Gotali ae track shikhi - 1 in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ગોટલી એ ટ્રક શીખી - ભાગ 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ગોટલી એ ટ્રક શીખી - ભાગ 1

ગોટલી એ ટ્રક શીખી ભાગ -1

એક વખત ગોટલીએ ફેસબુક રિલ પર એક બહેન ટ્રક ચલાવે છે તે વીડિયો જોયો ને ગોટલી ને ટ્રક શીખવાનું મન થયું,
' અલી રહેવા દે, સમજ યાર , તને નઈ ફાવે' : ગોટયો,
' ના હું તો શીખવાની જ છુ, આખી જિંદગી તમારા બધા ના વૈતરા કઇરા, હવે હું મારે માટે જીવવા માંગુ છું? '
' અરે યાર, એક ભારે વાહન બીજું ભારે વાહન ના ચલાવી શકે ',
' તમે ગમે તેટલી મશ્કરી કરો પણ હું શીખવાની એટલે શીખવાની '
' અલી, પણ લાઇસન્સ મેળવવાનું અઘરું છે, તને નઈ ફાવે યાર '
' ઓયે ' ચપટી વગાડી ને ' હવે તો હેવી વેહિકલ નું લાઇસન્સ મેળવીને જ રહીશ, ચેલેન્જ '
' ઓકે, લોકોના નસીબ, બીજું શું '
' શું બોલ્યા?'
' કઇ નઈ,કંઈ નઈ '
એટલે ગોટલીની વહુએ,( તમે લોકો તો જાણો છો કે ગોટલી ની વહુ આધુનિક પણ અતિ સંસ્કારી છે)સસરા ગોટયા આગળ પ્રસ્તાવ પુક્યો કે,
' મમ્મી ને પહેલા બાઇક પછી ટુ વ્હીલ, રિક્ષા (ઘરમાં રિક્ષા છે, ગોટ્યાની) અને છેલ્લે હેવી વેહિકલ શીખવાડી દઈએ, હવે મને ટુ વ્હીલ ને ફોર વ્હીલ તો આવડે જ છે, એ તો હું મમ્મી ને શીખવાડી દઈશ, રિક્ષા અને હેવી વેહિકલ માટે ક્લાસ જોઇન્ટ કરાવી દઈશું ,'
' ડન' : ગોટીયો ઉવાચ
ગુરુવારે શીખવાનું શરૂ કરવાનું નક્કી કર્યું,
પહેલા ટુ વ્હીલ તરીકે સ્કુટર શીખવાનું નકકી કર્યુ,

