RATAN in Gujarati Short Stories by Dr. Brijesh Mungra books and stories PDF | રતન

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

રતન

રતન

જ્યાં વરસે હેત ઉભરાઈને ,ધન્ય છે  જે ધરા, સત્કાર એવો મળે જે નાં દીઠો ક્યાય ,એ કાઠીયાવાડ ની અનોખી પરંપરા......

                      વર્ષો પેહલા ની વાત છે. જયારે લોકો નાં મન માં મીઠાશ અને હૈયે અનેરું હેત હતું. આવું જ એક નાનું કાઠિયાવાડ નું ગામ રામપુર. જ્યાં પ્રકૃતિ અને માનવો વચ્ચે અનેરી સંગતતા ભાસતી હતી. મોટા ભાગ નાં લોકો ખેતી કરે. મુખ્ય વસ્તી હતી કણબીની . જે કણ કણ ને જીવન  બનાવી યથાર્થ  મુલવે એ આ મેહનતું વર્ગ .આ કંચન સમી ધરતી ની ગોદમાં વસેલા ગામ માં વીરજી ભાઈ પટેલ નામે ખેડૂત રહે. નાની એવડી ખેતી .પણ  સખત મેહનત એ વિરજીભાઈ નું જમા પાસું. પરિવાર માં ત્રણ દીકરીઓ . વીરજી દિવસ રાત મેહનત કરી પોતાના કુટુંબ ને સુખી રાખવાના તમામ પ્રયાસો કરે. અદમ્ય ઉત્સાહ અને ખુશીઓ થી ભરપુર આ નાનું પરિવાર દિવસો વીતાવતું હતું. પણ કેહવાય છે ને નસીબ નું પતું ફરતા વાર નથી લાગતી. વીરજી નાં ધર્મપત્ની હીરાબેને પુત્ર ને જન્મ આપી અનંત ની વાત પકડી. વીરજી એ તમામ પ્રયાસો કરી લીધા પણ શહેર નાં દવાખાને પોહ્ચતા વાર લાગી.અને નાની ઉમરે જ હીરાબેને વિરજીભાઈ નો સાથ છોડી દીધો .

                                                  હવે ઘર માં વિરજીભાઈ ને તેના ચાર સંતાનો રહ્યા. માં વગર તો આ સંસાર જાણે ભેંકાર ભાસે.પણ અહી તો મોટી દીકરી રતને માં ની ગરજ પૂરી કરવાની જાણે નીમ લીધી . બાર વર્ષ ની રતને ઘર નું તમામ કામ ઉપાડી લીધું. પોતે ભણવામાં હોશિયાર પણ હવે તો માં બનીને પોતાના ભાઈ બહેનેને પોષવા સિવાય કોઈ આરો નાં હતો. એટલે નાના ભાઈ ને પોતાના થી જરા આળગો નાં કરે .બંને બહેનો ને જમાડી ને નિશાળે મોકલે ને પોતાના પિતા માટે ભાથું લઇ ખેતરે જાય. સાથે ખેતી નું કામ પણ કરતી જાય. આ રીતે વિરજીભાઈ નાં પરિવાર નાં દિવસો પસાર થઈ રહ્યા હતા. પણ વીરજી ભાઈ અંદર થી ખુબ વ્યથિત હતા. એક દિવસ તેમને રતન ને કહ્યું પણ ખરું. “ બેટા, રતન તારે નિશાળે નથી જાવું? “ નીચું જોઈ રતન બોલી “ બાપુ મન તો ઘણું થાય છે. પણ આ નાનીયા ને અને બંને બેનુંનું કોણ ધ્યાન રાખશે. વીરજી રતનની વાત સાંભળી અવાચક રહી ગયા. આંખ માં હર્ષ થી આંશુ આવી ગયા ને બોલ્યા “રે માર્રી રતન તું તો બોવ મોટી થઈ ગઈ. પછી રતને કોઈ દિવસ પાછું વાળીને જોયું જ નહિ. થોડા પૈસા ભેગા થયા એટલે રતને નાની જીવન જરૂરી વસ્તુઓ ની દુકાન ચાલુ કરી. પોતાના પરિવાર ની દેખરેખ ,ખેતી ને સાથે દુકાન નું પણ કામ બધું રતન માટે જાણે હવે એનું જીવન હતું. રમવા કુદવા ની ઉમર મા એને જાણે એક પીઢ સ્ત્રી ની ભૂમિકા માં પોતાને ઢાળી દીધી. બસ રતન નું એક જ સપનું હતું તેના ત્રણેય ભાઈબેનો ને પગભર કરી સારુ જીવન વ્યતીત કરે એ લાયક બનાવવા. આ માટે તે દિવસ રાત એક કરી રહી હતી. હવે રતન જુવાની નાં ઉંબરે આવી ને ઉભી રહી. દેખાવ મા ભીના વાને પણ એક જ નજર માં ગમી જાય એવી રતન માટે બાજુ નાં ગામ માંથી એક સુખી ઘર નું માંગુ લઇ  ગામ નાં મુખી ઘરે આવ્યા.

