The secret of heart, the feeling of love - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 2

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 2

 

કહાની અબ તક: સૂચિ અને પ્રભાત લગ્નથી થોડા દૂર બાઈક પર આવી જાય છે, સૂચિ પ્રભાતની ઉદાસીનું કારણ પૂછે છે તો જાણે છે કે એને કોઈ લવ કરે છે, પણ એને પ્રભાત લવ નહિ કરતો. ફ્લો માં એ બોલી જાય છે કે પોતે સૂચિ ને તો ક્યારેય લવ થયો જ નહિ તો સૂચિ ગુસ્સે થાય છે અને પૂછે છે કે બીજું શું શું તારી બેસ્ટી એ કહ્યું છે. બંને પ્રભાતની બેસ્ટી ના લગ્નમાં જ આવ્યા હતા. ખરી ધમાલ તો બંને નો વેટ ઘરે કરી રહી હતી!

હવે આગળ: "તું કેમ આમ અચાનક જ જતો રહ્યો હતો?!" ગીતા બહુ જ ગુસ્સામાં કહી રહી હતી. ત્યારે એ સમયે રૂમમાં બસ ગીતા, સૂચિ અને પ્રભાત જ હતા.

"અરે બાબા, અહીં મ્યુઝિક આટલું લાઉડ હતું તો રિલેક્સ થવા થોડે દૂર ગયા હતા." પ્રભાતે કહ્યું.

"જો પ્રભાત, હું કહી દઉં છું તને, હું આ લગ્ન નહિ કરું!" ગીતા એણે વળગી જ પડી. જાણે કે સૂચિ પણ સાથે જ છે એમ ને ભૂલી જ ગઈ હતી!

સૂચિ એ દૂરથી જ પ્રભાતને ઈશારો કરીને પૂછ્યું કે શું પેલી છોકરી આ જ છે તો પ્રભાતે એણે ના માં ઈશારો કરી દીધો.

જાણે કે એક અલગ જ પ્રકારની હાશ સૂચિ અનુભવી રહી હતી.

"હું તને બહુ જ મિસ કરીશ..." ગીતા કહી રહી હતી.

🔵🔵🔵🔵🔵

"ગીતુ દી, તને બહુ જ ચાહે છે..." બહાર ખુરશી પર બંને બેઠાં હતા ત્યારે સૂચિ એ પ્રભાતને કહ્યું.

"સૂચિ, એક વાતનો જવાબ આપ તો... તું મને કેટલું જાણે છે?!" પ્રભાતે પૂછ્યું.

"ઘણું જાણું છું... ઇન ફેકટ, લગભગ વધારે જ જાણું છું. આપને સાથે રહીએ છીએ, ઘણી વાર કોલ પણ કરીએ છીએ..." સૂચિ આગળ કહે એ પહેલાં જ પ્રભાતે કહી દીધું -

"કાલે આપને સાંજે કેફેમાં મળીએ... મારે તને એક બહુ જ જરૂરી વાત કહેવી છે..." પ્રભાતે કહ્યું અને ફટાફટ એનાં દોસ્તો સાથે ક્યાંય ચાલ્યો ગયો.

🔵🔵🔵🔵🔵

થોડીવાર પછી જ્યારે એ આવ્યો તો બધા વચ્ચે જ સૂચિ ને હાથથી પકડીને લઈ ગયો! બધા જ વિચારવા લાગ્યા, જોકે ખાસ કોઈની નજર એમની પર નહોતી એટલે એ લોકો બચી ગયા!

"છોડને યાર, શું વાત છે?!" સૂચિ એ કહ્યું.

"છોડું? છોડી દઉં?! જા! જા, તું! આઝાદ!" તૂટક તૂટક અને બેઢંગી એ એવી રીતે બોલ્યો જાણે કે એણે વાઇન ડ્રિંક જ ના કર્યું હોય!

"ઓય, આ શું પીને આવ્યો છે? તને ખબર છે ને મને આવું બિલકુલ નહિ પસંદ!" સૂચિ એ કહ્યું.

"મારે તને કઈક કહેવું છે..." પ્રભાતે ડાહ્યાં થતાં કહ્યું.

"એક તો બધા વચ્ચે મને આમ લઈ આવ્યો, લોકો ને કેવું લાગશે!" સૂચિ બોલી.

"શું લાગશે? જે લાગે એ! તું મારી છું!" પ્રભાતે હક કરતાં કહ્યું.

"હા, બાપા! તારી જ છું!" સૂચિ એ એણે નીચે બેસાડ્યો અને એનાં માથાને ખોળામાં લઈ લીધું.

"બસ આ જ તો સાંભળવું છે, યાર તારા મોઢેથી! બસ તું હોશમાં રહીને આવું બોલ!" સૂચિ એ કહ્યું અને પ્રભાતનાં વાળ પર હાથ ફેરવવા લાગી.

"નાનો હતો ત્યારે જ મમ્મી ગુજરી ગઈ. પણ બીજા બધા ને જ પોતાના કરી દીધા. કેટલા લાંબા સમયથી અમે પાડોશીઓ છીએ... પાડોશીઓ જ નહિ પણ એક ફેમિલી જ છીએ!" સૂચિ નાં હાથોમાં ના જાણે શું જાદુ હતો કે પ્રભાત ઊંઘી જ ગયો.

ઊંઘમાં પણ હજી પણ એ સૂચિ સૂચિ કહી રહ્યો હતો. સૂચિનાં એક કાથને હજી પણ એણે પકડી જ રાખ્યો હતો, નાનપણમાં જેમ એક નાનું છોકરું મમ્મીની આંગળી પકડી રાખે.

"ખબર નહિ, કઈ ચુડેલ એ મારા પ્રભાત પર જાદુ કરી દીધું છે! પહેલાં તો મારી સાથે સાથે જ રહેતો હતો!" સૂચિ એ કહ્યું તો એની એક આંખમાંથી એક આંસુ સરકી પડ્યું.

"હજી પણ તો તારી જ સાથે છું ને..." પ્રભાતે કહ્યું કે જાણે કે સૂચિ ને એવો આભાસ થયો! એ બીજી તરફ એકધારી જોઈ રહી હતી ત્યારે જ એક હળવો પણ વાસ્તવ અવાજ એણે સાંભળ્યો હતો!

શું થાય, જ્યારે પ્રભાત બધું જ સાંભળી રહ્યો હોય! જો એ અવાજ ખુદ પ્રભાતનો જ હશે તો! ચિંતાની ઘેરી લકીરો સુચીનાં કપાળે આવી ગઈ!

વધુ આવતા અંકે...

____________________
એપિસોડ 3માં જોશો: "ઓહ! લાવ હું છું ને..." કહી સૂચિ એનાં માથાને દબાવવા લાગી.

"મારો ઘરવાળો... મારી સાથે લગ્ન કરશે... જાણે કે ખરેખર મને એની જ ના બનાવી લીધી હોય!" સૂચિ થોડું હસી અને ખૂબ જ રડી પડી.

જાણે કે કોઈ બે દિવસથી ભૂખ્યું હોય અને કોઈ ખાવાનું એણે આપવાનો ડોડ કરી પોતે જ ના ખાઈ રહ્યો હોય આજે સૂચિ બિલકુલ એવું જ ફીલ કરી રહી હતી!