journey of kedarnath in Gujarati Travel stories by Aahuti Joshi books and stories PDF | કેદારનાથ એક સફર

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

કેદારનાથ એક સફર

કેદાર નાથ

સુશાંત સિંહ રાજપૂત નું મૂવી 2018 ની સાલ માં જોયું તે પેહલા 2013 ની વાસ્તવિક હોનારત ટીવી માં જોઇ, ત્યારે મન માં નક્કી કરેલું જે થવું હોય તે થાય આપડે તો કેદાર નાથ જવું જ છે બસ તે 2013 નો સંકલ્પ ફરી 2018 માં યાદ આવ્યો.. ફરી પાછું ગૃહસ્થી માં પડી ગઈ એટલે સંકલ્પ ભુલાય ગયો..
2022 સાલ ની શરૂઆત બધી રીતે સારી હતી, બસ મે મહિનામાં સાસુ સસરા એ સરપ્રાઈઝ આપી કે આપડે 2 જુન ચાર ધામ સાથે જઇએ છીએ, બસ ત્યાં પાછો સંકલ્પ યાદ આવ્યો અને ભય પણ લાગ્યો કે સમજ્યા વગર નો સંકલ્પ ક્યાંક મને ભારે નાં પડે...
મોતના ડર થી મેં ઘણી વાર પરિવાર ને વિનંતિ કરી મારે નથી આવું પણ પૈસા ભરી દીધા હતાં, એટલે હવે જે થાય તે આપડે જવું જ પડશે તેવું નક્કી કર્યું..
કહેવાય છે કેદારનાથ જાગૃત મહાદેવ છે કોરોના નાં બે વર્ષ સુધી લોકો એ લોક ડાઉન સહન કર્યું પછી આ પહેલી યાત્રા કોરોના પછી ની હતી જેમાં ખૂબ સંખ્યા માં લોકો ઉમટયા..
સોશિયલ મીડિયા થી લઈને દરેક ટીવી સુધી ચાર ધામ ની ચર્ચા હતી, જાણે કેમ ચકલી નું બચ્ચું ઈંડા માંથી બહાર નીકળી ને નવી દુનિયા જોવા જવાનું હોય તેમ લોકો નો ઘસારો ચાર ધામ માટે હતો.. એક શ્રદ્ધા હતી કે આવી મહામારી માંથી લોકો નો જીવ બચ્યો એટલે ભગવાન તરફ ની પ્રીતિ પણ વધી, એમાં પાછું અભીલિપ્સા નું ગીત "હર હર શંભુ " એ જાણે સેતુ જેવું કામ કર્યું,
એક ઉર્જા તરફ જવા દરેક લોકો પાગલ હતા અને બીજી તરફ માર મન માં ચિંતા, રોજ સમાચાર માં ઉત્તરાખંડ ની હોનારત ના સમાચાર આવતાં.. પણ શું કરીએ જવાનું નક્કી જ હતું..
આ તરફ અમારી ચાર ધામ યાત્રા શરૂ થઈ તેમાં યમૂનોત્રી અને ગંગોત્રી સફળ થઈ પણ અમારાં ટુર મેનેજર બોલ્યા હવે તમે કેદાર નાથ ની યાત્રા સરખી રીતે પૂરી કરી નાખો તો મારું જીવન ધન્ય થાસે.. બસ આ જ સાંભળવાનું બાકી હતું... હવે તો પિક્ચર શરૂ થવાની હતી, અમે હવે જામુ ફાટા પહોચ્યા ફૂલ એડવેન્ચર જેવી હોટલ અને ત્યાં રાત્રિ રોકાણ તે દરમ્યાન મને તાવ એંડ શરદી શરૂ થઈ..
રાત્રે એક વાગ્યે તૈયાર થઈ ને અમે બધાં સોનપ્રયાગ પહોંચ્યાં ત્યાંથી લાઇન શરૂ થાય ઘોડા અને પાલખી બૂક કરવાની અમે લગભગ 3 કલાકે ઘોડાં પર બેઠા લગભગ 5:30 મિનિટ અમારી યાત્રા શરૂ થવાની હતી, મારાં સાસુ તથા મારા દેવર નો ઘોડો અમારી પેહલા નિકળ્યો પછી હું મારા સસરા સાથે નિકળ્યા મારા પતિ અને દેરાણી સાથે તેમ બે બે નાં ગ્રુપ માં અમે યાત્રા શરૂ કરી..
શરૂઆત નાં ખરાબ રસ્તા એ મારો ડર વધાર્યો..
