Senior Citizen in Gujarati Motivational Stories by મહેશ ઠાકર books and stories PDF | સીનીયર સિટીઝન

Featured Books
  • ओ मेरे हमसफर - 7

    (ललिता राठौड़ रिया को आदित्य की बहू बनाना चाहती है और रिश्ते...

  • Super Villain Series - Part 12

    Part 11 – “रक्त की पुकार” में — जहाँ नायक अर्णव को पहली बार...

  • अनजानी कहानी - 3

    विशाल और भव्य फर्नीचर से सजी हुई एक आलीशान हवेली की तरह दिखन...

  • Age Doesn't Matter in Love - 5

    घर पहुँचते ही आन्या का चेहरा बुझा हुआ था। ममता जी ने उसे देख...

  • लाल बैग - 3

    रात का समय था। चारों ओर खामोशी पसरी हुई थी। पुराने मकान की द...

Categories
Share

સીનીયર સિટીઝન

*એક સિનિયર સિટીઝનની વ્યથા :- જરૂર થી એક વાર વાંચશો.

*"તમારે ઘરમાં બેસી રહીને મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે.....?"*
*મેં જ્યારે મારા પુત્ર ભાવેશને કીધું : "બેટા, મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે....."*

*ત્યારે મને સામે મળેલ પ્રત્યુતરથી મારુ આત્મસન્માન ઘવાયું છતાં હું ચુપ રહ્યો.....*

*મારી પત્ની નંદાને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે, "તેમાં ભાવેશ શું ખોટું કહે છે ? આ ઉંમરે ઘરમાં બેસવા કરતાં તમારે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ.....!"*

*અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી.....*
*આમ તો આ ધીરે ધીરે રોજનું થયું હતું.....*
*કોઈને વ્યવહાર કરવાનો હોય કે મારે મસાલો ખાવો હોય તો દસ સવાલના જવાબ આપ્યા પછી જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય તેમ મારી પત્ની અને પુત્ર મને હાથમાં રૂપિયા આપતાં.....*
*આ અપમાનિત સ્થિતિમાંથી છુટવા મેં ઘણા નિરર્થક પ્રયત્ન કર્યા.....*
*પણ તેમાં નિષ્ફળતા જ મળી.....!*

*મારી ઉંમર 59 વર્ષ. હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી કે ગોતવા જવી.....?*

*હું કંઈ જ બોલ્યા વગર મારા બેડ રૂમમાં જતો રહ્યો.....*
*બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મારી મુર્ખામી ઉપર હું છુપાં આંસુ પાડતો રહ્યો.....*
*હું મારા ભુતકાળમાં ધીરે ધીરે જતો રહ્યો.....*

*લગ્ન થયા ત્યારે અમારા શહેરની મોટામાં મોટી કંપનીમાં હું એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો.....*
*મારા લગ્ન થયા મારી પત્ની પણ લિમિટેડ કંપનીમાં નોકરી કરતી હતી.....*
*હું મારા મિત્રોની અંદર મારી જાતને સૌથી વધારે સુખી ગણવા લાગ્યો.....!*

*આ સમય દરમિયાન અમારા ઘરે સંતાનનું આગમન થયું. તેનું નામ મેં ભાવેશ રાખ્યું. મારા આનંદનો પાર નહોતો.....*
*ભગવાનની જાણે કૃપા અને આશીર્વાદ મારા ઉપર વરસતા હોય તેવું મને લાગતું હતું.....!*

*મને જે તકલીફો પડી તે મારા બાળકને ના પડવી જોઈએ એ વિચારથી શહેરની મોટી કહેવાતી મીડીયમ ઈંગ્લિશ સ્કુલમાં ફીની ચિંતા વગર ભાવેશનું એડમિશન લીધું.....*
*તેની દરેક જરૂરિયાતોનું પણ હું પુરી બારીકાઈથી ધ્યાન રાખતો.....*

*મારા પપ્પા મને ઘણી વખત કહેતા : "બેટા આપણે મધ્યમવર્ગીય પરિવારના માણસો છીએ. જે ખર્ચ કરીએ એ ભવિષ્યનો વિચાર કરીને કરવો.....*
*રૂપિયા વગરનું ઘડપણ બોજા રૂપ લાગે છે.*
*આવી સ્થિતીમાં બાળકો સામે હાથ લાંબો કરવો એ મોત બરાબર લાગે છે.*
*મારે તો સરકારી નોકરી છે. પેન્શન મળે છે.....*
*તું તારા ભવિષ્યનો વિચાર કરજે.....!*

