Sakaratmak vichardhara - 30 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 30

Featured Books
  • Me Tera Boyfriend

    Me Tera Boyfriendकॉलेज का पहला दिन हमेशा थोड़ा स्पेशल होता ह...

  • तेरे मेरे दरमियान - 8

    आदित्य विकी का कॉलर पकड़ता है और कहता है ।आदित्य: - बड़ों से...

  • नज़र से दिल तक - 13

    अगले दिन hospital में हलचल कुछ ज़्यादा थी। नए cases आए थे, औ...

  • स्वयंवधू - 59

    इसमें धुम्रपान और शराब का सेवन है। लेखक इसे प्रोत्साहित नहीं...

  • वो अधूरा खत

    ---वो अधूरा खत ️ Written by Vijay Sharma Erry---1. वो आख़िरी...

Categories
Share

સકારાત્મક વિચારધારા - 30


"ચાલ, આજ જીવી લઈએ"

ગુલમ્હોર સોસાયટીમાં રહેતા વિકાસભાઈ ના આંગણે સવાર સવારમાં ભીડ જામેલી હતી. ડોકિયું કરીને જોયું તો તેમની પત્ની સારિકાબેનને દવાખાને લઈ જવાનો સમય આવી ગયો હતો.તેમને સારા એવા દિવસો જઈ રહ્યા હતા.હવે સમય આવી ગયો હતો શુભ સમાચારનો.

સારીકાબેનને દવાખાને લાવતા જ તેમને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જવા માં આવ્યા.કારણકે, ડોકટરે પહેલે થી કહી દીધું હતું કે, તેમના બાળકનું માથું ઉપરની તરફ હોવાથી ઓપરેશન જ કરવામાં આવશે. સારીકાબેન અંદર
અને વિકાસભાઈ બાહર .હવે માત્ર ક્ષણો ની વાટ હતી,માતૃત્વ અને પિતૃત્વ ની ઝંખના વધુ તીવ્ર અને તીવ્ર બની ગઈ હતી.એટલું જ નહી હવે એક એક ક્ષણ પણ ખૂબ લાંબી લાગવા લાગી હતી.મનમાં એક જ વિચાર હતો કે, બાબો કે બેબી.બસ,ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે,એ "બાબો આવ્યો" બસ, અવાજ
આવતા જ વિકાસભાઈ અંદર દોડીને આવ્યા અને બાળકને હાથ માં લઈને કહેવા લાગ્યા,"વિશ્વાસ નામ રાખીશ." આ અવર્ણનીય ખુશીનું વર્ણન કરવા શબ્દો નહોતા.

હવે તો વિકાસભાઈ નું આખું વિશ્વ જ તેમનો પુત્ર વિશ્વાસ બની ગયું. હતો.વિકાસભાઈને તેમનો પુત્ર દિવસ કહે તો દિવસ રાત કહે તો રાત. સમય પસાર થતો ગયો તેમ તેમ વિશ્વાસ પણ મોટો થતો ગયો તે હવે પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેવા લાગ્યા.હવે તે થોડો સમય પોતાના મિત્રોને, થોડો પોતાના અભ્યાસને અને થોડોક સમય પોતાના પરિવાર જનો સાથે વિતાવવા લાગ્યો. રવિવાર આવે અને વિકાસભાઈ અને વિશ્વાસ સાથે સાયકલિંગ કરે, સાથે જમે, રેસિંગ પણ કરતા સાથે જમતા ખૂબ મસ્તી કરતા,અને માત્ર મસ્તી જ નહી,વિકાસભાઈ વિશ્વાસ ના ઘડતર પર ખૂબ ધ્યાન આપતા.એટલું જ નહી તેઓ "હંમેશા વિશ્વાસ ને કહેતા કે, મોટા માણસ કરતાં પણ વધુ જરૂરી છે એક સારો માણસ બનવું.કારણકે,સંસ્કાર એજ માણસનું સાચું ઘરેણું અને જ્ઞાન એ જ સાચો ખજાનો છે.મોટી સંપતિ થી નહી પરંતુ મોટા વિચારો થી જ માનવી મોટો બને છે.'આ રીતે વિકાસભાઈ હંમેશા વિશ્વાસ નો વિકાસ સાધતા રહેતા.રવિવાર એટલે વિશ્વાસ માટે પિતૃ-દિવસ અને વિકાસભાઈ માટે માત્ર વિશ્વાસ જ શ્વાસ.