“ બેટા , રતન આજ તો તારા હાથ ની ચા પીવા આવ્યો છું “  મુખી એ ખોંખારો ખાતા બોલ્યા.

 “ આવો, ને મુખી  કાકા , આ જુવો ચા જ બનાવતી હતી.” રતને મીઠાશ થી કહ્યું.

“ હા, વીરજી હવે ટાણું આવ્યું છો હો ભાઈ ..”

                          રતન સઘળી વાત સમજી ગઈ .વીરજી ભાઈ ને મુખી એ સઘળી વાત કહી. ચા લઇ ને આવેલી રતન સામે વીરજી  આશ સાથે  એકધારું જોઈ રહ્યા ને બોલ્યા “ બેટા, મુખી કાકા ...” અધવચ્ચે થી જ રતન બોલી “ નાં ,હજુ મારે વાર છે સુમી ,ગીતા ને નાનીયો પગભર થઈ જાય પછી જ વિચારીશ. મેં મારી માં ને વચન આપ્યું છે ત્રણેય નું ધ્યાન રાખીશ. મુખી કાકા જાણે સાક્ષાત દેવી નાં દર્શન કરતા હોઈ એમ એકીટશે રતન ને જોઈ રહ્યા.

“ ભાઈ વીરજી પૂર્વ જનમ માં કોઈ સત કરમ થયું હશે તારા હાથે જે દેવી તારા ઘરે આવી. સૌ સારા વાના થાશે. અમે બધા ગામ નાં નાનપણ થી રતન ને જોતા આવ્યા છીએ .પોતાના ભાઈ બેન ને કુટુંબ માટે તેને જાત ખર્ચી નાખી .પણ, સારું ઈશ્વર ને ગમે ઈ ખરું .”

કચવાતા મને વીરજી મુખી ને જતા જોઈ રહ્યા પણ અડગ રતન ને  કઈ કેવાની  હિંમત હવે વીરજી મા પણ નાં હતી.

આમ ને આમ દિવસો પસાર થવા માંડ્યા. કેહવાય છે ને સુખ દુખ તો જીવન માં માનવ ની પરીક્ષા લેવા આવ્યા કરે. સુમિતા ને ગીતા એ ગ્રેજ્યુએશન પૂરું કર્યું . નાનકાએ પણ મેટ્રિક સારા ગુણ થી પાસ કર્યું .રતન નું જાણે સપનું સાકાર થઈ રહ્યું હતું.

રતન ની દુકાન સારી ચાલતી હતી સાથે સાથે ગામ ની મહિલા દૂધ મંડળી મા પણ રતન કાઠું કાઢી રહી હતી. બધું સારું ચાલી રહ્યું હતું પણ એક દિવસ અચાનક ...

          શાક્ભાજીવાળો મન્યો ખબર લઇ ને આવ્યો કે રતન બુન નાન્યો ખરાબ સંગતે ચડી ગયો છે . સિગારેટ અને કોઈ વાર નશો પણ કરે છે. એનું જ પરિણામ છે કે બારમાં ની પરીક્ષા માં ફેલ થયો છે નાન્યો. જાણે રતન તો અવાક જ રહી ગઈ. તેને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. નાન્યા નાં આવતા જ રતને ક્રોધ ભરી નજરે કહ્યું “ તારે ખુબ ભણીને મોટા અફસર બનવાનું છેઆપને બા નું એવું સપનું હતું  અને તું કઈ સંગત મા પડી ગયો છે .આપણા બાપુ ને મારી તને જરા પણ દયા નથી આવતી. નશા માં ચકચૂર નાન્યાએ રતન ને એક બાજુ ધકેલી ને મોટા આવજે કહ્યું “હું તારો નોકર નથી તું બોલે એ જ કરું, હું મારી મરજી નો માલિક છું. તને જવાબ દેવાની મારે કોઈ જરૂર નથી અને હા , મારે હવે ભણવું નથી હું દુકાન સંભાળીશ તું તારે બીજું કામ કર.” રતન પોતાના ભાઈ નાં  આ  વહેવાર થી મનોમન રડી પણ એટલું જ બોલી “ હા, મારા વીરા  તને ઠીક લાગે એમ કર. “

 