*પણ.....*
*હું ધુતરાષ્ટ્રની જેમ પુત્ર અને પરિવારના પ્રેમમાં અંધ બની ગયો હતો.....!*

*પપ્પા-મમ્મી તો આ દુનિયામાં રહ્યાં નહોતાં.*
*પણ.....*
*તેમના અમુલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતાં હતાં.*
*તેમની સલાહ નજર અંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો.....!*

*ભાવેશ ભણવામાં હોંશીયાર હતો.....*
*હું પણ સમાજમાં, કુટુંબમાં તેના વખાણ કરતાં થાકતો નહોતો.....*
*12th માં સારા માર્ક આવ્યા એટલે.....*
*મેં તેને ડોકટર બનાવવાનો નિર્ણય કર્યો.....!*

*આ સમય દરમિયાન અમારી કંપનીમાં અને મારા જીવનમાં તોફાન આવ્યું.....*
*કંપની ખોટમાં ચાલતી હોવાથી કંપનીએ VRS સ્કીમ મુકી.....*
*મેં ઘરે વાત કરી.....*
*ભોળો બની VRS માં કેટલી રકમ મળશે એ પણ મેં કહી દીધું.....!*
*મારી પત્ની અને ભાવેશે કીધું પપ્પા VRS લઈ લ્યો.....*
*મુડી ઉપર વ્યાજ પણ બેન્કમાં સારું મળશે.....*
*મમ્મી સર્વિસ કરે છે.....*
*અને હું ડોકટર થઈશ પછી તમને રૂપિયાની કોઈ ચિંતા નહીં રહે.....!*
*નંદાના ચહેરા ઉપર ભાવેશની વાતને મુંગો સપોર્ટ હતો.....*

*હું આ બન્નેની વાતોમાં આવી ગયો.....*
*વગર ઉમ્મરે VRS લઈ ઘરે બેસી ગયો.....!*
*આ દરમ્યાન ભાવેશને ડોકટર બનાવવાના ખર્ચને પહોંચી વળવા એક પછી એક મારી ફિક્સ હું તોડવા લાગ્યો.....*
*ભાવેશ ડોકટર બની ગયો.....*
*હું ખુશ થઈ મારા મિત્ર મંડળ, કુટુંબમાં પેડા વહેંચ્યા.....*
*પણ.....*
*મારો આ આનંદ લાંબો સમય ન ટક્યો.....!*

*ભાવેશનાં લગ્ન થયાં.....*
*મારી દશા તો ઘરમાં નાણાં વગરના નાથીયા જેવી હતી.....!*

*ઘરમાં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી.....*
*કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે કોઈપણ પ્રકારનું કામ મને ચીંધી દેતાં શરમ કે સંકોચનો અનુભવ કરતા નહોતા.....*
*પાછા ઉપરથી ચીંટીયો ભરતા જાય અને બોલતા જાય, "લ્યો નવરા બેઠા છો તો આટલું કામ કરી નાખો.....!*"

*મેં મારા બેડરૂમની ભીંત ઉપર લટકાવેલ પપ્પા-મમ્મીના ફોટા સામે જોઈ કીધું, "પપ્પા તમારી વાત યોગ્ય સમયે માની હોત તો હું આજે આટલો લાચાર અને નિ:સહાય ના બન્યો હોત.....!"*

*હું ભીની આંખે, હતાશ મનથી થાકી, હિંમત હારી પપ્પાને યાદ કરતાં કરતાં ઊંઘી ગયો.....*

