Premno Ahesaas - 17 in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 17

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પ્રેમનો અહેસાસ - 17

આપણે અગાઉ જોયું કે કાવ્યાનું લાઈવ ઈન્ટરવ્યુ થઈ રહયું હતું. અને પત્રકારે લાસ્ટ સવાલ પૂછે છે કે તમારી લાઈફ વિશે તમે શું વિચારો છો?આઈ મીન લાઈફ પાર્ટનર વિશે? હવે આગળ...


ઘરે માનસીબેન અને શરદ તથા મિસ્ટર શાહ પોત પોતાની ઓફિસમાં બેઠાં બેઠાં આ ઈન્ટરવ્યુ જોઈ રહયાં હતાં. શરદથી આ વાત એટલે છુપી રહી શકી હતી કેમ કે કાવ્યા કયારેય શરદને એની સાથે લઈ ગઈ ન હતી. ત્રણેય જણ આ સવાલ સાંભળી પુરેપુરા હલી ગયા હતા.

કાવ્યા એ જવાબ આપતાં કહયું,

"પ્લીઝ નો પર્સનલ સવાલ..હવે હું કોઈ જવાબ નહી આપું. એમ કહી ત્યાંથી એ જતી રહે છે. ઘરે આવતાં જ માનસીબેને કાવ્યાને હોલમાં જ ઊભી રાખી અને એને પાસે બોલાવી.

"કાવ્યા આ બધું શું છે?ત્યાં કોઈ જાણતું નથી કે તું અમારાં ઘરની વહુ છે?"

"ના મમ્મી. કોઈને નથી ખબર.અને જો પડશે તો મારી કેરિયર બરબાદ થઈ જશે?

"પણ કાવ્યા આમ કેમ ચાલે?કેટલાં લોકોએ એ ઈન્ટરવ્યુ જોયું હશે.જે આપણને ઓળખે છે એ કેવું વિચારતાં હશે?"

"મમ્મી તમારું પત્યું હોય તો હું જાઉં?"

એમ કરતી પગ પછાડતી કાવ્યા ચાલી ગઈ.માનસીબેન મનોમન બોલ્યાં.

"કાવ્યા હવે પહેલાં જેવી રહી નથી.કેટલી ઉદ્ધત અને ઘંમડી થઈ ગઈ છે. "

માનસીબેને શરદને વાત કરી..મિસ્ટર શાહે પણ વાત કરી..શરદે કાવ્યા સાથે વાત કરી પણ કાવ્યાને તો કોઈ ફર્ક જ પડતો ન હોય એમ વર્તવા લાગી.


કાવ્યા અને શરદ વચ્ચેની દૂરી રોજ ઘટવાને બદલે વધતી જતી હતી. રોજ બંને વચ્ચે ઝઘડા થવાં લાગ્યાં..પણ શરદ દર વખતે પ્રેમ આગળ હાર માની લેતો.કાવ્યાનું વર્તન ખૂબ જ ખરાબ બની ગયું હતું. ફેશન ઈન્ડસ્ટ્રીમાં એને નામ તો કમાય લીધું હતું પણ ઘરનાં સભ્યોની નજરમાંથી એ ઉતરી ગઈ હતી..શરદે પાંચ વર્ષ ભણવામાં કુરબાન કર્યા અને આ બીજા પાંચ વર્ષ કાવ્યાએ કેરિયર બનાવવાં બલી ચઢાવ્યા.

હવે શરદ મનથી થાકી ગયો હતો. હવે માનસીબેનની તબિયત પણ થોડી બગડતી રહેતી હતી. એક દિવસ શરદને પાસે બોલાવી વાત કરી.

"શરદ બેટા તું જાણે છે કે મારી તબિયત હવે સારી રહેતી નથી. તું અમારો એકનો એક દીકરો છે. મારી ઈચ્છા છે કે હવે તારો વંશ વધારનાર એક કૂળ દિપક આવી જાય તો સારુ.બેટા તારાં લગ્ન થયે પણ પાંચ વર્ષ થઈ ગયાં. હવે કયાં સુધી મને રાહ જોવડાવીશ?"

ત્યાંજ મિસ્ટર શાહ આવ્યાં.

"હા શરદ હવે જલ્દી અમને દાદા દાદી બનાવી દે. અમે અમારા પૌત્ર સાથે રમીશું ને એને રમાડીશું."

