Vyatha Vishwas ni.. in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | વ્યથા વિશ્વાસ ની..

Featured Books
Categories
Share

વ્યથા વિશ્વાસ ની..



સંધ્યા સમયનો સુરજ ક્ષિતિજ પર જાણે ઘડપણનો થાક અનુભવી રહ્યો હોય એ રીતે ઢળી રહ્યો હતો. બારી પર ના પડદા હવા માં લહેરાય ને સૂરજની સાથે અલપઝલપ કરી રહ્યા હતા . "દીકરાનુ ઘર "ના આંગણામાં લીલાછમ છતાં વ્યાકુળતા માં વિલાય ગયેલા તુલસી પર્ણો સંધ્યા ટાણે કંઈક વધુ થાક અનુભવી રહ્યા હતા. ફૂલ છોડ પરના ફુલ ઘરડાઘર ના વૃદ્ધોની મૂક લાગણીઓને સમજીને જાણે દુઃખી થઈ કરમાય ને ઢળી પડ્યા હતા. બાજુમાં જ રહેલા મંદિરની ઝાલર વાગી રહી હતી.પાપંણે અશ્રુઓની પાળ બાંધેલી છતા ખાલીખમ આંખો સાથે જીવી બા ઓરડા ની ખાલીખમ દિવાલો અને એકલવાયા જીવન ને મનોમન સરખાવી રહ્યા હતા.આશ્રમનો કારભારી દિપક બારણામાં પ્રવેશીને કહે છે. બા હું આવું? એક હાથમાં પાણીની માટલી અને એક હાથમાં કંઈક બીજી વસ્તુઓ લઈને બારણાં માં ઊભો છે. અચાનક ત્યાં ઊભા રહેલા દિપક થી જીવી બા નું મૌન તુટે છે .દિપકે કહ્યું : માટલીમાં પાણી ભરી દીધું છે .માટલી નવી છે,પાણી ઠંડું થતાં થોડી વાર લાગશે પણ પછી પાણી ખૂબ ઠંડુ થશે .આ તમારી છીંકણી (સુંઘવા ની બજર) અહીં રાખું છું .અને હા આ તમારો દાંત ઘસવાનો પાવડર.જીવી બા એમ જ હકાર મા માથું હલાવે છે. બા‌ તમને રૂમમાં ઝીરો બલ્બ પણ લગાવી દઉં છું.જેથી રાત્રે કોઈ તકલીફ ન પડે, એમ કહી દિપક ટિપોઈ પર ચડીને લાલ રંગનો બલ્બ ઉતારી સફેદ રંગનો બલ્બ ચડાવી દે છે.બા નાસ્તો અને ચા સવારે આઠ વાગે રૂમમાં જ આવી જશે .અને હા એક તમારી તુલસીની માળા અને વ્રત કથાઓ ની ચોપડી બાકી રહી ગઈ છે ,તે કાલે લેતો આવીશ . દિપક એકલો બોલ્યે જતો હતો ને જીવી બા હકાર માં માથુ ધૂણાવી જવાબ આપી રહ્યા હતા.બાકી કોઈ તકલીફ હોય તો અહીં મનુ કાકા ને કહી દેવાનું. આમ તો તમારે અઠવાડિયું એકલા રહેવાનું છે આ રૂમમાં! દિપક ના આ શબ્દો એ જીવી બા નું મૌન તોડ્યું. કેમ?
કોણ આવશે?
જીવી બા આગળ બોલે તે પહેલાં જ દિપકે કહ્યું પછી તો મંજુ બા . અસલ તમારા જેવા જ અને તમારી ઉંમરના આપણા દીકરા ના ઘર ના ધબકતા હૈયા સમાન. અઠવાડિયામાં જાત્રાએથી પાછો આવશે પછી તમને બિલકુલ એકલું લાગશે નહીં મંજુ બા સાથે તમને ખૂબ જ મજા આવશે જવાબમાં જીવીબા એ હા ભાઈ. એટલું બોલ્યા અને દિપક હવે હું જાઉં છું પણ તમે કોઈ પણ ચિંતા કે ઉપાધિ કર્યા વગર સુઈ જજો. હું હવે કાલે સવારે 10 વાગે આવીશ એમ કહી તે રૂમ છોડીને ગયો .જીવીબા આંખ ની પાંપણે બાંધેલ આંસુઓ છલકાય ને છે કે ગાલ સુધી વહેવા લાગ્યા.

