Kismat - 2 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કિસ્મત - 2

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કિસ્મત - 2

અંતે રમણભાઈ અને જયાબેન ની આશા પૂર્ણ થઈ. અને તેમને ત્યાં પુત્ર આવ્યો .રમણભાઈ ને તો હરખ નતો માતો ૩ બહેનો પણ નાના ભાઈ ને જોઈ ને રાજી થઈ ગઈ, ઘર માં આનંદ ની હેલી છવાઈ ગઈ. જયાબેને કાના ના પલના પણ કરાવ્યા. હવે ત્રણેય બહેનો ભાઈ નુ ધ્યાન રાખતી, જયાબેન નો ઘણો સમય કામ અને એમની પૂજા કરવામાં જતો. સાથે સાથે બધા બાળકો ને સારા સંસ્કાર પણ આપતા, રમણભાઈ ને જુગાર ની લત વધી હવે તો તેઓ મોટી મોટી કલબો માં રમવા જતાં,સ્વભાવે હમેશા કડક એક દિવસ રમવા માં થોડી માથાકુટ કરી ને આવ્યા, જયાબેન આમ પણ બાળકો ને રમણભાઈ આવે ત્યાં જમાડી ને સૂવાડી દેતાં, પણ મોટી છોકરીઓ હવે સમજણી થઈ હતી. પીતા નો ગુસ્સો એ સમજતી અને માં ને મજબૂર જોઈ રહેતી.રમણભાઈ ને ઘર ની કોઈ પરવા જ ન હોય તેવું તેમનું વતૅન ઘર માં કોઈ આવે તો પણ જયાબેન જ બધો વ્યવહાર સાચવતા.કયારેક તો એવું પણ થાતું કે ઘરે કોઈ આવે અને એમને દેવા કાઈ પણ ના હોય, ત્યારે જયાબેન જેમતેમ કરી ને વ્યવસ્થા કરતાં.આમ ને આમ દિવસો પસાર થતા હતા. એ જમાનામાં છોકરીઓ ને નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવતી, અને જયાબેન ની પણ મોટી દીકરી ને પરણાવી દીધી, ત્યારે નાનો ભાઈ માડં પાંચ વર્ષ નો હશે અને જયાબેન ને પાછો બીજો દિકરો આવ્યો.અને રમણભાઈ ને એક દિવસ ખૂબ મોટી બાજી આવી ગઈ, એક જ ઝાટકે બધા દુઃખ દૂર થઈ ગયા, હવે રમણભાઈ અને જયાબેન તેમના સંતાનો સાથે સારા ઘર માં રહેવા લાગ્યા, બાળકો ને સારી સ્કુલ માં ભણવા મોકલ્યા અને બીજી દીકરી ને પણ સારા ઘરમાં વળાવી દીધી, હવે રમણભાઈ અને તેમનો દસ વર્ષ નો મોટો દીકરો પોતાની વાસણ ની દુકાન ચલાવતા પ...ણ કિસ્મતમાં કઈંક અલગ જ લખ્યું હતું.અને એક દિવસ....


તે દિવસે રમણભાઈ અને જયાબેન દિવાળી પવૅ ની ખરીદી કરવા ગયા હતા. બાળકો ખૂબ ખુશ હતા ઘણા વષૉ પછી એમને આવી સારી દિવાળી જોઈ હતી, ખરીદી કરી ને રમણભાઈ પોતાની દુકાન વધાવી ઘરે આવ્યા.જમીને બધા બાળકો માટે લાવેલી વસ્તુઓ આપી. દરેક વખતે રમણભાઈ જોતા કે વસ્તુ લેતી વખતે બાળકો કરતાં જયાબેન વધુ હરખાતા. છોકરા ઓ એકબીજાને પોતાની વસ્તુઓ બતાવતા હતાં. આજે આપણા બાળકો કેવા ખુશ છે નહીં?જયાબેને કહ્યું, હા પ..ણ એક વાત સમજાણી નહીં તુ આ બધું જોઈને હરખાતી હરખાતી કેમ ઉદાસ થઇ ગઇ?રમણભાઈ એ જ્યા બેન ને પૂછ્યું,આ લોકો ના નસીબ ને કોઈ ની નઝર ના લાગે બસ.જયાબેને કહ્યું.બીજા દિવસે સવારે રમણભાઈ દુકાને જવા નીકળ્યા તેમનો મોટો દીકરો પણ સાથે હતો. ત્યાં પહોંચી ને જોયું તો તાળું તુટી ગયું હતું અને દુકાન લુટાઈ ચૂકી હતી. આ...શું?રમણભાઈ ની ચીસ નીકળી ગઈ, નરેન પણ જોઈ ને ઘબરાય ગયો.આજુબાજુ વાળા ભેગા થઈ ગયા, દુકાન માથી ઘણો સમાન ચોરાઈ ગયો હતો, રમણભાઈ ને જાણે ચક્કર આવી ગયા, તે ધબ્બ કરતાં નીચે બેસી ગયા,કોઈ એ પોલીસ ને જાણ કરી પોલીસે આવીને બધી તપાસ કરી રમણભાઈ ને માથે તો આભ તૂટી પડયું એક તો ભાડા ની દુકાન ને માંડ ગાડું ગબડતુ હતું ત્યાં આ નવી ઉપાધી,બાપ દીકરો ઘરે પાછા ફર્યા, ઘરે જયાબેન ને પણ કોઈએ જાણ કરી હતી એ પણ ઉદાસ હતા, હશે જે થયું તે ઠાકોરજી ની ઈચ્છા એમ રમણભાઈ ને સાત્વના આપતા હતા, અને ત્યાં જ....


✍️ આરતી ગેરીયા