Astitva - 3 in Gujarati Science-Fiction by Hetal Bhoi books and stories PDF | અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-3

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-3

(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ ટાઈમ મશીન નું પરીક્ષણ કરી રહ્યા છે ને અચાનક મોટો અકસ્માત સર્જાય છે ને તે બેભાન થઈ જાય છે ને જ્યારે તે જાગ્રુત થાય છે ત્યારે તે પોતાને હોસ્પિટલમાં જુએ છે અને તે આ બધું કેવી રીતે બની ગયું તે સમજી શકતો નથી ને વધુ ને વધુ ગૂંગળામણ અનુભવે છે. )


પ્રશ્નો ના વમળોમાં ઘેરાયેલા પ્રો.સ્નેહ રૂમ માં આમતેમ આંટા મારે છે. ‌ત્યા તો નેહા રૂમ માં પ્રવેશી ને આમ સ્નેહ ને વ્યાકુળ જોઈ નેહા બોલી, "સ્નેહ તમે આ શું કરી રહ્યા છો. અત્યારે તમારે આરામ ની જરૂર છે."

"તો હું શું કરું? નથી કરવો મારે આરામ કેવી રીતે હું સૂઈ શકું ! મારા સપનાઓને આમ એકસામટા વિખેરાતા જોઈ, હજુ તો હું એ અવઢવ માં છું કે actually‌‌ તે દિવસે બન્યું શું હતું? કોઈ મારા સવાલનો answer આપે તો ને. ના તું કંઈ કહે છે ,ના એ નિશાંત શું થઈ ગયું છે તમને બધાને , ને ઉપર થી આરામ કરવાની સલાહો આપે છે! ‌આવી પરિસ્થિતિ માં કોઈ કેવી રીતે આરામ કરી શકે?" ગુસ્સા સાથે સ્નેહ એ કહ્યું.

"Cool down, સ્નેહ આટલો ગુસ્સો યોગ્ય નથી." એમ કહી તે સ્નેહ ને પથારીમાં સુવાડે છે. "જુઓ સ્નેહ, ન્યૂરોલોજીસ્ટના મત મુજબ હજુ તમારી condition હજુ critical છે. આ સમયે કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ તમારી તબિયત વધુ ખરાબ કરી શકે. ને એટલે જ કોઈ તમારી સાથે આ ટોપિક પર વાત કરતું નથી." નેહા એ સ્નેહનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું.

" I know પરંતુ, નેહા જો હું જ્યાં સુધી પૂરી વાત જાણી નહીં લઉં ત્યાં સુધી મને ઉંઘ પણ નહીં આવે. તું જાણે છે મેં એ પ્રોજેક્ટમાં મારો જીવ રેડ્યો છે. Please નેહા." આટલું કહેતાં સ્નેહ રડમસ બની ગયો.

"સારૂ ,આમ હિંમત ના હારો હું તમને બંધુ વિગતે જણાવું છું." નેહા એ કહ્યું.

" તે દિવસે તમે જ્યારે ટાઈમ મશીન માં પ્રવેશ્યા ત્યાં સુધી બધું જ બરાબર હતું પણ મશીન ટાઈમ ટ્રાવેલ માટે કાઉન્ટડાઉન કરી રહ્યું હતું ત્યારે અચાનક connectivity down થવા લાગી ને પછી instrumental error નો મેસેજ દેખાવા લાગ્યો . નિશાંત કંઈ સમજી શકે , કંઈ કરી શકે તે પહેલાં પ્રો. વિનાયકે મશીન ને રોકવા માટે નો command આપ્યો ને નિશાંતે SOS (ઈમરજન્સી સ્વીચ ) દબાવી દીધી. ને ટાઈમ મશીન ની સ્પીડ ઝડપથી ઘટી અને છેવટે મશીન સ્ટોપ થઈ ગયું . પણ SOS ને કારણે જ ટાઈમ મશીનને સ્ટોપ તો કરી શક્યા પણ તેની પ્રચંડ ગતિશીલતા ને કારણે મશીન માં ભંગાણ થયું ને મશીન માં વાયરો માં શોર્ટસર્કિટ થવાથી ચારેતરફ થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. છતાં નિશાંત ની સમય સૂચકતા થી તમને મશીન માંથી બહાર કાઢ્યા ." સ્નેહ ધ્યાન દઈ દરેક વાત સાંભળી રહ્યો હતો તેના મોં પર મિશન ફેઈલ થવાનો અફસોસ ભારોભાર જોઇ શકાતો હતો. હતાશા ના ઘેરાવા ને કારણે તેનું મોં સુકાતું હતું.