રાતના અંધકાર ઘેરો થઈ રહ્યો હતો વૃદ્ધાશ્રમ મા પણ નીરવ શાંતિ ફેલાઈ ગઈ હતી પરંતુ જીવીબા ના અંતરના ઓરડે ક્યાંય શાંતિ દેખાઈ રહી ન હતી. દીકરાની વહુ ના કટાર વેણ તખ્તો અંગારો બનીને તેમને સમગ્ર બનાવના ડામ દઇ રહ્યા હોય. તેમ પથારીમાં પડ્યા પડ્યા પણ તેમને તન અને મન સળગી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતુ. એકનો એક નહીં પરંતુ તેમને તો ત્રણ દીકરા હોવા છતાં પોતે આજે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો હતો પરંતુ તરત જ તેમણે મનોમન કહ્યું કે પહેલાં નાના બે દીકરા ને તો ક્યાં ખબર જ હતી .પોતાની જનેતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા છે. મોટા દિકરા મુકેશ અને તેની પત્ની મનિષા એ પોતાની ચાલાકીથી તેમને અહીં વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા હતા .મુકેશ ભલે પોતાનો દીકરો હતો પણ જાણે તે પત્નીના હાથનું ચાવી રમકડું બની ગયો હતો. ભલે ગમે તે હોય પરંતુ નાની બેય વહુઓ તો કદાચ આટલી ખરાબ તો ન હોઈ શકે તેઓ જીવીબા ને લાગતું હતું. ઓરડા ના ઝાંખા પ્રકાશ માં તેમના માનસ પટ પર બનેલી તમામ દુઃખદ ઘટનાઓ જાણે જીવંત બની ને નાચી રહી હતી.

પતિ ગામડામાં ખેતી ની સાથે ટપાલી હતા ટૂંકા પગારમાં પણ તેમણે તેમના નાના ભાઈ ભાંડુઓને ભણાવ્યા ગણાવ્યા નોકરીએ લગાડ્યા .બહેનો ને સાસરે વળાવી ને ત્યાં તેમના સંતાનો મોટા થઈ ગયા. ચારેય દીકરાઓને સારું શિક્ષણ મળી રહે તે માટે બંનેએ પેટે પાટા બાંધીને ત્રણેય ને ઉછેયૉ . ઉછીના પાછીના ,લોન , જી.પી.એફ ના ઉપાડ, જીવીબા ના ઘરેણાં વેચીને પણ તેમણે જ્યારે દીકરાઓને ભણાવ્યા હતા. નિવૃત્ત થયા પહેલા જ તેમણે ત્રણેય દીકરા ના લગ્ન કરી દીધા્ અને અંતે ગામલોકોના પ્રેમ અને લાગણીથી તેઓ અહીં જ ગામમાં રહી ગયા. પંચાયતે સસ્તા ભાવમાં તેમને આપેલ પ્લોટ માં એક ઘરનું મકાન બનાવેલું. ત્રણેય દીકરાઓ પોતાની નોકરી હોય તે શહેરમાં સેટ થઈ પોતાની આગવી અલગ દુનિયામાં ખોવાઈ ગયા. પતિના મૃત્યુ બાદ જીવીબા તેમની યાદો અને લાગણી સાથે જોડાયેલા સંભારણા રૂપ ઘરમાં એમ જ એકલા રહેતા હતા. ઉનાળાના વેકેશનમાં મોટો દીકરો અને તેનો પરિવાર તેને મળવા માટે આવ્યા મળવા જ નહીં પણ બા ને લેવા માટે. જીવીબા તો અંતરથી આનંદ અનુભવી રહ્યા હતા કે જિંદગીના પાછલા દિવસો દીકરા વહુ ની છત્રછાયામાં ને પૌત્ર,પૌત્રીઓના ઘડતરમાં હસી ખુશી વીતી જશે. જીવીબા ને ક્યાં ખબર હતી?, કે મોટો દીકરો જીવીબા નહીં પરંતુ આ મકાનને લેવા માટે આવ્યો હતો.. વાળુ કરીને એક સાંજે ફળિયામાં બેઠા બેઠા દીકરાએ પોતાનો સાચો રંગ બતાવ્યો, ને સકૂની ની માફક તેના સ્વાથૅ ના પાસા ઓ ને જીવી બા સમક્ષ મુક્યા.મનીષા એ વાતનો દોર હાથ માં લેતા કહ્યું કે 'આપણે આટલો ટાઈમ તો ભાડે રહ્યા હવે ઘરનું એક ઘર લઈએ તો?'
અગાઉ થી જ નક્કી કરેલી ચાલ મુજબ તરત જ મુકેશે કહ્યું ,'પણ પૈસા?'શહેર માં ત્રીસ પાંત્રીસ લાખ હોય ત્યારે ફ્લેટ મળે. ટેનામેન્ટ નો તો વિચાર પણ ન આવે એવા મોંઘા થઈ ગયા છે અને લોન પણ તો વીસ પચ્ચીસ ની જ મળે.
આમ તો દસ જ ઘટે છે ને તો આપણે આ મકાન કાઢી નાખીએ.મુકેશ ખોટા ભાવો ચહેરા પર સજાવી ઊંચા અવાજે બોલ્યો આ મકાન???બા નું મકાન???તમે બા નાં નથી?બા આપણા નથી?આમેય હવે આપણે બા ને અહીં એકલા નથી રહેવા દેવા .એ તો આપણી સાથે જ રહેશે. બા સમજદાર હોવા છતાંય કંઈ જ સમજી ન શક્યા ને તેણે મનીષા ના મગરમચ્છ ના આંસુ ન દેખાયા ને તે પીગળી ગયા.ઘરાક પણ અગાઉ થી તૈયાર જ હોય એમ તરત જ મકાન વેચાય ગયું

