One unique biodata - 2 - 10 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૦

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૦

દેવને જસુબેન સાથે વાત કરતા કરતા અગિયાર ક્યારે વાગી ગયા એનું માં-દિકરામાંથી એક પણને ભાન ન રહ્યું.દેવ નાના બાળકની જેમ એની મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂતો હતો.દેવના માથા પર હાથ ફેરવતા જસુબેન બોલ્યા,"દેવ,હવે રૂમમાં જઈને સુઈ જા.અગિયાર વાગી ગયા છે.કાલ ઓફીસ પણ જવાનું હશે ને"

"તને ઊંઘ આવી છે?"દેવે જસુબેનને પૂછ્યું.

"ના"

"તો બેસવા દે ને થોડી વાર.ઘણા દિવસે મન શાંત હોય એમ લાગે છે"

"કેમ,આમ શાંત નથી રહેતું?,કંઈ પ્રૉબ્લેમ છે?"

"ના ના,બસ વર્ક લોડ છે"

"તો થોડો બોઝ ઓછો કરી લે ને.કોઈ સારા માણસને શોધી થોડી જવાબદારી એને સોંપી દે"

"મમ્મી,હવે મને કોઈના પર ભરોસો નથી રહ્યો"

"કોઈ એકના ભરોસો તોડવાથી બધાને સજા ન આપવી જોઈએ.બધા માણસ સરખા નથી હોતા"

"હમમ"

"તું નિત્યાને પણ પાર્ટનર બનાવીને એને આપણી ઓફીસ જોઈન કરવાનું પૂછી જો.એ બધું જ કરી શકે"

"એ બધું જ કરી શકે.ઇવન મારાથી પણ સારી રીતે.એ સુપર વુમન છે પણ મારે એને આ વિશે નથી પૂછવું"

"કેમ,તને એના પર પણ ભરોસો નથી?"

"વાત એમ નથી મમ્મી.નિત્યાને જે કામમાં ખુશી મળે એ જ એને કરવું જોઈએ જે એ કરી રહી છે.એમાં એ ખુશ છે.હું મારી જવાબદારી ઓછી કરવા માટે એને બોઝ નથી આપવા માંગતો"

"વાહ!,તને એની ખુશીની બહુ પરવા છે"

"હોય જ ને.એ મારી જવાબદારી છે"

"બસ ફક્ત જવાબદારી?"જસુબેનને વાત પર ભાર મૂકીને પૂછ્યું.

"હા,એને ખુશ રાખવી એ મારી જવાબદારી છે"

દેવનો જવાબ સાંભળી જસુબેન નિરાશ થઈ ગયા.એવું ન હતું કે જસુબેનને પહેલા આ વાતની જાણ ન હતી પણ જસુબેન દેવના મનની એ વાત પણ જાણતા હતા જેનો દેવને પોતાને પણ અહેસાસ ન હતો.કે કદાચ અહેસાસ હતો પણ દેવ સ્વીકારવા તૈયાર ન હતો.જે હશે એ પણ જસુબેનને એક વાતની તસલ્લી હતી કે એ બંને એકબીજાની સાથે તો છે.

"શું તમારી વાતો પતી ગઈ હોય તો અમે અંદર આવી શકીએ?"નિત્યાએ જસુબેનના રૂમની બહારથી જ પૂછ્યું.

"હા આવોને"

કાવ્યાએ દેવ અને જસુબેનના મોઢા જોઈને પૂછ્યું,"કોઈ સિરિયસ વાત તો નથી ને?"

"કાવ્યા..........."નિત્યા કાવ્યાની સામે આંખ કાઢતા બોલી.

"અરે પૂછું છું ખાલી"

"મેં તને હમણાં શું કહ્યું,તારા કામની વાત ન હોય એમાં તું ના પડે"

"ઓકે...ઓકે....સોરી"

"ચલો બધા સુઈ જાવ હવે"જસુબેન બોલ્યા.

