value of e in Gujarati Short Stories by Dharmista Mehta books and stories PDF | e ની કિંમત

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

e ની કિંમત

ટુંકી વાર્તા :- e ની કિંમત
 
 
વિદ્યા આજ ફૂલ ગુસ્સે હતી. તેનો ગુસ્સો પણ વ્યાજબી જ હતો. આ ' ઈ ' નામનો અક્ષર કે જે ભારેખમ શબ્દ જેવું કામ કરતો હતો. તેણે વિધાને હમણાં પરેશાન કરી મૂકી હતી. સવારે હજુ તો ઉઠી ત્યાં જ રસોડાં માંથી રાડ આવી કે આજ જરા તૈયાર થઈને જજે, ' ઈ ' સાથે જવાનું છે. એક તો તૈયાર થવું વિદ્યા માટે દુષ્કર હતું.તેને મન તૈયાર થવું એટલે એક ઢીલો ચોટલો , કપાળે નાનો ચાંદલો અને જેમાં કંફોરટેબલ રહી શકાય તેવું સિમ્પલ ડ્રેસિંગ.પણ આજ ' ઈ ' માટે જાણે 'સજના હૈ મુજે સજના કે લીએ.'.. જેવો ઘરમાંથી આગ્રહ હતો.પણ વિદ્યાએ તેમાં નમતું ન જોખ્યું. તે મનમાં વિચારતી હતી કે ભણતી ત્યારે તો value of e 2.7183 હતી.પણ મમ્મી એ સમજાવ્યું કે ' ઇ ' ની કિંમત તો અમૂલ્ય કહેવાય.અને તેના મંગેતરને 'ઈ ' કહેવાય ઇ પણ તેને હમણાં જ જાણ્યું. કૈંક અણગમા સાથે તે શાળાએ જવા તૈયાર થઈ. શાળાએ પહોચી ,જોયું તો 'ઇ - મેલ 'આવેલો હતો .બે દિવસ પછી શાળાના નવા મંજુર થયેલા ચાર ઓરડાંનું ' ઇ - ખાત મુહુર્ત ' છે.અને તે માટેની ' ઇ - મિટીંગમાં જોડાવાનું હતું. e- કોમર્સ,e- બિલ, e- ઇન્વોઇસ, e- ક્લાસ,e - લરનિંગ ... એવાં કૈંક ' ઈ ' વિશે જાણતી હતી. કોરોના કાળમાં આ 'e ' સાથેનો પરિચય ગાઢ થયો હતો.હવે તો કોરોના નથી ?? તો પછી તેની સાઇડ ઇફેક્ટ રહી ગઈ કે પછી બધે પહોચી વળવાની લાય માં આ ' e ' નો આટલો વિકાસ થયો !!?? જે હોય તે ,પણ આ e - ખાત મુર્હૂત વિશે પહેલીવાર સાંભળ્યું . સાથે સાથે મનમાં એક ધ્રાસકો પડ્યો કે ક્યાંક આ જેનાં જેના ' e - ખાત મુહૂર્ત છે,તે બધાં ના બાંધકામ તો ફિઝિકલ થાશેને??!!! કે પછી તે પણ ક્યાંક મેપમાં??!!! શાંત શાંત . મગજને મનમાં શાંત કરતાં બોલી.ત્યાં જ તેના ' ઈ ' નો ફોન આવ્યો.
"સોરી વિદ્યા ,આજ મારે કામ છે. આપણે નહિં મળી શકીએ." "ઈટ્સ ઓકે. આપણે e - મુલાકાત કરી લેશું."
"શું??"
"કંઈ નહિ .કંઈ વાંધો નહિ." આજ આ ' e ' હવે મગજ પર ચડી ગયો લાગે.એમ મનમાં બબડતાં બબડતાં ફોન મૂકી દીધો.e - મિટિંગ પૂરી કરી ઘરે જવા નીકળી.રસ્તામાં વિચારતી હતી કે આ 'ઈ ' એટલે શું ? એક આભાસ. જ્યાં સુધી નિર્જીવ વ્યવહાર માં તેનો ઉપયોગ થાય છે ત્યાં સુધી તો વાંધો નહિ.પણ જો જીવંત સબંધમાં પણ e - રિલેશન આવી જશે તો??? ભણતી ત્યારે વિજ્ઞાનમાં પણ આ e ( ઇલેક્ટ્રોન) ઋણ વીજભાર ધરાવે છે . તેવું શીખી હતી.ક્યાંક વિજ્ઞાનના e અને આ ' ઇ' ઇ બન્નેની કેમેસ્ટ્રી મળતી તો નથી આવતી ને ?? ક્યાંક આ ' ઈ ' પણ માઈન્સ ની જેમ વર્તવા લાગશે તો ???
એ વિચારમાં ઇ ખોવાઈ ગઈ.....