જુના સર સામાન,જુના ટંક ને જુના બેગ-બિસ્ત્રા સાથે જીવીબા પણ આવી પહોંચ્યા . મકાન ના પૈસા મુકેશ એ દેખાવ પૂરતા જીવીબા ને આપતા કહ્યું આલો મકાન ના પૈસા. તરત જ પોતાની ચાલ મુજબ મનીષા તરત જ બોલી બા ને આપણે નોખા છીએ આ ઉમરે તેને પૈસા નો ભાર શા માટે આપો છો હવે તોઆપણે તેમની સેવા કરવાની હોય તેમની જવાબદારી ઓછી કરવાની હોય અને તમે પૈસા નો ભાર તેને આપી રહ્યા છો એમ કહી અને પૈસા ના બંડલ ધીમેથી સેરવી અને અંદર ચાલી ગઈ બધા જ પૈસા પોતાની પાસે રાખી લીધા. નાના ભાઈને પણ સમજાવી દીધું કે જ્યારે મકાન લેવું હશે ત્યારે હું તને તરત જ જોગવાઈ કરી દઈશ અત્યારે મારે જરૂર છે એટલે હું પૈસા રાખું છું. થોડા દિવસ બાદ મુકેશે નવુ મકાન લીધું પરંતુ મકાનમાં બાને બાલ્કનીમાં જગ્યા મળી. જીવીબા એ કહ્યું ભાઈ મને ત્યાં ખૂબ કાઢવાની છે મચ્છર કરડે છે રૂમમાં પથારી કરજે પણ મનીષા તરત તાડૂકી હા હા અહીંયા તો પૈસાના ઢગલા છે કે તમને અલાયદો રૂમ કરી આપીએ અને બે મહિના બાદ જ મનીષા એ પોતાનો રંગ દેખાડવાનો ચાલુ કર્યો એક દિવસ તો જીવીબા એ પોતાના કારણે સાંભળ્યું કે ફર્નિચર હવે પોસાતું નથી કા ફર્નિચર નહીં તો હું નહીં.

એટલે કયા ફર્નિચર ની વાત કરે છે?
'બા ની,
'ઠંડા કલેજે મનીષા બોલી. બાવા સુરત મને તો ક્યા કરે છે હું બહાર જાવ કે કોઈ સાથે બોલવું ચાલુ તે પણ તેમને ગમતું નથી વાત વાતમાં શંકાની નજરે જુએ છે. દરેક નાની-નાની બાબતમાં મનીષા જીવીબા ફૂલો ગોતી તેમને ઘરમાંથી બહાર કાઢવાના પેંતરા રચી રહી મુકેશભાઈ ની ગેરહાજરીમાં તો તે તેમની સાથે ઘરના નોકર થી ની બદતર વર્તન કરવા લાગી. એમાં એના મમ્મી નું પણ રોજેરોજ સંપૂર્ણ માર્ગદર્શન મળતું હતું મુકેશ ને તેમ પોતાનું શરીર આપી બદલામાં ઘરનું સુખ છીનવી લીધી હતી ઘરનું વાતાવરણ ડહોળાઈ રહ્યું હતું પુરુષ જ્યારે ત્વચા અને શરીર પાછળ આંધળો થઈ જાય છે ત્યારે કંઈક આવું જ થાય છે આમ પણ કહ્યું છે કે love is blind.
મનીષા એક દિવસ સવારમાં જ મુકેશ ને કહી દીધું કે હવે હું સહન નહીં કરી શકું. કા બા નહીં કા હું નહીં. અંતે પત્ની પ્રેમી આંધળા બનેલા મુકેશને કોઈ જ વિકલ્પ ન દેખાતા તેમણે જીવીબા ને વૃદ્ધાશ્રમ ભેટમાં આપ્યો.

