The Author Dr. Damyanti H. Bhatt Follow Current Read નારી શક્તિ - પ્રકરણ 26, ( યમ પત્ની-યમી ) By Dr. Damyanti H. Bhatt Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books आहि चली नॉवेल वल्ड मै - 2 हेल्लो फ्रेड्स आप सभी कैसे है मेरा नाम पायल है ओर ये कहानी ए... वनवास: डर का दोहन या एक नई बात ? - फिल्म समीक्षा फिल्म समीक्षा : वनवास: डर का दोहन या एक नई बात ? ___________... लव एंड ट्रेजडी - 15 सब लोग सो रहे थे। खिड़की से आ रही सूरज की रोशनी जब हंशित की... अपराध ही अपराध - भाग 29 अध्याय 29 पिछला सारांश कार्तिका इंडस्ट्रीज के संस्थापक... कुछ पलों का प्यार क्या है ये दो पल का प्यार ??क्या हो सकता है किसी को दो पल मे... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr. Damyanti H. Bhatt in Gujarati Women Focused Total Episodes : 31 Share નારી શક્તિ - પ્રકરણ 26, ( યમ પત્ની-યમી ) (1) 1.5k 3.6k 1 નારી શક્તિ, પ્રકરણ- 26 (યમ- પત્ની, યમી)[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 26,, યમ- પત્ની યમી,આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન બ્રહ્મવાદીની રોમશા ની પુરુષ પ્રધાન સમાજમાં નારીની મહત્તા વગેરેનું ગાન કરતું સૂક્ત જોયું. આ પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન યમ- પત્ની યમી કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને પતિવ્રતા નારી તરીકે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતાં વૈદિક યુગિન નારી નો આદર્શ રજૂ કર્યો હતો. મૃત્યુના દેવતા યમરાજા એટલે કે પોતાના પતિને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે પરામર્શ આપ્યો હતો અને નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું.એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર !! ]પ્રસ્તાવના:-મૃત્યુના દેવતા યમરાજા છે તે આપણને બધાને સુવિદિતછે અને તેમની પત્ની યમ્મી વૈદિક યુગની એ નારીઓનો આદર્શ છે. જે વિભિન્ન અવસરો પર પોતાના પતિને ઉચિત પરામર્શ સલાહ વગેરે આપીને તેમને કર્તવ્યનો બોધ કરાવે છે કર્તવ્ય નું પાલન કરવા માટે પ્રેરણા આપે છે. અહીં યમરાજા ની પત્ની યમ્મી પણ યમરાજાને અતિથિ ધર્મનું પાલન કરવા માટે વિનંતી કરે છે. જેમના અતિથિ તરીકે નાનકડો 8 વર્ષનો બાળક નચિકેતા હોય છે.કથાનો સંદર્ભ આ પ્રમાણે છે.-કઠોકનેશદમાં યમ નચિકેતા સંવાદ આવે છે. તેથી બ્રહ્મવિદ્યા ના આચાર્ય સૂર્યપુત્ર ભગવાન યમ અને નચિકેતા અને મારા નમસ્કાર!!