Happiness and sadness in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સુખ-દુખ

Featured Books
Categories
Share

સુખ-દુખ

ધરતી ઉપર જન્મ લેનાર અને તેનું જીવન જીવનાર દરેક વ્યક્તિને પરમાત્માએ એકસરખી નથી રાખી. દરેક વ્યક્તિ ના રંગ રૂપમાં પણ ફરક રાખેલ છે. તેમજ દરેક વ્યક્તિને રહેણીકરણી પણ તેમની આવકની મર્યાદા મુજબ અલગ અલગ હોય છે. આને ધરતી પર જન્મ લેનાર માનવીએ નામ આપ્યું છે, સુખ-દુ:ખ, ખરેખર માનવીના જીવન દરમિયાન જે જે કાંઇ પ્રાપ્ત કરે છે કે જેના કરેલા કર્મો અનુસાર હોય છે. માનવીએ કરેલા કર્મો નું પરિણામ તેણે જીવન દરમિયાન જ ભોગવવું પડતુ હોય છે. માનવી સુખ જો છકી જાય તો કેવું પરિણામ અંતે દુ:ખમાં પરિવર્તન પામતું હોય છે તે સમયે માનવીના ધમપછાડા ચાલુ કરી દે છે પરમાત્માએ મારી પર દુ:ખમાં ડુંગર ખડકી દીધા. પરંતુ તે સુખના સમયે કરેલ ભૂલોને ભૂલી જતો હોય છે.

રસિકલાલ ધરતી પર જન્મ લેનાર એક માનવી પોતાનાં અનેક પ્રકારના દુ:ખોથી અતિશય કંટાળી ગયો હતો. રાત-દિવસની અનેક મગજમારી, ઘરમાં જેને અર્ધાંગિની કહેવામાં આવે તે તેની પત્ની સાથે અણબનાવ, છોકરાઓની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં કેવી રીતે ગોઠવવાંએની માથાકૂટ, ધંધામાં આવ્યા જ્યાં ચડતી-પડતી, જન્મ આપનાર વૃદ્ધ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રકારના પ્રશ્નો અનેજવાબદારીઓનું ભરમાણ તેમના ખભા પર ઉપાડીને ચાલતાં બિલકુલ ત્રાસી ગયો તા, તેઓને જિંદગીમાં ચારે તરફ ફકત અંધારું અંધારુંદેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને જીંદગીથી યા તા. એટલે એણે જીંદગી જીવવાનો તેમને કોઇ રસ નહોતો રહ્યો આખરે જેઓએ જીંદગી ટૂંકાવી દેવાનું એટલે કે આત્મદાહ-આત્મહત્યા કરવાનો નિર્ધાર કર્યો.

મનમાં કરેલ નિશ્ચય મુજબ આતમહત્યા કરાવાના મક્કમ ઈરાદાથી એક વખત જેઓ ઘરે કોઈ હાજર નહોતું કે સમયે મોકો જોઈ એણે ઘેનની ગોળીઓ ગળી લઇ લીધી. પણ કુદરતને ક્યાં નક્કી છે કે મુજબ માંગ્યુ મોત પણ મળ્યું નથી, થયું એમ કે હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી દવાની ગોળીઓ ઓછી હશે એટલે એ માત્ર થોડી ઘણી વધારે ઊંડી નિદ્રામાં સરકી ગયા. સહસા તેઓને લાગ્યું કે તેઓનીઆજુબાજુ જાણે અદભૂત ન કલ્પી શકાય તેવો દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જે તરફથી એ અદ્દભુત પ્રકાશ આવતો હતો એ બાજુ તેઓએ નજર કરી. જોયું તો પરમ કૃપાળુ પરમાત્મા તેઓના અતિ તેજસ્વીમય ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં રસીલાની સામે ઊભા હતા.

જેવી એકબીજાની આંખો મળી કે તરત જ એ બોલ્યા, ‘દીકરા રસીક ! મારા વહાલા સંતાન ! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ કેમ શા માટે કરવામાં આવી છે ?’

‘હે પરમ કૃપાળુ પરમાત્મા ! મને ક્ષમા કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરી રહેલ હતો તેના માટે ક્ષમા કરજો. પરંતુ જીવનનું એક પણ કદમ આગળ માંડવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી અનેક પ્રકારની અસહ્ય જવાબદારીઓ અને ચિંતાઓ અને દુ:ખોથી કંટાળી ગયેલ છું, આપે જોયું ? હવે એનો ભાર સહનશક્તિ કે હિંમત એ બેમાંથી એક પણ મારામાં રહ્યા નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.’ પોતાના ખભા પરની આટલી અનેક વિટંબણા ઓ સામે સામે આંગળી ચીંધી રસીકલાલે પરમાત્માને કહ્યું.

દીકરા રસીક ! ‘પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ જવાબદારીઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ જવાબદારીઓ મને સોંપીને હળવોફુલ કેમ ન થઈ ગયો ?’ પરમાત્મા રસિકલાલ ને કહેતા મનોમન હસ્યા.

