SAVAARNI CHAAHNA TEDTI SAMBANDHO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૩૯

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હાસ્ય લહરી - ૩૯

 

સવારની ચહાના ' ટેસ્ટી ' સંબંધો....!

કેટલીક વાત તો ભીંત ઉપર લખવા જેવી હોય..! (શિલાલેખ કરતાં ભીંત સસ્તી પડે. ) વાત જાણે એમ છે કે, મરઘાના ' કૂકરે કૂક ' થી સવાર પડતી નથી. અને સવાર પડે છે એટલે મરઘો કૂકરેકુક કરે છે એવું પણ કદાચ નહિ હોય. અને હોય તો કોઈ મરઘાને પૂછવા ગયા નથી. સવાર એની રીતે જ પડે એ વાત નેપીવાળા છોકરાઓ પણ જાણે.! મરઘાઓની આખી ફોજ પલંગ નીચે કેમ ના ઉતારી હોય, કોઈ ફરક નહિ પડે. કૂકરેકુકના તકિયા કલામમાં, મરઘાના ગળા બેસી જાય, પણ કુંભકર્ણનાં અવતારો પથારીનો ઉતારો નહિ છોડે. ઉઠવાની વાત તો દૂરની પણ, સૂતા સૂતા સુજની નીચેથી મોબાઈલમાં મેસેજ મોકલે, ' ગુડ મોર્નિંગ સર.! '
એક સરસ હસવા જેવો જોક છે. (જોક..હસવા જેવો જ હોય, ભોંચું..!) આજકાલ ભગવાન પણ મોડે સુધી ઊંઘ ખેંચે. વહેલાં ઉઠીને કરે પણ શું.? પ્રભાતિયાં કોઈ ગાતું નથી. મોબાઈલ ઓન કરીને ' ગુડ મોર્નિંગ ' ફરફરિયાં અને ફોટા જોતાં હોય. એ પણ વિચારે ને કે, વહેલાં ઉઠીને, બધાની રીંગટોન સાંભળવી એના કરતાં સૂતાં સૂતાં મંદિરના ઘંટનાદ નહિ સાંભળું..? "કરાગ્રે વસને લક્ષમી : કરમૂલે મા સરસ્વતી..!" ને બદલે હવે તો, "કરાગ્રે વસને એન્દ્રોઈડ, કરમૂલે તું વોટ્સેપમ, કર મધ્યે તું, ફેઈસબુકમ પ્રભાતે કર દર્શનમ.!" તમે જ કહો આવાને આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતીયા ફીટ થાય..? એના ભેજાંને કઈ રીતે ફ્રાઈ કરવાં કે, ભાઈ.. 'ગુડ મોર્નિંગ' ના બોંબ ફેંકવાથી, સામાવાળાની સવાર ક્યારેય સુધરતી નથી.! સવાર તો કકળાટ વગર ચાહ મળે તો જ સુધરે.! પણ આતો એવું છે કે, જેમ મરઘાને ' કૂકરે કૂક ' કરવાની ગલીપચી થાય. એમ પેલાને ' ગુડ મોર્નિંગ ' કહેવાથી જ ગલગલિયા થાય..! આ એક તકલાદી અને તકવાદી વ્યવહાર,,! બધી શ્રદ્ધાની થીયરી છે મામૂ..! ' આપણે ગુડ તો બધું ગુડ..! રાત હોય કે સવાર, સંભાળવાની તો આપણે જ ને મામૂ ..? આગલા દિવસે સારા કામ કર્યા હોય તો સારી સવારનું પ્રાગટ્ય થાય. બાકી ' ગુડ મોર્નિંગના ૧૦૦૮ જાપ કરવાં છતાં પણ ઘણાની સવાર તિરાડવાળી હોય..! સવારની પહોરમાં વાઈફના હાથની ચહા મળવી એ નશીબ કહેવાય. બધાંના નશીબમાં એવું