Chakravyuh - 16 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 16

Featured Books
  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

Categories
Share

ચક્રવ્યુહ... - 16

( ૧૬ )

“અટેન્શન લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઇ હેવ અન અટેન્શન પ્લીઝ. તમે લોકો જેને મળવા માટે ઉત્સુક છો તે ઘડી આવી ચૂકી છે, ઇશાન,પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.” કાશ્મીરાએ જેવુ એનાઉન્સ કર્યુ કે ધડાકાભેર સ્ટેજ પરથી વચ્ચેનો ભાગ ખુલ્લો થઇ ગયો અને નીચેથી ઇશાન ઉપર સ્ટેજ તરફ આવતો બધા જોઇ રહ્યા. ખુબ ધીમે ધીમે ઇશાન ઉપર સ્ટેજ તરફ આવી રહ્યો હતો અને બધા લોકો તાળીઓના ગડગડાટથી તેને વધાવી રહ્યા હતા.

ઇમ્પોર્ટેડ શુટ બુટમાં સજ્જ ઇશાન રાજકુમાર જેવો લાગતો હતો. ચહેરા પર રાજસી રૂઆબ અને હળવી સ્માઇલ સાથે તે બધાના અભિવાદન કરી રહ્યો હતો, સ્ટેજ પર આવતા જ ઇશાનને સૌ પ્રથમ તેના મમ્મી-પપ્પાએ તેને બર્થડે વીશ કર્યુ અને પોતાના યુવાન પૂત્રને સુરેશ ખન્ના ભેટી પડ્યા. જયવંતીબેને પોતાના લાડલા પૂત્રને પ્લેટીનીયમની લક્કી પહેરાવી અને સુરેશ ખન્નાએ પોતાના વ્હાલસોયા પૂત્રને ઇમ્પોર્ટેડ સ્પોર્ટસ બાઇકની ચાવી ભેટમાં આપી,

“મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે માય બ્રધર. મે ગોડ બ્લેસ યુ.” કાશ્મીરાએ તેના ભાઇને અદબથી બર્થ ડે વીશ કરતા કહ્યુ.   “થેન્કસ સીસ.... વ્હેર ઇઝ માય ગીફ્ટ?” ઇશાને અધીરાઇથી કાશ્મીરાને પુછતા કહ્યુ.   “આઇ હેવ નો ગીફ્ટ ફોર યુ બ્રો.” કાશ્મીરાએ ટીખળ કરતા કહ્યુ.   “ધેટ’સ નોટ ફેર સીસ. આઇ વીલ નોટ ટૉલ્ક વીથ યુ.”

“કાલ્મ ડાઉન બ્રો, ઇટ્સ અ સ્વીટ સરપ્રાઇઝ ફોર યુ.” કાશ્મીરાએ તેને કાનમાં કહ્યુ અને ત્યાં જ સામેથી ખાસ ઓર્ડર આપીને બનાવેલી ભવ્ય કેક આવતી દેખાઇ. બે સર્વન્ટ કેક સ્ટેજ સુધી લઇ આવ્યા અને આછા પ્રકાશમાં ઇશાને કેક કટ કરી અને બર્થડે સોંગ વાગવા લાગ્યુ. એક પછી એક તેના માતા-પિતા અને કાશ્મીરાને કેક ખવડાવી અને ત્યાર બાદ એક પછી એક મહેમાનો ઇશાનને બર્થ ડે વીશ કરી ગીફ્ટ્સ આપવા લાગ્યા. આમંત્રીત ખાસ મહેમાનો અને સગા સબંધીઓ બાદ ઓફિસ સ્ટાફ એક પછી એક સ્ટેજ પર જઇ ઇશાનને વીશ કરી રહ્યા હતા.

“રોહન, આપણી ગિફ્ટ બહુ મામુલી લાગે છે મને તો.” કૌશલ્યાબેને રોહન સામે ચિંતા ઠાલવતા કહ્યુ.