કઠોપનિષદ્ નો અર્થ :-કઠોપનિષદ કૃષ્ણ યજુર્વેદની કોર્ટ શાખાની અંતર્ગત આવે છે આમાં નચિકેતા યમુના સંવાદના રૂપમાં પરમાત્મા રહસ્ય નું ખૂબ જ ગહન અને ઉપયોગી જ્ઞાનનો વિષય વર્ણન આવે છે તેના કરતા કોઠ ઋષિના નામ પરથી પડ્યું છે મહાન વિદ્વાન અને જ્ઞાની ગુરુ રેશમ પાયલના શિષ્યનું નામ કોઠ હતું. તેમના પરથી કૃષ્ણ યજુર્વેદની શાખા પ્રવર્તે છે. કઠોકનિષદનું બીજું નામ નચિકેતા આખ્યાન અથવા નચિકેત -ઉપાખ્યાન પણ છે જેમાં શુદ્ધ ભાવ નીતરતી વાણી છે. कठ् ધાતુ તરીકે માનીએ તો પણ कठનો અર્થ ,"ને માટે આતુર કે ઉત્કંઠ" હોવું એવો થાય છે નચિકેતા ને પરમ તત્વને જાણવાની ઉત્સુકતા કેન્દ્ર સ્થાને હોવાથી પણ આને કઠોપનિષદ્ તરીકે ઓળખવામાં આવે છે.કઠોપનિષદને શરૂઆત વાર્તા ની માફક થાય છે.આ ઉપનિષદમાં 120 શ્લોકો છે. બ.ક. ઠાકોર કઠોપનિષદ્ને કોહીનુર હીરા સમાન ગણે છે.યમ- પત્ની યમીના કાર્યને જાણવા માટે કઠોપનિષદ્ નો પરિચય આવશ્યક છે.આ ઉપનિષદમા નચિકેતા ઋષિ ઔદાલિક મુનિ નો પુત્ર છે તેનું બીજું નામ વાજશ્રવા પણ છે.ઉદાલીક મુનિ વિશ્વજીત યજ્ઞમાં પોતાનું બધું ધન બ્રાહ્મણોને આપી દે છે. આ દાનમાં ઓદા લેખ ઘરડી તેમજ મૃત્યુને પહોંચવા આવેલી ગાયોને દાનમાં આપે છે. પિતાની આવી કૃપણ વૃત્તિ જોઈને નચિકેતાના મનમાં શંકા ઉત્પન્ન થાય છે. પિતાનું આવું નીંદનીય કાર્ય અટકે માટે નચિકેતા પિતાને કહે છે કે આ વિકૃત થયેલી અંગો વાળી ગયો દક્ષિણામાં મળવાથી યજમાન આનંદ અને સુખ રહિત લોકમાં જાય છે .તેથી નચિકેતા પિતાને પ્રશ્ન પૂછે છે કે હે તાત ! તમે મને કોને દાનમાં આપશો? આમ બે ત્રણ વાર નચિકેતા દ્વારા પૂછવામાં આવતા ગુસ્સે થયેલા પિતાએ કહ્યું કે હું તને મૃત્યુના દેવતાને આપું છું. નાનકડો નચિકેતા વિચારે છે કે પિતાનું એવું કયું કાર્ય અધૂરું હશે જે મારા દ્વારા યમરાજ પાસેથી પૂર્ણ કરાવવા માંગે છે? પિતાના સત્ય વચન નું પાલન કરવા માટે નચિકેતા યમરાજા ને ત્યાં જાય છે. નચિકેતા યમરાજા ના સદન પર પહોંચે છે ત્યારે યમરાજા બહાર પ્રવાસ પર ગયા હોય છે. આથી નાનકડો નચિકેતા યમરાજાના ભવનનાં પ્રવેશ દ્વાર પર ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી અન્ન અને જળને ગ્રહણ કર્યા વિના જ બહાર ઊભો રહે છે. યમરાજા જ્યારે પ્રવાસ પરથી પાછા ફરે છે ત્યારે યમ પત્ની યમી તેમને તત્કાલ પતિને સૂચિત કરે છે કે એક બાળક આવ્યો છે અને તે ત્રણ દિવસને ત્રણ રાત સુધી આપણા ભવનના પ્રવેશદ્વાર પર ઊભો છે તો તમે તેનું યોગ્ય રીતે સ્વાગત કરો. કારણકે,,,બ્રાહ્મણ અતિથિ બનીને અગ્નિ જ ઘરમાં પ્રવેશ કરે છે .તેથી સાધુ પુરુષોએ અર્ધ્ય પાદ્ય વગેરે દ્વારા તે અતિથિ રૂપ અગ્નિ નું સ્વાગત કરવું જોઈએ. તેની પૂજા કરવી જોઈએ અને તેને શાંત કરવો જોઈએ. તેને સંતુષ્ટ કરવો જોઈએ.