Matrutva - 1 in Gujarati Short Stories by Monika books and stories PDF | માતૃત્વ - 1

The Author
Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

માતૃત્વ - 1

શિવ અને શિવાની ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક હતા. સ્વ (myself)ને ઉચ્ચ વિચાર અને સ્વસ્થ વિચાર સાથે જીવતાં રાખવામાં માનતા. લગ્નને ૫-૬વર્ષ થઇ જતાં સંતાનપ્રાપ્તિ માટે બા-દાદાના ઘણા આદેશો આવતાં. તેમના તરફથી અન્ય પતિ-પત્ની સાથે ઘણી સરખામણીઓ અને ભગવાનને આજીજીઓ થતી. પરિવારમાં પુસ્તકો, શાસ્ત્રો વગેરે પર વધુ ભાર આપવામાં આવતો. તેમજ શિવ-શિવાની પણ સાહિત્યપ્રેમી હતા. 

શિવ શિવાનીએ થોડી આર્થિક અને માનસિક સ્થિરતા પછી નક્કી કર્યું કે,” આપણે બંને ભગવાન પાસે આશીર્વાદ લઇ અને સંતાનપ્રાપ્તિ માટે વિચારશું અને ખુબ સારી રીતે શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીશું.”

ચૈત્ર નવરાત્રીનો સમય આવ્યો એટલે શિવાનીએ નોકરીમાં રજા મૂકી એક જ સ્થાન પર દીવા સામે બેસી ૯ દિવસ અનુષ્ઠાન કર્યું. તે દરમિયાન શિવાનીએ ઘરની બહાર નીકળી ન હતી. આધ્યાત્મિક વિડીયો, ઓડિયો અને ઈશ્વરનો સાથ. શિવાની એના શરીરમાં આવનાર ભ્રૂણ માટે શાંત અને પ્રફુલ્લિત જગ્યા બનાવવા માંગતી હતી. ત્યારબાદ દિવાળીનો સમય આવ્યો, શિવ-શિવાની દ્રઢ નિશ્ચય સાથે આધ્યાત્મિક અને પવિત્ર રીતે શ્રેષ્ઠ એવા સ્થાન પર ૧૦ દિવસનું  રોકાણ કર્યું. શ્રેષ્ઠ બાળક માટેના સેમીનાર અને પુસ્તકો વાંચ્યા અને ઘણાં પુસ્તકો સાથે લીધા. સાસરીની રૂઢી સહજ સ્વીકારી તે મુજબ ભગવાનની આરાધના કરી, નિયમો પાળ્યા અને ખુબ સારી રીતે સારા વિચારો સાથે નવા જીવનની શરૂઆત કરી.

શિવના વ્યવસાય, શિવાનીની નોકરી અને શનિ રવિ વતનમાં જવાનું હોવાથી થોડો સમય વધુ થતાં પરિવારમાં ઉચાટ થઇ ગયો હતો. અંતે ગાયનેકોલોજિસ્ટને બતાવ્યું તો તેમણે નિદાન કર્યું કે, “ બંને નળી બ્લોક છે અને ટેસ્ટ ટ્યુબ બેબી કરવું પડશે. શિવાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ પરંતુ હસીને શિવ સામે જોયું, જાણે શિવને કહેતી હતી કે,” આ હજી બાકી રહી ગયું તું.” શિવે શિવાનીનો હાથ પકડીને કહ્યું,” શિવાની, મારે બાળકની કોઈ જરૂર નથી. આપણે બન્ને ખુબ ખુશ રહીશું અને હું તને સાચવીશ. તું જરાય ચિંતા ન કર.” પરંતુ શિવાનીનું દિલ આ સ્વીકારવા તૈયાર ન હતું કે, “તેને માં બનવા માટે TEST TUBE BABYની જરૂર છે”.

શિવના દૂરના પરિવારમાં એક ગાયનેક હતાં તેનો સંપર્ક કરવાનું વિચાર્યું. રજાના દિવસોમાં ત્યાં જશું એમ વિચાર્યું. શિવાનીના સાસુ તેને દર મહીને એક વાર બાળક માટે પૂછી જ લેતાં અને રૂબરૂ મળે ત્યારે વધુ વાર્તાલાપ ચાલતો. શિવાની ગાયનેકના નિદાનની વાત એમને હાલ કરવા ઇચ્છતી ન હતી કારણકે કહેશે તો એમને દુઃખ પણ લાગશે અને બધાં એમ સમજશે કે,” વહુ વાંઝણી છે.”