“મમ્મી, પપ્પાની ઇચ્છા ઇશાનને શ્રીમદ ભાગવતનું પ્રાચીન પુસ્તક આપવાની જ હતી અને સાચુ કહુ તો કિંમતમાં ભલે આ પુસ્તક મામુલી જણાય પણ તેમા દુનિયાના દરેક પ્રશ્નનો જવાબ સમાયેલો છે. તમારા પર મુસિબતનો પહાડ તૂટી પડે ત્યારે તેમાંથી નીકળવાનો માર્ગ પણ આ પુસ્તક બતાવે છે અને તમે જ્યારે સુખના સમુદ્રમાં અભિમાનરૂપી ઉછળતા મોજાઓમાં ફસાઇ જાઓ ત્યારે તેનો સામનો કરવાની તાકાત પણ આ પુસ્તકમાં છુપાયેલી છે, મને તો કશુ અયોગ્ય લાગતુ નથી, બાકી સામેવાળાને જો આ પુસ્તક સામાન્ય લાગે તો પછી તેના નસીબ.” આગળ ઉભેલી રોશની રોહનની અને તેના મમ્મીની વાતો સાંભળી રહી હતી અને મનોમન મુશ્કાઇ રહી હતી રોહનના મનના વિચારોને જાણીને.

“આઇ એમ સો પ્રાઉડ ઓફ યુ રોહન. યુ આર સો અન્ડર્સ્ટેંડીંગ પર્શન. સદગુણોના ખજાનાથી સભર છે તુ રોહન, આઇ એમ સો લક્કી કે મને તારો સાથ મળ્યો છે અને આજે મારામાં એટલી હિમ્મત આવી ગઇ છે કે આજે મારા મનની વાત હું તને કહ્યા વિના નહી જવા દઉ. આજ સુધી આપણા બન્ને વચ્ચે જે બન્યુ તે, પણ આજથી આપણા વચ્ચેના સબંધમાં ખટાશ તો નહી જ રહેવા દઉ. આઇ લવ યુ રોહન આઇ રીઅલી લવ યુ.” મનમાં મનમાં વિચારોના વાયરા સાથે ફરહરાતી રોશની ક્યારે સ્ટેજ પર આવી પહોંચી તેનો ખ્યાલ સુધ્ધા તેને રહ્યો નહી અને અચાનક જ કાશ્મીરા સામે પહોંચી જતા તે પોતાની દુનિયામાંથી બહાર આવી ગઇ.   “મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે મિસ્ટર ઇશાન. અ સ્મોલ ગિફ્ટ ફોર યુ.” કહેતા રોશનીએ તેને ગિફ્ટ આપી અને કાશ્મીરા સાથે બે ઘડી વાતો કરી તે નીચે તરફ જવા પાછળ વળી કે તેની હાઇ હીલ સેન્ડ્લ નમી જતા તે પગથીયુ ચૂકી ગઇ ત્યાં જ પાછળ આવતા રોહનની માંસલ ભુજાઓ તેને ઘેરી વળી અને રોશની રોહનની બાહોમાં ઢળી ગઇ. બન્ને એકબીજાને જોઇ જ રહ્યા.   “આર યુ ઓ.કે. મીસ રોશની?” રોહને સમયની નજાકતને સંભાળતા પુછ્યુ.   “યા, આઇ એમ ઓ.કે. થેન્ક્સ.” કહેતી રોશની ત્યાંથી નીકળી ગઇ અને રોહન અને તેની ફેમિલી ઇશાનને બર્થ ડે વીશ કરવા સ્ટેજ પર આવી પહોંચ્યા. સ્ટેજ પર આવતા રોહનની નજર કાશ્મીરા તરફ જ હતી પણ કાશ્મીરાનું ધ્યાન બીજી તરફ જ હતુ ત્યાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ રોહન પાસે આવી ગયા અને પોતાની સાથે ઇશાન સરને બર્થ ડે વીશ કરવા તેમને આગ્રહ કરવા લાગ્યા આટલી વારમાં તો પ્રકાશભાઇ અને તેમના પત્ની ઇશાન પાસે પહોંચી ગયા..

