These are his wandering days - Part 2 in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 2

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 2

વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છે
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





પહેલા અંકમાં તમે કેટલાંક સંવાદો સાથે જોયું કે બાળક શું ઈચ્છે છે અને માતા પિતા એની પાસે શું કરાવે છે! એક નાનકડું બાળ કેવું અનુભવતું હશે જ્યારે એનાં તમામ મિત્રો રમતાં હોય અને એ માતા પિતાની અપેક્ષાઓનાં બોજ હેઠળ એક ક્લાસથી બીજા ક્લાસ જબરદસ્તી ફરતો હોય! પાછું એ જ મા લોકોને એમ કહેતી ફરે કે, "મને તો આને બધી જગ્યાએ લેવા મૂકવા જવામાંથી ફુરસદ જ નથી મળતી. કામ કરતાં કરતાં એની પાછળ જ દોડવાનું હોય! આવી માને મારે એટલું જ કહેવાનું કે એ બાળક પાછળ દોડાદોડ નથી કરતી, પોતાની જ અપેક્ષાઓ પાછળ દોડે છે.


એક શિક્ષિકા તરીકે હું માનું છું કે દરેક બાળકને કોઈક એક કળા તો આવડવી જ જોઈએ. ભણાવવામાં આવતાં દરેક વિષયો તો શીખવાના જ હોય છે, પણ સાથે સાથે જો કોઈ એક કળામાં બાળકને રસ હોય તો બાળક એનાં દ્વારા પોતાનું મગજ સક્રિય રાખી શકે છે. વ્યક્તિ જ્યારે પોતાને ગમતું હોય એવું કામ કરે ને ત્યારે એ અજાણતાં જ પોતાની જાતને માનસિક શાંતિ આપે છે. જો મોટા માણસની આ હાલત હોય તો કલ્પના કરો કે એક બાળકને એને મનગમતું કામ કરવા દેવામાં આવે કે જેનાં લીધે એની બૌદ્ધિક ક્ષમતા પણ વધી શકે તો એનો માનસિક વિકાસ કેટલો થાય???


બરાબર ને? પણ, સમાજની કરુણતા એ છે કે ક્યાં તો બાળકને માત્ર ભણવા પર પૂરતું ધ્યાન આપવામાં કહેવામાં આવે છે, ક્યાં તો એને એ પહોંચી પણ ન શકે એટલી બધી પ્રવૃત્તિઓમાં મૂકવામાં આવે છે. કળા શીખવી, કળામાં રસ દાખવવો અને જબરદસ્તી કળા કરાવવી એમાં બહુ મોટો ફરક પડે છે.


વેકેશન પડ્યું નથી ને બાળકોને દુનિયાભરનાં વિવિધ ક્લાસમાં મૂકી દેવામાં આવે છે. બાળકો વેકેશન માણી પણ શકતા નથી. કોઈ કરાટે ક્લાસમાં તો કોઈ સ્વીમીંગમાં, કોઈ સ્કેટિંગમાં તો કોઈ ડ્રોઈંગ ક્લાસમાં... અરે, કેટલા બધા વાલીઓ તો બાળકને કશું નહીં મળે તો અક્ષર સુધારવા માટેનાં ક્લાસમાં પણ મૂકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય બાળક તોય તેને સ્પોકન ઈંગ્લીશનાં ક્લાસમાં મૂકે છે અને ઘરે એ બાળક સાથે અંગ્રેજીમાં વાત કરવા જ કોઈ હોતું નથી! તો શા માટે આવી હોશિયારી મારવાની? જીવવા દો ને બાળકને! રમવા દો છૂટથી! વેકેશન બાળકનાં મગજને આરામ આપવા અને શરીરને ખડતલ બનાવવા માટે જ પડતું હોય છે.




આજકાલની મમ્મીઓ બાળકને એક નાનો ઘસરકો પડે તોય રઘવાઈ બની જાય છે. આવું બાળક ક્યારેય મજબૂત નહીં થાય. એ આખી જિંદગી નબળું જ રહેશે. જેણે ઠોકર નથી ખાધી એ પડ્યાં પછી ઉભા થતાં શીખી નહીં શકે. મેદાની રમતોથી તો બાળકો દૂર જ થઈ ગયા છે, સિવાય કે સ્કૂલનાં પીટીનાં તાસ દરમિયાન શિક્ષક મેદાન પર રમવા લઈ જાય.


હજુ ગામડાનાં બાળકો મેદાની રમતો સાથે સીધા સંકળાયેલા છે, પણ શહેરનાં બાળકો તો મોબાઈલ કે પછી મુવી થિયેટરમાં ચાલતી ગેમ્સમાં જ માને છે. બાળકને ઉંમર પ્રમાણે જ તાલીમ આપવી જોઈએ. હજુ તો એમનાં રમવાના અને હરવા ફરવાના દિવસો છે. બધી બહુ મોટી જવાબદારીઓમાં એમને નહીં મૂકવા જોઈએ. એમને ફરવા લઈ જાઓ અને એ જગ્યા વિશેની માહિતી જાણી લાવવા કહો. બાળક કંઈક શીખશે. જગ્યાનો આનંદ વધુ સારી રીતે માણી શકશે. બાકી તો મમ્મીઓ અને પપ્પાઓની જેમ માત્ર સેલ્ફી લઈને જ પ્રવાસ પૂરો કરશે!


એટલે, જો બાળકને ખરેખર ખીલવા દેવું હોય તો એને એની રુચિ પ્રમાણે આગળ વધવા દો. જબરદસ્તી તમારે એને જે બનાવવું છે એ નહીં બનાવો. એનાં હરવા ફરવાના દિવસો એને જેલના કેદી જેવો અનુભવ નહીં કરાવો. વેકેશનમાં હરવા ફરવા દો, મિત્રો સાથે મેદાની રમતો રમવા દો અને જો કોઈ પ્રવૃત્તિમાં ક્લાસ કરાવવા જ હોય તો બાળકને પૂછીને એણે જેમાં આગળ વધવું છે અથવા તો એને જે કરવું છે એવા ક્લાસમાં મૂકો.



આશા રાખું છું કે બંને ભાગ પસંદ પડ્યાં હશે.

વાંચવા બદલ આભાર🙏

સ્નેહલ જાની