Maari Dod - 4 - last part in Gujarati Motivational Stories by Dipti books and stories PDF | મારી દોડ - 4 - છેલ્લો ભાગ

The Author
Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

મારી દોડ - 4 - છેલ્લો ભાગ



મગજ અને મેદાન બંને પરથી ધુમ્મસ હટી ગયું અને દોડ શરૂ થઈ ગઈ હતી.


અરે વિચારો અને વિચારોમાં નંબર યાદ કરવાનું ભુલાઈ ગયું ને?



હંમેશા શબ્દોની ગોઠવણમાં આંકડા ભુલાઈ જાય છે. ફરી એકવાર નંબર હું રટન ચાલુ કર્યું. બસ હવે થોડી ક્ષણ અને ગમે ત્યારે આ નંબર બોલાશે.



થોડા સમય પહેલા જ્યારે ખાલી બેઠા હતા ત્યારે ટિપ્પણીઓ થતી હતી કે બેસાડી રાખ્યા છે, આ શું માંડ્યું છે? અમારા પગ અકળાઈ જશે વગેરે વગેરે... અને જ્યારે દોડ શરૂ થઈ ગઈ ત્યારે પાછું મન મસ્તિક પર ડરે પોતાનો સામ્રાજ્ય જમાવી લીધું.


" 1153 "


આખરે વારો આવી ગયો.


જ્યારે ખરેખર એ પરીક્ષા આવે કે હાથમાં પેપર આવે ને ત્યારે સૌથી વધારે ડર લાગે છે. આ તદ્દન ખોટી વાત છે. મારા પ્રમાણે ત્યારે તમને કોઈ ભાવ થતો જ નથી, કારણ કે હવે તમે નવું કશું નથી કરી શકવાના. બરોબર ને ?




હું ત્વરિત ઊભી થઈને મેદાન તરફ આગળ વધી. આશરે 8:30 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને પ્રકાશ પણ ખૂબ સારો છે. મે મેદાન તરફ નજર નાખી, પેલા ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્રથમ દિવસે જે અનુભવ થયો હતો તેના લીધે આજે થોડોક ડર ઘટી ગયો. અમને એક લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા. આશરે 200 જેટલી છોકરીઓ સાથે હતી.



દોડતા પહેલા અને ખાસ તો આટલું બેઠા પછી થોડીક કસરત કરવી જરૂરી જરૂરી છે એમ વિચારીને મેં નામની કસરતો શરૂ કરી. આસપાસ નજર દોડાવતા ખબર પડી કે આખી લાઈનમાં બસ હું જ સાવધાની સ્થિતિમાં નથી.




મૂર્ખ ની વ્યાખ્યા આપણે કંઈક આ પ્રમાણે કરીએ છીએ કે જે કંઈક અલગ વર્તે અથવા દરેક લોકો જેવું ન વર્તે તો તે મૂર્ખ માણસ છે. અહીં ક્યાંક હું મૂર્ખ લાગી રહી હતી એમ..




સાહેબ ના અવાજ સાથે અમારી દોડ શરૂ થઈ અહીં પણ સદભાગ્યે ડિજિટલ ઘડિયાળમાં 8:30 થયા હતા. જેથી ટાઈમની ગણતરી સરળ થઈ ગઈ. યોજના પ્રમાણે જ મેં બહારની તરફ દોડવાનું શરૂ કર્યું. અંદરની પટ્ટી પર દોડતા સમય ઓછો લાગે છે માટે દરેક જણ અંદરની તરફ દોડવાનું વધુ પસંદ કરે છે તેના પરિણામ સ્વરૂપ ત્યાં અથડામણની સંભાવના વધી જાય છે.




અમારે ચાર રાઉન્ડ દોડવાના હોય , ગણતરી માટે રબર આપવામાં આવ્યા હતા જે મેં પણ લઈ લીધા જો કે રબર દ્વારા ગણતરી કરવાનો આ પહેલો અખતરો છે.



