// જાહોજલાલી //
માનવીનો જે સમયે પૈસાના જોરે ચારેકોર ઉદય થતો હોય તેવા સમયે તેને આજુબાજુનું કંઇ દેખાતું હોતું નથી. તે દોલતની પાછળ એ રીતે ખઇખપૂચીને પાછળ પડેલ હોય છે કે તેને નજીકના સગા કે મિત્ર મંડળમાં પણ તે તેનો સમય યાળવી શકતો નથી. તેને તો ફક્ત ને ફક્ત પૈસો જદેખાતો હોય છે. હા ગૌતમ પણ તેમાંનો એક હતો. ગૌતમ આજે મુંબઇ થી તેના માદરે વતન મદ્રાસ મુકામે મદ્રાસ આવવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો. હજુ ફ્લાઇટે ટેક ઓફ કર્યું જ હતું કે તેનું મન વિચારોના વમળમાં ઘેરાયું. આજે તેનો જન્મદિવસ હતો. રાત્રે આઠ વાગ્યે તેની પોતાની હોટેલ સુર્યા પેલેસમાં લગભગ ત્રણસો મહેમાનોની વચ્ચે તે કેક કાપી તેનો જન્મદિવસ ઉજવવાનો હતો. જો સમયસર ઉઠી હોત તો તેની ફ્લાઇટ સાંજના છ વાગ્યે મદ્રાસના નહેરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયો અને લગભગ પંદર વીસ મિનિટમાં તે સુર્યા પેલેસના પેલેસની બોલરૂમમાં પહોંચી ગયો હોત. વીસ મિનિટમાં ઝડપથી ફ્રેસ થઇ નવું સુઈટ પહેરીને નીચે બોલરૂમમાં પહોંચવાનો અને આવેલ મહેમાનોને આવકારવાનો તેનો પ્લાન હતો. પરંતુ કહેવત છે ને, કે ‘‘વખતે જ વાજા ન વાગે’’ આજે ગૌતમ માટેપણ એવો જ ઘાટ ઘડાયો હતો. વીમાનને આજે જ અડધો કલાક મોડું ઉપડ્યું હતું મુંબઇથી એટલે ઓછામાં ઓછું પંદર મિનિટ તેની શિડ્યુલ લેઇટ થશે તેવું તેનું પોતાનું અનુમાન હતું.
‘કઈ નહિ, બધા સમજશે કે તેની ફ્લાઇટ લેટ હતી.’ ગૌતમે તેની રીતે મનમાં ને મનમાં મનોમન વિચાર્યું.
ફરીથી તેના વિચારો તેને મદ્રાસ તરફ દોરવાઇને લઇ ગયા. આજ સવારથી તેની એકપછી એક મિટિંગ ફિક્સ હતી. ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ વગેરે સાથે લાંબી લાંબી મિટિંગો ચાલેલી. ઓડિટ ટિમ સાથે નક્કી કરેલા સમય કરતા વધારે મોડું થઇ ગયેલું. મિનિસ્ટરની ઓફિસમાં પોતે તો સમયસર પહોંચી ગયેલો પરંતુ તેઓ જ મોડા આવ્યા અને પછી માંડ પાંચ મિનિટ મુલાકાત થઇ હશે કે મિનિસ્ટરને પ્રધાનમંત્રી કાર્યાલયમાં જવા માટે નીકળવું પડશે તેવી સૂચના ઓફિસમાં આવી એટલે મુદ્દાની વાત તો થઇ જ ન શકી. એટલે ગૌતમ ના છુટકે, તેમને નમસ્તે કરીને નીકળી ગયો અને આવતા અઠવાડિયે ફરીથી મળવા આવવાનું નક્કી કર્યું.
ગૌતમ છેલ્લા વીસ વર્ષમાં એટલી પ્રગતિ કરી હતી હવે સમય પણ તેનો પોતાનો રહ્યો નહોતો. સવારથી લઈને મોડી રાત સુધી એક પછી એક મિટિંગમાં તે વ્યસ્ત રહેતો પરંતુ મહેનત કરવામાં તે પાછો પડે તેવો નહોતો. એટલે જ તો તેને આટલી જલ્દી સફળતા મળી હતી. તમાીલનાડુમાં દરેક મોટા શહેરોમાં સૌથી મોંઘા વિસ્તારમાં ભવ્ય સુર્યા પેલેસ ઉભા થયા હતા અને રાજ્યની સૌથી મોટી હોટેલ બ્રાન્ડ તરીકે પ્રખ્યાત બન્યા હતા. સુર્યા ટેક્સટાઇલ્સ અને સુર્યા ટ્રાવેલ્સ પણ ટોપની નંબર એક બ્રાન્ડ બની ચુક્યા હતા. જોતજોતામાં તો ગૌતમ મહારાટ્રના અંતરિયાળ એક ગામડામાંથી આવેલા નાના ખેડૂતના પુત્રમાંથી મોટો બિઝનેસ ટાઇકૂન બની ચુક્યો હતો.