સમય જતાં સમય બદલાઈ ગયો,વિશ્વાસ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ઉંમર ની સાથે કામો વધતા ગયા અને સમય ઘટતો ગયો. હવે,વિશ્વાસ દસમાં ધોરણમાં આવ્યો.વિશ્વાસ ના મન માં અનેક શમણાં આકાર લેવા લાગ્યા હતા. તેમની બાજુમાં એક નવું યુગલ રહેવા આવ્યું અને તે બંને પતિ- પત્ની બંને સરકારી નોકરી કરતા હતા.એમને જોઈને વિશ્વાસે પણ નક્કી કર્યું કે,હું આઈ.એ.એસ.નો અભ્યાસ કરીશ.આથી, તે દિવસ -રાત એક કરીને,અભ્યાસમાં મન પરોવીને અભ્યાસ કરવા લાગ્યો. અને પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા મસ્તી છોડીને, ફરવાનું છોડી માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવા લાગ્યો.હવે, તે જે રવિવાર પોતાના પિતા સાથે વિતાવતો હતો તેમાં પણ કાપ મૂકી દીધો.હવે તેને માત્ર અર્જુનની આંખ દેખાતી હતી.તે પોતાના લક્ષ્યને આકાર આપી રહ્યો હતો અને પોતાના ની સફળતાના પ્રથમ સોપાન તરીકે દસમાં ધોરણ માં નેવું ટકા સાથે ઉતીર્ણ થયો.આમ તે સફળતા ની સીડી ચડતો ગયો.તે જેમજેમ ઉંચાઈ સર કરતો ગયો તેમ તેમ વિકાસભાઈ એકલા થતાં ગયા.આ એકલતાપણું વિકાસભાઈ ને મનોમન કોરી ખાવા લાગ્યું હતું,પણ એનો લેશમાત્ર અણસાર પણ વિશ્વાસને ન હતો.કેમકે,વિશ્વાસ તો માત્ર રાત- દિવસ એક જ વાત કહેતો,"નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન."સફળતાનું ભૂત કહો,નશો કહો, કે વળગાડ કહો બસ, વિશ્વાસ પર ચડી ગયો હતો. આસપાસ નું કશો જ ભાન ન હતો તે માત્ર યંત્રવત બની ગયો હતો અને આ વાત સારિકાબેન અને વિકાસભાઈ માટે ચિંતાનો વિષય બની ગયો હતો.કારણકે,સફળ થવા માટે મહેનત કરવી એ ખૂબ સારી વાત છે પણ સફળતા મેળવવા પોતાની જાત અને પોતાના ના પ્રિયજનો ને ભૂલી જવું, અથવા દિવસ -રાત કે ખાવા પીવાનું ભૂલી જવું એ સારી વાત નથી. કારણકે, માત્ર શ્વાસ જ નથી લેવાના તેની સાથે જીવવું પણ જરૂરી છે. આથી, જ્યારે સારિકાબેન અને વિકાસભાઈ એ સાથે જમવાનો વિશ્વાસને આગ્રહ કર્યો ત્યારે વિશ્વાસે કહ્યું,"પપ્પા તમે જમી લો હું થોડું કામ પૂરું કરીને જમીશ. જ્યારે રવિવારે બાહર
ફરવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું,"અત્યારે સમય નથી એક મહિના પછી ."
પણ શું વિશ્વાસને ખબર છે કે,તેની પાસે એક મહીના પછી તેના માટે માતા પિતા સાથે વિતાવવા માટે સમય હશે જ.આ ચિંતા વિકાસભાઈ અને સારીકાબેન ને સતાવતી હતી.હવે, માત્ર વિશ્વાસ ની આઈ.એ.એસ.ની પરિક્ષા માં સાત દિવસ રહ્યા હતા.