‘પણ પ્રભુ !તમે મને એકલાને જ શું કામ સૌથી વધુ પ્રમાણમાં અનેક પ્રકારની જવાબદારી ઓને વહન કરવાનું આપ્યું છે ? મેં તો મારા જેટલી જવાબદારીઓનો ભાર ક્યારેય કોઈના ખભે જોયો નથી !’રડમસ અવાજે રસીકલાલે પરમાત્મા સમક્ષ ફરિયાદ કરી.

‘મારા દીકરા ! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઈક ને કંઈક ભાર ઉપાડવા ની જવાબદારી ઓ આપેલ જ છે. અને એ ફરજિયાત છે. ! જોઅહીંયાં તારી આજુબાજુ માં કેટલાક આડોશી-પાડોશીઓ ઉપર પણ અનેક પ્રકારની જવાબદારઓ વહન કરવાની વિટંબણાઓ ના ડુંગરો છે. તને એમ લાગતું હોય કે તારી ઉપર જ મેં સૌથી વધારે જવાબદારીઓ વહન કરવાની સોંપી છે તો તું એના બદલે આમાંથી બીજી કોઇ જવાબદારી લઈ શકે છે. બોલ, એવી અદલા-બદલી કરવી છે ?’ માર્મિક હસતાં ભગવાને કહ્યું.

નવાઈના ભાવો સાથે પેલા રસીકલાલે ભગવાનનાં ચરણ પાસે પડેલાંજવાબદારીની છે વિટંબણા ના ડુંગરો ખડકેલ હતા તેની તરફ નજર નાંખી. બધી જ જવાબદારીઓ બધાના કદ મુજબના જેવી હતી. પણ દરેક જવાબદારીઓ પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિની જવાબદારી હોય તેનું નામ-સરનામું એ જવાબદારીઓ પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા જવાબદારીના બાંધેલા બંડલ પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક અત્યંત સુંદર રમણીય અને ખૂબ જ સુખી દેખાતી એક ધનવાન સ્ત્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. એના ઘરમાં સમૃદ્ધિની તો રેલમછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ બધા અલગ જ કાર વાપરતાં અને એ પણ પાછી સારી ઉચ્ચ કક્ષાની ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ વિદેશમાં જ વિતાવતાં.

આ સ્ત્રીનું પોટલું લેવાનો રસીકલાલને વિચાર આવ્યો. રસિકલાલ તેમની જે જવાબદારીઓ હતી કેવું મોટું ખોખુ બાજુમાં મૂકીને એ સ્ત્રીની જે જવાબદારીઓ હતી કે ખોખુ ઉપાડ્યું. પણ જેવું એણે એ ખોખાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઈ લાગી. એ સ્ત્રીની જવાબદારીઓનું ખોખું પોતાનાપોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ રસીકલાલે તે પાછું મૂક્યું.

પછી પરમાત્મા સામે નજર કરીને પૂછ્યું : પ્રભુ ! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું જવાબદારીઓ નું ખોખુ તો પીછાં જેવું હળવું હોવું જોઈએ, એના બદલે એ આટલું બધું ભારે કેમ ? મને સમજાયું નહીં !’

'ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઈ લે ને !’ એ જ માર્મિક સ્મિત સાથે પરમાત્માએ કહ્યું.

રસિકલાલ કે માલેતુજાર સ્ત્રીની જવાબદારીઓ નું ખોખું ખોલ્યું. બહારથી અત્યંત સુખી વૈભવશાળી અને જીવન જીવી રહેલ એ સ્ત્રીના જવાબદારીઓ ના ખોખામાં રાતદિવસ એને હેરાન કરતી અને એનો જીવ લેવા માટે ઝંખતી એની કર્કશા સાસુ દેખાઈ. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના કામે દેશવિદેશમાં ફરતો રહેતો અને અત્યંત વ્યભિચારી જીવન જીવતો હતો. એના કારણે ભયંકર રોગો પણ એને ઘેરી વળ્યા હતા. પેલી સ્ત્રીને પણ એ બધા રોગોનો ચેપ લાગી ચૂક્યો હતો. પતિ-પત્ની બંને ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગની સારવારમાં ખર્ચ કરતાં હતાં. એમનો દીકરો એક દાણચોર સાથે નજીકનો સંબંધ ધરાવતો હતો. એની દીકરીના માથા પર એણે પાટો જોયો. એ બિચારી ગંભીર બીમારી સહન કરી રહેલ હતી.

બસ ! જેટલી ઝડપથી રસીકલાલે ખોખું ખોલ્યું હતું એના ખરતાં બમણી ઝડપથી એ ખોખું બંધ કરી દીધું. એ આગળ જોઈ ન શક્યો. એનાથી બોલાઈ જવાયું, ‘ભગવાન ! બહારથી અત્યંત શ્રીમંત ધનવાન અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે ? હું વિચારી પણ શકતો !’

પ્રભુ મંદ મંદ હસી પડ્યા, કહ્યું : ‘મેં તને પહેલા જ કહ્યું હતું ને ! ધરતી પર જન્મ લેનાર દરેકની માથે જવાબદારીઓ હોવી ફરજિયાત હોય છે. બીજાની જવાબદારીઓ તમને હળવી જ લાગે છે,કારણ કે એ તમારા ખભા પર નથી હોતી. હજુ પણ તારે બીજા કોઈની જવાબદારીઓ જોઈને એ લેવી હોય તો તને લેવાની છુટ્ટી છે !’