નેહાએ અધવચ્ચે વાત અટકાવી સ્નેહ ને પાણી પીવડાવ્યું પછી ગંભીર સ્વરે આગળ ની બીના કહી, "ત્યારે તમે બેભાન સ્થિતિ માં હતા તાત્કાલિક તમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

હોસ્પિટલમાં અગાઉથી જ તૈયારી થઈ ગઈ હતી મેં એમ્બ્યુલન્સ માંથી ડો.આદિત્ય(હોસ્પિટલ ના ચેરમેન) સાથે કોલ કરી તમારા એક્સિડન્ટ ની વાત જણાવી અને માથા ના ભાગે ઈજા થઈ છે એવું જાણતા પળનોય વિલંબ કર્યા સિવાય તત્કાળ બધી જ વ્યવસ્થા કરી આપી અને તમને ટ્રીટ કરવા મેડિકલ જગતના કાબિલ ડોક્ટરમાંના એક એવા ડો.આમિર ને કેસ સોંપાયો.

"સ્નેહ, મેં ડોક્ટર તરીકે દરરોજ ના આવા ઘણા ક્રિટીકલ કેસો હેન્ડલ કર્યા હતા પણ તારી સ્થિતિ જોઈ હું ભાંગી પડી. આજે પહેલી વાર મને અહેસાસ થયો કે પોતાના સ્વજનોને આ રીતે જીવન- મૃત્યુ સાથે નો સંઘર્ષ કરતાં જોવા એ કેટલું પીડાદાયક હોય છે.

તમને કંઈ થઇ જશે તો વિચારે મારા મગજ પર જાણે તાળું મારી દીધું. ને ઓપરેશન થિયેટરની બહાર એક એક સેકન્ડ મારી બુદ્ધિ અને ભાવનાઓ વચ્ચે યુધ્ધ ચાલ્યું " હવે આટલું કહેતાં નેહા નો અવાજ રૂંધાય ગયો ને તેની આંખોમાં કંઈક દિવસોથી બાંધી રાખેલો બંધ તૂટી ગયો.

સ્નેહ એ થોડી વાર નેહા ને રડવા દીધી. પછી તેને કહ્યું "નેહા હવે ઉદાસ ના થઈશ. આપણો ખરાબ સમય વ્યતીત થઈ ચૂક્યો છે."

પછી વાત આગળ વધારતા...


"લગભગ ત્રણ કલાક સુધી ડૉ. આમિરે ઓપરેશન થિયેટરમાં તમને ટ્રીટ કર્યા. જ્યારે ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે તમારા માથાના ભાગે internal injury થવાથી તમે કોમામાં ચાલ્યા ગયા છો. " સ્નેહ એ નેહાની વાત ત્યાં જ અટકાવી પૂછ્યું "હું કેટલા સમય થી કોમામાં હતો?"

"Approximate એક મહિના થી તમે કોમામાં હતા. જે હવે બહાર આવ્યા છો. આ મહિનો મારી અગ્નિ પરીક્ષા નો હતો. બાળકો સાથે મમ્મી પપ્પાની હિંમત જાળવી મારા માટે ઘણું કઠીન રહ્યું જાણે આ દુનિયામાં હું પોતાને એકલી અનુભવવા લાગી, સાચું કહું તો સ્નેહ તમારા વિના મારું કોઈ અસ્તિત્વ નથી"આટલું કહેતાં નેહા ની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.

" પણ હવે શા માટે રડે છે હવે તો હું કોમામાંથી પણ બહાર આવી ગયો છું. અને જુઓ ડૉ.નેહા આટલી જલદી આ પેશન્ટ તમારો પીછો છોડવાનો નથી હો. સ્નેહ એ મજાક કરતા કહ્યું નેહાના મુખ પર સ્મિત આવી ગયું.

હંઅઅઅ.. હવે બરાબર છે.. સ્નેહ એ મલકાતાં કહ્યું.
આમ પતિ-પત્નીના વ્યંગ થી રૂમ નું વાતાવરણ હળવું બન્યું.
આ શાંતિ ને ભંગ કરતો દરવાજો ખૂલવાનો આવાજ સંભળાયો.

################

બૂકે સાથે રૂમ માં પ્રવેશેલો વ્યક્તિ પ્રો.સ્નેહની વધુ નજીક આવ્યો.

"Hello professor,

હવે તબિયત કેમ છે?" બુકે સ્નેહ ના હાથમાં આપતાં પ્રો.મનને કહ્યું.

"Well."સ્નેહ એ ટુંકાવ્યું.

"હંઅઅઅ..."

"તો શું વિચાર્યું ? ક્યારે છોડી રહ્યો છે આ પ્રોજેક્ટ?"

પ્રો‌.મનને સીધો જ પ્રશ્ન કર્યો.જે સ્નેહના ઘા ને તાજો કરવાનું કામ કરી ગયો.

