Vargkhandni vaato - 1 in Gujarati Motivational Stories by Kanubhai Patel books and stories PDF | વર્ગખંડની વાતો - ભાગ -1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

વર્ગખંડની વાતો - ભાગ -1

અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ તેના ઉદાહરણો કોણ આપશે? ધોરણ-10ના વર્ગમાં ગણિતના શિક્ષકે ભણાવતા ભણાવતા વચ્ચે પ્રશ્ન પુછ્યો. છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી મારા પ્રશ્નનો જવાબ આપશે. ભણવામાં બેધ્યાન વિધ્યાર્થીને ટાંકીને ગણિતના શિક્ષકે પ્રશ્ન પુછતા જ છેલ્લી બેન્ચીસના ત્રણેય વિધ્યાર્થીઓ સાવધાનની પોઝીશનમાં આવી ગયા.
છેલ્લા ઘણા સમયથી છેલ્લી બેન્ચીસનો ખુણાનો વિધ્યાર્થી કેતન ગુમસુમ બની બેસી રહેતો હતો એ ગણિતના શિક્ષકના ધ્યાનમાં હતું. કેતન જવાબ આપવામાં ભોંઠો પડ્યો. ગણિતના શિક્ષક સમજી ગયા કે બાળકને કોઈ તકલીફ છે. ચાલું પ્રિયડમાં તો કંઈ ના બોલ્યા પરંતુ વ્યાયામના પ્રિયડમાં મેદાનમાં વિધ્યાર્થીની વર્તણૂક જોવા ગણિતના શિક્ષક સુરેશસર મેદાનમાં પહોંચી ગયા. મેદાનમાં પણ કેતન એકલો એકલો એક ઝાડ નીચે બેઠો બેઠો વિચારોના વમળમાં એટલો બધો અટવાઈ ગયો હતો કે સુરેશસર નજીક આવીને ઉભા રહ્યા તો પણ એને ખબર ના પડી.
સુરેશસર નજીક જઈને બોલ્યા, કેતન ભણવાનું કેવું ચાલે છે બેટા? કેતન તો સુરેશસરને જોઈને રીતસર રડવાની પોઝીશનમાં આવી જ ગયો હતો, પરંતુ સુરેશસરે પરિસ્થિતિ સંભાળી લીધી. જો કેતન જેને ગણિત નથી આવડતું તેવા ઘણા વિધ્યાર્થીઓ જીવનના બીજા ક્ષેત્રોમાં સફળતાને પામ્યા છે. એટલે બેટા ગણિતનો હાઉં કે ડર મગજમાં રાખવાનો નહીં. મે તને સામાન્ય પ્રશ્ન પુછ્યો હતો છતાં તને જવાબ ના આવડ્યો એટલે તને કહું છું. જો ને તારા ક્લાસનો મંથન ગણિતની નોટમાં ગૃહકાર્ય ક્યારેય લખતો નથી છતાંય મેદાનમાં કોઈપણ રમતમાં અવ્વલ નંબરે હોય છે. મેદાનમાં આવતા જ મંથનમાં ના જાણે એટલી બધી ઉર્જા આવી જાય છે કે, ના પુછો વાત. બીજો તારા જ વર્ગનો આદિત્ય જો, પ્રાર્થનામાં કેટલું સરસ હાર્મોનિયમ વગાડે છે. છતાંય અંગ્રેજીના શિક્ષક આદિત્યને ધમકાવતા જ હોય છે ને? એટલે બેટા હું તને કહું છું કે, ભણવામાં તને કોઈ વિષયમાં મુશ્કેલી પડતી હોય તો એના લીધે તું મુડલેસ ના બન. બીજા ઘણા બધા ક્ષેત્રોમાં તુ સફળ થઈ શકે તેમ છે. આટલું સાંભળીને કેતનના ચહેરા પર થોડી ચમક આવી. સુરેશસર (ગણિતના શિક્ષક) પ્રત્યે જે અણગમો હતો તે ક્ષણિકમાં દુર થઈ ગયો. કેતન બોલ્યો, એક વાત પુછું સર ? હા હા બોલો બેટા શું પુછવું છે?
