનો મયુરને ડર હતો .

" જી કહો....? " મયુરે ટૂંકો જવાબ આપ્યો

" પોલીસ જે દવાની વાત કરી રહી છે એ ક્યાં છે ? એનો ઉપયોગ કોણ કરી રહ્યુ હતુ ? અને અને શુ ઉપયોગ થઈ રહ્યો હતો ? એ બધુ તુ સારી રીતે જાણે છે ..... હા... હા... હા... હા..... વપરાયેલી ઊંઘની દવાની એક બોટલ કે જેના ઉપર તારા ફિંગર પ્રિન્ટ છે એ મારી પાસે જ પડેલી છે શું કુમાર ને મોકલી આપુ ? "

" નહીં...નહીં...." અચાનક મયુરથી રાડ પડાઈ ગઈ પછી કુમારની ઉપલબ્ધિ ધ્યાનમાં આવતા આગળ ધીમેથી વાત શરૂ કરી " બોલ , શુ ઈચ્છે છે ? "

" હવે કરીને મુદ્દાની વાત . દસ લાખ રોકડા સ્થળ અને જગ્યા થોડા સમય મા કહુ છુ "

" ઓકે " મયુર એ ફોન મૂકી દીધો .મયુરે ઉપાડેલા ફોનમાં કંઈક ગડબડ છે એવુ માલુમ પડતા કુમારે મયુરની રજા લીધી

" રજા લઉ છુ . મયુર , બસ આ દવા વિશે કોઈ જાણકારી મળે તમને અચૂક કહેજો . જો એ દવા વિશે કોઈ માહિતી મળી જાય તો અડધો કેસ તો ત્યાં જ સોલ્વ થઈ જશે "

" જી સાહેબ " આટલું કહી કુમાર બહાર નીકળ્યો અને મયુર ઓફીસ જવા નીકળ્યો .


( ક્રમશ )


હર્ષદ મહેતાનો કાતિલ કોણ હોય એવું લાગે છે . બુકાનીધારી ? મયુર ? બુકાનીધારીના માણસો ?

વાર્તા કેવી લાગો રહી છે ? તમારા અભિપ્રાય અચૂક આપજો