શિવાની આ સમય દરમિયાન પરીક્ષાની આવતા તૈયારી કરવા નોકરીમાંથી રજા લીધેલ. તૈયારીની સાથે નિદાન થઇ જાય એ અપેક્ષાએ એણે શિવને કહ્યું કે, મને તમે તમારા મમ્મી-પપ્પા પાસે મૂકી જાવ. હું ત્યાં રહીશ. શિવે કહ્યું કે, વાંધો નહિ. શિવાનીએ ચિંતા સાથે કહ્યું, “ તમે તો સાથે આવશો નહિ તો મારી સાથે ડોક્ટર પાસે કોણ આવશે?” શિવ ને તેની એક બહેન પર ભરોસો કે તે આ વાતને ગુપ્ત રાખી નિદાન કરાવી લેશે. પછી કદાચ ત્યાના ડોકટર પણ એમ કહે કે, “નળી બ્લોક છે.” તો મમ્મી પપ્પાને વાત કરીશું. શિવે ફોન કરી બેનને કામ સોપ્યું. અને શિવાનીને અહિયાંથી રવાના કરી.

શિવાની સાસરીમાં પહોંચી ત્યાં તેનું સ્વાગત જ એવું થયું કે જાણે તે કોઈ ગંભીર બિમારીથી પીડાય છે. સાંજે ડોકટર પાસે જવાનો સમય આવ્યો ત્યાં બીજી નણંદ આવી ગયી હતી. પૂછ્યું તો કહે કે, “તને લઈને ગાયનેક પાસે જવાનું હતું તો હું ઘર સાચવવા આવી છું. તબિયત કેમ છે?” શિવાની સહેજ અચકાઈને સ્વસ્થ બની. ડોક્ટર પાસે ગયા તો ત્યાં ત્રીજી નણંદ રાહ જોઈ બેઠેલી હતી. શિવાની તેમને જોઈ વિચારમાં પડી કે,” આતો બધાને બધું જ ખબર છે.” પણ ત્યારે આ વાતને ખુબ સરળતાથી લીધી.

આ ગાયનેકે પણ રીપોર્ટ જોઈ નિદાનમાં નળી ખોલવા માટે ઓપરેશન કરવું પડશે એમ જ કહ્યું. એક મહિના પછી આઠમ પછી આવવા કીધું. ઘરે ગયા ત્યારે સૌને સમાચાર મળી ગયેલ હતા કે, આ પ્રોબ્લેમ છે. શિવાનીને તેની વાત બધા વચ્ચે વાગોળાય તે ગમ્યું નહિ પરંતુ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. સવારે જાગી તો બધાં પાસે એજ વાત હતી કે,” આ કેમ થયું હશે?” શિવના નસીબ જ ખરાબ લાગે છે,” એની સાથે લગ્ન થયા એ બધાને છોકરા થઇ ગયા., આપણે તો ક્યારે એ સુખ મેળવીશું.” પરિવારમાં સૌનો સાથ હતો તેમાં ના નહિ પરંતુ નકારાત્મક બોલવાનું પણ રહેતું.

શિવાની ચુપ ચુપ રહેવા લાગી. ઘરના કામ કરી સમય પસાર કરવા લાગી બે નણંદ માંથી એક બાળકો સાથે પિયરમાં જ રહેતી હોવાથી તથા એકને બાળક નાનું હોવાથી સાથે રહેતાં. બંને નોકરી કરતાં હોવાથી ઘર અને છોકરાની જવાબદારી માથે લઇ લીધી. ઘરનું કામ કરી છોકરાઓ સાથે ખુશ રહેતી. પરીક્ષાની તૈયારી કરવાનો મુડ મરી ગયો હતો કારણકે ઘરે પણ કોઈ વાંચવા સમય આપતા નહિ. ક્યારેક ટ્યુશનમાં જવાનું હોય તો વાહન ન હોય, ક્યારેક ભાણેજને સાચવવાના હોય, ક્યારેક સાસુ ઘરેના હોય એટલે ૧૦ ૧૨ જણાના કામ માંથી નવરી જ ન પડતી.