ઘણા સમયથી કેતનના મનમાં ઘુંટાતી વાત બહાર આવવાની તક મળતા જ મુખમાંથી સરી પડી. સર મારો પ્રિય વિષય ગણિત હતો, કોરોના પહેલાં ગણિતમાં મને મજા આવતી, દાખલા ગણવાનો આનંદ થતો. પરંતું ઓનલાઈન શિક્ષણ ચાલું થતા ખબર નહીં સર કેમ મને ગણિત પ્રત્યે અણગમો વધતો જ ગયો. ગણિતમાં રસ ઘટતો ગયો. નવમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં સૌથી ઓછા માર્કસ આવ્યા. મમ્મી મને બહું વઢી, પપ્પાનો ગુસ્સો આસમાને હતો. અગાઉની બધી જ પરીક્ષાના પરિણામથી આનંદિત રહેતા મારા મમ્મી-પપ્પા દુઃખી દુઃખી થઈ ગયા. આવું કેમ સર ???
એટલામાં બેલ પડ્યો, સુરેશસર કહે કેતન તારો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. હવે તારે મેદાનમાંથી વર્ગમાં જવું પડશે અને મારે બીજા વર્ગમાં ગણિત ભણાવવા જવાનું છે, એટલે તારા પ્રશ્નનો જવાબ પછીથી આપું તો ચાલશે ને? હુ તને ચોક્કસથી જવાબ આપીશ. તારી મુશ્કેલીનો અંત આવી જ જશે એમ સમજ.
બીજા દિવસે સુરેશસરે એકાંતમાં કેતન સાથે વાત કરવાનો વિચાર કરી, કેતનને રીશેષ દરમિયાન કોમ્પ્યુટર લેબમાં બોલાવ્યો. જો બેટા કેતન તું સાચે સાચું કહી દે કે તને ઓનલાઈન ભણવાની મજા આવતી હતી કે ઓફલાઈન? કેતને કહ્યું સર મને એકલાને નહીં પરંતુ ઘણા બધાને ઓનલાઈનમાં મજા નહોતી આવતી. ઓકે કેતન હવે તુ મને કહે કે, તું જ્યારે ઓનલાઈન મોબાઈલમાં ભણતો ત્યારે સાથે સાથે મોબાઈલમાં વિવિધ પ્રકારની ગેમ પણ રમતો હતો ને ? અરે સર શું કહું ભણવામાં જેટલો કાઢતા તેના કરતા વધારે સમય ગેમ રમવામાં વિતાવતા. એટલે જ બેટા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. કેટલાક વિધ્યાર્થીઓ તો ઓનલાઈન શિક્ષણ દરમિયાન મોબાઈલ ચાલું કરીને ક્યાંય ચાલ્યા જતા. તેવા વિધ્યાર્થીઓના મોબાઈલ ભણતા હતા વિધ્યાર્થીઓ નહીં. તેના પરિણામ સ્વરૂપ ગણિત જેવા વિષયોમાં કચાશ રહી જતી. ખેર હવે પરિસ્થિતિ બદલાઈ છે.સ્કુલમાં સંપુર્ણપણે ઓફલાઈન શિક્ષણકાર્ય ચાલું થયું છે. હવે ગઈ ગુજરી ભુલી જા આજથી જ અત્યારથી જ વર્ગખંડમાં ધ્યાનથી ભણવાનું ચાલું કરો. આપણે ગણિતમાં દસમા ધોરણમાં ઉપયોગી એવા પ્રકરણો કે જે તમે નવમા ધોરણમાં ઓનલાઈન ભણ્યા હતા તે પ્રકરણો સમજાવવા મે આજે જ આચાર્યશ્રી સાથે વાત કરીને એકસ્ટ્રા તાસ લેવાનું આયોજન કર્યુ છે.એટલે ચિંતા છોડ અને આવતીકાલને સુંદર બનાવવા વર્ગખંડમાં એકાગ્રચિત્તે ભણવાનું શરૂ કરી દે.
કેતનના મનનું સમાધાન થયું અને કેતને નિરાશા ખંખેરી તમામ વિષયોમાં આનંદથી ભણવાનું ચાલું કરી દીધું. સુરેશસર કોઈ પ્રશ્ન પુછે એ પહેલાં તો કેતનની સાથે મોટા ભાગના વિધ્યાર્થીઓ આંગળી ઉંચી કરી જવાબ આપવા તત્પર રહેતા. છેલ્લી બેન્ચીસની ગમગિની દુર થઈ ગઈ અને આનંદની હેલી પ્રસરી રહી.

-કનુભાઈ પટેલ (કનુ શેઢાવી)