Gazal-E-Ishq - 3 in Gujarati Poems by Nency R. Solanki books and stories PDF | ગઝલ - એ - ઇશ્ક - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ગઝલ - એ - ઇશ્ક - 3

૧. ઝંખે હૂંફ

ઝંખે હૂંફ, ત્યારે મેણાટોણા પામે,
અજાણ્યો શખ્સ, સહાનુભૂતિ દર્શાવે !

કેવો આત્મીયતાનો સંબંધ? પોતાના નોજ !
અસલ જરૂરતે, માત્ર સલાહના પૂર વરસાવે !

ક્યારેક થાય, એકલવાયુ જીવન સરળ,
ક્યારેક બંધનમાં વળવાનું મન જાગે!

મનની આ ઉચાપાત ભરેલી સ્થિતિ,
હારીને ન થાકે, કંટાળીને હારે !

દરેક સાચા ! ઢોંગ કેમ એવો કરે ?
કોમળ હૃદયી આમાં કેમ કરીને જીવે!

રાજનીતિ રમાય જ્યાં જુઓ ત્યાં બધે,
અને પાછા આપણને, આદર્શો સમજાવે !


૨. મળતી નથી...

અરીસા ને કહો થોડો દૂર ચાલ્યો જાય,
છબી એમાં માણસની આબેહૂબ નથી મળતી.

સ્વપ્નને કહો થોડા કાબૂમાં રહે,
પુરા કરવામાં જિંદગી સંપૂર્ણ નથી મળતી.

મોત ને કહો થોડું જલ્દી આવી જાય,
જીવતે જી જીવવા ની તાકાત નથી મળતી.

પ્રેમ ને કહો નશામાં જ રહે,
અસલમાં શરાબીને, પરવાનગી નથી મળતી.

જીવનને કહો જલ્દી પસાર થાય,
મોતને ભેટવા ની સોગાત નથી મળતી.

લક્ષ્યને કહો મક્કમ જ રહે,
વારે વારે ફરી જાય! એમાં સિદ્ધિ નથી મળતી.


૩. હા કહું છું હું...

અંતિમ સમયે કોઈ શોર ના કરશો,
હા કહું છું હું, "કોઈ અશ્રુ ના વહાવશો."

એ છેલ્લી ઘડીએ કોઈ પ્રેમ ના પ્રગટાવશો,
હા કહું છું હું, "કોઈ સાન ભાન ના પૂછશો."


જીવ્યો હું ઘણું એય પૂરજોશમાં,
હા કહું છું હું, "નથી પામ્યો હુંફ એક પણ ક્ષણમાં."

તમારા એ ક્રૂર શબ્દો ઘાતકી અંદાઝમાં,
હા કહું છું હું, "ખુચ્યાં મને એવા કે ભૂલ્યો હું ભાનમાં."

ઘવાયો છું એવો એ ઘોર અંધકારમાં,
હા કહું છું હું, "રાખો અજવાળું તમે તમારા જ ધામમાં."

એવો હડસેલાયો હું દરેક એ છળમાં,
હા કહું છું હું, "જીવતે જી જાણે મોતની શૈયામાં."

કોઈ એ ન ઝાલ્યો મારો હાથ એમના સ્વાર્થમાં,
હા કહું છું હું, "એટલે જ બન્યો છું તમારી બદોલત હા."

આભાર તમારો મારા દરેક એ સ્મરણમાં,
હા કહું છું હું, "તમારી જ દરકાર થકી નીખર્યો ઉત્તમ મારા આપમાં."


૪. તબિયત

તબિયત મારી નાદુરસ્ત નથી,
હૃદયની હાલત તંદુરસ્ત નથી.

મન-હૃદયની દિશા એક નથી,
એક જંપે ત્યાં બીજાને મેળ નથી.

કોઈને જાણવાનો શોખ નથી,
જાણીને અજાણ બનું? રોફ નથી.

તકલીફ મારે ઓછી નથી,
લડવામાં પાછીપાની મંજૂર નથી.

ગઝલને કોઈ સગપણ નથી,
પણ નફરત એની! સ્વીકાર્ય નથી.

પ્રેમના પ્યાલા ની ચાહ નથી,
પીયને તરછોડુ? એવી ફિતરત નથી.


૫. નરકના દ્વારે

નરકના દ્વારે ઉભો, ને યમરાજ પુકારે !
ગાંડી ઘેલી થાતી અપ્સરા, એને કોણ સમજાવે?

કેફિયત નો જામ! ને તારા આંખ ની ખુમારી !
ડૂબીને જાઉ તરી? કે તરીને જાઉ ડુબી ?

પાયા વિહોણા સ્વપ્ન દેખાડે !
ને અર્થહીન હોય લહુનો રંગ જાણે.

અઘરા ને મનનાં બેઘરા,
કૂદીને જાણે ? કે જાણીને કૂદે ?

અક્ષરજ્ઞાન છતાંય ન સમજી શકે જે,
કહો એને કોઈક, કેફિયતનો જામ પીવડાવે!

નશો એવો ચડાવું, તારો ગઝલ આમ!
આંખ નો ખૂલે, ને લથડીયા ખાઉ બેફામ !

લથડીયા ખાઈને પડું ? કે.... પડી ને ખાઉ લથડિયા?
પણ રંગીલો જામ, નશો મહેફિલ નો, ખાસ !

એમ તો.. પીધો નથી જામ !
પણ આભાસ છે થોડોક, આમ !

મજા તો.. ! આવતી જ હોવી જોઈએ !
એમનામ તો ના જ પીવે કોઈ ? જામ !

ગઝલ તું ! મારા તન બદન નો એવો રૂવાબ,
તને પીયને પડ્યો જ રહુ! એક જ મુકામ.


૬. સમસ્યા

સમસ્યાનું કોઇ સમાધાન નથી,
આમ તો ! કોઈ અડ્ચણેય નથી.

લખાણ માટે કાગળ નથી,
આમ તો ! કોઈ ગઝલેય નથી.

લાગણીઓનો કોઈ સ્ત્રોત નથી,
આમ તો ! એવી ઉણપેય નથી.

સમજનારાઓ બોવ જાજા નથી,
આમ તો ! કોઈની કમીયે નથી.

જાગુ તરત સવાર નથી,
આમ તો ! અજવાળું ઓછુંય નથી.

એટલા બધા સ્વજનો નથી,
આમ તો ! એકલાપણુય નથી.

હા ! પ્રેમ એટલો ભરપૂર નથી,
પણ આમ તો ! બેવફાઈની બૂ એ નથી.