Leisure in Gujarati Human Science by Zalak bhatt books and stories PDF | નવરાશ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નવરાશ

જીવનમાં માણસોને કેટલીવાર નવરાશ મળતી હોય છે અને ઘણી વાર તો તેઓ નવરાશ માં પણ પોતાને વ્યસ્ત રાખવાની જ શોધમાં હોય છે.કેવું ને? જેમકે,બાળકોને આપણે હંમેશા ઠપકો આપતાં હોય છીએ કે કંઈ નથી કરવાનુ છતાં તારે લેશન પુરું થયું નથી.જ્યારે બાળકોને પણ લેશન એક કાર્ય જેવું જ લાગતું હોય છે. થોડી વાર રમીને આવે પછી પોતાના બેગ પર ધ્યાન દેશે જ, તો બાળકો માટે રમત એજ એમની નવરાશ છે ને તેમનો એ સમય તમે લઇ લીધો તો સમજો તમારી નવરાશ પણ ગઇ. કેમકે,ઘરે રહી ને તેઓ ભણશે નહીં પણ તમારું રોજીંદુ કાર્ય પણ શાંતિ થી નહીં કરવા દે.
ત્યારબાદ આવે છે યુવાઓ.એમને પોતાના મોબાઈલ માં સ્ક્રીન શોર્ટ અને લાઈક કેટલાં મળ્યાં તેમાં જ નવરાશ લાગતી હોય છે. સ્ટેટ્સ કોનું વધું સારું છે? બેગ્રાઉંડ કેવું છે.ભલે,આખો દિવસ નહીં પણ થોડીવાર માટે જ પોતાના મોબાઈલ માં એટલા ઇન્વોલ હશે કે તમારે બે વાર તો રાડ પાડી ને ઉઠાડવા જ પડશે. વળી, આવશે તો પણ કહેશે મમ્મી થોડી વાર પછી રાડ પાડવી હતી ને મારી બેસ્ટ ફ્રેન્ડ નો મેસેજ આવવાનો હતો.આ છે એમની નવરાશ.
હવે આવે છે ગૃહસ્થો ની વાત કે જેઓ હમેશાં ઘર અને બહારના કાર્યમાં વ્યસ્ત હોય છે. તેમને નવરાશ ક્યારે લાગે છે? જ્યારે રોજીંદુ કાર્ય છોડીને કોઈ અલગ જગ્યાએ જાય છે એટલે કે હોટલ,ગાર્ડન,સિનેમા વગેરેમાં કંઇ થોડીવાર માટે પણ તેઓ નવરાશ નો અનુભવ કરે છે.મોટા ભાગે જોઈએ તો બહેનો ને જ સિનેમા જોવાનો શોખ હોય છે. ટીકીટ લેનાર તો એ.સી. હૉલ માં મસ્ત નીંદર નો આનંદ ઉઠાવતાં હોય છે. ખરું ને! પણ એવી નવરાશની પળો એમને કેટલાય દિવસની એનર્જી આપી દે છે.ને એ દિવસો માં કાર્ય પણ કુશળતાથી થવા લાગે છે.તેથી જિંદગીમાં નવરાશ ની જરૂર છે.
વળી, એ થી પણ આગળ જોઈએ તો વયસ્કો કે જેઓ નિવૃત્ત થયા છે. પોતાનાં કાર્ય પ્રણાલી થી તથા ગૃહસ્થ કાર્ય થી કેમકે હવે એ કાર્ય તેમનાં પુત્ર - પુત્ર વધુ એ સંભાળી લીધું છે. છતાં તેમને મનમાં એ નવરાશ ગમતી નથી! એ કાં તો કંઇક સાફ - સફાઇ માં લાગશે કાં પછી રસોડાં ના કાર્ય માં મદદ કરશે.દાદા હશે તો શાકભાજી લઇ આવશે. બાળકો ને બહાર લઇ જશે. પણ આ રીતની વ્યસ્તતાને જ તેઓ નવરાશ કહેશે.
ગર,ના કહેશો એ કાર્ય માટે તો તેમને ખોટું પણ લાગી જશે.તેથી તેમની નવરાશ સાથે રહેવા દેવામાં જ સમજો ભલાઇ છે.
એ પછી આવે છે પાછું બાળપણ, બાળપણ!
હાં,બાળપણ કેમકે વૃદ્ધત્વ માં માનસ એક તરફી જ બની જાય છે.ભલેને પોતાના પુત્ર અલગ - અલગ શહેરો માં રહેતાં હોય તેના આસ - પાસ ના લોકો પણ એમને પસંદ કરતાં હોય. બધી રીતે વાતાવરણ અનુકુળ હોવાં છતાં એમ જ વિચારે કે હવે આ દિવસે ઘરે પહોંચી જઈએ તો સારું! પણ, એમનાં માટે એ ઘર એમની યાદો એમનાં કાર્યની વાતો અને આવતાં - જતાં લોકોને અપાતો ઠપકો તથા શિખામણ એ જ નવરાશની પળ છે.વૃદ્ધત્વ માં વ્યસ્ત રહેવું એ જ તેમને નવરાશ લાગે છે.જો કોઈની મદદ લેવી પડે તો જાણે પોતે અસહાય થઈ ગયા છે તેવો ભાવ મન માં લાવે છે.વૃધ્ધ માનસને એક બાળકની જેમ જ સમજાવવા પડે છે. કેમકે, તેમણે ધારેલી ઘણી નવરાશ તેમનાં પુત્ર તથા પુત્ર વધુ માટે સમસ્યા બની જતી હોય છે. જેમકે ઘરથી મંદિર સુધી જવું છે પણ ચાલીને, લાકડી સાથે જોતી નથી, થાક લાગશે તો જગ્યા જોઈને બેસી જશું.પણ,વાહન દ્વારા મંદિર જવું નથી.આ જીદ ને લીધે તેઓ જાય તો છે પણ ઘરમાં બધાં ને ચિંતા આપી ને જ.
જ્યાં સુધી પાછા ન આવે બધાં ના જીવ ઊંચા થઈ જાય છે. વળી આ સમય માં ભરોસો પણ કોઇ એક પર જ હોય છે. તેથી જો ઘર માંથી કોઇ સાથે જવા ઇચ્છે તો ગુસ્સે થઈ જવામાં આવે છે.ખરું ને!
તો આ છે આપણી સૌ ની નવરાશ. આપણા ભારત ની નવરાશ આપણે ફોરેન ની જેમ નવરાશ માટે કોઈ કીટી પાર્ટીની કે કોફી પોઇન્ટની જરૂર નથી. આપણા લોકોની સાથે એક ક્ષણ પણ જો વાત કરવાની મળી જાય તો એ છે આપની નવરાશ અને આ નવરાશ ની છાપ આપણા મન માં એવી પડી રહેશે કે જેવી આપણા મોબાઇલ માં સેલ્ફી પણ નહીં પડી હોય.વગર મોબાઈલ
કે ઈમેજ ફાઈલ વગર પણ જ્યારે યાદ કરશોને ત્યારે આ નવરાશ ની ક્ષણો આપના મન માં એક ટીક - ટોક મૂવમેન્ટ ની જેમ નજર સમક્ષ આવી જશે અને તમને એ જ નવરાશની પળો નો આનંદ ફરી આપતી જશે.