એ માણસ જેને જેને સુખી અને કિસ્મતથી ભરપૂર માનતો હતો એમનાં નામ જોઈ જોઈને એણે એમની જવાબદારીઓના ખોખા ખોલી જોયાં. પણ નવાઈ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિની જવાબદારીઓ ના ખોખા રસીકલાલને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું.

એક એક કરીને ઘણાં બધાં ખોખા એ ફંફોસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા પરમાત્મા એકદમ શાંતિથી ઊભા હતા.

ખાસ્સી વાર પછી અચાનક જ રસીકલાલે બીજી વયકતિઓની જવાબદારીઓ ના ખોખા ખણખોદ કરવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, ‘પ્રભુ ! મને મારીજે જવાબદારીઓ નું ખોખું ગયું તે આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે !’

‘એવું છે ? તો પછી તને જીવનને ટુંકાવી ને આત્મદાહ કરવો પડે એટલો બધો ભાર શેનો લાગે છે ? જોઈએ તો ખરા કે એમાં શું ભરેલું છે ? તારું પોટલું ખોલ જોઉં !’ પરમાત્માએ કહ્યું.

એ માણસે પોતાની જવાબદારીઓ ભરેલ ખોખું ખોલ્યું તો અંદર સોનાની ઈંટો હતી, પૈસાની થપ્પીઓ ને થપ્પીઓ હતી અને બીજા સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા!

‘દીકરા રસીક !’ અત્યંત માયાળુ અવાજે પ્રભુએ કહ્યું, ‘વરસોથી તું આ સોનાની ઈંટો લઈને ફરતો હતો અને આ પૈસાની થપ્પીઓ ભેગી કર્યે જતો હતો, તો પણ તારે વારો તો આત્મહત્યા કરવાનો જ આવ્યો ને ? તો પછી એ સોનાની ઈંટો કે પૈસાની થપ્પીઓ કામની શું છે ? કોઈ લઈ જશે કે ખર્ચાઈ જશે એની બીકમાં તેં એનું વજન કેટલું વધારી દીધું છે ? હવે તું દુનિયામાં પાછો જા, અને આ પૈસા મારાં એવાં સંતાનોમાં વહેંચી દે કે જેને જિંદગીએ કંઈ જ નથી આપ્યું. જેઓ ભૂખે મરી રહ્યાં છે. હું તને ખાતરી અને વચન આપું છું કે એમનો આનંદ જોઈને તારા આત્માને જે સુખ અને શાંતિ મળશે એ આ ધન-દોલતથી તને ક્યારેય નહીં મળ્યાં હોય. ઉપરાંત એ બધું આપવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે ! અને હા ! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે બતાવ જોઉં!’

પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઈને એ બોલ્યો, ‘પ્રભુ ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે.’

પરમાત્મા હસી પડ્યા. પછી બોલ્યા : ‘કંઈ વાંધો નહીં બેટા ! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ નાના પથ્થરો મને આપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઈ લઉં છું !’કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઈ લીધા.

એ પથ્થરો એટલા બધા તીક્ષ્ણ અણીદાર હતા કે ખુદ પરમાત્મા ના હાથમાંથી પણ લોહીની ધાર થઈ. રસીકલાલને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી. પરમાત્માનો આભાર માનીને એણે એમને દંડવત પ્રણામ કર્યાં. પછી પોતાનું જ જવાબદારીઓ નું ખોખું પોતાના ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઈક યાદ આવ્યું.

પાછાં ફરીને એણે પરમાત્માને પૂછ્યું કે,‘પ્રભુ ! મારી જવાબદારીઓ નું ખોખું તો હંમેશાં મારા ખભા પર જ હોય છે. તો આ બધાંની જવાબદારીઓ ના ખોખા અહીંયાં કેમ પડ્યાં છે ?’

હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડ્યાં.પછી બોલ્યાં : ‘મારા વ્હાલા દીકરા રસીક ! એ જ તો વાત છે જે તું છેક અત્યારે સમજી છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય ગણો વધારે ભાર છે, છતાં એ લોકો સરસ રીતે તેમનું પોતાનું જીવી રહ્યાં છે, કારણ કે એમણે એની બધી જવાબદારીઓ મને સોંપી દીધેલ છે ! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે !’

હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો.એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી જવાબદારીઓ નું ખોખું ઉતારીને એણે પરમાત્માના ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઈ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો !

એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઈ !

આપણે સૌ આપણા જિંદગીની જવાબદારીઓ ના ખોખાને ઉંચકી ને ફરીએ છીએ. જેમાં એવા એવા પથ્થરો છે જેની કોઈ જરૂરત જ નથી. પરમાત્મા દ્વારા જે મળ્યું છે એમાં જ જિંદગીનો આનંદ માણવાનો છે. પરંતુ આપણે એ ભૂલી બેઠા છીએ અને જે નથી મળ્યું એનાથી દુઃખી રહીયે છીએ.