Priyatamne Patra - 4 in Gujarati Letter by Bhanuben Prajapati books and stories PDF | પ્રિયતમને પત્ર - ભાગ-4

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રિયતમને પત્ર - ભાગ-4

નામ : પ્રિય દોસ્ત સાગર
તારીખ : પત્ર મળે તે તારીખ જાણવી
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ

પ્રિય સાગર,
તારો પત્ર મળ્યો પણ હું તને લખી રહી છું જવાબ તે તારી પ્રિયા નથી પણ હું પ્રિયાની વચને બંધાયેલ તેની સખી શ્વેતા છું.
સાગર તું આ પત્ર વાંચીને દુઃખી ન થઈ જતો.હું તને તારી પ્રિયાએ કહેલ પ્રેમના એક ,એક શબ્દો લખી રહી છું.પ્રિયા તને ખૂબ પ્રેમ કરે છે. તે તારી સાથે પત્ની બનીને નહી એક માસૂમ પ્રેમિકા બનીને જીવવા માગે છે..તેને પણ તારી જેમ દેશસેવા કરવાનું વિચાર્યું અને તે દેશમાં ફાટી નીકળેલો દહેશત કોરોના માં સેવા કરવા ચાલી નીકળી.એને મે ખૂબ સમજાવી તો એને કહ્યું મારો સાગર આખા દેશની સેવા કરવા સૈનિક બની અંધારી રાતે બંદૂક ચલાવી રહ્યો છે.તો હું તેનું અસ્તિત્વ છું.એટલે એ મારું માની નહિ.અને દૂરદર્શન પર જોયું તારી પ્રિયા કોરીનાની મહામારીમાં લોકોની સેવા કરવા લાગી જ્યાં કોઈ પોતાના સગાને અગ્નિદાહ નહોતું આપતું ત્યાં પ્રિયા એક સ્ત્રી બનીને અગ્નિદાહ આપવા લાગી.નોધારા બાળકોની માતા બની રાત દિવસ સેવા કરવા લાગી.વધારે તો એને લોકોની ચિંતા કોરી ખાવા લાગી મને ફોન કરીને કીધુ કે હવે હું મારા સાગરને તારા ભરોશે છોડી રહી છું.તું પણ તેને ચાહતી હતી પણ તમારા વચ્ચે હું આવી ગઈ.પણ શ્વેતા મારા સાગરને પ્રેમ ભરપૂર કરજે કારણકે હું આ કોરોનાનો શિકાર બની ગઈ છું અને સાગર અંધારી અમાસના દિવસે આવી રહ્યો છે એટલે તું મારા પત્રનો જવાબ આપી દેજે.અને હા ,એને ઘણી તૈયારી કરી છે.એને તમારો ઓરડો સુંદર રીતે સજાવીને મૂકેલો છે અને તેમાં તમારા પ્રેમની પ્રથમ રાત્રિની યાદો એને એક ડાયરીમાં અકબંધ મૂકી છે મને એને કહ્યું હતું કે; એ ડાયરી ફક્ત સાગર સિવાય કોઈને પણ જણાવતી નહી.મે ફોન મૂકીને તરત જ એ ડાયરી વાંચવાનો પ્રયત્ન કર્યો છે. હું મારી સખીના વચન પ્રમાણે પત્ર લખી રહી છું. પણ ડાયરી વાંચતા મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

સાગર તને જે લખી રહી છું એ તને ડાયરના શબ્દોને લખી રહી છું. તને એમ થતું હશે કે શ્વેતા કેમ અત્યારે ડાયરી મારી સામુ પત્ર દ્વારા રજૂ કરી રહી છે પરંતુ મારું હૈયું હાથ રહેતું નથી અને તારી પ્રિયા હોસ્પિટલમાં છે મને એના ડાયરીમાં રહેલા તેના પ્રેમ ભર્યા દિલના પ્રણયને રજુ કરવા માગું છું. સાગર પ્રિયા એક ડાયરીમાં તો પહેલા પેજમા જોયું તો લખ્યું હતું

પ્રિય જીવનસાથી.
હું દિવાળીના અમાસની રાહ જોઈ રહી છું તમે ઘણા બધા વાયદા કર્યા પરંતુ હવે છેલ્લો વાયદો દિવાળીનો કર્યો છે એટલે મને એમ થયું કે હું મારા સાગર માટે થોડો દિલની વેદનાને લખી દઉં.

