મકર સંક્રાંતિ ના 1 દિવસ પહેલાં મારા ઘર ના ધાબા ની સાફસૂફ શરૂ કરી નાખેલી, અને સંક્રાંત ની આગલે દિવસે અમે જઈએ બજાર માં પતંગ અને માંજો ખરીદવા અને એમાં પણ સંક્રાતિ ના આગલે દિવસે મારી માતા નો જન્મદિન એટલે મારા માટે બેય દિવસ (13 અને 14 January) યાદગાર રહે હમેશાં!! હું મારા માટે પતંગ અને ફિરકી ખરીદુ અને જિંજરા અને ચીકી તો પહેલા જ ઘરમાં આવી ગયા હોય છે. અને બીજો દિવસ એટલે એ મસ્ત આકાશ નું પર્વ, રંગીન દોરાઓ અને પતંગો ની જાણે રાસ ની રમઝટ જામી હોય એવી મહાન મકર સંક્રાંતિ નો તહેવાર, એ દિવસે ધાબું એટલે જાણે યુદ્ધ મેદાન બની ગયુ હોય છે તેમ - " એ લપેટ, લપેટ" " એ કપાયો પતંગ!!" ના આવજો જાણે યુદ્ધ માં બોલતા હર હર મહાદેવ ની સમાન ભાસે છે અને આ આભાસ માં વાગતો પીપૂડી ના આવજો શરણાઈ સમાન લાગે છે. એ ધાબા પર હર કોઈ પરિવાર પૂરો દિવસ રહે છે, અને પોતાના જીવનની ખુશી ની પળો વિતાવે છે. એ ધાબા ને એજ દિવસ માટે આટલું સરસ સાફ સૂફ કરી શણગારવામાં આવે છે, બાકીના બધા દિવસો એમ જ ધૂળ ખાઈ ને પડયું રહે છે. હા અઠવાડિયે એક વખત કોઈ ને કોઈ એ ધાબા ની મુલાકાત લેતું જ હોય છે અને મુખ્યત્વે એ મુલાકાતીઓ માં ઘરની ગૃહિણી જ હોય છે જે ધાબા ની સફાઈ કરવા આવે છે. બાકી પૂરો વર્ષ એ ધાબું સૂનમૂન એમ ને એમ પડી રહે છે, નથી કોઈ તેની સામું જોતું નથી કોઈ ત્યાં મુલાકાતે જતુ. ધાબું આપણાં ઘરનો અભિન્ન હિસ્સો છે આ એજ છે જે ચોમાસા દરમિયાન વરસાદ થી ઘરની રક્ષા કરે છે,જે ઘર પર ધાબું નથી અને ધાબા ના બદલે પતરા અથવા નળિયા છે તેમને ધાબા ની કિંમત ઘણી થતી હશે. ધાબું સંક્રાંત સીવાય પણ એક વખત બહુ કામ આવે છે, અને તે છે ઉનાળો! ધખધખતી ગરમી હોય, રાત્રે ઘરમાં રહી શકાય તેમ ન હોય ત્યારે ધાબા પર રાત્રીના સમયે કૈંક અલગ જ વાતાવરણ હોય છે, અરે એ રાત્રિ નો ચંદ્રમા અને તેની આસપાસ આવેલા વાદળો, અને એ ચંદ્ર માથી આવતો હળવો એવો પ્રકાશ (જો પૂનમ હોય તો), આકાશના ટમટમતા તારાઓ ની નીચે એટલે ધાબા પર પથારી પાથરી ને ઠંડક માં સૂવું એ જીવન ના પરમ સુખો માનું એક છે.!! ઘણા પરિવારો ઉનાળા દરમિયાન રાત્રે અગાસીમાં ભજીયા અને પકોડા નો પ્રોગ્રામ પણ રાખતા હોય છે, કેટલાક પરિવારો સ્પેશિયલ અગાસીમાં ચૂલા પર ભોજન બનાવીને જમવાનો કાર્યક્રમ રાખતા હોય છે. લોકડાઉન (May 2020) વખતે પણ ધાબા એ જ સામાજિક કાર્યક્રમો કરવા માટે જાગ્યા પૂરી પાડેલી, જેમાં બે પાડોશીઓ પોલીસ થી બચવા અને જમણવાર કરવા અગાશી માં ભેગા મળીને જમણવાર કરેલો, જોવા જેવી વાત તો એ છે કે તે લોકો ને ત્યાં પણ શાંતિ ના મળી, પોલીસ દ્વારા ડ્રોન મોકલવામાં આવ્યું તેમાં તે પરિવારો કેપ્ચર થઈ ગયા!! ધાબા પર તો ઘણી બધી હોરર અને થ્રિલર વાર્તાઓ તેમજ ફિલ્મો લખાઈ છે,જેમ બંધ ઘર માં ઉર્જા નથી હોતી તેવી જ રીતે ધાબું પણ ઉર્જાવિહીન થઈ ને પડયું રહે તેથી આ જ ધાબું હમેશાં થી માણસ ને ઝંખે છે તે હમેશાં થી માણસ ને તેની સુરક્ષા ની ધારણા પૂરી પાડે છે આમ ધાબું પણ ઘરનું અભિન્ન અંગ છે અને તે હમેશાં માણસ માટે સુરક્ષા નું વરદાન છે.