HASYA LAHARI - 4 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૪

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હાસ્ય લહરી - ૪

 

વસંત-ઋતુએ વિઝા લેવાની જરૂર નથી..!

 

                                    આજકાલ ધમ્માલોમાં પણ સાલી 'લેટેસ્ટ' આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે પસ્તીમાં ચાલી ગઈ. હવે તો પ્રેમ-પૈસા-પદવી ને પાપાચારની ‘લેટેસ્ટ’ ધમ્માલ ચાલે..!  સંત આવે કે જાય, વસંત અટકે કે ભટકે, અહી પડી છે કોને..? વાઈફ જે છે, તે જ છે કે, બદલાય ગઈ, એ જોવાનો પણ સમય નહિ. ઋતુ જાય તેલ લેવા, પૈસો ક્યાં છે..? અમુક તો અમસ્તા જ શ્વાસનો બગાડ કરીને,  બરાડા પાડતાં હોય કે, ‘મારી અક્કલ ‘ આઉટ ઓફ ડેઈટ’  થઇ ગઈ..! મારી અક્કલ ચરવા ગઈ, મારી અક્કલને મરકી લાગી, મારી અક્કલ બરફ થઇ ગઈ, તમાચો મારીને ગાલ લાલ કરી ગઈ વગેરે વગેરે ! એને વગર ઋતુના સુખી થવાના સંક્રમણ કહેવાય..! મૌસમને માણવાની તાણ બીજું શું..? ચકલી ની ચાંચ ઉપર બેઠેલી વસંત-ઋતુને માણવા તો નિજાનંદ જોઈએ. પદ-પ્રતિષ્ઠા ને પૈસાને ગૌણ બનાવી વસંત ઋતુને ખોળામાં લેવી પડે. પઅઅણ એ ની માને..! દાઢી પાકટ થયા પછી આવા બરમૂડાને ઋતુ-જ્ઞાન આપવા કંઈ નર્સરી થોડી  ખોલાય..? રતનજી ખીજવાય..! જે ઘડીએ જેવી મૌસમ મળી હોય તેવી નિભાવવી પડે. ટાલ ઉપર કાંસકો ફેરવતા હોય એમ સેટિંગ કરી લેવું પડે..! અપસેટ થયા તો, કાગડા ચોંચ મારી જાય..!  અન્ડરવેર’ નહિ બદલો તો ચાલે, મૌસમ પ્રમાણે માણસે બદલાવું પડે..! જોનારને પણ રાજીપો થાય કે, ભાઈના ગાલ ઉપર વસંત કેવી લાલ થઈને કુદકા મારે છે..? બુદ્ધિનો ફૂલસ્ટોક બધામાં હોતો નથી, પણ ‘ચણીબોર’ જેટલું તો ‘નોલેજ’ હોવું જ જોઈએ કે, આંગણામાં ‘છમ-છમ’ કરતી વસંત-ઋતુ રણકતી હોય ત્યારે, ‘હગલી’ને ‘રેઇન-કોટ પહેરીને ‘હાઈઈઈઈ’ કહેવા નહિ જવાય..! રતનજી ખીજાય..!
                                    જો કે, વસંત-ઋતુ ખાનદાન ખરી, ટાઇઢ-તડકાની માફક એ ક્રૂર-લીલા કરતી નથી, માત્ર લીલા જ કરે..! વિફરે ત્યારે સૂકાં બાવળિયામાંથી પણ કુંપણ કાઢે..!  એક વાર તખ્તનશીન થવી જોઈએ, પછી તો રિપેરમાં કાઢેલાં ખોખલાં હૈયામાંથી પણ સુરાવલી કાઢે કે, ‘ઓ બસંતી પવન પાગલ..! (આગળનું બધાંને આવડે જ છે..!) એકવાર પલાળી તો નાંખે, હોંઓઓઓ..? ડૂસકાં લેતો શ્વાસનો બાટલો પણ ભરાવા માંડે..! મઘમઘું તો એવો થાય કે, બળાપાના ગળફા કાઢ્યા સિવાય, પતિ પણ વાઈફ સામે આદર્શ બની જાય..! (વધારે પડતું તો નથી લખાયું ને..? એવું લાગે તો માની લેવું કે, વસંતઋતુની આડ નહિ, પણ ગાઢ-અસર મને પણ ચઢવા આવી છે..!) વસંત-ઋતુના નજારા  જોયા પછી ભગવાનને જોવાની સાલી જીદ જ મટી જાય.,! એવી મર્દાનગી આવી જાય કે, ચીણી આંખવાળા ચાઇનીશને પણ કહી દેવાનું મન થાય કે, ‘ ભારત સામે તારે જે ભડાકા કરવા હોય તે કરી લે, અમારે તો  શિયાળો-ઉનાળો ને ચોમાસું, એ જ  સાક્ષાત બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ છે..! પેટ્રોલના ભાવ ભલે આસમાને જાય કે, પેટ્રોલ પાછું પાતાળમાં જાય, ‘WE DONT CARE.!' જેના દિલમાં વસંત એના દેશમાં બારેમાસ વસંત..! જેમ, ફળફળાદી કે તેજાનો દુધમાં ભળીને, ‘ફ્રુટ સેલાડ’ બની જાય, એમ ઋતુઓ સમય સાથે સાંઠ-ગાંઠ કરે ત્યારે, ‘વસંતઋતુ’ નું પ્રાગટય થાય..!  