Radha in Gujarati Comedy stories by Falguni Dost books and stories PDF | રાધા

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

રાધા

દિનાંક ૧-૪-૨૦૨૨

પ્રિય ડાયરી... બસ આજના દિવસની વાત એ આખું વર્ષ વાગોળોને તો પણ કાયમ તાજીને તાજી જ લાગે એવી હાસ્યસ્પદ યાદો હોય.. ખરુંને??

વર્ષના આ દિનાંકની યાદો જે તારી સાથે વ્યક્ત કરું એ જ ખાલી મનને હળવું કરે એવી હોય બાકી મારી ડાયરી કાયમ મારી સાથે મારા આસુંઓથી ભીંજાણી જ હોય...એ ભૂલમાં કદાચ કોઈના હાથે મારી ડાયરી આવે તો એને પણ ભાવુક કરી જ દે... પણ આજની તો પુરી ગેરેન્ટી કે વાંચનાર હસીને બેવડું વળી જ જાય!🤣🤣 અરે યાર! કારનામા જ એવા હોય કે અમે કરતા પણ હસીએ 😂 , સાંભળનાર પણ હશે 😂 , વાંચનાર પણ ખુબ હશે 😂😂 , એક ભોગવનાર જ લાલ ઘૂમ ચહેરો 😡 બનાવે પણ મનમાં તો એ પણ હસતો જ હશે 😋, બકરો બિચારો... હસાય પણ નહીં ને રોકાય પણ નહીં 😜 ... ચાલો તમને પણ હું ડાયરીમાં લખીને અમારા એ એપ્રિલફૂલ બનાવવાના કિસ્સાઓ જણાવી દઉં..

વાત જાણે એમ છે કે, મારુ શરીર ઉમર સાથે ઘરડું થયું પણ મન હજી જુવાન નું જુવાન જ છે...😀😀 આથી હજુ કોઈને પણ હેરાન કરવાનું મન થાય તો આજના દિવસે જ બરાબર હેરાન કરી લઉં જેથી મેથીપાકથી એપ્રિલફૂલ કહીને બચી તો જવાય😂😜😋 અને તોફાન પણ કરાય☺☺...

આવાજ વિચાર સાથે મારા ભાઈબંધોની સાથે મળીને એક પ્લાન રચ્યો.😇😎 પ્લાન મુજબ દર ૧૦મિનિટે પાનના ગલ્લાવાળા અંકલને ત્યાંથી, પેલા લાલ ટેલિફોનમાં એક રૂપિયાનો સિક્કો નાખીને પોતાની ગર્લફ્રેન્ડના પાડોસીને કોલ કરવાનો અને ફક્ત એટલું જ પૂછવાનું કે, રાધા છે?? એ રાધા તો કૃષ્ણની😎 , તો ત્યાં ન જ હોય ને!😜 છતાં ૧૦ મિનિટે વારે વારે કોલ આવે એટલે એ પાડોશી અકળાવાનો તો ખરો જ... આથી કોલબેક કરે તો પણ નંબર તો પેલા ગલ્લાવાળાનો આવે.. આથી હેરાન પણ કરાય અને આખા વર્ષનો ગુસ્સો જે ગર્લફ્રેન્ડ પર નજર રાખી બધી માહિતી એના મમ્મીને આપી હોય એનો ખાર પણ ઉતરે 😜🤣🤣🤣.. અને જે પેલાને અકળાવીને હાશકારો થાય એની ઓર મજા 😋😂😂..

૨/૩ કલાક તો અમે જુદા જુદા મિત્રોએ ભેગા થઈ જુદા જુદા ગલ્લેથી રૂપિયાનો સિક્કો વાપરીને ડિંડક તો જમાવ્યું😋😀 .. પણ હવે પેલો પાડોશી રીતસર અધૂરી બેલે જ કોલ રિસીવ કરીને અમે રાધા છે? એવું પુછીયે એ પહેલા જ એ કહે, 'તું કોણ છે? રાધા વાળા?? બોલ તો સાલા?? સવારનું લોહી પીવે છે?? આવ સામે તો કહું તને હું પણ કોણ છું??
છતાં અમે એટલું જ પુછીયે રાધા છે? જેવી ના પાડે કે, કોલ કટ. .

આવું સાંજ સુધી જમાવ્યું, 😂 અને પેલાને બરાબરનો તપાવ્યો 😡😡😡... સાંજે ફરી કોલ કર્યો તો જેવું પૂછ્યું કે, રાધા છે? તો કહે, 'હા છે લે વાત કર.

જેવી હા સાંભળી કે મારો મિત્ર ગભરાયો, ને કોલ મારા હાથમાં પકડાવ્યો.. 🙄🙄. મેં કહ્યું તું રાધા બોલે છે? તો કહે હા, મેં કીધું પણ હું શ્યામ નહીં 😜😂😂😂. એપ્રિલફૂલ🤣🤣 અને ખડખડાટ હસતા ફોન મુક્યો..

અમે બધા પણ ખુબ હસ્યાં, પછી મારી ફ્રેન્ડ સીમાને કીધું હવે તું ફોન કર અને કહે કે, હું રાધા બોલું છું મારે માટે કોઈ કોલ આવ્યો? અને જો ના પાડે તો ફરી ૧૦મિનિટે એમ જ પૂછવાનું.. અને જો હા પાડી દે તો કહેવાનું કે, પણ તું મારો શ્યામ નહીં... એપ્રિલફૂલ 😂😂😂😂..

આમ આવી મજાક ૧૦જુદા જુદા નમ્બરમાં, ફોન કર્યા, અને અમે હસીયે😂 ને સામે વાળા તપે😡 , પણ સાલું એક નમ્બરમાં તો સાચે જ કોલ રાધાએ જ ઉપાડ્યો અને અમારી એપ્રિલફૂલ થઈ ગઈ, કહે કે, ગયા વર્ષની અહીં જ બેઠી તારી રાહ જોવે છે શ્યામ.. એપ્રિલફૂલ... બોલો 🤣🤣🤣🤣

એટલે આમ જોઈએ તો બસ હસવાનું પણ ફસાવાનું નહીં 😂😂 એમ બધાને બકરા બનાવતું જવાનું ને મોજ કરતી જવાની.. સાચું કહું તો આમ કરવામાં એવી મજા આવે એ સાલી ૩૦૦રૂપિયા ખર્ચીને બાલ્કનીની ટિકિટ લઈને હેરાફેરી કે મુન્નાભાઈ એમબીબીએસ જોવામાં ન આવે એથી પણ વધુ મોજ પડે એ પણ ફક ૧૦૦રૂપિયા માં જ 😂😂😂..

તમને પણ વાંચીને મજા આવી જ હશે, તો જો આવતી એપ્રિલફૂલ આવું કંઈક કરો તો મારો નંબર ભૂલથી પણ ડાયલ ન કરતા, કારણ કે દરેક ગલ્લાવાળા કાકા હવે અમારા ફ્રેન્ડ થઈ ગયા છે તો હું તમને શોધીને આટલા વર્ષોના બધા રૂપિયા તમારી પાસે થી જ વસૂલ કરીશ .😂😂

ચાલો તો હસતા રહેજો ને એપ્રિલફૂલ બનતા નહીં પણ બનાવતા રહેજો 😂😂.

જય શ્રી રાધાના શ્યામની 😀🙏🏻🙏🏻