Borrowing Debt - 5 in Gujarati Comedy stories by Mansi books and stories PDF | ઉધાર લેણ દેણ - 5

The Author
Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

ઉધાર લેણ દેણ - 5

માફ કરજો મિત્રો ઉધાર લેણ દેણ નો ૫ મો ભાગ આવા માં બહુ વાર લાગી.

ભાગ ૪ માં આપણે જોયુ હતું કે રામ ચાકુ લઈ આવ્યો ગિરીશ ભાઈ માટે એમને જે દુકાને થી લયી આવવા નું કહ્યું હતું ત્યાં થી. પરંતુ જ્યારે શીલા સાક સમારતી હતી ત્યારે તે અચાનક છટકી ગઈ અને તૂટી ગયી , આ વાત તેઓ રામ ભાઈ ને કહેવા ગયા કે દુકાનદાર એ તમને સસ્તી ચાકુ પકડાવી દીધી રામ ભાઈ એ કઈ પણ બોલ્યા વગર માફી માગી હવે આગળ જોઈએ.

આ બધું મીરા એ જોયું તેને રામ ને કહ્યું તમે એમને કઈ બોલ્યા કેમ નહિ તમારો કોઈ વાંક ન હતો તો પણ તમે માફી માંગી .રામ એ કહ્યું જવા દે ને મીરા તેમને કોણ સમજાવે. આગલે દિવસે શીલા પાછી મીરા ના ઘરે આવી . મીરા પોતાના ના જૂના ઘરેણાં કાઢી ને બેઠી હતી . શીલા અંદર આવી ને મીરા પાસે ગયી શીલા એ કહ્યું અરે વાહ મીરા બહેન તમારા ઘરેણાં તો બહુ સુંદર છે , મીરા એ કહ્યું ધન્યવાદ .શીલા એ કહ્યું કાલે મારે મારી એક દોસ્ત ની સગાઈ માં જવા નું છે શું હું તમારો આ મોતી નો હાર લય સકુ છું ( મસાલા અને ઘરવખરી ની વસ્તુ આજ સુધી માંગતી હતી શીલા ત્યાં સુધી ઠીક હતું પરંતુ મોતી નો હાર માંગતા પેહલા શીલા ને જરાય શરમ ના આવી😠). આ સાંભળી ને મીરા વિચારતી હતી કે કેવી રીતે ના પાડું , મીરા એ કહ્યું શીલા બહેન આ તો બહુ જૂનો હાર છે જોવો ને મોતી પણ ઘસાય ગયા છે આ તમને સારો નહિ લાગે એમ કહી મીરા એ શીલા ને ના પાડવા ની કોશિશ કરી પરંતુ શીલા એટલા માં સમજી નહિ તેને કહ્યું મને ચાલશે હાર સારો જ છે.

ના છૂટકે મીરા એ તેનો મોતી નો હાર શીલા ને દેવો પડ્યો. શીલા હાર લય ને જતી રહી રામ જ્યારે ઘરે આવ્યો ત્યારે મીરા એ આ વાત કરી ત્યારે રામ એ કહ્યું વાંધો નહિ પછી હાર લય લેજે, બીજે દિવસે શીલા હાર પેહરી ને તેની દોસ્ત ની સગાઈ માં ગયી પછી જ્યારે તે પાછી ઘરે આવી ત્યારે તે તેના ગળા માંથી હાર નિકાળવા ગયી અને એક મોતી તેના વાળ માં ફસાઈ ગયું તે જોર થી તેને કાઢવા ગયી એમાં મોતી નીકળી ગયું. તેની લાપરવાહી ના કારણે મોતી ના હાર માંથી એક મોતી નીકળી ગયું તેના કારણે હાર માંથી મોતી નીકળવા લાગ્યા. તો પણ તેને તેની ભૂલ સમજાઈ નઈ.

તે મીરા ને તે હાર આપવા ગયી ત્યારે તેને મીરા ને કહ્યું મીરા બહેન માફ કરજો તમારો આ હાર જૂનો અને નાજુક હોવા ના કારણે હું હાર નીકળવા ગયી ત્યારે એક મોતી નીકળી ગયું. શીલા ને જરાય શરમ ના આવી આ કહેતા પેહલા , મીરા ને આ સાંભળી ને ખુબ દુઃખ થયું પરંતુ તે શીલા ની સામે કઈ બોલી નહિ પરંતુ જ્યારે શીલા ગયી ત્યારે મીરા ની આંખ માંથી આસુ આવી ગયા કારણકે આ મોતી નો હાર મીરા ની માતા એ તેને મીરા ના લગન માં આપ્યો હતો. જ્યારે રામ ને આ વાત ની ખબર પડી ત્યારે રામ એ મીરા ને કહ્યું મીરા આવે દુઃખી ના થાઇસ જો જે થવા નું હતું તે થઇ ગયું હવે શું કરી શકીએ ,હવે આ લોકો ને સબક તો આપવો પડશે .

હવે મીરા અને રામ આ લોકો ને સબક શિખાડવા શું તરકીબ નિકાળશે તે ભાગ ૬ માં જોઈએ .અને આ વખતે ભાગ ૬ આવવા માં વાર નહિ લાગે😊