રાજ્યના બધા જ સમાચારપત્રો, મેગેઝીન અને ટીવી ચેનલ વાળાએ ગૌતમના ઇન્ટરવ્યુઝ કરેલા. ફ્રન્ટ પેઝ પર ફોટો આવવો અને પ્રાઈમટાઈમમાં ઇન્ટરવ્યૂ આપવો ગૌતમ માટે નિયમિત થઇ ગયું હતું. ‘આ બધી પ્રસિદ્ધિ અને સફળતા કેટલી ઝડપથી મળી ગયા. ‘ગૌતમે વિચારેલ કે વિમાનમાં ટર્બ્યુલન્સને કારણે ઝાટકો વાગ્યો. તેના વિચારોની હારમાળા તૂટી અને ખ્યાલ આવ્યો કે છેલ્લા એક મહિનાથી તામીલનાડુના છાપાઓએ તેની ઇમેજ બગાડવામાં કઈ બાકી રાખ્યું નહોતું.
‘કરચોરી કરીને ટ્રાવેલ્સનો બિઝનેસ ચલાવે છે.’ એક સમાચારપત્રમાં હેડલાઈન હતી.
‘સુર્યા પેલેસ એટલે અય્યાશીનો અડ્ડો.’ બીજા છાપામાં ફ્રન્ટ પેજમાં છપાયેલું.
‘ભષ્ટ્રાચારના પાયાપર ઉભું થયેલું એમ્પાયર–સુર્યા એન્ટરપ્રાઇઝ’ એક મેગેઝીને તેના કવર પેજ પર લખેલું.
આ જ લોકો થોડા દિવસ પહેલા તો પોતાને તામિલનાડુનો યુથ આઇકોન ગણાવતા હતા અને અદાણી-અંબાણી સાથે સરખામણી કરતા હતા. અચાનક કેવો રંગ બદલ્યો છે બધાએ – આ મીડિયાવાળા કોઈના ન થાય. કઈ વાંધો નહિ. થોડાદિવસમાં બધું ઠંડુ પડી જશે. એમ ગૌતમ તેના મનમાં એ વિશે કોઈ શંકા નહોતી.
આજે રાત્રે જન્મદિવસની પાર્ટીમાં મીડિયાના તંત્રીઓ, મોટા મોટા અધિકારીઓ અને રાજકારણીઓ આવવાના જ છે ને, કાલથી ફરીથી સારું સારું લખવા માંડશે. આવતીકાલે તો મોટા મોટા લોકો સાથે તેના ફોટો છપાશે અને તેણે કારકિર્દીમાં જે રીતે અલ્ટ્રા સફળતા મેળવી છે તેની વાતો છપાશે. બધું જ આવતી કાલે બદલાઈ જશે. ગૌતમને વિશ્વાસ હતો. આવનારા બધા જ મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં એવી મોંઘી વસ્તુઓ આપવાની વ્યવસ્થા ગૌતમે કરાવેલી કે એટલી મોંઘી તો એ લોકો ગિફ્ટ પણ ન લાવ્યા હોય. એ જ તો તરકીબ હતી ગૌતમને લોકોને પોતાના હાથમાં રાખવાની. પૈસા અને પાવર આગળ તો સૌ નાના પડે તેવો ગૌતમનો દ્રઢ વિશ્વાસ હતો. વળી તે એવું માનતો કે કોઈને ડાયરેક્ટ સીધી રીતે કોઇને લાંચ આપો તે અજુગતું લાગે પરંતુ આ રીતે રિટર્ન ગિફ્ટના નામે જે માર્કેટમાં આવેલા લેટેસ્ટ અને સૌથી મોંઘા મોબાઈલ તે આપવાનો હતો તે તો સિસ્ટેમેટિક બ્રાન્ડ કહેવાય તેમાં તો કોઈને વાંધો ન જ હોઈ શકે.
પોતાની આ ચાલાકી પર તે અંદરોઅંદર મનોમન ખુશ થયો અને આજે રાત્રે આવનારા મહેમાનોમાં શરૂઆત મંત્રીથી કરીને પછી મેયર અને પછી પોલીસ અધિકારીઓ અને પછી મીડિયાના તંત્રીઓ સાથે બરાબર વાતચીત કરીને આવતી કાલથી તેની વિરુદ્ધમાં કઈ જ ન છપાવું જોઈએ અને માત્ર તેની પ્રસંશા જ સંભળાવી જોઈએ તેવી વ્યવસ્થા કરી લેવાનો તેનો પ્લાન હતો.