                  આ બાજુ સુમિતા અને ગીતા નાં લગ્ન થયા અને ત્યાર બાદ નાન્યા માટે પણ રતને વહુ ગોતી લીધી . પોતાના ભાઈ બેન નાં લગ્ન થયા બાદ હવે રતન ને જાણે હાશકારો થયો. પણ તેના બાપુ સિવાય તેની કુરબાની માટે તેના ભાઈ બેન ને લેશમાત્ર પણ ભાવ નાં હતો . પણ રતન આભ માં ઉચ્ચું માથું કરી તેની માને આપેલ વચન પૂરું કર્યું હોઈ એમ તૃપ્તા અનુભવતી અને ખુશ થતી . નાન્યો વીરજી ભાઈ અને રતન ને અવારનવાર ટોણાં મારતો. વીરજી થી રેહવાતું  નહિ પણ ત્યાગ ની મૂરત રતન નાં કહેતી “બાપુ એને નાં ખીજાશો . હજુ એનામાં છોકરમત છે .” ને બંને ગુસ્સો ગળી જતા .

                   વળી એક વાર મુખી વીરજી ભાઈ પાસે આવ્યા “ રે , વીરજી તને હજુ સમજાણું નથી .આ ત્યાગ ની દેવી પાસે તું હજી કેટલો ત્યાગ કરાવીશ અરે કોઈ હજુ વાટ જોઇને બેઠું છે . આજ થી પંદર વર્ષ પેલા હું જેનાં લગ્ન ની વાત લઇ ને આવ્યો હતો એ અશોકે પણ હજુ લગ્ન કર્યા  નથી . પોતાના બંને ભાઈ નાં લગ્ન થયા પણ હજુ પરણવાની નાં પડે છે એ તો નક્કી કરીને બઠો છે પરણીશ તો રતન નહિ તો કુંવારો રહીશ .આવો છોકરો આજ નાં  જમાના માં નો જડે. હવે તો આખું કુટુંબ શહેર માં રહે છે મોટો બીઝનેશ છે અને અશોક તો  રતન નું નીમ સાંભળી પોતે પણ પોતાના બે ભાઈ માટે જ જાણે જીવી રહ્યો છે. હવે કઈક  સમજી ને કંકુ નાં કરો ભાઈ ...”

                                  વીરજી ભાઈ ની હર્ષ થી આંખો ભરાઈ આવી .તેને રતન સામે જોયું ને રતને ઓરડી તરફ દોટ મૂકી , માં સામે એકીટશે જોઈ રહી જાણે હવે તેને આ ઘર ને જવાબદારી છોડી ને જવાનું હતું  રતન સામે અશોક નો ત્યાગ પણ ઓછો નાં હતો બસ આજ વાત રતન ને સ્પર્શી ગઈ અંતે મુખી કાકા ને હા કહી. રતન નાં લગ્ન થયા અને બધી માયા ને પોતે કરેલ ત્યાગ ને ફરજ ગણી એ અશોક નાં સંગાથે શહેર ભણી નીકળી પડી .પણ એક સપ્તાહ માં જ ગામ  પાછી  ફરી.  બધાને અચરજ થયું રતન પછે કેમ આવી? શું ધણી સાથે નાં ફાવ્યું? પણ આ તો રતન કેટકેટલી  જવાબદારી માંથી પસાર થયેલી આજે પોતાના પિતા ને સાથે લેવા મોટરકાર લઇ ને આવી હતી. વીરજી ભાઈ મુંજાયા . દીકરી ની ઘરે કઈ રીતે જાવ? ભાઈ ભાભી તો આજ ઘડી ને તાકી  ને બેઠા હતા આ વાત રતન સારી પેઠે જાણતી હતી પણ રતન એટલું જ બોલી “ તમારા જમાઈ એ જ કહેલું છે હવે તમે ચાલો મારી સાથે , આમ પણ તમારી તબિયત ઠીક રહેતી નથી .બાપુ દીકરી સાપ નો ભારો નથી એ તો કુળ  ને તારનારી છે. હવે મારા સમ જો તમે નાં કહી તો “ , વીરજી ભાઈ જાણે આજે તેની પત્ની ને કહી રહ્યા હતા તું મને અધવચ્ચે છોડી ને જતી રહી પણ રતન ને મૂકી ને ગઈ છો બસ એ જ મારા સદભાગ્ય છે . હર્ષ થી આ નિર્ણય વધાવી વીરજી રતન સાથે ગયા .

આજે આવી ઘણી દીકરીઓ છે જે મા બાપ માટે ભાર નહિ પણ જાણે દેવી નો અવતાર બની જવાબદારી  નિભાવી રહી છે એ તમામ રતન માટે આ  સુંદર નવલિકા  આર્પણ છે ......

                                                                                                                                                                                      ડૉ. બ્રિજેશ મુંગરા