Manav Sharir in Gujarati Human Science by Ashish books and stories PDF | માનવ શરીર

The Author
Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

માનવ શરીર

👌👌પિંડે સો બ્રહ્માંડે👌👌
.
*માનવ શરીર વિશે જાણો*

૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.

૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.

૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.

૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.

૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.

૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.

૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.

૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.

૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.

૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.

૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે.

૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.

૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.

૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.

૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.

૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.

૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.

૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.

૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે.

૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.

૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.

૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.

૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.

૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :

૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.

૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.

૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.

૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.

૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.

૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.

૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.

૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.

૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.

૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.

૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.

૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.

૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.

૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.

૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.

૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.

૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.

૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.

૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.

૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.

૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.

૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.

૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.

૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.

૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.

૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.

૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.

૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.

૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.

૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.

૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.

૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.

૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.

૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.

૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.

૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.

૩૭. માણસની આંખો
૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.

૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.

૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.

૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.

૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.

૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.

૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.

૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.

૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.

૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.

૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.

૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.

૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.

૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.

૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.

૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.
૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.

૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે.

૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.

૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.

૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.

૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.

૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.

૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.

*પિંડે સો બ્રહ્માંડે*