“જન્મદિવસની શુભેચ્છાઓ ઇશાન બેટા.” પ્રકાશભાઇએ બર્થ ડે વીશ કરતા ઇશાનને શ્રીમદ ભાગવતનું પુસ્તક રેશમની ગુંથાયેલી થેલીમાંથી બહાર કાઢતા ભેટમાં આપ્યુ.   “થેન્ક્સ.” બહુ ટૂંકો અને ટચ જવાબ આપી ઇશાને એ પુસ્તક પાછળ ઊભેલા સર્વન્ટને આપી દીધુ અને તેની બાજુમાં ઊભેલા પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરવામાં મશગુલ બની ગયો.   “બેટા એ પુસ્તક બહુ કિંમતી છે, તેને સાચવીને રાખજે. આગળ જતા તેમાંથી ઘણુ તને શીખવા મળશે.”   “ઓ.કે. અંકલ, નાઉ એક્સક્યુઝ મી પ્લીઝ. આઇ એમ બીઝી વીથ માય ફ્રેન્ડસ.” આટલુ સાંભળતા જ પ્રકાશભાઇને ગુસ્સો તો આવ્યો પણ તે બહુ ધીરગંભીર માણસ હતા એટલે સમયને સાચવતા તે પોતાની પત્ની સાથે નીચે જવા લાગ્યા ત્યાં રોહને તેમને બોલાવ્યા.   “અરે મમ્મી-પપ્પા, મને એકલો મૂકીને તમે ઇશાન સરને વીશ કરી લીધુ? ધેટ’સ નોટ ફેર.” રોહનની ખુશીનો આજે કોઇ જવાબ ન હતો.   “હા બેટા, અમે તો બસ મનથી તેને આશિર્વાદ આપી દીધા અને બાકી તે અમને ઓળખતો પણ ન હોય એટલે વાતચીત તો શું થવાની, તુ તારા સ્ટાફ સાથે આનંદ કર અને ઇશાનને શુભેચ્છા પાઠવ. હું અને તારી મમ્મી અહી જ છીએ.”   “ઓ.કે. પપ્પા. હું હમણા જ આવુ છું.” કહેતો રોહન પોતાના કલીગ્સ સાથે ઇશાનને અભીનંદન પાઠવવા જતો રહ્યો.   “મે તમને કહ્યુ હતુ ને કે આ સબંધ આપણા માટે યોગ્ય નથી. આ લોકો ક્યાં અને આપણે ક્યાં. અમીરોના મહેલમાં સંસ્કાર પણ કોડીઓના ભાવે વેચાતા હોય છે રોહનના પપ્પા.”   “રોહનની મા, હવે જે થાય છે અને જે થવાનુ છે તે બધુ તુ ઉપરવાળા તરફ છોડી દે, એ બધુ પાર પાડશે અને આમ પણ ન તો તને અહી દોડધામવાળી જીંદગી ગમવાની છે કે ન તો મને. તો પછી રોહન અમીર છોકરીને પરણે કે કોઇ બીજી છોકરીને, એ રહેવાનો તો અહી જ છે. જો આપણા દિકરાના ચહેરાને, કેટલો ખુશ જણાય છે, આ જીંદગી તેની છે, આપણે તો આજે છીએ અને કાલે ન પણ હોઇએ, તેના સામે હજુ આખી જાંદગી પડી છે તો ભલે ને તે પોતાની રીતે તેને મનપસંદ પાત્ર સાથે જીવન વિતાવે.”

