King Vikramaditya and his adventures - 1 in Gujarati Mythological Stories by Anurag Basu books and stories PDF | રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1

મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં મારી સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી રીતે.. હુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું...

ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે...

ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ...

આ નગર માં બધાં જ મળી ને રહે..રાજા વિક્રમ ના રાજ માં કોઈ દુઃખી ન રહે....

પહેલાં ના જમાનામાં,રાજાઓ પોતાની પ્રજા ની ખૂબ જ દેખભાળ રાખતા...અને રાજ્ય માં કોઈ ને કોઈ ખોટ કે દુઃખ તો નથી ને?? તે જાતે ચકાસવા માટે... રાત્રિના પહોર માં,છૂપા વેશે.. રાજ્ય માં ફરવા નીકળતા...દરેક ના ઘર પાસે જઈને, તેમની વાતો સાંભળતા...

આવી જ એક રાત્રી એ, રાજા વિક્રમ.. છૂપા વેશે.. તેમના રાજ્ય માં ... રાત્રિના બીજા પહોર માં...નગર માં નીકળ્યા હતા...અને દરેક ને ખુશ જોઈ..મન માં હરખાતા પોતાના મહેલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા..

પણ ત્યાં જ......તેમને કોઈક નો પગરવ અને પગ ની ઝાંઝર નો છમછમ આવાજ સંભળાયો.. 🤔

તેમણે તે તરફ જોયું તો , કોઈ સ્ત્રી .. હાથમાં જમવાનો થાળ તેમજ થોડી પુજા સામગ્રી સાથે .. જંગલ તરફ‌ પ્રયાણ કરતી ..નજરે ચઢી.....આટલી રાત્રિના એક સ્ત્રી , કામળો ઓઢીને ક્યાંક જઈ રહી હતી......એક સ્ત્રી,ઘર ની બહાર, આટલા અંધારામાં કેમ નીકળી હશે??તે કોણ હશે...તેવા વિચાર વમણ માં ... ચુપચાપ .. .તેઓ અવાજ ની દિશા માં આગળ વધ્યા...
રાજા વિક્રમ ઉત્સુકતા વશ , તે સ્ત્રી ની પાછળ....પગરવ ન સંભળાય તેમ ...વૃક્ષ ના સહારે લપાતા છુપાતા પાછળ પાછળ ચાલવા લાગ્યા....

તે સ્ત્રી ધીમે ધીમે.. ઘનઘોર જંગલ તરફ‌ આગળ વધતી ગઈ.. જંગલ માં જંગલી જાનવરો ના ભયાનક અવાજો સંભળાઈ રહ્યા હતા.. જંગલ નો અંધારી રાત નો આ માહોલ.. કોઈ પણ ભડવીર ના પણ કાળજું કંપાવી દે..તેવો હતો... રાજા વિક્રમ પણ સાવધાની સાથે.. પોતાની તલવાર સાથે આજુબાજુ નજર કરતાં આગળ વધી રહ્યા હતા... છતાં પણ જાણે તે સ્ત્રી ને તો ..કોઈ નો ડર જ ન હોય તેમ એકદમ બિન્દાસ મક્કમતા સાથે આગળ ડગ ભરી રહી હતી... રાજા વિક્રમ પણ પાછળ સાવધાની સાથે..પીછો કરતા રહ્યા....

આખરે આ તેમની ઉત્સુકતા નો અંત આવ્યો... તેમણે જોયું કે..એક ઘટાદાર વૃક્ષ ની નીચે ,આખા શરીરે... ભસ્મ લગાવેલ ..., એક અઘોરી....આંખો બંધ કરી, તપસ્યા માં લીન .. કંઈક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો..

ઘનઘોર, એકદમ શાંત અને અંધારી રાતમાં... આ બધું ભયાનકતા માં વધારો કરી રહ્યું હતું....

તે સ્ત્રી તેની પાસે ગઈ, ને પ્રણામ કરી ને.. બોલી...મહારાજ ...થાળ સ્વીકાર કરો....અને મને પણ... હું તમારી સેવા માં ઉપસ્થિત છું..આટલું બોલીને તેણે, કામળો હટાવ્યો....આ સાંભળતા જ અઘોરી એ પોતાની ભયાનક, મોટી મોટી લાલ.. જાણે કે અંગારા વરસાવતી હોય..એવી આંખો ખોલી...રુપા ને જોઈ ,અઘોરી એ ભયાનક અટૃહાસ્ય કર્યું..જે શાંત જંગલ માં દુર દુર સુધી એના પડઘા રુપે ગુંજી ઉઠ્યું... તેના થી... આજુબાજુ ના વૃક્ષો પર ના પક્ષી ઓ પણ ...ડરીને આમતેમ ઉડા ઉડ કરવા લાગ્યા..

પશુઓ પણ કીકિયારી કરવા લાગ્યા... ત્યાં જ મહારાજ વિક્રમ ને ,તે સ્ત્રી નો ચહેરો દેખાયો....તેઓ તરત જ..તે ચહેરો આશ્ચર્ય સાથે ઓળખી ગયા...."આ શું?"તેમના મુખ માં થી અનાયાસે જ શબ્દો સરી પડ્યા....

*કોણ હતી એ સ્ત્રી?? ત્યાં શા માટે આવી હતી? શું રાજા વિક્રમ.. તેને ઓળખતા હતા??
આ બધું રહસ્ય જાણવા.. માટે મળીએ... આગળના ભાગમાં... જલ્દી થી...*તો રોમાંચક સફરની શરૂઆત continue રહેશે....*