ઋતુઓનો રાજવી એટલે વસંત ઋતુ..! ગોખલામાં કેસૂડો રાખવાથી કે, કોયલને ટટળાવવાથી કદાચ વાવાઝોંડા આવતાં હશે, બાકી વસંત નહિ આવે..! કાંડામા ગીટારનું ટેટુ ચિતરાવવાથી કાંડું સરસ લાગે, બાકી ટેટુ ખંજવાળવાથી ટેટામાંથી વસંત રાગની ધૂન નહિ નીકળે.!’  નક્શામાંથી  દેશ શોધી શકાય, બાકી જે તે દેશની કાફે ટેરીયન માં બેસીને એસ્પ્રેસો કોફીના ટેસડા લેવા હોય તો, તે દેશમાં પગને ફેરવવા લઇ જવા પડે. વસંતને કેલેન્ડરમાંથી કાઢીને હૈયામાં રોપવી પડે. નહિ તો રતનજી ખીજાય..!
                                   વસંત-ઋતુ એટલે માથે બગીચો લઈને ફરવાની મૌસમ..! બાકી, કાળી મુસળી ને ધોળી મુસળીના ભેદની જ ખબર ના હોય, એને નાગ પંચમી હોય કે વસંત પંચમી, ક્યા ફર્ક પડતા હૈ..? આવાં નકુચાના ઘરે તો, પગ લુંછણીએ પગ ઘસવા પણ નહિ જવાય. વસંત ઋતુ જો ડોરબેલ વગાડવા ગઈ, તો એને પણ છુટ્ટા ઓશિકા મારે..! આવાં ઘરનાં બારણે ગાદી-તકિયા નાંખીને ‘કૂઉઉઉ..કૂઉઉઉ  બોલે કોયલિયા’ નહિ ગવાય..! રતનજી ખીજાય..! પેટ છુટ્ટી વાત કરું તો, જેનું મોઢું જોઈને ઝાડવાંઓ પાન ખેરવી નાંખતા હોય, કોયલો અડધેથી વટી જતી હોય, બારણા મધ્યે કાગડાઓ સંસદ ચલાવતાં હોય, ત્યાં કોલાહલ જ દીપે, વાસંતી વાયરા નહિ..! તમે ક્યાં નથી જાણતા કે, આજકાલ મૌસમનો પણ કોઈ ભરોસો નથી. કોથળા માંથી એવાં બિલાડાં કાઢે કે, કઈ ઋતુમાંથી કઈ બબાલ નીકળે એનો ભરોસો જ નહિ..! પંચાંગમાં વસંત હોય, ને ભર વસંતે જ વરસાદ પણ વરસે. ઝાડવાઓ ઉપર ‘વેન્ટીલેટર‘ લગાવવાના દિવસો આવતા નથી એટલું સારું છે.! સાલી મૌસમમાં પણ ભેળસેળ..! ફરવા નીકળ્યા તો,  છત્રી-સ્વેટર-રેઇનકોટ-મફલર સાથેનો અલગ બિસ્તરો લઈને જ નીકળવું પડે.  હિલ સ્ટેશન ઉપર ખાવા માટે માવા મળે, પણ હવાને  શોધવી પડે..! કદાચ એવો સમય નહિ આવે તો સારું, કે પાણીની માફક હવા ના પાઉચ લઈને જ  ફરવા નીકળવું પડે..! વસંત પંચમી એટલે બ્રાન્ડેડ મૂહર્ત..! મહિનાઓ પહેલાં મૂહર્ત બુકિંગ કરાવેલું હોય, પણ વાઈફ જ બગડે એવું નહિ, ઋતુઓ પણ બગડે. લગન કાઢીને બેઠાં હોઈએ ત્યારે, સઘળે, કાદવ કાદવ થઇ ગયો હોય. ક્યારેક તો એવું પણ ફિલ થાય કે, જાન કાઢીને કન્યા લેવા જઈએ છીએ કે, કાદવ કાઢવા..? એમાં હનીમુનના અણમોલ પ્રસંગની તો વાત જ શું કરવી..? ભર વસંતે છત્રી રેઇનકોટના હથિયાર સાથે હનીમુન કરવા જવાનું સારૂ તો નહિ લાગે, પણ બીજું કરીએ પણ શું.?  જઈને જનકલ્યાણના જુના ચોપડાં જ વાંચવા પડે..!.


                                           લાસ્ટ ધ બોલ

 આ RTPCR નું ગુજરાતી કોઈને આવડે છે..?

વાઈફ બોલી, ‘ હા, મને આવડે છે, બોલું..?

બોલ..!

R એટલે રોજ, T એટલે થોડું, P એટલે પીવાનું, C એટલે ચાલુ અને R એટલે રાખો..!

રોજ-થોડું-પીવાનું-ચાલુ-રાખો..!

ગાંડી..! તું શું બોલે છે, એનું ભાન છે તને..?  ગુજરાતમાં દારૂબંધી છે..!

હા તે તો મને પણ ખબર છે. હું ક્યાં દારૂની વાત કરું છું. હું તો હળદરવાળું દૂધ પીવાની વાત કરું છું.

તારા કપાળમાં કાંદા ફોડું..!

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------