"મમ્મી,ધિસ ઇસ નોટ ફેર.આ મારી જગ્યા છે"દેવને જસુબેનના ખોળામાં ઊંઘતો જોઈ નિત્યા ચિડાઈને બોલી.

"ઓ ભાઈ......આ મારી મમ્મી છે હો"દેવ નિત્યાની વાત કાપતાં બોલ્યા.

દેવ અને નિત્યાની આ મીઠી ખટપટ સાંભળી જસુબેન અને કાવ્યા એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.કાવ્યા તો એકીટશે દેવ અને નિત્યા સામે જોઈ રહી.કાવ્યાને આમ ઘુરતા જોઈ નિત્યા બોલી,"તું શું કામ દાંત કાઢે છે?"

"મજા આવે છે.હજી ઝગડોને"

"ચૂપ"

"નિત્યા,ચાલ મને સોફામાં સરખું કરી આપને"દેવે નિત્યાને કહ્યું પણ નિત્યાને કઈ ખબર નહોતી પડી એટલે નિત્યાએ રીએક્ટ કરતાં કહ્યું,"શું......સોફા?"

દેવે નિત્યા સામે ઈશારો કરતા કહ્યું,"હા,મને રાત્રે કમરમાં તકલીફ થાય છે તેથી મને ડોક્ટરે કાઉચ પર કે સોફામાં સુવાનું કહ્યું છે"

"અરે હા,હમણાં કરું.હજી ઊંઘવાની ઘણી વાર છે"

"બસ હવે જઈશું જ ને,મમ્મીને ઊંઘવા દો હવે"

"ના,તમે અત્યાર સુધી બેસ્યા ને.હવે થોડી વાર વધુ બેસો"

સોફા પર સુવાની વાત સાંભળી કાવ્યાના મનમાં જે સવાલો થતા હતા એના જવાબ એને મળી ગયા.નિત્યા અને દેવને પણ ખાતરી થઈ ગઇ કે હવે કાવ્યા કોઈ સવાલો નઈ પૂછે.સાડા અગિયાર થઈ ગયા હતા.નિત્યાએ બધાને વાતોમાં ગૂંચવાઈને પોણા બાર વગાળ્યા.થાકેલો દેવ ઉભો થતા બોલ્યો,"હવે ચલો યાર,મારે સવારે વહેલા મીટિંગ છે"

"દેવ પ્લીઝ થોડી વાર બેસો,હું હમણાં જ આવું"

"પણ કેમ?"

"તમે બધા બેસોને.હું બસ હાલ જ આવી"કહીને નિત્યા બહાર ગઈ.

"નિતુની તબિયત તો બરાબર છે ને?"

"કાવું....."જસુબેન કાવ્યાને ટોકતા બોલ્યા.

"નીતુ આમ અડધી રાત્રે.......આઈ થિંક કોઈ સરપ્રાઈઝ હશે"

"પણ શેની સરપ્રાઈઝ?"

"નિત્યા આમ અવારનવાર સરપ્રાઈઝ આપતી રહે છે"

"મને તો કંઈ ખબર નથી એ વિશે"

"પપ્પા તમે ઘરમાં હોય તો ખબર પડે ને"કાવ્યા જલ્દી જલ્દીમાં બોલી ગઈ પણ એને લાગ્યું આ નહોતું બોલવું જોઈતું એટલે એને કહ્યું,"સોરી....ફ્લો ફ્લોમાં નીકળી ગયું"

નિત્યા દરવાજો ખોલીને અંદર આવી.એની હાથમાં બોક્સ હતું.બોક્સ સામે પડેલ સ્ટુલ પર મૂકીને ખોલ્યું અને બોલી,"હેપ્પી બર્થડે દેવ"

"હે,આજ મારો બર્થડે છે"દેવ જસુબેનના ખોળામાંથી ઉભો થતા બોલ્યો.

"અલ્યા હા,આજ તો તારો જન્મદિવસ છે દેવ.જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ બેટા તને"જસુબેન યાદ કરતા બોલ્યા.