આમ ને આમ દિવસો જતાં ગયા અને શ્રાવણ વદ આઠમ પછી ઓપરેશન માટે જવાનું હતું. પણ સાતમના દિવસે માતાજીની કૃપા થઇ અને  શિવાનીએ સારા સમાચાર આપ્યા. તે જ દિવસે ગાયનેક પાસે ગયા અને ટેસ્ટ કરાવ્યો તો “શિવાની માં બનવાની છે” તેમ કહ્યું.

શિવ-શિવાની તો ખુબ ખુશ હતાં તે બન્ને તો સમજી જ ના શક્યા કે અગાઉનું નિદાન ખોટું હતું કે, શિવાનીનો વિશ્વાસ અતૂટ હતો?”ત્યારે શિવ-શિવાનીએ એમ માની લીધું કે,” આ ઘર પવિત્ર હોવાથી અહિયાં આવ્યા પછી આ સમાચાર મળ્યા. ઘરમાં બધે ચર્ચાનો વિષય બની ગયો હતો.

શિવાનીએ તો પરીક્ષાના ચોપડા અને સાથે વીર નારી રત્નો અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવાનું ચાલું કર્યું. રજા પૂરી થતાં શિવ સાથે નોકરીના સ્થળે ગયાં. સમય પસાર થતો ગયો. શિવાનીની આવી પરિસ્થતિમાં પણ સાસુ-સસરાને વતનમાં મળવા જવાનો નિયમ અકબંધ હતો. શિવાની હોંશે હોંશે મળવા જતી. તેને એમ જ હતું કે,” બાળક આવશે પછી તો સાસુ આવવાના જ છે તો આ સમય કાઢી નાખું તો બધાનું સચવાઈ જાય. ઘરનું બધું કામ શિવાની જાતે કરતી. શિવ શિવાનીને ખુબ સાચવતો.

તેની દરેક ઈચ્છા પૂરી કરી. પાડોશી કહેતાં કે ,” શિવ આખો કોથળો ભરીને શિવાની માટે શાકભાજી લઈને આવે. શિવાનીને ક્યારેય સુગ ચડી કે ઉલ્ટી થઇ તેવું બનતું નહિ. શિવાની એ નવ મહિના બહારનો કોઈપણ ખોરાક ન ખાધો અને ચલચિત્ર કે સીરીયલ જોઈ ન હતી. શિવાની બપોરે ઓફિસથી આવે ત્યારે પાડોશીએ નવી વાનગી બનાવી હોય તો શિવાની માટે કાઢી રાખતા. પાડોશી ખાટીમીઠી વસ્તુ જ્યાંથી મળે ત્યાંથી લઇ આવતાં” શીવું તું આ ખા.” “ગોદડી,ખોયું ઘણું બનાવી આપ્યું.” માંની યાદ આવતી ત્યારે એ માસી સાચવી લેતાં.

શિવ અને શિવાની તેના આવનાર બાળક માટે ખુબ ખુશ હતાં. નાના કપડાં, ગોદડી, મોજા, ઘોડિયું, રમકડાં બધી તૈયારી કરી લીધી હતી. સાતમો મહિનો પૂરો થવા આવતા શિવાની સાસુની રાહ જોવા લાગી કે,” હવે બા આવશે અને મને સાચવશે.” પહેલું બાળક હોવાથી ગમે ત્યારે કઈ થાય તો તેવો ડર પણ લાગતો. પણ તે આવ્યા નહિ  અને જયારે શિવાની સાસુને એમ કહેતી કે.” બા વાંધો નથી હું સ્વસ્થ છું ત્યારે એમ કહેતાં કે, અમે તો અમારા સમયમાં બહુ વેઠયું અને એકલા જ મોટા કર્યા.”

