Prem Kshitij - 42 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૨

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૨

શ્યામા એના લહેરાતા પાલવ અને વાળ સાથે રિવરફ્રન્ટ પાસે શ્રેણિક જોડે આવીને ઊભી રહી,બન્ને વચ્ચે એક મૌનમાળા સ્થપાયેલી હતી, જે જગ્યાથી તેઓની જીવનની શરુઆત થઈ હતી એ જગ્યાનો આભાર રખે ભૂલી શકાય? પવનની લહેરખીઓ સાથે આવી રહેલા ઠંડા પાણીની લહેર વાતાવરણને ઠંડી કરી રહી હતી, ઉપરથી વરસાદી વાદળોએ સૂર્યના બળબળતા તાપને પોતાના માથે લઈને એક પ્રાકૃતિક છત્રી બનાવી દીધી છે, કુદરત પણ જણાતી હતી કે હવે એટલા વર્ષે તેઓ અહી આવ્યા છે તો એમને ફરીથી એ દિવસો યાદ કરાવી દેવા પડશે!
જ્યારે તેઓ આગાઉ મળેલા ત્યારે બળબળતી ગરમીનો સમય હતો પરંતુ આજે વાતાવરણે પલટો લીધો છે, એ વખતે વચનોબદ્ધ થવા તેઓની પરીક્ષા રૂપે સૂરજ તપતો રહ્યો પરંતુ અને જીવનની ઘટમાળની કસોટી પાર કરીને તેઓએ એક ટાઢક મેળવી હતી તો કુદરત પણ એમની જોડે તાલમેલ ખાઈ રહી હતી, અહી બંધાયેલા વાદળો જાણે એ બન્નેની જ રાહ જોઈ રહ્યા હતા, એમનાં આવતાની સાથે જ વરસાદ એકાએક વરસી પડ્યો અને એકમેકને ભીંજવી રહ્યો ને તેઓ સાચા દિલથી ભીંજાઈ રહ્યા હતા!
વરસાદની શીતળ બુંદ બન્નેને ભીંજવીને ઠંડક પહોંચાડી રહી હતી અને જોડે એમનાં દિલને પણ, વર્ષોથી જાણે આ વરસાદને તરસતા તેઓ એકબીજાને જોતાં ત્યાંથી જરાય પણ ખસ્યા નહિ, તેઓને ખબર નહિ કેમ આ વરસાદ તરસતી ધરતી કરતાં પણ વધારે સારો લાગ્યો!
"શ્યામા....જો ને આપના માટે જ આ વરસાદ આવ્યો છે કે શું?"- શ્રેણિક થોડા રોમેન્ટિક મૂડમાં બોલ્યો.
"આ તો રિવરફ્રન્ટની મજા છે, ચાલુ વરસાદે અહી પલળવાની મજા જ કાંઈક અલગ છે!"- શ્યામાએ પાણીના બુંદને પોતાના હાથમાં પકડવાનો પ્રયત્ન કરતા કહ્યું.
"તને ભીંજાવું ગમે?"
"બહુ જ...આઇ લાઇક રેઇન ફોરએવર!"- એ ખુશ થતા બોલી, એનું આવું ભોળપણવાળું રૂપ શ્રેણિકે સાત વર્ષમાં પહેલી વારના જોયું.
"તો તું તો કોઈ દિવસ પલાળવા નથી ગઈ હમણાં સુધી?"
"પણ મોકો જ નથી મળ્યો તો! સાચું કહું તો આજે જીવનની સાચી નવરાશ મળી છે ઇન્ડિયા આવી ને!"- શ્યામા પકડતાં પલળતા બોલી.
"હા તારા સપનામાં ખોવાયેલી હતી તો! આજે એટલા વર્ષે મે એ કાઠિયાવાડી શ્યામા જે નદીના કાંઠે જોઈ હતી એ જોઈ રહ્યો છું!"- શ્રેણિક શ્યામા સંગ પહેલી મુલાકાત સ્મરી રહ્યો, શ્યામાના દિલમાં એની વાત સાંભળતાની સાથે એક અજીબસુ સંગીત વાગી રહ્યું, વર્ષો બાદ એને એક પ્રેમની અભિવ્યક્તિ યાદ આવી, એકી નજરે જે શ્રેણિક એને ગમી ગયો હતો એ પલ એને યાદ આવી ગઈ, લગ્નના બંધમાં તેઓ બંધાઈ ગયા હતા પરંતુ હજી પ્રેમના બંધનમાં બાંધવાનું બાકી છે એ એને યાદ આવી ગયું.
"તમને યાદ છે?"- એને શ્રેણિકને કુતૂહલવશ પૂછ્યું.
" કેમ તને યાદ નથી?"- શ્રેણિકે એ જ સવાલ એને પૂછી લીધો.
બન્ને એકબીજાને જોઈ રહ્યા, શ્રેણીકે શ્યામાનો હાથ પકડી લીધો, બન્નેના મનમાં પ્રેમનો ઉમળકો ઉઠ્યો, શ્યામા શરમાઈ ગઈ અને બોલી, "મને તો એકએક પળ યાદ છે, હું કઈ રીતે ભૂલી શકું?"
"તો પછી મારાથી કઈ રીતે ભૂલી શકાય?"- શ્રેણિક હસ્યો.
"તો એટલા વર્ષોથી જતાવ્યું કેમ નહિ?"- શ્યામાએ એના હાસ્યની સામે જોતા કહ્યું.
"મે આપેલું વચન! તારું કરિયર સેટ કરવા સમજી લે મારું બલિદાન!"- શ્રેણિકે મૂડ હળવો કરતાં કહ્યું.
"આટલું બધું તો એક સાચો પ્રેમી જ કરી શકે! તમે સાચે મને એટલો બધો પ્રેમ કરો છો?"- શ્યામાએ એની નજર શ્રેણિક સાથે મિલાવી અને ધારદાર સવાલ કર્યો.
"જો પ્રેમ ના કરતો હોય તો એટલા વર્ષો સુધી મારી આ શ્યામા જોવા માટે કસોટીમાં થોડી પાર ઉતરી શકતે?" - શ્રેણીકે શ્યામાના બે બાજુઓ પર હાથ મૂકીને આશ્વાશન આપ્યું.
શ્યામાની આંખ માંથી દળદળ આંસુઓ વહેવા માંડ્યા, વરસાદના પાણી વચ્ચે એના આંસુઓ વધારો કર્યો પરંતુ શ્રેણિક એ આંસુ જોઈ ન શક્યો એને શ્યામાને ચૂપ કરાવવા એના હોઠ પર એની આંગળી મૂકી દીધી અને ગલ પર સરી જતાં આંસુ લૂછ્યા, શ્યામા કશું જ બોલી ના શકી અને શ્રેણિકને વળગી પડી અને વરસાદની સાથે એ શ્રેનિકમાં પણ ભીંજાઈ ગઈ.
આજે ફરી કોઈ પ્રકારનો ઈઝહાર નહોતો છતાંય તેઓએ સાત વર્ષ બાદ ફરી નવી શરુઆત કરી એમનાં પ્રેમજીવનની!

ક્રમશઃ