ટ્રેનિંગ દરમિયાન પ્રથમ રાઉન્ડ વધુ ઝડપથી દોડવું તેમ નક્કી થયું હતું પરંતુ અહીં 200 લોકોની વચ્ચે માત્ર એક રાઉન્ડ પૂરું થતાં જ લાગવા લાગ્યું કે જાણે 10 થી 15 મિનિટ તો અહીં જ વીતી ગઈ. પરંતુ તમને દોડ ની શરૂઆતમાં એમ લાગે કે બસ હવે નહીં દોડાય લખીને રાખો કે ત્યારે જ તમે સૌથી વધારે દોડશો તમારે માત્ર ઊભું નથી રહેવાનું.



બીજા રાઉન્ડના અંતે મેં નોંધ્યું કે મારી દોડ ની ઝડપ અચળ થઈ ગઈ હતી. હવે કોઈપણ જાતનો અખતરો કર્યા વગર ત્રીજો રાઉન્ડ પણ ચાલુ રાખ્યો. સેકન્ડ ના કાંટા સાથે જાણે હૃદયના ધબકારા તાલ મેળવી રહ્યા હોય તેમ મસ્તકમાં ગણતરી ચાલુ હતી. તેમ છતાં ઘણો બધો સમય વીતી ગયો છે તેવા ભણકારા સતત ચાલુ રહ્યા. હવે કાં તો મગજ ચાલી શકે કાં તો પગ જેથી મે માત્ર દોડવાનું જ નક્કી કર્યું.



જ્યારે તમારું મગજ કોઈ કામથી ખાલી થઈ જાય છે, ત્યારે તેમાં હવે અલગ અલગ વિચારો જન્મ લે છે બસ આના જ પરિણામે ફરીથી એકવાર ટ્રેનિંગનો, સમય ઘર પરિવારના લોકો તેવી દરેક વસ્તુઓ આંખો ની ફ્લેશબેકની જેમ તરવા લાગી. અહીં તમે વિચારશો કે થોડીક ગણતરીના સમયમાં ઘણું બધું નથી થઈ રહ્યું, પરંતુ કહે છે ને કે મનની ગતિ પુષ્પકને પણ ગતિમાન કરી શકે છે.



ચોથા રાઉન્ડ‌ની શરૂઆત સાથે જ વધી ગયેલા હૃદયના ધબકારા કુદકે ને ભૂસકે આગળ વધતો સમય છે બસ. ફરીથી એકવાર એક સારી વાત થઈ કે ઘણી બધી છોકરીઓએ દોડવાનું બંધ કરી દીધું હતું જેથી ખાસી એવી જગ્યા થઈ ગઈ હતી.




વાસ્તવિકતાનો ટકોર કરાવતું એક અવાજ કાને અથડાયો શરીર અને મગજ અને મન, દરેક વચ્ચે ચાલતા યુદ્ધમાંથી ફરીથી એકવાર હું પાછી મેદાન પર પટકાઈ. કોઈએ એવી બૂમ પાડી હતી કે " બસ છેલ્લો રાઉન્ડ છે ઝડપ વધારી દે" . અવાજ જાણે સાક્ષાત ઉપરથી વાદળ ચીરીને આવતો હોય તેમ લાગ્યું. બસ કંઈક પામવાની અંતિમ ઘડી અને હું ઝડપથી અંતિમ પડાવ પર પહોંચી ગઈ. આખરે આ થઈ ગયું અથવા એવું કહી શકાય કે આખરે આ પૂરું થઈ ગયું.




અંતિમ ઝડપ એટલી વધારે હતી કે આંખે અંધારા આવી ગયા અને જ્યારે આખો ખોલીને આસપાસ નજર દોડાવી ત્યારે ખબર પડે કે મારી પહેલા તો કેટલાય જણ અહીં એકત્રિત થઈને સરખો અનુભવ કરી રહ્યા છે.



કોઈને ચક્કર આવી રહ્યા હતા તો કોઈ ઉલટી કરી રહ્યું હતું, તો કોઈ ઉભું પણ નહોતું રહી શકતું. એક થાંભલા નો સહારો લઈને હું આ દ્રશ્ય નિહાળી રહી. મગજ અને મન પાછું પોતાનું યુદ્ધ શરૂ કરી શકે એટલી પણ હિંમત હવે રહી નથી. મારી ગણતરી પણ ભૂલાઈ ગઈ છે.