ત્યાં તો ખરાબ વાતાવરણને કારણે આપણું વીમાન એક કલાક મોડું પડશે. તેવી પાઇલોટે જાહેરાત કરી.
ગૌતમ મનમાં ને મનમાં બબડતો હતો કે શું, ‘આજે જ વાતાવરણને પણ ખરાબ થવું હતું ?’ ગૌતમની આંખો લાલ થઇ ગઈ પરંતુ પોતે એમાં કઈ જ કરી શકે તેમ નહોતો.
આખરે એક કલાક અને પાંચ મિનિટના વિલંબથી વિમાન મદ્રાસના એરપોર્ટ પર ઉતર્યું. તેની મર્સીડીઝ બહાર ડ્રાઈવર સાથે તૈયાર હતી. ‘ઝડપથી ગૌતમ સુર્યા પેલેસ પહોંચો.’ ગૌતમે સૂચના આપી.
ટ્રાફિકની વચ્ચેથી ડ્રાઈવર પોતાનો માર્ગ શોધતો વીસ મિનિટમાં સુર્યા પેલેસ પહોંચ્યો અને એન્ટ્રન્સ પાસે પોર્ચમાં ગાડી રોકાઈ ત્યાં સુર્યા પેલેસના ડ્યુટી મેનેજરે ગૌતમ માટે દરવાજો ખોલતા કહ્યું, ‘સર, આજે…’
‘હમણાં કોઈ વાત નહિ. મહેમાન રાહ જોતા હશે.’ ગૌતમે મેનેજરને બોલતા અટકાવ્યો અને પોતે દોડતો બોલરૂમના દરવાજા પાસે પહોંચી ગયો. મેનેજર પાછળ પાછળ આવ્યો.
ગૌતમ એક સેકન્ડ માટે થોભ્યો અને પછી બોલરૂમના વિશાળ દરવાજાને ધક્કો માર્યો. વજનદાર દરવાજો બોલરૂમમાં અંદર તરફ ખુલ્યો અને ગૌતમ ત્વરાથી અંદર દાખલ થયો.
જેવો તે અંદર પ્રવેશ્યો કે અંદરનું દ્રશ્ય જોલ તેની આંખો પહોળી થઇ ગઈ. અંદર એકદમ અંધારું હતું. સરપ્રાઈઝ લાગે છે મારા માટે તેણે વિચાર્યું પણ કોઈ હલનચલન ન થતા તેણે બાજુ પર હાથ લંબાવીને લાઈટ ચાલુ કરી. બોલરૂમના ઝૂમર ઝળકી ઉઠ્યા અને આખા રૂમમાં પ્રકાશ પથરાયો. બોલરૂમ એકદમ ખાલી હતો. અંદર કોઈ જ નહોતું. ગૌતમની આંખો અને મોં બંને ખુલ્લા રહી ગયા
સર, હું આપને એજ કહેતો હતો. કોઈ આવ્યું નથી.’ ડ્યુટી મેનેજરે ડરતા ડરતા કહ્યું.
ગૌતમને ખબર હતી કે બધા માટે નિમંત્રણ પોતે નક્કી કરેલી મહેમાનોની યાદી અનુસાર જ ગયેલા. બરાબર ત્રણસો મહેમાનોને નિમંત્રણ હતું. છેલ્લા પાંચ વર્ષમાં તો ક્યારેય એવું બન્યું નહોતું કે ગૌતમનું નિમંત્રણ હોય અને કોઈ ન આવે.
‘સર, આપની ઓફિસમાં સેલ્સ ટેક્સના અધિકારીઓ રાહ જુએ છે. તેઓએ બધી ફાઈલો અને કોમ્પ્યુટરો પર કબ્જો લઇ લીધો છે.’ મેનેજરનો અવાજ માંડ માંડ નીકળી રહ્યો હતો કે પછી ગૌતમની શ્રવણશક્તિ ઓછી થઇ ગઈ હતી તે કહી શકાય તેમ નહોતું.
‘‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે’’……………………
DIPAK CHITNIS(DMC)
dchitnis3@gmail.com
સુજ્ઞ વાચક મિત્રો-લખકશ્રીઓ મારી આ નાની નવલિક બાબતમાં આપના તરફથી રેટીંગ તેમજ આપના અભિપ્રાયની આશા સેવુ છું.