Kalpant - 1 in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | કલ્પાંત - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કલ્પાંત - 1

કલ્પાંત

નાના છેવાડાના ગામોમાં હાલમાં ગામની જનતાને અવરજવર માટેનું સાધન એસ.ટી. બસ જ છે. અને તેમાંય દિવસમાં એકાદ બે સમય હોયગામમાં આવવા જવા માટેના, બાંધી જેઓની પાસે પોતાનું સાધન હોય તે લોકો તેમની રીતે આવતા જતા હોય. ગુજરાતના સૌથી મોટા એવા કચ્છ જીલ્લાના માંડવી તાલુકાનું છેવાડાના ગામ એવા માધપર ગામે જવા બસ નીકળેલ હજી. કંડકટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો, "ચાલો, ભાઇઓ બહેનો ચાલો માધપર આવી ગયું. માધપર ગામનું નામ સાંભળતાં જ સુની તેની સીટમાંથી હાંફરી ફાંફરી ઉભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ રીતસરની દોટ મૂકી.

તે એવી રીતે ઉભી થઇ હતી કે, દરવાજે પહોંચતાં પહોંચતાં તો પડતાં પડતાં રહી ગઈ. બસમાં બેઠેલ અન્ય બે ત્રણ સ્ત્રીઓ તો બોલી પણ ખરી,"બહેન ધીરે ધીરે ઉતરોને!" પરંતુ તેણે તો તેમની વાત સાંભળી ના સાંભળી કરીને સુની તો તેની મસ્તીમાં નીચે ઉતરી ગઈ. તેની પાસે રહેલી એક મોટી હાથમાં ઉચકી શકાય એવી બેગ નીચે મુકીને ઉતરતાં મુસાફરોને જોઈ રહી સુની. બસમાંથી ઉતરેલ મુસાફરોમાં બે મહિલાઓ અને ચાર યુવાનો હતા. સુનીએ મહિલાઓને જ પુછ્યું, "બહેન! ગામ કેટલે દૂર રહ્યું?" એક મહિલાએ પ્રત્યુતર આપ્યો,"ગામ તો ખાસ્સું અડધો એક કિલોમીટર દૂર છે. કોને ત્યાં જવું છે તમારે?"

સુનીએ કહ્યું,"રમણભાઇના ઘેર." એક મહિલા બોલી,”અરે બહેન રમણભાઇ તો ગામમાં બે ત્રણ છે જેટલા હશે. તારે કયા રમણભાઇના ઘેર જવું છે ?" સુની બોલી,"એમના દિકરાનું નામ પ્રવિણ છે એ રમણભાઇના ઘરે જવું છે." બન્ને મહિલાઓ તેમની રહેણીકરણી પરથી સુખી પરિવારની દેખાતી હતી. બન્નેના મોંઢા પર આશ્ચર્યભાવ હતો. તેમાંની એક મહિલા એકદમ સુનીની પાસે આવીને બોલી,"રમણભાઇ તમારે શું કાંઈ સંબંધી થાય છે?"સની બોલી,"મારા સસરા થાય. એમના દિકરા પ્રવિણની હું ધર્મપત્નિ છું."બન્ને મહિલાઓ ભારે અચરજ સાથે સુનીને જોઈ જ રહી.સુની એકદમ સ્વરૂપવાન નાજૂકનમણી તો હતી જ, ને એમાંય એની બોલવાની ઢબથી બન્ને મહિલાઓ અંજાઈ ગઈ હતી. એક મહિલાએ ઝડપભેર ફોન પર કહ્યું, "ચિરાગ ! તું મોટરસાયકલ લઈને આવતો હોય તો પાછો ઘરે જઈને કાર લઈને આવ.અહીં એક બીજી વહુવારુ પણ બસમાંથી ઉતરી છે અને એકલી છે." એટલે જેને આપણી કારમાં લઇને આવવાની છે.

વારાફરતી બન્ને મહિલાઓ સુનીના માથા પર હાથ મુકીને બોલી,"ખુબ સુખી પરિવારનાં દેખાઓ છો વહુ બેટા!" આમ તો સુની ભાવનગર તેના ઘરેથી રવાના થઈ ત્યારથી જ મન મક્કમ કરીને બેઠી હતી.એણે બધા જ ભાવોને હ્રદયના ઉંડાણમાં ધરબી દીધા હતા. બસમાં બેઠી હતી ત્યારે એના મનમાં ગામડાના લોકજીવન વિશેના વિચારો જ સતત આવ્યા હતા. એટલે તો એણે બસમાંથી ઉતરતાં જ માથા પર સાડી ઓઢી લીધી. મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી બે ત્રણ વાર સરકી ગઈ પરંતુ ઝડપભેર પાછી ઓઢી લેતી હતી. આ સાડી ઓઢવાના ચક્કરમાં મહિલાઓએ "ખુબ સુખી પરિવારનાં દેખાઓ છો વહુ બેટા!" વાક્યનો પ્રતિભાવ આપતાં સુનીને થોડી વાર લાગી પરંતુ હકારમાં માથું હલાવીને "હા" જરૂર કહ્યું.


દશેક મિનિટમાં ગાડી આવીને ઉભી રહી. બેગને ડીકીમાં મુકીને બન્ને મહિલાઓ સાથે સુની પણ ગાડીમાં બેસી ગઈ. એક મહિલાએ કહ્યું, "ચિરાગ! ગાડીને પ્રવિણના પિતા રમણભાઇના ઘેર લઈ લેજે."

રમણભાઈનું ઘર આવી ગયું. એક મહિલા ઈશારો કરીને સુનીને ચૂપ રહેવાનું કહીને ગાડીમાંથી નીચે ઉતરી અને બૂમ પાડીને બોલી," અલી કંચનવહુ ! ઘેર હોય તો બહાર પધારો.જુઓ તો તમારા ઘેર કોણ આવ્યું છે?"


સુની આતુરતાથી એનાં સાસુ કંચનબ્હેનની રાહ જોઈ રહી હતી.સાથે સાથે એનું શ્વસુરગૃહ પણ નિહાળી રહી હતી. પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો પતરાંના છાપરાવાળો ઓરડો, આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક. ચોકની બાજુમાં બે ગાય અને ત્રણ ભેંસ બાંધેલ પતરાના જ છાપરાવાળું ઢાળીયું. બે ત્રણ મિનિટના વિલંબ બાદ ધોયેલા હાથ સાડીથી લુંછતી લુંછતી એક સ્ત્રી ઓરડા બહાર આવી. એણે અવાજ તો પારખી જ લીધો હતો એટલે બરાબર જોયા વગર જ બોલી,"શાક વઘારતી હતી સરોજકાકી બોલો કોણ આવ્યું છે?"


ક્રમશ :

dchitnis3@gmail.com