આઠમાં મહિને સોનોગ્રાફીમાં એમ આવ્યું કે બાળક ઉલટું છે. પણ રાહ જોવો એ તો સીધું થઇ જશે એમ કીધું. શિવાનીએ તે વિષે સાસુને વાત કરી. એમણે કીધું કે,” અહિયાં કુટુંબમાં ડોકટર છે તેને બતાવી જાવ. તે જે કહે તેમ કરીશું.” એટલે શિવાનીએ થોડા દિવસ તેના મમ્મીને બોલાવ્યા અને ઘર બધું સરખું કરાવ્યું અને પછી સાસરીમાં ગયા. નવમો મહિનો શરૂ થયે ૧૫ દિવસ થઇ ગયા હતા. શિવાનીએ છેલ્લા સમય સુધી નોકરી કરી જેથી તે તેના બાળકને પુરતો સમય આપી શકે. આવનારું બાળક તેની માટે વિશેષ હતું. શિવાની અને શિવાનીની મમ્મીને લઈને શિવ વતનમાં ઘરે ગયો. બીજા દિવસે ગાયનેકને બતાવા જવાનું હતું.

શિવાનીના સાસુએ સવારે ૭ વાગે કીધુકે,” શિવાની મારે પ્રસંગમાં હાજરી આપવા ગામડે જવાનું છે તો દવાખાને તારી સાથે બેન (નણંદ) આવશે.” શિવાનીને યોગ્ય તો ન લાગ્યું પણ તેની પાસે રસ્તો ન હતો. શિવ સાથે હતો નહિ.

ગાયનેકને બતાવા જવાનો સમય થયો એટલે નણંદ આવ્યા અને કહ્યું કે, “ શિવાની તારા મમ્મીને સાથે નથી લેવા ટુવ્હીલર પર ફાવશે નહિ અને તારા મમ્મી ઘરે મારા છોકરાને રાખશે.” શિવાની તો શું જવાબ આપવો એ વિચારવા લાગી. તેની મમ્મી દીકરી સાથે રહેવા માટે સાસરીમાં આવીને રહી હતી અને હવે એને જ ના પાડે છે? સમય સાચવતાં શિવાનીની મમ્મીએ કીધુકે,” બેટા, તું તારા છોકરાને સાથે લઇલે મારે તો ડોકટર પાસે આવવું છે આપડે રીક્ષા કરી લઈએ. દવાખાને હું તારા ભાણીયાને રાખીશ.

હજી કુદરતની પરીક્ષા પૂરી ન થઈ હતી એમ ડોકટરે કીધુકે,” સિઝેરીયન કરવું પડશે બાળક ૩.૫ કિલોનું થઇ ગયું છે તેનો વિકાસ થઇ ગયો છે અને તે ઉલટું છે તથા નાળ ગળા ફરતી વીટળાઈ ગઈ છે તો તાત્કાલિક સિઝર કરી નાખીએ. ઘરે આવીને શિવને ફોન કર્યો અને સમય તારીખ મૂરત બધું નક્કી થવા માંડ્યું.

રિવાજ મુજબ દીકરીની પહેલી ડીલીવરી માવતરના ઘરે હોય માટે શિવાનીના મમ્મી તો રડવા જેવા થઇ ગયા અને કીધુકે, “ શિવાનીને સીઝર જ કરવાનું છે તો અમારા ઘરે જ કરાવીએ ત્યાં પણ સારા ડોકટર છે.પરંતુ જાણે કોઈ એ સાંભળ્યું જ ના હોય તેમ તેમને ગણકાર્યા નહિ. શિવાની શિવના આવવાની રાહ જોવા લાગી. શિવાની આ બધી વાત કરે તે પહેલા શિવાનીના સાસરી પક્ષના બધાએ શિવના મગજમાં ઠુંસાવી દીધુંકે, “શિવાનીની સારવાર પિયરમાં સારી નહિ થાય આપણી મમ્મીને ખુબ અનુભવ છે આટલા ભાનેજરું મોટા કર્યા.” .બસ પછીતો શિવની કેસેટ પણ ત્યાં ચોટી ગઈ કે.”ડીલીવરી તો અહિયાં જ. જાણે શિવાનીના પપ્પા-મમ્મીનો અભિપ્રાય ગ્રાહ્ય ન રાખવો તેમ નક્કી કર્યું. ગ્રાહ્ય ન રાખવાનું કારણ તેમને આ કાર્ય માટે યોગ્ય ન ગણવા તે હતું જે ખુબ ખરાબ લાગતું હતું. બસ ડીલીવરી ક્યાં કરાવવીએ મુદ્દો બની ગયો અને વાતાવરણ તંગ બનતું ગયું. શિવાનીથી આ જોવાતું ન હતું. તેણે હિંમત કરી તેના મમ્મીને સગાવાહલાના ઘરે જવા કીધું. શિવ પણ હઠ લઈને બેઠો હતો કે ડીલીવરી તો અહિયાં જ.  