"થેક્યું સો મચ મમ્મી"દેવ જસુબેનને પગે લાગતા બોલ્યો.

"મેની મેની હેપ્પી રીટર્ન ઓફ ધ ડે,હેપ્પી બર્થડે પપ્પા"કાવ્યાએ દેવને હગ કરતા કહ્યું.

"થેંક્યું બચ્ચા"

"ચાલો જલ્દી જલ્દી કેક કાપો"

દેવ કેક કાપીને સૌથી પહેલા જસુબેનને ખવડાવવા ગયો.જસુબેન હસ્યા અને એમણે દેવનો કેક પકડેલો હાથ પકડી નિત્યા તરફ આગળ વધાર્યો અને બોલ્યા,"પહેલો હક આનો છે.આપણામાંથી કોઈને પણ તારો જન્મદિવસ યાદ નહોતો પણ નિત્યાને યાદ હતો"

"હા,વાત તો સાચી છે મમ્મીની"કહીને દેવે નિત્યાના મોઢા તરફ કેકનો ટુકડો આગળ કર્યો.

"ભલે ગમે તે હોય પણ તમે કેક તો પહેલા મમ્મીને જ ખવડાવો"નિત્યાએ દેવનો હાથ પાછો જસુબેન તરફ કરતા કહ્યું.

"આ બધું શું ચાલી રહ્યું છે?"કાવ્યા અકળાતા બોલી.

"શું?"નિત્યા અને જસુબેને એકસાથે કાવ્યાને પૂછ્યું.

"તમારે બંનેને ના ખાવી હોય તો ખસો અહીંયાંથી.મને ખાવા દો"કાવ્યાએ કહ્યું.

"હા બેટા,તું જ લે.નહીં તો આ બંનેના ચક્કરમાં આમ ને આમ રાત નીકળી જશે"દેવ કાવ્યાને કેક ખવડાવતા બોલ્યો.

કાવ્યાએ કેક ખાઈને કહ્યું,"વાવ યાર,આટલી ડિલિસિયસ કેક મેં પહેલા ક્યારેય નથી ખાધી.લો પપ્પા તમે પણ ટેસ્ટ કરો"

કાવ્યાએ દેવને ખવડાવી.દેવ કેક ખાઈને નિત્યા તરફ જોઈને કહ્યું,"ખરેખર,બહુ જ સરસ છે"

"ક્યાંથી ઑર્ડર કર્યો?"કાવ્યાએ પૂછ્યું.

"ક્યાંયથી ઓર્ડર નથી કર્યો"દેવ બોલ્યો.

"મતલબ?"કાવ્યાએ પૂછ્યું.

"કેક નિત્યાએ બનાવી છે"

"લાવ હવે જલ્દી મને ખવડાવે"જસુબેન બોલ્યા.

"હા"

દેવે જસુબેનને કેક ખવડાવી.

"હા,દેવની વાત સાચી છે.કેક નિત્યાએ જ બનાવી છે.આજ પણ એ જ સ્વાદ જે પહેલા હતો"

"ઓઓઓ......હાઉ રોમેન્ટિક પપ્પા.આજ પણ તમને નીતુની બનાવેલ કેકનો સ્વાદ યાદ છે"

"નિત્યાની કેક મને કોઈની યાદ કરાવે છે"દેવ ઊંડા વિચારોમાં ખોવાતા મનમાં બોલ્યો.

"ચલો હવે જેને બનાવી છે એને તો ખવડાવો"કાવ્યાએ દેવને નિત્યાને કેક ખવડાવવા માટે કહ્યું.

"હા સ્યોર"

દેવ નિત્યાને કેક ખવડાવે એ પહેલાં નિત્યાએ દેવને કેક ખવડાવી અને બોલી,"વિશ યૂ અ વેરી વેરી હેપ્પી બર્થડે"

"થેંક્યું સો મચ"કહેતા દેવે પણ નિત્યાને કેક ખવડાવી.

