My Poems Part 9 in Gujarati Poems by Kanzariya Hardik books and stories PDF | મારી કવિતાઓ ભાગ 9

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

મારી કવિતાઓ ભાગ 9

(1) તો શું વાત છે
કહેવું છે ધણું પણ કહેવા વગર
જાણી જાવ તો શું વાત છે...
મોકલીયો છે મે કાગળ કોરો સરનામે
છતાં મારા પ્રેમ ને સમજી જાવ તો શું વાત છે....
અજાણ્યા રસ્તા ચાલીયો જાવ છું
છતાં આપણો ભેટો તો શું વાત છે....
સંબધો છે ધણા જીવનમાં પણ
પોતાના પ્રેમ રંગાઈ જાય તો શું વાત છે...
આઝાદ છે યુગલ પક્ષીઓ
એવો જ મને સાથીદાર મળી જાય તો શું વાત છે...
જીવે છે અહીં લોકો બીજા માટે પણ મારા માટે કોઈ જીવી જાય તો શું વાત છે...
ચાલે છે એવા જીવનમાં સંધષૅ
કોઈ સાથે આપવા વાળું મળી જાય તો શું વાત છે...

(2)બસ તું.....

લખવા બેસું તો શબ્દે શબ્દે બસ તું.....
વાતું કરું તો વાતે વાતે બસ તું....
માણું એવી ક્ષણ દરેક પળે પળે બસ તું....
વણૅન કરું એવું પાત્ર દરેક યાદ માં બસ તું....
તું છે હંમેશા સાથીદાર
બસ દરેક જન્મો જન્મ બસ તું જ.....

(3) મારો શું વાંક ?

નથી મળવું તને રસ્તે પણ
મારું મન મને એ તરફ ખેચે છે
એમાં મારો શું વાક ?
દબાવી રાખીયા છે મે લાગણી ના શબ્દો
મારું હૈયું કહી દે એમાં મારો શું વાક ?
નથી નજરે જોઈ શકતો તમારી સામે
પણ આંખ ઈશારા કરે
એમાં મારો શું વાક ?
સમય રોકી મને રાખે છે
તમારી રાહ જોવા માટે
એમાં તો મારો શું વાંક
અજાણતા થઈ ગયો છે ભેટો આપણો
નથી રહ્યો હવે તમારો કે મારો વાક?

(4)તારી અને મારી વાત
અજાણ બની તને જાણવા માટે સગપણ કરવું છે
બે ધડી પાસે બેસી ને મારી યાદો નું સ્મરણ કરવું છે
પ્રેમ , લાગણી ની અનુભતી થશે એકબીજાને
તારી સાથે મારે જીવનમાં ધડતર કરવું છે
મળીશ જો તું સદા આમ મને
તારા સ્મિત મારે દપૅણ માં અંબાવુ છે
જો તું રહીશ મારી સાથે હંમેશાં
મારે અપૅણ થવું છે તો સાથીદાર રૂપે

(5)તારા નામ ની ...

લખી ને રાખી છે એવી શાયરી તારા નામ ની
મારી ડાયરી પ્રેમ ભરેલી વાતો છુપાવી રાખી
તારા નામની...
એકલો પડું છું જયારે હું
વાચુ છું કવિતા તારા નામની...
છુપાવી રાખીયુ છે એવું ચિત્ર મારા હૈયામાં તારા નામ નું પ્રેમ પત્રો માં લાગણી અંકી રાખી
તારા નામની....
એવી યાદો પળો માણી છે તારા નામની...
નથી મારે વધુ હવે કહેવું
મે મારી આખી ડાયરી ભરી રાખી તારા નામની...

(6)મન થાય છે


આજે તને ફરી થી મળવાનું મન થાય છે
આજે ફરી થી જોવાનું મન થાય છે
તારી આખ ના ઈશારે મને વાતો કરવાનું મન થાય છે હાથ માં હાથ રાખી મને તારી સાથે ચાલવાનું
મન થાય છે
તારા ચહેરા પર નખરારો ગુસ્સો કે
આજે તને ફરી ખીજવાનુ મન થાય છે
પવન લહેરાતી તારી લટો તું બંધતી વારંવાર
મને એ ખોલવાનું મન થાય છે
હું તારા રૂપ વાત શું કરું
તારા સ્વભાવ ને છેડવાનુ મન થાય છે
આજે તને ફરી થી જોવાનું મન થાય છે
તારી સાથે રહેવાનું મન થાય છે
મને

રડતા રડતા જતા રીક્ષા ની યાદ પડી છે
મીઠી વાતો થી મેડમ આપેલી ચોકલેટ પડી છે
પાટી અને પેન ધૂટેલા એકડા પાડીયા છે
લેશન ન કરવા થી મેડમ લાકડી પડી છે
રીશેસ ના સમય મિત્રો વચ્ચે વહેચેલા નાસ્તા
એવી પળો પડી છે
ચોપડે લેખેલી અમુક એવી કવિતાઓ પડી છે
બારી માંથી કુદીની ભાગી જતાં એવી યાદ પડી છે પકડાઈ જતાં પાટલી પર ઊભા રહેવાની સજા પડી છે ધરે પહોંચેલી એવી ફરિયાદ પડી છે
પપ્પા હાથની જાપડ પણ પડી છે
વધતી ઉંમર લાગે છે ધણું છુટી ગયું છે
હકીકત તો મારી યાદ સ્કુલ માં પડી છે

કણઝજરીયા હાદિક (વઢવાણ)