રાત્રે ઘરના બધા સભ્યોની સામે તેના સસરાને વાત કરી અને વાત કરતાં કરતાં તેનાથી રડાઈ ગયું કે,” કોઈ મારી વાત સમજતા નથી પપ્પા..........” એટલું કીધું ત્યાંતો સસરા તરફથી ગુસ્સાનો ફુવારો થયો. શિવાની જોઇને સ્તબ્ધ થઇ ગઈ. સસરાએ કીધું કે,” શિવાની આ નાટક બંધ કરો અને મારા ઘરમાં રહેવું હોય તો મારા નિયમો મુજબ જ રહેવું પડશે. તમારા જેવી કુલક્ષીણી સ્ત્રીની અમારે જરૂર પણ નથી.” શિવાનીને સમજાયું જ નહિ કે, એવી કઈ મોટી ભૂલ થઇ ગઈ હતી કે આવું કીધું. શિવાનીને ઘણું ઓછું આવ્યું અને તેણે આજુબાજુ નજર કરી ત્યારે સાસુ અને બહેનો અને શિવ ચુપચાપ સાંભળતા હતાં.  

તે રાત્રે શિવાનીના ગર્ભમાં રહેલ બાળક પણ રડ્યું હશે કારણકે શિવાનીએ આટલો સમય થયો પણ ક્યારેય મોઢું બગાડી વાત નહોતી કરી ના તો ક્યારેય કોઈ ફરિયાદ કરી. શિવના કુટુંબમાં સારામાં સારું સંતાન આવે તે માટે થતું બધું જ કર્યું હતું. શિવાનીએ તેના પપ્પાને ફોન કરી કીધુ કે,”પપ્પા કાલે  મને લઇ જાવ. સવારે શિવાની તૈયાર થઇ ગઈ તેના સાસુ,સસરા કે નણંદએ શિવાનીને બોલાવી નહિ. કોઈ એ રોકી નહિ, કરેલ વર્તન બદલ માફી માંગી નહિ, શિવાનીની મમ્મી તો સગાના ઘરે હતા શિવને ધ્યાન રાખજો એમ કહી શિવાની ભારે હૃદય સાથે ઘરેથી નીકળી ગઈ. શિવાનીને એમ કે,” સાસુ વ્યસ્ત છે એટલે સાથે ના આવ્યાં. “ પણ ૯ માં મહિને એમનું મૌન જોઈ એની હાલત કાપો તોય લોહીના નીકળે એવી થઇ ગઈ હતી. શિવાનીનું શ્રેષ્ઠ સંતાન માટેનું સપનું ધૂંધળું થતું જતું લાગતું હતું.

ક્રમશઃ 

ઘરની બહાર દોસ્ત અને પરિવાર શોધીએ એની કરતાં ઘરના સભ્યો સાથે દોસ્ત અને પરિવાર જેવું વર્તન ન કરી શકીએ?  “ સ્ત્રી ઉત્થાન માત્ર નોકરી કરી પુરુષ સમોવડી બનાવી દેવાથી નથી આવતું. “અમે તો બહુ વેઠયું.” એ અનુભવ સાચો હોય તો અનુભવ અને  ઉંમર સાથે પરિપક્વતા આવવી ના જોઈએ? શું આપણે દુઃખ વેઠયું  અને એ પરીક્ષામાં ઉભા રહ્યા એટલે વહુને પણ ત્યાં મુકવી એ જરૂરી છે??? આપણે દુઃખી થયા એમ બીજા પણ થાય તો વાંધો નહિ એવું કેમ?? બીજાને સારું ન આપી શકીએ?? જેથી વહુ તેની આગળની પેઢીને સકારાત્મક વાતાવરણ આપે...?. જો આપણી દીકરી માટે નિયમ અલગ અને વહુ માટે અલગ રહેશે તો એ સમાજમાં નારી જાગૃતિ થઈ શકે? સ્ત્રીને સમજવી જરૂરી છે. અને પ્રત્યેક સ્ત્રીને પોતાનું વેઠેલું કોઈ બીજી સ્ત્રીને  ક્યારેય ના વેઠવું પડે એવી દ્રઢ લાગણી ન હોવી જોઈએ?