The path of truth is Surah in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સત્યનો માર્ગ સુરાનો

Featured Books
Categories
Share

સત્યનો માર્ગ સુરાનો

//સત્યનો માર્ગ સુરાનો//

પ્રબોધ અને સુબોધ બે અમીર માતા-પિતાના દિકરા ગયા. પ્રબોધ તેમાંનો એક જે જેના ખરાબ સંગતના મિત્રોને કારણે કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. જેના પરિણામે એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ સુબોધ તે એક સફળ બિઝનેસમેન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ મોખરાનું માન સન્માનહતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.

સોસાયટી તેમજ સમાજમાં ઘણાને આ બાબતની ખુબજ નવાઈ લાગત હજી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને બંને ભાઈઓ એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો તફાવત હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’

રહસ્યનો તાગ મેળવવા માટે પ્રયાસ કરનાર મનહરભાઇ નામની વ્યક્તિ ને પ્રબોધે જવાબ આપ્યો બીજું કોઇ નહીં પણ કે, ‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ ખરાબ સંગતે ચડીને નશાનો બંધાણી બની જનાર પ્રબોધે જવાબ આપ્યો, આપને જો હું જણાવું કે જે પોતે એટલે કે, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. જેઓ પોતે પણ દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માતાને મારતા હતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમને પણ ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ કાંઇ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’

સુબોધે જણાવ્યું બીજું કોણ હોઇ શકે ? મને જન્મ આપનાર મારા જન્મદાતા તે ‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર તે મનહરભાઇ ને ખુબજ નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારા માટે તમારા પ્રતિષ્ઠિત જીવન માટે પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’

અરે ! એમ જ છે. સાચું કહું છું તો. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો,મારા નાનપણના એ વિચારોને પરિણામે આજે એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’ પૂછવાવાળા માણસ મનહરભાઇ ને એની વાત પણ બિલકુલ સાચી લાગી !

બહુજ સાચી અને સત્ય વાત ગણીએ તો, દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

-------------------------------------------------------------************-----------------------------------------------------

Dipakchitnis (DMC) dchitnis3@gmail.com