તેથી તમે આ બ્રાહ્મણ માટે હે વૈવસ્વત ! તેના ચરણ ધોવા માટે જળ વગેરે લઇને જાઓ.અને તેનો યોગ્ય રીતે આદર સત્કાર કરીને આપણે ત્યાં પધારેલા અગ્નિને શાંત કરો. આ રીતે યમ- પત્ની યમીએ યમરાજાને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે જણાવ્યું જે નારી નો આદર્શ રજૂ કરે છે.યમી એ સમજાવ્યું કે,,,આ ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન ન કરવાથી ગૃહસ્થનું અનિષ્ટ થાય છે તે માટે તેમણે યમરાજા ને સજાગ કર્યા. અને પરામર્શ આપ્યો કે-જે ઘરમાં બ્રાહ્મણ અતિથિ ભોજન વિના રહે છે તે અલ્પમતી વ્યક્તિનું સમસ્ત સત્કાર્ય, પુણ્ય- ઇષ્ટ પૂર્તિ નું ફળ પુત્ર અને પશુ વગેરેનો નાશ થાય છે.-( યમ્મી યમરાજાને અતિથિ ધર્મ સમજાવે છે)આ પ્રકારે પત્ની દ્વારા ઉદ્ઘોષિત કર્યા પછી યમરાજાએ નચિકેતાનું જળ, પુષ્પ વગેરે દ્વારા પૂજન - અર્ચન વગેરે કરીને ,યોગ્ય આતિથ્ય- સત્કાર કર્યો અને ત્રણ રાત્રી અન્નજળ વગર રહેવા માટે તેના બદલામાં તેમને ત્રણ વરદાન પ્રદાન કર્યા.જે નીચે પ્રમાણે છે.1. પહેલા વરદાનમાં નચિકેતા એ માગ્યું કે પોતાના પિતા તેના પર પ્રસન્ન થાય અને તે પૃથ્વીલોકમાં પાછો જાય ત્યારે તેને સ્વીકારે અને વહાલ કરે.2. બીજા વરદાન તરીકે નચિકેતા સ્વર્ગમાં સાધન રૂપ અગ્નિ વિદ્યા પ્રાપ્ત કરે છે. જેના દ્વારા અમરત્વ પ્રાપ્ત થાય છે યમરાજા નચિકેતાને અગ્નિ વિધાનો ઉપદેશ આપે છે તેના પર પ્રસન્ન થઈને યમરાજા કહે છે કે અગ્નિ વિદ્યા તમારા નામથી ઓળખાશે એટલે આ વિદ્યા ને નચિકેત વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.3. નચિકેતા ની બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાની ઉત્કંઠા અને હઠ આગળ ઝૂકીને યમરાજા ત્રીજા વરદાનમાં નચિકેતાને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે છે. આમ કઠોકનિષદમાં બાળક નચિકેતાને યમરાજા દ્વારા પ્રબોધાયેલો , તત્વબોધ એટલે કે બ્રહ્મવિદ્યાનો બોધ અથવા પરમ તત્વનું રહસ્યમય જ્ઞાન રજૂ થયું છે.ઉપસંહાર:-સનાતન કાળથી ભારતીય નારી પરિવાર ,ધર્મ -કર્મ,સદાચાર અને નૈતિક મર્યાદાઓની ધૂરી રહી છે .ભારતીય સંસ્કૃતિની ધરોહર જ નારી છે નારીની બુનિયાદ પર જ ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ પ્રણાલી રચાયેલી છે. જે સ્વયં ધાર્મિક, સામાજિક વ્યવસ્થાઓમાં નિયમોનું કડકાઇથી પાલન કરીને પોતાના પતિનાં કર્તવ્યનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. આનું ઉજવળ અને આદર્શ ઉદાહરણ યમ-પત્ની યમ્મી છે.[ © and written by Dr.Damyanti Harilal Bhatt ] ‹ Previous Chapterનારી શક્તિ - પ્રકરણ -25, (બ્રહ્મવાદીની- રોમશા) › Next Chapter નારી શક્તિ - પ્રકરણ 27 (ઉભા- હેમવતી) Download Our App