"પ્રોજેક્ટ... છોડવાનું... ? કોણે કહ્યું કે હું આ પ્રોજેક્ટ છોડી રહ્યો છું? નાં ... ના... પ્રોફેસર હું આ પ્રોજેક્ટ છોડવાનું ક્યારેય ના વિચારી શકું! એ પ્રોજેક્ટ જ મારો જીવવાનો એક માત્ર ધ્યેય છે." સ્નેહએ પોતાની અડગતા દર્શાવતા કહ્યું.

" તારી વાર્તા હજુ ત્યાં જ અટકી છે! ખબર નહીં શું છે ટાઈમ ટ્રાવેલમાં? એ સિવાય કેટલાય પ્રોજેક્ટ રાહ જુએ છે. જેને દરેક દેશે તિલાંજલિ આપી તેને પકડી તું બેસી રહ્યો છે.

હવે તેને છોડી આગળ વધ. તારી આ જીદે જ તને અહીં લાવી મુક્યો છે." પ્રોફેસર મનને થોડા ઉતેજીત થઇ કહ્યું.

"હું આટલા સમય થી એક સિનિયર સાયન્ટિસ્ટની પોસ્ટ સંભાળી રહ્યો છું દરેક ઝીણવટપૂર્વક ના અભ્યાસ બાદ ધ્યાન માં આવ્યું છે કે આ પ્રોજેક્ટ પર પૈસા, સમય અને મહેનત વ્યર્થ છે." . હવે સ્નેહ ની જીદ સામે પ્રો.મનનની ધીરજ ખૂટી જતી'તી. કારણકે તે સારી રીતે જાણતા હતા કે આ પ્રોજેક્ટ ની સફળતા સ્નેહને પ્રસિદ્ધિના એ શિખર પર પહોંચાડી દેશે જ્યાં પોતે કદી નહીં પ્હોંચી શકે, માટે તે આ તકનો લાભ લઈ સ્નેહ ને પ્રોજેક્ટ થી દૂર કરવાની કોશિશ માં કોઈ કસર છોડવા તૈયાર નથી.

"મેં તો તને પહેલાં જ ચેતવેલો કે આ પ્રોજેક્ટ તારા હાથની વાત નથી. પણ તું ન માન્યો. હવે મેળવી લીધું ને પરિણામ!" પ્રો. મનને કટાક્ષમાં કહ્યું.

"તું મારો project join તો કેમ નથી કરી લેતો ,વિચાર કરી જો આવો ચાન્સ વારેવારે નહીં મળે." ખૂબ જ કુશળતાથી પ્રોફેસરે પોતાની વાત સરકાવી દીધી.

સ્નેહ અને નેહા પ્રો.મનનની વાત સાંભળી રહ્યા હતા ને સમજી પણ રહ્યા હતા. તે સારી રીતે જાણતા હતા કે ઑફરમાં પ્રોફેસરની સહાનુભૂતિ ઓછી ને ભારોભાર અંગત સ્વાર્થ જોડાયેલો છે.

વધુ માં કહ્યું કે "હવે મને નથી લાગતું કે આ પ્રોજેક્ટ પર તું પુનઃ કામ કરી શકે અને મારો અનુભવ કહે છે કે મેનેજમેન્ટ માંથી આ માટે ફરીથી પરમિશન મળવી ઈમ્પોસિબલ લાગે છે!"
પ્રો. મનન ની આ વાતે સ્નેહને વિચલિત કરી મૂક્યો.
મોકાનો ભરપૂર ફાયદો ઉઠાવનાર પ્રો.મનને ભારપૂર્વક કહ્યું, "હું તને એક મિત્ર હોવાને નાતે તને તારી કારકિર્દી બચાવવા એક golden opportunity offer કરી રહ્યો છું.

##################

( Alret, It is the time for the patient to go to bed.) હોસ્પિટલ રૂમ માં એલાર્મ સંભળાયું.
રૂમમાં રૉબો નર્સ - N Szq/5( યુનિક રોબો નેમ) પ્રવેશ થયો. ને સ્નેહ ને આમ વિચારતો છોડી નેહા સહિત પ્રો.મનને રૂમ છોડ્યો. ને સ્નેહ પોતાના ભવિષ્ય ના મંથનમાં ખોવાયો.

To be continue.....

શું તમને લાગે કે સ્નેહ પ્રો.મનનની ઑફર સ્વીકારશે?
કે પછી ફરીથી પોતાનો પ્રોજેક્ટ continue કરશે?
શું તે project continue કરવા પરમિશન મેળવી શકશે? મળીશું સવાલો ના જવાબ સાથે ...

અસ્તિત્વ એક રહસ્ય ભાગ-૪