*થોડીવાર પછી અચાનક હું ઉભો થઈ ગયો.....*
*સ્વપ્નમાં પપ્પાના હાથમાં અમારા મકાનના દસ્તાવેજ હતા.....**
*એ મારા હાથમાં મુકતાં બોલ્યા : "બેટા, તું તારી જાતને લાચાર કે મજબુર ક્યારથી સમજવા લાગ્યો.....?*
*આ મકાન મેં તારા નામે કરેલ છે.....*
*જો તારો પરિવાર તારુ ધ્યાન ના રાખતો હોય, તારી જરૂરિયાતો પુરી ના કરતા હોય તો, વેચી માર આ મકાનને.....*
*તારી લાગણીની મજાક ઉડવતા હોય તો તું શા માટે.....શા માટે.....શા માટે.....લાચાર બની બેઠો છે.....?*
*ઊઠ, ઉભો થા.....*
*આ તારી અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે.....*
*અને આ લડાઈ હમેશાં લાગણીથી નહીં, બુદ્ધિથી લડવી પડે.....!"*

*મારા કાનમાં પપ્પાના આ શબ્દોના ભણકારા ક્યાંય સુધી પડતા રહ્યા.....*

*હું ઉભો થઈ પપ્પાના ફોટાને દીવાલ ઉપરથી ઉતારી, છાતીએ લગાવી, ખુબ રડ્યો.....*
*"પપ્પા, તમે સાચું કહો છો.....*
*હવે હું આ લોકોના વાણી વર્તન વ્યવહારથી ક્યારનોય થાક્યો છું.....*
*હું ઘરેથી ભાગી જવા અથવા જીવનનો અંત લાવવાનો વિચારતો હતો, ત્યાં તમે મને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું.....*
*જીવતાંજીવ તો તમારી સલાહ ના માની પણ હવે તમારી સલાહ આંખ માથા ઉપર.....!"*

*મેં મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી.....*
*ઘર જુનું હતું.....*
*પણ.....*
*800વારના પ્લોટમાં હતું.....*
*બજારની અંદાજિત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો હું માલિક હોવા છતાં ભિખારીની જેમ કેમ ઘરમાં રહેતો હતો.....?*
*એવો વિચાર પણ મને બે ઘડી આવી ગયો.....!*

*ખરાબ અનુભવો પછી વ્યક્તિનો નવો જન્મ થાય છે.....*
*હવે પછીનો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો.....*

*મારી બેઠક રૂમમાં, સોફામાં બેસવાની સ્ટાઈલ બદલાઈ ગઈ હતી.....*
*ભાવેશ અને મારી પત્ની સાથે વાત કરવાની રીત પણ મેં બદલી નાખી હતી.....*
*હવે હું પણ તે લોકો સાથે ઉંચા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો.....*
*મારામાં અચાનક આવેલ પરિવર્તનથી અકળાઈને એક દિવસ ભાવેશ બોલ્યો, "મમ્મી, પપ્પાની ઘરમાં બેસી બેસીને દાદાગીરી વધવા લાગી છે.....*
*રૂપિયો કમાવવો તો છે નહીં.....!"*

*મારી પત્ની નંદા ઉભી ઉભી સાંભળતી હતી પણ ભાવેશને આવું બોલતાં રોક્યો પણ નહીં.....*

*એટલે મેં કીધું, "આ બધી ચરબી ચડી ગઈ છે એ તારા બાપે કપડાં કાઢી તને ડોકટરનું ભણાવ્યો એટલે.....*
*સાંભળી લેજો.....*
*ઘરમાં બધા હવેથી મર્યાદામાં રહીને મારી સાથે વાત કરજો....."*

*"નહીંતર.....?"*
*ભાવેશ ઉંચા અવાજે બોલ્યો:*

*"નહીંતર.....તેં કલ્પના પણ નહીં કરી હોય તેવું પરિણામ આવશે.....!"*
*કહી હું મારા રૂમમાં જતો રહ્યો.....*

*મેં એસ્ટેટ બ્રોકરને ફોન કરી ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી દીધું.*
*રવિવારે તો એક પછી એક લોકો મારુ ઘર જોવા આવવા લાગ્યા.....*

*ભાવેશ અને મારી પત્ની નંદા કહે: આ બધું શું છે.....?*

*મેં કીધું, "એ પ્રશ્ન પુછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચુક્યા છો.....*
*આ મકાન મારુ છે.....!*
*મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે.....!*
*જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવાની હોય તો એવું ભિખારી જેવું જીવન હવે મારાથી નહીં જીવાય.....!*

*ભાવેશ, ભાવેશની પત્ની અને મારી પત્ની નંદા મારી સામે લાચાર નજરથી જોવા લાગ્યા.....!*

