MY GUJARATI POEMS PART 54 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 54

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 54

કાવ્ય 01

મર્યાદા પુરષોતમ... રામ

નાના ના મોઠે રામ, મોટા ના મોઠે રામ
મારા મોઠે રામ, તારા મોઠે રામ
સૌ કોઈના મોઠે પ્રભુ રામ નું... નામ

મારા હૈયા મા રામ, તમારા હૈયા મા રામ
શેરીએ શેરીએ રામ, અયોધ્યા મા રામ,
નગર નગર નેં ભારત વર્ષ મા છે ....રામ

પ્રાણ જાય પણ વચન ન જાય
એવા રઘુકુળ ના પ્રતિનિધિ છે રામ,
માતા પિતા ના કહ્યાગરા સંતાન રામ,

ગુરુ વશિષ્ઠ ના સર્વોત્તમ શિષ્ય રામ,
રાક્ષસ થી પ્રજા નું રક્ષણ કરે... રામ,
બંધુપ્રેમ ના પ્રતીક છે મારા... રામ,

જ્ઞાન ને ગુણો નો ભંડાર છે મારા ... રામ,
સીતામૈયા ના પતિ મર્યાદા પુરષોતમ રામ,
માતા કૈકઈ ની ઈચ્છા ને માન આપનાર છે રામ,

ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકાર્યો હસ્તા મુખે રામ,
ભરત અને સીતા જી નો સાથ મળ્યો રામ નેં
જંગલ મા પણ આરામ થી રહ્યા રાજા રામ,

શબરી ના હેઠા બોર ખાય... રામ,
પવનપુત્ર હનુમાન ના પ્રિય મિત્ર.. રામ,
સુગ્રીવ, અંગત તણી વાનર સેના ના માલિક રામ

લંકા નરેશ રાવણ નુ ઉતાર્યું અભિમાન
વધ કરી રાવણ નો શીખવાડ્યા લક્ષ્મણ નેં પાઢ
સીતાજી નેં મુક્ત કરી સોંપી લંકા વિભિષણ ને

ચૌદ વર્ષ નો વનવાસ પૂર્ણ કરી નિભાવ્યું વચન
વેઢી તકલીફો અયોધ્યા ના બન્યા રાજા મારા રામ
પ્રજા નેં માન આપી પ્રેમ પામ્યા મારા રામ

ધોબી નુ મેણું ભાંગી લીધી અગ્નિ પરીક્ષા
રામ અને સીતાજી પડ્યા છુટા ખરા સમયે
લવકુશ ના પિતા બન્યા મારા રામ..

પિતૃપ્રેમ, માતૃપ્રેમ, ભાતૃપ્રેમ, મિત્ર પ્રેમ
એક પત્નીવ્રતા, મર્યાદા પુરષોતમ, શ્રેષ્ઠ રાજા,
વચન પાલક, સર્વે ગુણો ના ભંડાર છે રામ

નાના ના મોઠે રામ, મોટા ના મોઠે રામ
મારા મોઠે રામ, તારા મોઠે રામ
સૌ કોઈના મોઠે મારા પ્રભુ રામ નું... નામ

બોલો બોલો સીયાવર શ્રી રામચંદ્ર કી જય
જપે જે રામ નુ નામ દુઃખી કદીય ના થાય
જય શ્રી રામ.... જય શ્રી રામ... જય શ્રી રામ

કાવ્ય 02

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ....

ગણ્યા ગણાય નહીં એટલા ગુણવાન
માતપિતા ના આદર્શ પુત્ર છે મારા રામ

ભાઈજોગુ તારા જેવું કોઈ નહિ
શત્રુઓ પણ દુશ્મન સ્વરૂપે ઈચ્છે મારા રામ

વાણી માં મધુરતા ને આચરણ લાજવાબ
ગુરુજન માં લોકપ્રિય શિષ્ય એવા મારા રામ

ધર્મ માં પ્રવીણતા, શાંતિપ્રિય અને ધૈર્યવાન
શસ્ત્ર ને શાસ્ત્રો માં નિપુણ છે મારા રામ

ચિત્ત માં અતિગંભીર ને ચારિત્ર્યવાન
મિત્ર માં નિકટતા ને રૂપ માં સુંદર છે મારા રામ

મારા ગુરુ મારું અભિમાન મારા રામ
સર્વ ગુણ સંપન્ન, મર્યાદા પુરુષોત્તમ છે રામ

શબ્દો માં સમાય નહી એવા છે મારા રામ
અગણિત ગુણ જોઈ મુંઝાય મારો જીવડો
કઈ કઈ ઉપમા ઓથી સજાવું તને ઓ મારા રામ.

Happy Ram Navami....
જય શ્રી રામ..🙏🙏🙏

કાવ્ય 03

એપ્રિલફૂલ....