*******************************************
બીજે દિવસે દિપક જીવીબા પાસે આવ્યો. બાપ બરોબર નીંદર આવી ગઈ હતી ને.બા મંછા બા નો ફોન સવારે જ હતો. તમારી વાત કરી તેઓ વહેલા સર આવી જશે બસ હવે એક અઠવાડિયું તમારે એકલા રહેવાનું છે.
'હા મારે અહીં એક અઠવાડિયું જ રહેવાનું છે જીવીબા ધીમા સ્વરે બોલ્યા. 'અરે વાહ ! દિપક ખુશ થતો બોલ્યો : 'ભાઈ તેડી જવાના છે?'ના ... ના.. મારો નાનો દીકરો આવી જશે તેડવા. અનેરા વિશ્વાસ સાથે જીવીબા ની છાતી ગજ-ગજ ફૂલી રહી હતી.: મારો નાનો દીકરો મારો ખૂબ લાડકો છે. એમને ખબર નથી, મેં સવારે જ કાગળ લખાવ્યો. તું જોજેને .... એ તેડવા આવવાનો.
ખરેખર થયું પણ એવું જ છ એક દિવસ પછી નાના દીકરા નો ફોન આવ્યો તે કાલે વહુ પૌત્ર-પૌત્રી ઓ સાથે આવી રહ્યા છે. જીવીબા ની આંખમાંથી તો આંસુ છલકાઈ ગયા. મંજુ બા એ તેમને થપથપાવતાં કહ્યું: ભાગ્યશાળી છો બા ! કે દીકરા તેડવા આવી રહ્યા છે જીવીબા પોતાનો સામાન પેક કરતા કરતા હરખાઈ રહ્યા હતા.
બીજે દિવસે જીવીબા નો આખો પરિવાર ઉમટી પડ્યો બાળકો તો બા ની ફરતે વીંટળાઈ વળ્યા વહુઓ પણ બાને પગે લાગી. ટ્રસ્ટીઓની રજા લઈને દીકરો જીવીબા ને લઈને આજુબાજુ આવેલા મંદિરો અને ફરવાલાયક સ્થળ જગ્યાએ જઈ આવ્યા. સાંજ પડી ગઈ જેવી બાબતો ખૂબ જ ખુશખુશાલ હતા રૂમ માં આવતાજ તેમણે મંજુ બા ને કહ્યું બેન ભૂલચૂક થી પણ કંઈ અડું બોલાઈ ગયું હોય તો માફ કરજો. હું તો આ ચાલી મારા દીકરા ઓફિસમાં નામ કઢાવવા જ ગયા લાગે છે..!! થોડીવાર થઇ ત્યાં નાનો દીકરો આવ્યો અને બોલ્યો:' બા, હવે તો મજામાં ને ?' તો એકદમ ખુશખુશાલ થઈ ખીલેલા ચહેરા સાથે બોલ્યા : હા ભાઈ.... મજામાં હો...!!
બા ઓફિસમાં એટલા માટે જ ગયો હતો. આમ તો અહીં ખુબ સરસ વાતાવરણ છે. સ્ટાફ પણ ખૂબ સારો છે...છતાં પણ કોઈ તકલીફ હોય તો બોલ હું તને એના કરતાંય કોઈ બીજા સારા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરાવી દઉ...
બા બિચારી શું જવાબ આપે?
જવાબ તો એની આંખો અને એનું હૃદય આપી રહ્યું હતું પોતાનાથી પણ વધારે છે એના પર ભરોસો હતો આંખોનું રતન હતું લાડકવાયો હતો તેમના મુખેથી આ સાંભળી બા નો જીવ બસ પાપંણે જ બંધાઈ ગયો. ના અશ્રુ વહી શક્યા ના કંઈ બોલી શકાય બધો જવાબ બસ એની આંખો આપી રહી
હતી.