*મેં કીધું: "શરમ આવવી જોઈએ એક બાપના આર્થિક, માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધી.....*
*તમે બધાં મારા ઘરમાં ભાડે રહો છો એ તમે ભુલી ગયા લાગો છો.....!*
*મારે ઘરના ભાડા પેટે મારા ખાતામાં દર મહિને 35000 રૂપિયા જમા જોઈએ.....*
*જો મારી આ શરત તમને મંજુર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકુફ રાખીશ.....!"*

*ભાવેશ કહે: "મંજુર છે.....!"*

*મેં કીધું: "એક વખત ભોટ બન્યો.....*
*બીજી વખત બનવા માંગતો નથી.....*
*35000 ના 12 ચેક મને એડવાન્સમાં આપી દયો.....!"*

*ભાવેશ કહે: "તમે તો બાપ છો કે સોદાગર.....?"*

*મેં કીધું, "બેટા, એ સવાલ મારે તને કરવાનો હોય.....?*
*તને શરમ આવવી જોઈએ.....*
*શહેરમાં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે ચાર ધામ યાત્રા તો ઠીક પણ મોબાઈલનું બેલેન્સ પણ કરાવવા ભીખ માંગે..... હેં?*
*મેં મારું બેન્ક બેલેન્સ, ફિકસો, બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડયો.....*
*તને કદી વિચાર પણ ના આવ્યો કે, પપ્પાની પાસબુક ખાલી મારા કારણે થઈ છે એ પાસબુક ભરવાની જવબદારી પણ મારી છે.....*
*સોરી બેટા, અત્યાર સુધી લાગણીથી જીવ્યો.....*
*હવે મારામાં તાકાત નથી.....*
*મારી શરત તમને લોકોને મંજુર હોય તો કહેજો.....!"*
*આટલું બોલી હું મારા બેડરૂમમાં જતો રહ્યો.....*

*રૂમમાં જઈ પપ્પાના ફોટાને પગે લાગતાં વર્ષો પછી હું હસી પડ્યો અને બોલ્યો: "પપ્પા, તમે કીધું તેમ બરાબરની હવા ભરી છે.....*
*તીર નિશાન ઉપર લાગ્યું છે.....!"*

*આ બધા મારા પ્રેમ ,ત્યાગ, સમર્પણ અને મૌનને મારુ નિર્માલ્યપણું સમજી ગયા હતા.....!*

*પપ્પા પણ જાણે મારી સામે ફોટામાંથી ટગર ટગર જોતા જોતા મને તાળી આપી રહ્યા હોય તેવું લાગ્યું.....!*
*હવે દર મહિને ૩૫૦૦૦ મળવા લાગ્યા... અનલિમિટેડ નેટ ભરાવું છું, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઘણા જુના મિત્રો મળી ગયા છે. ગપ્પાં મારવાની મજા આવે છે... પત્ની પણ ધીરે ધીરે હવે મારા પક્ષે આવી ગઈ છે. બન્ને સાથે ઢોસા અને પંજાબી ખાવા જઈએ છીએ, મોલમાં શોપિંગ કરવા જઈએ ...અને ક્યારેક ફિલ્મ પણ જોઈ આવીએ છીએ,તોયે ૩૫૦૦૦ ખુટતા નથી. તેમાથી પણ બચત થાય છે...*
*આવતા મહિને અમે બંને દક્ષિણ ભારતની વીસ દિવસની ટુર માં પણ જવાના છીએ.*
*જિંદગી આખી ઢસરડા કર્યા , હવે ખબર પડી સાચી જિંદગી તો નિવૃત્તિ પછી જ છે...*
*જોકે હવે દીકરા અને વહુ ને પણ ફરિયાદ નથી , કારણકે ચાર પાંચ કરોડ‌ રૂપિયા નો બંગલો તેનો જ છે.. તેથી તે પણ ખુશ છે...*

*સારાંશ:*
*મગજ બંધ કરીને સંતાનો ને પ્રેમ કરવાનો સમય નથી રહ્યો.....*
*શંકા કરીને સંબંધો ભલે ના બગાડીએ પણ વડીલોએ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે.....!*
🙏🏻🙏🏻