ઘોડા વાળા ભાઈ અમને સારી રીતે રાખતાં હતાં, ખરેખર પ્રાણી પર દયા આવે કે બિચારા ની કેવી દશા.. ગૌરી કુંડ પછી થોડાક રસ્તામાં સારા આવ્યાં, એટલે શાંતિ થઈ!!
ત્યાં ઘોડા વાળા એ કેદાર નાથ ની વાત કરી કે એ તો હઠી મહાદેવ છે તેની ઈચ્છા વગર તમને દર્શન નાં થાય.. ત્યાં ખૂબ ઘસારો છે અને મોસમ ખરાબ થતાં વાર જ નાં લાગે! તે બોલતો અને હું સાંભળતી થોડીક વાર અમે ક્યાંક રોકાયા અને ચા નાસ્તો કર્યો પછી ફરી પાછાં યાત્રા શરૂ કરી..
હવે ખતરો શરૂ થયો, નીચે જોવા જેવું હતું જ નહીં, જોઇએ તો પણ એવું લાગતું કે પડી ગયા.. એક બાજુ ભીડ એક બાજુ ઘોડા લપસવા લાગ્યાં, તે વચે 4km નું અંતર બાકી રહ્યું ત્યાં આંખ માં આસું આવા લાગ્યાં.. કેટલું બાકી છે ભાઈ? તેવાં પ્રશ્ન પૂછાય ગયો ત્યાં બોલ્યો બસ એક કલાક માં આપડે ઉપર પહોંચી જઇશું.
હવે ભાઈ નહીં બેસાય.. બસ દીદી હિંમત નાં હારો સારુ થાસે, એવું કહેતો પછી km વાંચવાનાં બંધ કર્યા અને મહાદેવ નું નામ શરૂ કર્યું..
મનમાં કહેતી હે ભગવાન આટલાં ઉપર બેસવાની શું જરૂર હતી..
બસ, ત્યાં 2km આવ્યું અને પેલાં ભાઈ એ ઉતાર્યા કીધું હવે ઘોડો આગળ નહીં જાય.. તમે ચાલી ને જાવ હું અને મારા સસરા ઉતર્યા અને પછી અમારા પરિવાર નાં બધા આવી ગયા એટલે હોટલ તરફ જવા નીકળ્યા, ત્યાં મને ઓક્સિજન ની પણ જરૂર પડી.. એક રાત નો ઉજાગરો અને મારી તબિયત ખૂબ બગડી રૂમ પર જઈ ને સૂઇ ગઈ.
સવારે પાંચ વાગ્યે હું અને મારા પતિ સાથે દર્શન માં ગયા ત્યાં લાઇન 4km સુધી હતી.. છતાં પણ વિચાર્યું કે પૈસા આપીને પહોંચી જઇશું પણ નાં થયું દરેક ને પોલીસ વાળા જવા દે બસ અમે જ રહી ગયા, પોલીસ વાળા એ છેલ્લે ધક્કો મારી દીધો..
પણ ત્યાં પેલાં ઘોડા વાળા ની વાત યાદ આવી ભગવાન હઠી છે.. તો હું પણ તેનું જ સંતાન છું ગમે તે થાય હું તમારાં દર્શન કર્યા વગર નહીં જાવ.. બસ ત્યાં પોલીસ વાળો ખુદ લેવા આવ્યો અને એ ક્ષણ જાણે એવું લાગ્યું કે ભગવાન તો છે જ.. બસ અંદર ગયા ત્યાં ભાવ ભીની નજરે ભગવાન નાં દર્શન કર્યા અને બહાર નિકળી ને પોલીસ વાળા નો આભાર માન્યો.. તેણે જાણે આકાશ માં જોઈ ને ઈશારો કર્યો કે બધું ઈશ્વર કરાવે છે આપડે નથી કરતાં..
બસ અહીં મારી ત્રીજાં ધામ ની યાત્રા પૂરી કરી સ્વર્ગ ની હવા અને મહાદેવ ની હાજરી મેં અનુભવી ત્યાં થી ઘરે આવ્યા પછી પણ તેનો નશો હજું ઉતર્યો નથી!! ત્યાં મેજિક પણ જોયું અને ટ્રેજીક પણ જોયું, ત્યાં શું છે ખબર નથી બસ કાયક એવું છે જે સમજાતું નથી.. જાણે કોઈ પડતાં બચાવતું હોય જાણે કોઈ મોહ માયા થી દૂર કરતું હોય, જાણે કોઈ તેનાં ખોળા માં બેસાડી ને વહાલ કરતું હોય કે જાણે મા ની જેમ હદય એ ચાપી ને બેઠું હોય.. ક્યાંક તો છે જ ત્યાં જેનો નશો હજુ ઊતરતો નથી કાંઈક તો શક્તિ છે જ.. બસ આ હતાં મારાં નાનપણ નાં સંકલ્પ નો હકીકત નો અનુભવ..
મારાં કેદાર નાથ નાં મેજિકલ દર્શન..