“એ તો છે પણ મને રોહનની બહુ ઉપાધી થાય છે, આવડા મોટા શહેરમાં તે એકલો છે. તે ગમે એવડો મોટો બની જાય પણ મારા માટે એ નાનો જ રહેવાનો અને તેની ચિંતા મને થવાની જ.” બોલતા બોલતા કૌશલ્યાબેનની આંખમાંથી આંસુ સરી પડ્યુ.   “આ લો આન્ટી રૂમાલ અને તમારા બધા આંસુઓને પોંછીને ફેકી દો રૂમાલને દરિયામાં. તમે નાહક રોહનની ઉપાધી કરો છો. લાખો કરોડોમાં એક છે તમારો રોહન. આ કંપની અને સુરેશ ખન્નાના માનીતા લોકોમાં અત્યારે સૌથી ટોપ મોસ્ટ હોય તો તે તમારો રોહન છે. સોરી....સોરી.... તમે મને ઓળખતા નથી, હું રોશની છું, રોહન સાથે જ કંપનીમાં કામ કરુ છું અને તેની આવડતથી હું ખુબ પ્રભાવિત છું. અને તમારી વાતો ચોરીછુપીથી સાંભળી રહી હતી એ માટે પણ માફી ચાહુ છું.”   “ના દિકરા, કાંઇ વાંધો નહી પણ મા છું એટલે મમતાનો ડર છે તે ક્યારેય દૂર થવાનો જ નહી. આ તારા કાકા મને એ જ સમજાવતા હતા પણ મારુ મન છે કે માનવા તૈયાર જ નથી, બોલ એનું શું કરુ? એની કોઇ દવા છે તારી પાસે?”

“એની દવા તો નથી મારી જોડે આન્ટી. મળશે તો ચોક્કસ તમને જણાવીશ.” કહેતા રોશની હસી પડી અને કૌશ્લ્યાબેન પણ હસવા લાગ્યા. પાર્ટીમાં આવ્યા બાદ પહેલીવાર કૌશલ્યાબેનના ચહેરા પર હાસ્ય રેલાયુ હતુ.   “લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઇ હેવ અન અટેન્શન પ્લીઝ.” સુરેશ ખન્નાએ માઇક પર એનાઉન્સ કરતા કહ્યુ.   “આઇ વીલ કોલ અપોન ઓન ધ સ્ટેજ માય ફેમિલી, પ્લીઝ કમ ઇન કાશ્મીરા એન્ડ ઇશાન પ્લીઝ.”   “વ્હોટ હેપ્પન્ડ પાપા? હવે આ શેનુ એનાઉન્સમેન્ટ છે અને એ પણ ફૂલ ફેમિલી સાથે? ગેસ્ટ બધા ડિનર લઇ રહ્યા છે અને તમે આ એનાઉન્સ કરવા જઇ રહ્યા છો?”

“અરે બેટા, હું કોઇને ડિનર લેતા અટકાવતો જ નથી, બસ અહી અટેન્શન આપવા માટે રીકવેસ્ટ કરી રહ્યો છું.પ્લીઝ યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ.”

“લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે મારા ઇશાનનો તો બર્થ ડે છે જ, તેની સાથે હું એક બીજી એનાઉન્સમેન્ટ કરવા જઇ રહ્યો છું.” સુરેશ ખન્નાની આ સરપ્રાઇઝથી બધા તેના સામે આતુરતાથી જોવા લાગ્યા.   “ફર્સ્ટ ઓફ ઓલ, આઇ એમ ઇન્વાઇટીંગ મીસ્ટર રોહન ઉપાધ્યાય એન્ડ હીઝ ફેમિલી ઓન ધ સ્ટેજ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ જેન્ટલમેન.” રોહન અને તેની ફેમિલીને સ્ટેજ પર આવી રહ્યા હતા ત્યારે તેના પર લાઇટ ફોકસ કરવામાં આવી. આ બધુ સાંભળી રોશનીના ચહેરા પર ખુશી છવાઇ ગઇ, તે તો બસ એ જ વિચારમાં હતી કે આજે રોહનને વળી એક પ્રમોશન મળવા જઇ રહ્યુ છે અને આ બાજુ કાશ્મીરાના ચહેરા પર પ્રશ્નવાચક ભાવ અંકાઇ રહ્યા હતા.   “મોમ, વ્હોટ્સ, ગોઇંગ ઓન હીઅર, વીલ યુ પ્લીઝ ટેલ મી?” કાશ્મીરાએ ચિડાઇને પુછ્યુ પણ જયવંતીબેને પણ બધી વાતથી અજાણ હોવાનો ઢોંગ કરતા નકારમાં માથુ ધુણાવ્યુ.

“ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે દિકરી સાપના ભારા સમાન છે પણ હું એટલો નસીબદાર છું કે મારા માટે મારી દિકરી એ સાપનો ભારો નહી પરંતુ ખુશીઓનો ખજાનો બનીને આવી છે, કાશ્મીરાના વખાણ કરવાની મારે કોઇ જરૂર જ નથી. મારી બીજી તરફ જે યુવાન છે તે છે રોહન ઉપાધ્યાય, મારી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો હેડ અને બીજુ કહુ તો મારી કંપનીનું હાર્ટ છે રોહન, સાથે સદગુણો અને નિરાભિમાની એવો યુવાન મને એમ્પ્લોઇ તરીકે મળ્યો એ બદલ હું મારી જાતને ખુશહાલ માનુ છું. રોહનનું ઇન્ટરવ્યુ કાશ્મીરાએ લીધુ હતુ અને આ કંપનીમાં એમ્પ્લોઇ તરીકે પસંદ કર્યો હતો જ્યારે આજે હું તેને એક બીજુ પદ, આઇ મીન પ્રમોશન આપવા માંગુ છું.”   “પ્રમોશન??? પાપા શું કહે છે કાંઇ સમજી શકાતુ નથી, આ બાબતે મારી સાથે કોઇ ચર્ચા પણ કરી નથી અને ડાઇરેક્ટ પ્રમોશન આપવા જઇ રહ્યા છે? શું ચાલે છે તેમના મનમાં???” કાશ્મીરા તેના પિતાજીના એકએક શબ્દોના મર્મને સમજવા મથવા લાગી પણ કાંઇ તારણ પર પહોંચી જ શકતી ન હતી.    “યસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે હું મારી પૂત્રી અને મારી કંપનીના ટોપ મોસ્ટ હોનહાર એવા રોહન ઉપાધ્યાયની એન્ગેજમેન્ટનું એનાઉન્સ કરું છું.” આ સાંભળી બધાએ તાળીઓની વર્ષા વરસાવી દીધી અને તાળીઓના ગડગડાટ અને ચીચીયારીઓથી આખો હોલ ગુંજી ઉઠ્યો.   “વ્હોટ????? એન્ગેજમેન્ટ વીથ રોહન?????” કાશ્મીરા ગુસ્સાથી ધુંધવાઇ ઊઠી પણ સામે જ પત્રકારો અને મિડીયાનો સમૂહ આવી પહોંચ્યો હતો એટલે કાંઇ બોલી શકાય તેમ હતુ નહી એટલે તે ગુસ્સાથી ધુંધવાતી ત્યાં ઊભી રહી.

આ બાજુ જે રોહનના પ્રમોશનથી ખુબ ખુશ થતી આગળ આવી પહોંચી હતી તે રોશની ભીડમાં ખોવાતી ગરકાવ થવા લાગી.................

TO BE CONTINUED…………………

ઇશાનની બર્થડે પાર્ટીમાં સુરેશ ખન્ના કાશ્મીરા અને રોહનની સગાઇની જાહેરાત કરવા જઇ રહ્યા છે ત્યારે શું કાશ્મીરા આશાનીથી આ સબંધની હા પાડી દેશે કે પછી કાંઇ નવાજુની થશે? જાણવા માટે ચાલો વાંચીએ પ્રકરણ-૧૬