"અંધારી રાત મને તારા વિના સુની લાગે
વિયોગ ની વેદના દિલમાં દુઃખ ભરી લાગે
અંધારીરાતમાં તારા સ્પર્શ વિના દુઃખી લાગે
કોને કહેવી હૈયાની તડપનતું ખૂબ દૂર લાગે

સાગર હું તારા માટે દિવસો ગણી રહી છું હવે ફક્ત પંદર દિવસ જ બાકી હોય એવું મને લાગી રહ્યું છે પરંતુ મને તો જાણે કે વર્ષો લાગે બાકી હોય એમ લાગે છે તારી મુલાકાત વિના જ અધૂરી રહીશ. સાગર તુ જેટલો દેશને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ હું તને કરું છું અને એટલા માટે કરી રહી છું કારણકે તું દેશપ્રેમી છે અને પછી તું મારા પ્રેમી છે.

"અંધારી રાતો મેં તમને યાદ કરીને વિતાવી છે.
તમે અંધારી રાતોમાં દુશ્મનોને સામે પડકાર ફેંકીને વિતાવી છે."

સાગર તમારી સાથે પત્ર લખી લખીને મને પણ જાણે કે દેશ પ્રત્યે પ્રેમ ઉભરાતો હોય એમ લાગી રહ્યું છે. તમે આવો ત્યારે હું તમને પ્રથમ તો મારા હૈયા થી મારા દિલમાં રહેલા પ્રેમથી તરબોળ કરી દઈશ.

સાગર કદાચ તમને યાદ નહીં હોય પરંતુ લગ્નની પ્રથમ રાત્રે આપણી સુહાગરાત હતી પરંતુ અચાનકજ લાઈટ જતી રહી હતી અને હું ખૂબ જ ડરતી હતી .એ રાત મને હજી યાદ છે. તમે મને ખુબ જ રાહ જોવડાવી હતી શિયાળાની કડકડતી ઠંડી હતી અને હું ઘૂમટો તાણીને તમારી રાહ જોયા કરતી હતી. ચારે બાજુ ભૂત-પ્રેતની બીક લાગતી હતી અને તમે ઓરડામાં જલ્દીથી પધાર્યા નહોતા. અને જેવા વધારે એવી શું ચીસ પાડીને તમને વળગી પડી હતી આપણું સુહાગરાતનું પ્રથમ મિલન હંમેશા યાદ રહી જાય તેવું હતું અને હજુ પણ હું યાદ કરું છું અને તમને પણ યાદ કરતા હશો. સાગર હું જાણું છું કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો પરંતુ મારી અંદર દેશ સેવા કરવાની ઇચ્છા જાગી છે એટલે હું તમને આ પત્ર દ્વારાજણાવવા માગું છું કે કદાચ દેશ સેવા કરતા ,કરતા હું મારા પ્રાણ ગુમાવી દઉં તો ' તમે મારી મિત્ર શ્વેતા સાથે ફરીથી લગ્ન કરજો કારણ કે એમાં જ મારી છબી હશે એ તમને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તમારા બંને પ્રેમ વચ્ચે હું આવી ગઈ છું ભગવાન ન કરે મને કંઈ થયું તો નથી જ.. પરંતુ કદાચ થઈ જાય તો મારી આ છેલ્લી ઈચ્છા તમે ચોક્કસ પૂરી કરશો. સાગર આ બધા શબ્દો તમારી પ્રિયાના છે. તમે એવું ન વિચારશો કે પ્રિયા આવું કેમ લખ્યું છે પરંતુ પ્રિયા કોરોના મહામારીમાં દેશસેવા માટે નીકળી તે પહેલા
આ ડાયરીમાં લખીને ગઈ છે પરંતુ મારાથી રહેવાયું નહીં એટલે મેં વાંચીને તમને પત્રમાં જણાવ્યું છે કે તમે જલ્દી થી પાછા આવી શકો, કારણ કે મારી સહેલી પ્રિયા તમને એટલો બધો પ્રેમ કરે છે કે તમે જે દેશ પ્રેમ માટે લડી રહ્યા છો તે દેશ પ્રેમ માટે અહીંના લોકો સામે મદદ કરીને રહી છે અને તરફ એક દેશ સેવાનો ઝુંબેશ ચાલી રહ્યો છે. પત્ર મળે તો તમે જલ્દી પ્રયાણ કરો .

પત્રનો જવાબ જરૂર લખજો.કારણકે પ્રિયા રાહ જોતી હશે એ હોસ્પિટલમાં છે.પણ જીવ તારી પાસે છે.હું હવે તારા પત્રની રાહ જોઈ રહી છું ફકત પ્રિયા માટે
લિ.
શ્વેતાના પ્રણામ.