ઢેન્ટ ન ન ન ન ન ન ન ન ન ન ન ન ન..,,.,..,
ને લો ગુરુવાર તો આવી પણ ગયો ,
કામમાંથી પરવાર્યા પછી:
ગોટલી એ તો ટ્રેક સુટ, સ્પોર્ટ શૂઝ, હેન્ડગ્લોવસ , પગના ઘૂંટણ થી નીચે સુધી ના સપોર્ટ , માથે હેલ્મેટ ( ખબર છે ભાઈ, કે હેલ્મેટ માથા પર જ પહેરવાની હોય) આટલા પોતાની સુરક્ષા માટેના સાધનો પહેર્યા,
અને એક હાથ ની આંગળી પર કિચેઇન ફેરવતી , ફેરવતી ઘરની બહાર ફળિયા માં આવી,...
ઓહો, આખું ફળિયું ભેગુ થઈ ગયું, પાડોશી એ ચાંલ્લો કર્યો, ચોખા ચોંટાડ્યા, ગોળ ની ટુકડો મોઢા માં મુક્યો, એક નટખટ પાડોશી એ સ્પીચ આપી:
' આપણી વહાલી બહેન ગોટલી આજથી એમનું અનોખું સાહસ કરવા જઈ રહ્યા છે, એમને ઘણી ઘણી શુભેચ્છા, અને લોકો એમની અડફેટે ના આવે એવી પ્રભુ પ્રાર્થના ' હસાહસી થઈ ગઈ..
ગોટલી ને એની વહુ પણ હસી પડ્યા,
બાજુ વાળા ના છોકરા એ પાવો વગાડ્યો,
પુછ્યું કે ' કેમ પાવો વગાડ્યો?'
તો કહે કે ' પાવો ના સમજો, આ તો બ્યુગલ વગાડ્યું કહેવાય,'
પાછી હસાહસી થઈ ગઈ,
ઘરમાં એક જૂનું ગિયર વાળુ અને નવું ગિયર વગર નું સ્કૂટર હતું,
ગોટલી ની વહુ ને બન્ને સ્કુટર આવડતા હતા,
ગોટલી ને સૌ પ્રથમ ગિયર વાળુ સ્કૂટર શીખવું હતું, કારણ કે રિક્ષા પણ શીખવાની હતી ને, વહુ કહે વાંધો નહીં, આની પર હાથ બેસાડીએ,
ગિયર વાળુ સ્કુટર આવડી જાય તો રિક્ષાય આવડી જશે,
એટલે કેવી રીતે ચાલુ કરવું, ક્લચ દબાવીને કેવી રીતે ફર્સ્ટ ગિયર પાડવો, પછી સેકન્ડ, થર્ડ, બ્રેક જમણા પગે નીચે હોય, એવી રીતે બધી સમજ પાડી ,,..
ને ગોટલી સ્કુટર પર બેઠી, , ફળિયા તરફ મગરૂર થી જોયુ,
ને શું જોયુ?!!!!, ફળિયું જ ખાલી, ફળિયા ના બધા જ લોકો ઘરમાં (પોત પોતાના ભાઈ ઓ, આમાં મોકે કા ફાયદા જેવું કઈ ના આવે, હાં!) ભરાઈ ગયા, કોઈ બારણાં ની ફાટ માંથી, તો કોઈ ગ્રિલ માંથી , તો કોઈ ઘર ની અગાશી પરથી જોવા માંડ્યા,... ઈવન ગોટીયો પણ ઘરમાં ભરાઈ ગયેલો ,..
ને ગોટલી એ સ્કૂટર ચાલુ કર્યું , ગોટલીને પોતે ઘોડા પર બેઠી છે એવું ફીલ થયું, પછી ક્લચ દબાવ્યો, પહેલો ગિયર પાડ્યો, જોરથી એકસિલેટર આપ્યુ, ને એનાથી કલચ એકદમ જ છુટી ગયો ને બીજી જ ક્ષણે સ્કુટર આકાશ તરફ આકર્ષાયુ ને આગળથી ઊંચું થઈ ગયું ને ગોટલી 'ધડામ 'દઈને પાછળ ની સાઇડે પડી, બધાને મીની ધરતીકંપ જેવું લાગ્યું,જેમ ઘોડા ને કોઈ અસવાર ગમતો ના હોય ને ઘોડો એ અસવાર ને પાડી નાખે ,એવું જ કંઇક અહીં બન્યું, સ્કૂટરે ગોટલી ને પાડી નાખી, સ્કુટર પાછુ ડાયું થઈને ખરરરરરરર હાંફતું, હાંફ્તું સાઈડ પર પડી રહ્યું, ગોટલી એ આગળ થી આખું શરીર કવર કરેલું પણ બેક સાઇડ કવર નોતું કર્યું , એટલે પાછળ જોરદાર માર પડ્યો, ઉંહકારા બરાબર ચાલુ થયા,
આ બાજુ ફળિયા માં બધાના ઘરના બારણાં ખુલી ગયા ને બધા બહાર આવી ગયા ,એ લોકો અને અગાસી પર ઉભેલા લોકો જે હસ્યા છે જે હસ્યા છે,
વહુએ અને ગોટયા એ ,એ ' ભારેખમ ' ને ધીમેથી ઊભી કરી ,
બધા ને એમ જ કે ગોટલી હવે જીદ છોડી દેશે પણ ગોટલી તો ગોટલી જ ,
જબરી હિંમત વાળી નિકળી, ' હું તો ગમે એ થાય, શીખીશ જ',
અને પોતે તો શીખી જ ગઈ, એટલું જ નહીં, રિક્ષા પણ શીખી ગઈ ને રિક્ષા નો બેઝ પણ આવી ગયો, બસ હવે ટ્રક શીખવાનો વારો
ગોટલી એ બીજા લોકો ને પણ શીખવાડ્યું કે કેવી રીતે ગોલ પૂરો કરવો, બસ જાત પ્રત્યે જીદે ભરાશો તો ગોલ પૂરો થશે જ....
.
.
.
.
.
.

જતીન ભટ્ટ ( નિજ)

94268 61995