"ચાલો બધા સીધા ઉભા રહી જાવ મારે સેલ્ફી લેવી છે"કાવ્યાએ કહ્યું.

"પણ આવા કપડામાં?"જસુબેને કહ્યું.

"ના,એક કામ કરો.તમે નવા કપડાં પહેરી આવો.અને હા...મેકઅપ કરવાનું ના ભૂલતા હો"

"ચાલ ચાલ હવે વાયડી.ટોન્ટ ના માર"

દેવ સેલ્ફીમાં નહોતો જોડાતો પણ કાવ્યાએ એને ફોર્સ કર્યો તેથી દેવ પણ બધાની સાથે આવ્યો.

"ચાલો હવે ઉતાવળ કરતા હતા ને ઊંઘવાની"નિત્યાએ દેવને કહ્યું.

"હા,મમ્મી જય શ્રી ક્રિષ્ના.કાવ્યા બેટા બાય,ગુડ નાઈટ તું પણ સુઈ જા"

"હા પપ્પા,જય શ્રી ક્રિષ્ના.ગુડ નાઈટ"

*

દેવ સોફામાં ઊંઘવા જ જતો હતો ત્યાં નિત્યા બોલી,"આજ મારો ટર્ન છે સોફા પર ઊંઘવાનો"

"હું સુઈ જાઉં છું.કારણ કે જો કાવ્યા જોસે તો......"

"થેંક્યું દેવ.તમે વાતને સંભાળી લીધી.જો તમે એમ ના કહ્યું હોત તો એ મને રોજ પુછત"

"એમાં શું થેંક્યું.એતો મારી ફરજ હતી.ઇવન થેંક્યું ફોર કેક એન્ડ મારી બર્થડે યાદ રાખવા બદલ"

"એમાં શું થેંક્યું.એતો મારી પણ ફરજ છે"

"આ ટોન્ટ હતો?"

"સુઈ જાવ,ગુડ નાઈટ"નિત્યા આટલું કહીને બેડ પર સુવા જતી રહી.સુતા સુતા મનમાં વિચારી રહી હતી કે,"શું મારા પ્રેમને દેવ ક્યારેય નહીં સમજી શકે?.હું શું કરવા આવી આશા રાખું છું.વર્ષો પહેલા તો પોતે જ નક્કી કર્યું હતું ને કે પોતે નિશ્વાર્થ જ પ્રેમ કરશે.કોઈ જ અપેક્ષા નઈ રાખે તો પછી થોડા થોડા સમય કેમ આમ મગજ ફેરવવાના વિચારો કરીને પોતે દુઃખી થાય છે.સોરી દેવ મેં મારા પ્રેમને ફરજનું નામ આપ્યું.કદાચ તમને પણ ખબર જ છે.તમે જાણી જોઈને રીએક્ટ નથી કરતા.કાઈ વાંધો નહીં નિત્યા ચલ સુઇ જા.જિંદગી છે હાઇલા કરે બધું"

આ બાજુ દેવ પણ વિચાર કરતો હતો કે,"નિત્યા કેટલું વિચારે છે મારા માટે.ફક્ત મારા માટે નહીં પણ બધાના માટે.જે નિત્યા ક્યારેય જૂઠું નહોતી બોલતી એ નિત્યા આજે કાવ્યાની તસલ્લી માટે મારા જુઠમાં સાથ આપે છે.હું ક્યારેય એના માટે આટલું નહીં કરી શકું અને એટલે જ કદાચ મારી આ ફરજ અને જવાબદારીની પીપુડી તમારી આગળ વગાડતો રહું છું.કારણ કે હું તમને એવી કોઈ આશામાં પરોવવા નથી માંગતો જેને હું મન મારીને પુરી કરું.કેમ કે એમાં ના હું ખુશ રહી શકીશ કે ના તમને રાખી શકીશ.આઈ એમ સોરી નિત્યા એન્ડ થેંક્યું સો મચ ફોર એવરીથિંગ"