શરદે જોયું બંનેનાં મોં પર અજીબ ખુશી હતી.એને વિચારી લીધું કે આજે તો કાવ્યાનું એક પણ બહાનું હું નહી સાંભળુ.શરદ રુમમાં ગયો તો કાવ્યા ફ્રેશ થઈને ટુવાલથી એનાં ભીના વાળ કોરાં કરતી હતી. શરદે જઈને પાછળથી પકડી લીધી.

કાવ્યાએ જોરથી શરદની પકડ છોડાવી અને ગુસ્સામાં બોલી,

"શરદ તને ખબર છે ને મારે આખો દિવસ કેટલું કામ હોય છે? મને આરામ કરવાં દે પ્લીઝ. "

એમ કહી કાવ્યા શરદથી દુર બેડ પર બેસી ગઈ. શરદ એની જઈને બેસી ગયો. અને એનાં હાથને પકડી બોલ્યો.

"મારી મહારાણી દશ વર્ષથી આરામ તો કરો છો. હજી કેટલો કરવો છે?"

"શરદ તું હમણાં ચૂપ થઈ જા અને સૂઈ જા.મને પણ સૂવા દે."

"કાવુ આપણે ફકત આપણી સુહાગરાતે મળ્યાં ત્યાર પછી તો...."

"શરદ આ તું શું લઈને બેસી ગયો છે? મને થાક લાગ્યો છે.સુવા દે."

"કાવ્યા તને કયારેય મારી જેમ કંઈ ફીલ નથી થતું?તારો સાથ પામવા હું પળ પળ તરસું છું. અને તને તો કંઈ ફરક જ નથી પડતો."

"શરદ હવે તું બસ કરીશ?"

શરદ પાછો કાવ્યા પાસે ગયો અને કાવ્યાને પકડીને કીસ કરવાં જતો હતો ને કાવ્યાએ જોરથી ધક્કો મારીને શરદને દુર કરી દીધો."

આ વખતે શરદને ખુબ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો.

"કાવ્યા તને મારી ફીલીંગની કોઈ કદર છે કે નહિ? તું મને પ્રેમ કરે છે કે.....?"

"મને નથી ફરક પડતો...બસ ખુશ?સાંભળી લીધું?અને મને તારાં કરતાં પણ મારી કરિયર વધારે વહાલી છે."

હવે શરદનો પિત્તો ગયો અને કાવ્યાના ગાલ પર એક ચડચડાતો થપ્પડ મારી દીધો.

"કાવ્યા હવે હદ પાર કરી દીધી તે.અત્યાર સુધી હું ચુપચાપ બધું સહન કરી લેતો હતો પણ હવે નહિ."

"તો શું કરીશ તું શરદ મને મારીશ? કે ડિવોર્સ આપી દઈશ?"

"તારી ઈચ્છા એની છે તો વાંધો નહિ હું પૂરી કરી દઈશ.કાલે જ. "

"હું પણ સિગ્નેચર કરી દઈશ.મને પણ આ બંધન ગમતું નથી."

શરદ આખી રાત સુઈ ના શકયો.સવાર પડતાં જ એને વકીલને ફોન કર્યો અને ડિવોર્સ પેપર તૈયાર કરાવ્યાં. બે કલાકમાં આપી જવાં કહયું.

બધાં સવારનો નાસ્તો કરવાં બેઠાં હતાં. અને શરદ બોલ્યો.

પપ્પા તમે ઓફિસ થોડાં મોડાં જજો. મારે એક ખાસ કામ છે. "

"શું કામ છે શરદ?"

"બસ થોડી વારમાં તમને ખબર પડી જશે."

કાવ્યા પણ ત્યાં જ હતી.નાસ્તો કરી બધાં હોલમાં જ બેઠાં હતાં અને ડોરબેલ વાગી.માનસીબેન દરવાજો ખોલવા ગયા.

"હેલો મિસ્ટર શરદ..લો તમારાં પેપર."

"હા લાવો.બેસો ને"

વકીલ બેસે છે. શરદ પેપર બહાર કાઢે છે. કાવ્યાને બોલાવે છે. પહેલાં પોતે સહી કરી લે છે.


"કાવ્યા,શરદ આ શાના પેપર છે?કંઈ વાત તો કરો."

"પપ્પા હું કાવ્યા ને ડિવોર્સ આપું છું. "


શું કાવ્યા અને શરદના ડિવોર્સ માનસીબેન અને મિસ્ટર શાહ થવા દેશે?શું ખરેખર બંને છુટ્ટા પડી જશે?


જાણવા માટે બન્યાં રહો મારી સાથે.... આ શાનદાર સફરમાં.....તો મળીએ બહું જલ્દી..