MY GUJARATI POEMS PART 60 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 60

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 60

કાવ્ય 01

અબોલ જીવ ની અરજી

માર હતો શું વાંક??
મારે પણ જીવવાનો છે અધિકાર
હત્યા કૅમ કરો છો મારી
મારે પણ છે નાના નાના બાળ

ચિત્કાર કરી પોકારું વર્ષો થી
કરો નહિ ખોટી હત્યા મારી
મારે પણ છે નાના નાના બાળ
કરો નહિ વગર વાંકે એમણે અનાથ

ઉપરવાળા એ આપ્યો બધા ને જીવ
તો એમના નામ ઉપર મારી હત્યા કૅમ??
ક્યાં ઇતિહાસ માં લખ્યું છે
મારી હત્યા થી ઉપરવાળો થાય છે ખુશ???

નિર્દય લોકો ના બહેરા કાને વર્ષો થી
કૅમ નથી પહોંચતી અમારી ચીચીયારી ??
નથી દેખાતા આંખો ના મારાં આંસુ
શું નથી તમારે નાના નાના બાળ??

વર્ષો થી ઉપર વાળા ના નામ ઉપર
કરતા આવ્યા છો અમારી હત્યા
તો પણ નથી ભરાણા પેટ તમારા???
હવે તો કરો અમારા ઉપર ઉપકાર...

ઉપર વાળા ની છું હું દેણ..
વ્હાલી છું હું પણ ખ઼ુદા ની
તો કૅમ કરો છો હત્યા મારી
હું પણ છું એક જીવ તમારી જેમ
વાત નો બેમતલબ કરી ના કરો હત્યા મારી

આજ ના દિવસે અરજી છે અમારી
કરો છો તમે ઘણા બધા નેક કામ
તો આજે જીવ મારો છોડીને કરો
અમારી જાતિ ઉપર ઉપકાર
ઉપરવાળા ના નામ ઉપર કરો નેક કામ


કાવ્ય 02

દોસ્ત તું કૅમ છો અનોખો

દોસ્ત,
તુ કૅમ આવો છે
ધાર્યા બહાર નો છે
છતાં દિલ મા વસનારો છે,

દોસ્ત,
તુ મારો પડછાયો છે
તુ મારો સાચો હમદર્દ છે
તુ મારા સુખ દુખ નો સાથી છે,

દોસ્ત,
તુ સાવ અલગ છે
તુ દુખ મા આગળ હોય છે
તુ સુખ મા છેલ્લે હસતો બેઠો હોય છે,

દોસ્ત,
તુ નટખટ છે
તુ હંમેશા હસાવતો રહેતો છે
તુ મારા માટે તારણહાર છે,

દોસ્ત,
તુ મારી ઢાલ છે,
તુ મારું સુરક્ષા કવચ છે,
તુ મારા માટે કૃષ્ણ સમાન છે,

દોસ્ત,
તુ બંધુ પણ છે
તુ લોહી ના સગપણ વગર નો અનોખો સંબંધ છે
મારા આયખા નો તુ આત્મા છે દોસ્ત...

દોસ્ત,
તુ મારા માટે સર્વસ્વ છે
તને બિરદાવું કઈ ઉપમા થી
તુ તો મારા માટે સંકટ મોચન પણ છે

કાવ્ય 03

શાને જીદે ચડ્યો???

શાને જીદે ચડ્યો છે તું
મારા વ્હાલા મેહુલિયા
આવ હવે તું જલદી આવ
અષાઢી બીજ આવી નજીક

હૈયા થી વરાળ ફેંકે ધરતી
સૂકા પડ્યા ઝરણાં ને
સૂકા ભાટ પડ્યા ખેતર
ખેડુ જુએ અમીટ નજરે તારી રાહ

છત્રી રેઇનકોટ પડયા પડ્યા થાય જૂના
છોકરા ઓ તરસે વરસાદે ન્હાવા
બાળકો એ કાગળ ની હોડીઓ રાખી તૈયાર

ચાતક થયાં છે તરસ્યા
તરશે જુવાનિયા થનગનાટ કરવા
ક્યાં અટવાયો તું મારા વ્હાલા મેહુલિયા

જીદે નાં ચડ તું પ્રેમિકા જેમ
આવ હવે તું જલદી આવ
અષાઢી બીજ આવી છે નજીક
મેહુલિયા જીદે શાને ચડ્યો છે તું??



કાવ્ય 04

વરસાદ

વરસાદ છે પ્રભુ નો પરસાદ
વરસાદ થી જ છે જનજીવન

ધરતી લાગે હરિયાળી વરસાદ થી
ઝરણાં ને તળાવ શોભે વરસાદ થી

વરસાદ વગર ખેતર લાગે સૂકા ભટ્ટ
વરસાદ વગર અઘરું છે માનવ જીવન

ડગલે ને પગલે જરૂર પડે છે પાણી ની
પાણી વગર પાણીવીના ની છે જીંદગી

ગાઢ જંગલો થકી આવે વરસાદ
છતાં કાપતો રહે મનુષ્ય જંગલો

બચાવવું હોય જનજીવન
તો પ્રકૃતિ નુ કરો દિલ થી જતન

અમાનવીયતા થી જો રૂઠી પ્રકૃતિ
તો ખેદાન મેદાન થાશે જનજીવન

વરસાદ છે પ્રભુ નો પરસાદ
વરસાદ થી છે જનજીવન

કાવ્ય 05

મેઘો...કરે ઘેલો

ટીપ...ટીપ... ટીપ..
વરસાદ નો અવાજ
કરે આ મેઘલો ઘેલો મને....

મન ઉપર નો ઉતારી ભાર
હલકું ફુલકું બની મન,
આંબે ગગને બાથ ભીડવા ને

એક એક ટીપું પડે તન પર
લાગે કુદરત કરે વ્હાલ
ચૂમીઓ ભરી ભરી ને

વરસાદ નો ટીપ..ટીપ.. અવાજ થી
બને વરસાદી આહલાદક સંગીત
વરસાદી સંગીત થી ઉડે તન નો થાક

ના તડપાવ મેઘલા તુ મને
દોડે પગ ભીંજાવા ખુલ્લા મેદાને
મેઘલા તુ હવૅ વરસ મન મૂકી ને

ભીતર થી પલળીને થાક્યો હું
પડ મેઘલા હવૅ તુ મન મૂકી ને
પલળવું છે મારે બહાર થી મન મૂકી ને..