જોવાતી રાહ એક તહેવાર ની જેમ
પહેલી એપ્રિલે એપ્રિલફૂલ બનાવવા ની

ગોતી રાખતા નિર્દોષ નવા નવા નુસખા
મીત્રો અને અગંત ને અપ્રિલફૂલ બનાવવા ના

જાણી જોઇ ખોટું બોલી કરતા હેરાન
બનાવતા ઉલ્લુ ને કહેતા બનાવ્યા અપ્રિલફૂલ

એપ્રિલફૂલ બનાવવા ની આવતી ખુબ મજા
શરીફ ને સીધા માણસો નો પડતો વારો

લોકો પણ મજાક ને લેતાં હળવાશ થી
અપ્રિલફૂલ બની લેતાં આનંદ મન મૂકી

આવ્યો ભાગદોડ ને હરીફાઈ નો જમાનો
ઉલાજાયો છે દરેક માણસ ઉલજણ માં

મોટા થયા મકાનો ને ટૂંકા થતા ગયા મન
જોડે મૂંગા થતાં ગયા સંબંધો ગુપચૂપ

લોકો જોડે ક્યાં છે આજે સમય
નાની વાતો માં કારણ વગર હસવાનો

તો ક્યાંથી ગોતવા ના નવા નવા નુસખા
બીજાં ને એપ્રિલ ફૂલ બનાવવાં નાં...

કાવ્ય 04

મહાવીર જીવન....

છવીસ્સ છવીસ્સ જનમારા પસાર કર્યા
સતાવીશ મા જન્મે પામ્યા તીર્થંકર પદ

વૈશાલી મા રાજા સિદ્ધાર્થ ના
રાણી ત્રિશુલાજીનેં ચૌદ દિવ્ય સ્વપ્નો આવ્યા

ત્યારે જન્મ પામ્યા મહાવીર વર્ધમાન નામે
છવાયો હર્ષ...આનંદ.. ઉલ્લાસ.. ચારેકોર

નાનપણ થી જ પામ્યા ઉચ્ચ કોટી નું ધર્મ જ્ઞાન
રાહ જોઈ ખરા સમય ની દીક્ષા માટે
પુત્ર ધર્મ નિભાવ્યો હસતા મુખે

પુત્ર ધર્મ નિભાવતા લગ્ન થયાં યશોદા જોડે
થયાં રાજી પુત્રી પ્રિયદર્શના ના પિતા બની

વૈરાગ્ય ભાવ જાગ્યો આવ્યું ટાણું દીક્ષા લેવાનું,
સૌ કોઈ એ આપી હસતા મુખે દીક્ષા ની સંમતિ

છોડ્યા રાજપાઠ ના ઠાઠ સ્વીકાર્યો કઠિન માર્ગ
વેદના ઓ ખમી કાન મા ખીલ્લા ના ઘા ખાઈ

ઉપવાસ ઉપર ઉપવાસ નેં આદર્યા કઠિન તપ
ખમ્યા ચંડકોસયા નાગ નો વિષ ડંખ મૂંગા મોઠે

આયંબિલ, વર્સીતપ ના પારણે વર્સીતપ કર્યા
પામ્યા કેવલજ્ઞાન, આપ્યું સૌને જ્ઞાન નું વર્ષિદાન

તપ આરાધતા આરાધતા કર્યો ફેલાવો ધર્મ નો
પાવાપુરી મા મોક્ષ પામી પામ્યા તીર્થંકર પદ

બોલો મહાવીર સ્વામી પ્રભુ કી જય.... 🙏🙏

કાવ્ય 05

મહાવીર તારું મુખડુ...

મહાવીર પ્રભુ નું મુખ નિહારવા તરસે મારી આંખલડી, પ્રભુ ની આંખો જોતા શાતા નીપજે ઘણી

કરો કાંઈક એવુ પ્રભુ,
આંખ ખોલું ને દર્શન થાય તમારા ,
તમારું સુંદર મુખડુ જોઈ ને મન મારું હરખાય

મન મંદિર મા છવાયા રહો તમે,
મારા પગ દોડે દેરાસરે તમારા દર્શને,
હૃદય મારું નિરંતર ધડકે પ્રભુને પામવા રે ..

મારા એક એક શ્વાસ ઉપર અધિકાર રહે તમારો, એક એક ધડકને લઉં હું મહાવીર પ્રભુ તારું નામ

બોલવા જાઉં કશું ને
પ્રભુ મહાવીર તણું નામ નીકળે,
મારા હાથ નિરંતર મહાવીર તણાજાપ જપે

તમારું સંપૂર્ણ જીવન ખ્યાલ મા રહે,
મારું મન પ્રભુ તમે છોડ્યું
તે છોડવા કાયમ તત્પર રહે

પ્રભુ મહાવીર અરજ છે મારી નાની,
તમારા જેવું થોડું જ્ઞાન પમાડજો મને

સહનશકતી ને તપ કરવા બળ આપજો,
બીજા ને માફ કરવા શક્તિ મને આપજો

મોહમાયા, રાગ દ્વેષ થી મળે મને છુટકારો,
પ્રભુ તમે જેવું પામ્યા તેવું પામું આ જન્મે...

હિરેન વોરા