સમય જતાં તે પણ પૂરા થઈ ગયા. વિશ્વાસની પરીક્ષા આવી ગઈ. તેણે સારી રીતે પૂરી પણ કરી.તેણે વિચાર્યું હવે હું પપ્પા સાથે ખૂબ મસ્તી કરીશ,અમે બહાર ફરવા જશું.આજે તો બહાર જમીશું.હું અને મમ્મી પપ્પા. આઈ.એ.એસ. ની પરિક્ષા પૂર્ણ થઈ માત્ર પરિણામ આવવાની વાર હતી પછી હું એક આઈ.એ.એસ. ઓફિસર બની જઈશ.બસ,ત્યાં તો જ્યારે જમ્યા પછી રાત્રે પપ્પા સાથે આંટો મારવા ગયો હતો, ઘણા સમય પછી પપ્પા સાથે ગપ્પાં મારતાં રાતે કયારે એક વાગી ગયો તેનો ખ્યાલ જ ના રહ્યો.અમે રસ્તા પર ચાલી રહ્યા હતા. એકાએક એક કાર વાળો પપ્પાને મારીને એક્સીડન્ટ કરીને કરીને ચાલ્યો ગયો.દારૂ પીને નશા માં ગાડી ચલાવી રહ્યો હતો એને તો હું પછી જોઈ લઈશ પણ અત્યારે મારે પપ્પા ને જોવું જોઈએ.આથી,હું તેમને પહેલા દવાખાને લઇ ગયો.ડોકટરે કહ્યું હવે તેઓ કયારેય ચાલી નહી સામે એક પગના ઘૂંટણ ના હાડકા નો ભૂકો થઈ ગયો છે. આ ઉંમરે ઓપરેશન રીસ્કી છે.

છ મહિના વીતી ગયા,પપ્પા ઘરે જ છે પણ અમે સાથે ફરી શક્યા નથી અને "હું પોતાની જાત ને માફ કરી શક્યો નથી."વિશ્વાસ નો આજે પરિણામ આવ્યું ગોલ્ડ મેડલ મેળવી આખાય રાજ્યમાં પ્રથમ આવ્યો અને તેને મંચ પર આવી બે શબ્દો બોલવાનું કહ્યું. ત્યારે તેણે કહ્યું કે,"શું આ ગોલ્ડ મેડલ મને વીતેલો સમય પાછો આપી શકશે. મિત્રો, જે હું મારા પિતા સાથે વિતાવતો હતો.મિત્રો,જીવન માં લક્ષ્ય ઉચ્ચ રાખવો ખૂબ સારી વાત છે પણ પોતાના લક્ષ્ય માટે પોતાના પ્રિયજનો ને સમય આપતા કયારેય નહી ભૂલતા.મે આ ભૂલ કરી છે કે,મે યંત્રવત્ બનીને દિવસ- રાત, પ્રિયજનો ને ભૂલીને,મારા પપ્પા સાથે આજ માં જીવવાનું છોડીને ભવિષ્ય માટે વર્તમાન ભૂલીને જીવ્યો છું,પરિણામ સ્વરૂપે મે ગોલ્ડ મેડલ મેળવી લીધો છે પણ તેની ખુશી નથી. હું મારા પિતાને કહેતો હતો કે પપ્પા, હું એક વખત મારી પરિક્ષા પતે પછી તમારી સાથે જમીશ અને ફરીશ. પપ્પા નું તો એક્સીડન્ટ થઈ ગયું જેમાં એક પગ ગુમાવી દીધો.હવે, અમે કેવી રીતે સાથે ફરિયે?આ અકસ્માતની રાત્રિ એ મારી આ વિચારસરણી બદલી નાખી,બસ,અંતમાં એક વાત કહેવી છે કે,તક મળે તો આજ માં જીવી લેજો.સમય પર કયારેય વિશ્વાસ કરતા નહી.વિશ્વાસ ની આ વાત પર વિશ્વાસ કરવાની આજીજી કરી.એક જ વાત યાદ રાખજો "ચાલ,આજે જીવી લઈએ." અને આ છે મારી દિલ થી નીકળતી પંકિત,

"આ શ્વાસો ના વહેણ ને,
મૃત્યુ નો બંધ બાંધી લેશે.
તું પ્રેમનો દરિયો વહેવા દેજે,
તું જીવન ને લહેરાવા દેજે,
તું મોજ નો અર્થવિસ્તાર કહેવા
દેજે.
તું આ બાળપણને જીવવા
દેજે,
તું આ મસ્તીનું ઓઢણ ઓઢવા
દેજે,
બસ,દિલ ની વાત કહેવા દેજે,
તું વ્હાલ નો દરિયો વહેવા દેજે,
તું આ મન નું કરવા દેજે,
તું આકાશ માં ઉડવા દેજે.

આ શ્વાસોમાં જીંદાદિલી નો
પ્રવાહ વહેવા દેજે."

મહેક પરવાની