My Gujarati Poems Part 51 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 51

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 51

કાવ્ય 01

શિવરાત્રી આવે દર માસ, મહાશિવરાત્રી આવે વર્ષ માં ઍક વાર, જીવ અને શિવનો યોગ સાધતી
મહારાત્રી એટલે મહાશિવરાત્રી...ભગવાન મહાદેવ ને મહાશિવરાત્રીએ તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...

હર હર મહાદેવ... હર...

ડમ ડમ ડમરૂ વાગે
શિવ, શંભુ, શંકર
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
કૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
ભૂતનાથ, નંદીરાજ, નટરાજ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
ભીમનાથ, રુદ્રનાથ ,મહાકાલ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
નીલકંઠ, વિષધારી, ત્રિશૂળધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
આદિનાથ, દીનાનાથ ત્રિલોકનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
ત્રિનેત્રધારી, ત્રિપુરારી, નાગધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
અમરનાથ, કેદારનાથ, સોમનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
મહેશ્વર, સંગ્મેશ્વર, દક્ષેશ્વર
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે

ડમ ડમ ડમરૂ વાગે
જટાધારી, ગંગાધર, કૈલાશવાસી
એવાં દેવો ના દેવ મહાદેવ
તમને અમારા દિલ થી પ્રણામ...

બોલો ...હર હર મહાદેવ.... હર...

કાવ્ય 02

શિવ સ્તુતિ.....

હે શિવજી,
અણુ અણુ મા તમે , દરેક જીવ મા છો તમે
દરેક આત્મા મા તમે, ને પરમાત્મા પણ તમે

હે ભોળાનાથ,
ભૂતો ના નાથ તમે, ભોળાનાથ પણ તમે
નૃત્યો ના સમ્રાટ નટરાજને
સંગીત ના મહારાથી પણ તમે..

હે નીલકંઠ,
દુષટો ના વિનાશક તમે, સૃષ્ટિ ના તારણહાર તમે
જટા મા જ્ઞાન ની ગંગા ધરાવનાર તમે
ગળે ફેણ ધારી નાગ ધારણ કરનાર પણ તમે

હે શિવશંભુ,
ડમરુ વગાડી વિષ ને ગળે ઉતારનાર તમે
સ્મશાન ની ભભૂતિ ને શરીરે લગાડનાર તમે
વાધ ચર્મ પહેરનાર રોગનાશક તમે

હે મહાદેવ,
ત્રીજું નેત્ર ધારણહાર ત્રિશુલધારી તમે
પાર્વતીનાથ ને ગણેશ કાર્તિકેય ના પિતા તમે
ત્રણેય ભુવન ના સ્વામી તમે,

હે ઉમાનાથ,
ધનકુબેર ના માલિક તમે
નંદી ઉપર સવાર થઇ હિમાલય મા
સાદાઈ થી આકાશ નીચે રહેનાર તમે

હે ત્રિપુરારી,
ભક્તો ને ભોળાભાવે વચન આપનાર છો તમે
સૃષ્ટિ ના સર્જનહાર, બ્રહ્મહાંડ ના મહાનાયક તમે

હે રુદ્રાક્ષધારી,
દક્ષિણ ના રામેશ્વર ને ઉત્તર ના કેદારનાથ મા તમે
પશ્ચિમમાં સોમનાથ, કાશિમાં વિશ્વનાથ મા તમે ,

હે મહાકાલ,
મધ્યે ઉજ્જૈન ના મહાકાલેશ્વર મા વસો છો તમે
અત્ર તત્ર સર્વત્ર તમે....
શિવજી તમને પ્રણામ....

કાવ્ય 03

બંધ કરો આ લડાઈ.....🙏

શાની માટે છે આ લડાઈ...??
નથી તમને લાગતું અહંમ ખાતર
હણાઈ છે ખોટા નિર્દોષ નાગરિક

જયારે થાય છે લડતા લડતા સૈનિક શહીદ
થાય છે બાળક અનાથ, પત્ની વિધવા
વૃદ્ધ મા બાપ બને છે લાચાર પાછલી જિંદગી મા

મોટી વ્યક્તિઓ છુપાઈ બેસે બંકર મા
નાગરિકો બે ઘર થાય મફત મા
સ્કૂલ, હોસ્પિટલ નો કરી વિનાશ
કોના દિલ જીતવા ના તમે???

વિનાશકારી યુદધો થાય છે
દેશ ના સીમાડા વધારવા
જયારે લોકો ના દિલ નથી જીતવા ના યુદ્ધ થી
ત્યાં આવા યુદધો શું કામ ના...

ઇતિહાસ ના પન્ના ખોલી જુઓ
યુદ્ધ થી નથી થતું કોઈનું કલ્યાણ
યુદ્ધ મા થાય છે માત્ર ને માત્ર નર સંહાર

મહાસતા અને મહાનેતા થવા ના હોય ભારખા
દુનિયા ના દરેક જીવ ને સમૃદ્ધ કરી
તોડી પાડો સરહદો દરેક દેશ વચ્ચે ની
જીતી લો દિલ દુનિયા આખીના
તો જ કહેવાશો તમે વિશ્વ નેતા..

નરસંહાર થી નથી થવા ના તમે મહાનેતા
હવૅ સમજી કરો બંધ આ લડાઈ
બચાવી લો પ્રભુ ની આ દુનિયા
વિશ્વ કુટુંબત્વ ની ભાવના કેળવી...🙏🙏

કાવ્ય 04

એક રમુજી કાવ્ય રચના....

મા મારે નથી ભણવું,...

પ્રમેય સાબિત કરવા લાગે પ્રણય કરતા અઘરા ,
અંક ગણિત ના આંકડા લાગે આડા અવળા
ગણિત ના દાખલા લાગે બધા આકરા
મા મારે નથી ભણવું.. 😂

આ સમાજવિધા કોને બનાવ્યું
ઇતિહાસ મા ભણવા મા લાગે ત્રાસ
નાગરિક શાસ્ત્ર સમજ મા આવે નહિ કઈ
ભૂગોળ લાગે ગોળ ગોળ,
મા મારે નથી ભણવું.. 😂

રસાયણ ભણવા મા મા રસ આવે નહિ
ભૌતિક વિજ્ઞાન મા થાય ભડાકા
જીવશાસ્ત્ર લે મારો જીવ
વિજ્ઞાન મા પડે નહિ કઈ ટપ્પા
મા મારે નથી ભણવું.. 😂

ભાષા ઓ ની છે ભરમાળ
ગુજરાતી, સંસ્કૃત અંગ્રેજી
બાકી હતું તો હિન્દી શું કામ બનાવી
લોચા પડે બધા વ્યાકરણ મા
મા મારે નથી ભણવું.. 😂

આટલુ ઓછું હોય ભણવાનું
ત્યાં મરજિયાત વિષયો પણ શું કામ રાખ્યા
કોમ્પ્યુટર, પી. ટી રામજાને બીજા ક્યાં ક્યાં
કંટાળો આવે મને ભણવા નો હવે ઘણો
મા મારે હવૅ નથી ભણવું.. 😂

માએ આંખો કાઠી લાકડી બતાવી
કહ્યું ભણ છાનો માનો નહીંતર
જિંદગી લેશે એક પછી એક એવી કસોટી
લાગશે તને આના કરતા તો સારુ છે ભણવાનું ..
😇😇😇😇🤩🤩🤩🤩