નથી. બસમાં કે ટ્રેનમાં મહેનત કરીને ગોઠવાઈ જાવ તેમ, ગોઠવાય જવાનું. બંદાનું પ્રોમિસ છે કે, સૌ સારા વાના થશે. પણ લકઝરીની રાહ નહિ જોવાની. છકડા પણ હાથમાંથી છટકી જશે. કોઈની ચાહમાં ડાફોળિયાં મારવા તો જતા જ નહિ..! કારણ કે, એક બાજુ ઘરવાળી ઉકળતી હોય, એક બાજુ ચહા ઉકળતી હોય, અને બીજી બાજુ સૂરજદાદા ડોળા ફાડીને ઉકળતાં હોય. આટલાં બધાં ઉકળાટમા તમે ઉકળાટ વધારવા જાવ તો ઘર ઘણીયાણીનું મગજ ફાટે. ચાહ તો ઠીક ગરમ પાણીનું પવાલું પણ નહિ મળે. વાઈફના હાથમાં ' સાણસી ' નામનું અમોઘ સશત્ર, દેવ-દેવીઓના શસ્ત્રથી પણ ધારદાર હોય છે. એ ભૂલી નહિ જવાનું.!
આપણામાં તો ભાઈ કહેવત છે કે, ચહા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો. અથાણું બગડ્યું એનું વર્ષ બગડ્યું. અને જેની ઘરવાળી બગડી એની જીંદગી બગડી. આ ત્રણનો સ્વભાવ પાછો અલગ. , ચહા-દાળ અને વાઈફ, ત્રણેય બેઠાં બેઠાં જ ઉકળે. ચહા ઉકળે તો લાલ થાય, દાળ ઉકળે તો પીળી થાય ને વાઈફ જો ઉકળી, તો લાલ-પીળી થાય. ખૂબી પાછી એવી કે, આ ત્રણેય ઉકળે તો જ કલર પણ ઝામે.! એમાં જો પછી વાઈફ ઉકળી, તો સમઝી લેવાનું કે, આજે મેઘધનુષ રસોડામાં જ રચાવાનું છે. એટલે તો આજકાલ આ ' ગ્રીન ટી ' ની ફેશન માર્કેટમાં આવી છે બકા.! લોકો ભલે એને ' ગ્રીન ટી ' કહેતાં હોય, પણ હું તો એને ' ટી વિધાઉટ વાઈફ ' જ કહું .! ઘણાએ તો, ' ગ્રીન ટી ' આવ્યાં પછી, દેહ ત્યાગની બાધા લીધી હોય એમ, ચહા-ત્યાગ કરી દીધો.! " તમને શું લાગે છે....? આ બધી ચહાની રેંકડી એમની એમ વધી છે..? એક તો ' કિચ કિચ ' વગર ચહા પીવાનો આનંદ મળે, અને ધરાઈસુધ ઢીંચવા મળે..! જો કે કહેવાય લારીવાળા પણ, બંદૂકડા ચહા જ એવી બનાવે કે, એકવાર જો હોઠે લાગી, તો ભલભલા ઘરવાળાને ઘરવાળીની ચહામા ચૂંધી લાગે .! ચાહ સાથે જોડાયેલો માણસ વિશ્વ વ્યાપી બની જાય એ તમે ક્નયાં નથી જાણતા..? થી જાણતા..!
સવાર પણ ધીંગામસ્તી સાથે જ ઉજવવી જોઈએ. એ વખતે કોઈનું ગુડ મોર્નિંગ કામ નહિ આવે, પણ આપણી ગુડ વાઈફ જ કામ આવે..! સો ટચનું સોનું તે સો ટચનું. બજારમાં ચળકાટ વગરના દાગીના તો ઘણાં મળે. પણ તેમાં કેરેટ પણ ના હોય, અને કેરેક્ટર પણ ના હોય....! જે મઝા કકળાટવાળી ચહામાં આવે એ પેલી લારીવાળાની ચહામા નહિ આવે..! એના કપાળમાં કાંદા ફોડું..!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
-