અમે ફરીથી એક જગ્યાએ બેસાડવામાં આવ્યા. થોડીક તાકાત પાછી આવ્યા બાદ ફરીથી જીતવાની લાલસા, હારવાનો ડર, મનમાં પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ છે.



દોડ પૂરી કરનારા નંબર બોલવાના ચાલુ થયા. જેમ જેમ 1153 નજીક આવી રહ્યો હતો તેમ તેમ સામે બોલનારની ગતિ ધીમી પડી રહી છે ‌‌. માત્ર એક નંબર બાકી અને સામેથી અવાજ આવવાનો બંધ થઈ ગયો. થોડી ક્ષણ માટે મારી આસપાસ જાણે શૂન્ય અવકાશ પ્રસરી ગયો. ઉપરની તરફ નજર કરી તો જોયું કે સામે નંબર બોલતા સર કંઇક બીજા કામમાં વ્યસ્ત થયા છે.



બસ એક નંબર અને જીવનના ગણિતના સરવાળામાં તે ઉમેરાઈ જશે. આ નંબર એ હંમેશા શબ્દોમાં રમનારા માટે વિકટ સમસ્યા રહ્યા છે. રાહ જોવા જોયા વગર હવે બીજો કોઈ રસ્તો નથી. આવા સમયે એવું થાય કે માત્ર આપણને જ કેમ બધું સીધેસીધું નહીં મળી જતું હોય, દરેક સાથે આવું થતું હશે ?



" 1153 "


અંતે નંબર આવ્યો ખરો.


આપણે પણ અજીબ છીએ નહીં. જ્યારે કશું ના થતું હોય ત્યારે એની કાગડોળે રાહ જોઈએ અને જ્યારે વસ્તુ મળી જાય ત્યારે આશ્ચર્ય ના ભાવ સાથે પોતાને જ કહીએ કે આ કેવી રીતે થયું? સુખ ખરેખર આ આપણે જ કર્યું છે?



હું ‌ઊભી થઈને મારા સમયની નોંધ લેવા ગઈ,
સમય હતો 8:45 સુધીનો સૌથી શ્રેષ્ઠ સમય મારા માટે....

અવિશ્વાસનીય



ત્યારબાદ અમને આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવ્યા...



મંઝિલ જેને માટે કલાકો દિવસો અને ક્યારેક વર્ષો વીતી જતા હોય છે અને જ્યારે મળે છે ત્યારે માત્ર બે સેકન્ડ બે મિનિટ માટે નો અહેસાસ છે માત્ર.



જેની માટે સતત રટન હતું તેની ખુશી બસ થોડો સમય રહે ત્યારબાદ મન તટસ્થ થઈ ગયું.




અને આમ મારી દોડ પૂરી થઈ ગઈ મનથી પણ....

તમને પેલી બોલકણી છોકરીઓનું ગ્રુપ યાદ છે, બસ એમાંથી એક જણ પણ મારી સાથે પાસ થઈ ગઈ અને અમે હવે સારા મિત્ર બની ગયા છે. ક્યાં શરૂઆતમાં અકડામણથી વાર્તા શરૂ થઈ અને અંત સુધી પહોંચતા કેટલાક વળાંક આવી ગયા. ખબર જ ન પડી.


ચાલો ..


આગળની બીજી મંઝિલ તરફની પગદંડી પર પરનો સફર ફરી કોઈ વખત...


દોડના અંત સુધી આવવા માટે આપનો દિલથી આભાર છે. આશા છે કે આપ પણ આપની મંજિલ સુધીની દોડની પાર કરી શકશો. માત્ર ક્યાંય અટકવાનું નથી.



સમાપ્ત


- દીપ્તિ



આ લેખ લખતા સમય વિચાર આવ્યો કે લેખનું શીર્ષક મારી દોડ ની જગ્યાએ ચાર ફેરા રાખ્યે તો કેવું રહે? આખરે આ ફેરા પણ પરિવર્તનની દિશા તરફ ના છે. જે આગળની જવાબદારીઓ પણ સાથે લઈને આવે છે.


આપનો મંતવ્ય જાણવા ઉત્સુક....